Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 11
________________ ધધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ D કુદરતી પ્રકોપો જેવા કે દુકાળ, પૂર, ધરતીકંપને બાદ કરતાં લગભગ સ્વાવલંબી . જીવન જીવે છે. પ્રાપ્ત સંપત્તિનો કરકસરયુક્ત વ્યય કરે છે. તેમ છતાં દક્ષિણ એશિયાની વસતિ વધતી જાય છે અને આધુનિક જીવનશૈલી- ઉપભોગ્ય વસ્તુઓની માગ પણ વધતી જાય છે તેથી સ્વાવલંબનની સમતુલા જોખમાઈને વેરવિખેર થઈ જાય છે. પાંચ મૂળભૂત તત્ત્વોના સ્વીકાર અને આવકારથી સામાજિક કર્તવ્ય (ધર્મ)ના અર્થઘટનમાં પર્યાવરણ પરિવારનો સમાવેશ કરવાથી અને તેની નૈતિકતા વિસ્તૃત થવા સાથે ભારતીય હિન્દુ-વૈદિક સંસ્કૃતિને સ્મરણમાં રાખીને નવી કેડી કંડારી શકે તેમ હોવાથી પૃથ્વીને અસમતુલાથી બચાવવાની કાળજી રાખી શકે છે. પ્રકૃતિપ્રેમી અને પર્યાવરણ રક્ષાના પુરસ્કર્તા જિતેન્દ્ર તળાવિયા ‘સંગત’માં લખે છે કે, જ્યાં પ્રકૃતિની અવહેલના થાય, ઓછપ જણાય ત્યાં અનેક રોગોનું સામ્રાજ્ય સ્થપાય, માનસિક સ્થિરતાના અભાવો જોવા મળે. પ્રકૃતિ અસંતુલિત થાય એટલે અભાવો, ઇર્ષા, ખાલીપો, અસંતોષ, તૃષ્ણા અને યુદ્ધખોર માનસ થઈ જતું હોય છે. પ્રકૃતિ વિનાના માનવીનાં મન પ્રત્યાઘાતી સ્થિતિને વળગશે તેથી તેમના માટે વિવિધ પ્રકારની હત્યાઓનો સામાન્ય ક્રમ બની જાય. પર્વતો, ખીણો, જંગલો વસવાટ માટે નથી, પરંતુ વસવાટ માટે આ ભૂમિ પૂરક શક્તિ બની રહે છે. હિમાલયમાં ઠેરઠેર વસાહતો ઊભી થવાથી હિમાલય અશાંતિ અનુભવી રહ્યો છે. પ્રકૃતિની પીઠ ચીરીને કરાતો વિકાસ અંતે વિનાશને નોતરે છે. પ્રકૃતિના સંતુલન માટે, હું વીજળી-ઇંધણ ઓછું વાપરું, કુદરતી આવાસને આવકારું, ઝાડપાન કાપવાનું બંધ કરું, વાહનો, બંગલો, ટેલિફોન, શસ્ત્રોનો વપરાશ ઓછો કરું'' - આ વિચારોનું આચરણ મનુષ્યનું ભલું કરશે. માત્ર ‘હું' માલામાલ અને પર્યાવરણ પાયમાલ એ વિચાર અને આચારને સમૂળગો દેશવટો દેવાથી સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ થશે. પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ બૌદ્ધદર્શનનું પવિત્ર વિશ્વદર્શન અને પર્યાવરણ છેલ્લાં ૨૫૦૦ વર્ષની બુદ્ધ પરંપરાની એશિયાની યાત્રા અને હવે પશ્ચિમની યાત્રા દરમિયાન તેના જુદાંજુદાં મતમતાંતર મહત્ત્વપૂર્ણ હોવા છતાં બૌદ્ધો વિશ્વને ચાર કક્ષાએ જોડાયેલું જુએ છે. અસ્તિત્વરૂપે, નૈતિકરૂપે તથા આધ્યાત્મિકરૂપે જોડાયેલ માને છે. જીવનરૂપે બૌદ્ધો સ્વીકારે છે કે પ્રત્યેક/ દરેક, બધા ચેતનામય જીવો ચાર મૂળભૂત અવસ્થાઓને અનુભવે છે. જ્ન્મ, જરા, વેદા અને મૃત્યુ. અસ્તિત્વનો સ્વીકાર અને પ્રતીતિ અને દુઃખોની વૈશ્વિકતા (વિશ્વવ્યાપકતા) એ બુદ્ધના બોધનું મૂળભૂત તત્ત્વ છે. બુદ્ધના ઉપદેશ-બોધના મૂળમાં વિશ્વના દુ:ખના અસ્તિત્વની પ્રતીતિ પડેલી છે. દુ:ખના પ્રકારની આંતરદષ્ટિ કરતાં તેનાં કારણો બને દુ:ખનો અંત લાવવાના ઉપાય કે તેના માર્ગો એ બધું બુદ્ધના જ્ઞાનની અનુભૂતિના સીમાચિહ્નરૂપ બની જવા પામેલ છે (મહાશાસક સુન્ત (સૂત્ર) મજ્જાક નિકાય). તદુપરાંત બુદ્ધના પ્રથમ ઉપદેશ (બોધ)રૂપ ચાર ઉત્તમ સત્યોમાં સમાવેશ થાય છે. બુદ્ધ અસ્તિત્વરૂપ આંતરદર્શન દ્વારા એ વિચારધારામાં અન્યોને સહભાગી કરવાનો નિર્ણય કરે છે કે આ પરંપરા વૈશ્વિક કરૂણાને કાર્યકારી બનાવે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ એ વાત ભારપૂર્વક કહે છે કે દુ:ખની વિશ્વવ્યાપકતાની માનસિક સજાગતા સાથે સર્વ જીવો પ્રતિ કરૂણા પર ભાર આપ્યો છે. ખાસ કરીને સર્વ સચેતન સૂક્ષ્મ જીવો પર પણ કરુણા, દયાભાવ દાખવવાનો છે તેમ ભારપૂર્વક કહ્યું છે. ધમ્મપદનું અર્થઘટન કરતાં તેઓ કહે છે કે નૈતિક નિષેધરૂપ અનિષ્ટ ન કરવું, એટલું જ નહીં, પણ ઇષ્ટ એક નૈતિક સિદ્ધાન્ત તરીકે કરવાનો આદેશ છે. દુઃખના નિવારણ માટે અહિંસક માર્ગ આદર્શ રીતે અપનાવાય એ જરૂરી છે. આ આદર્શ પ્રાર્થનામાં વણી લેવામાં આવ્યો છે જેમાં વિશ્વના સ્તરે પ્રેમ ૮

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186