________________
ધ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ઘર્મ છે *
ભગવાને સાધકો માટે તો ઇચ્છા પર વિજય મેળવવા ઇચ્છાજયી બનવા કહ્યું તેથી જ મનમાં ધીરેધીરે વિકલ્પો ઓછા થતા જશે. જ્યાં વિકલ્પ ઓછા ત્યાં સુખ, શાંતિ અને સંતોષની માત્રા વધારે.
ભોગ-ઉપભોગનું આ બિહામણું અને વિકૃત સ્વરૂપ છે.
પશ્ચિમમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી ઉપભોક્તાવાદી સંસ્કૃતિ ફૂલીફાલી તેનો કાતિલ અને ઝેરી પવન આપણા દેશને પણ સ્પર્શી ગયો છે.
બ્રશ અને દાઢી કરતાં સતત વૉશબેસીનનો નળ ખુલ્લો રાખતી વખતે, વીસ મિનિટ કે અડધો કલાક સુધી ટબબાથ કે શોવરબાથ લેતા, સ્વિમિંગપૂલમાં કલાકેક ગાળતા, વૉટરપાર્કમાં વૉટરગેમ કે વૉટર રાઈડમાં કલાકો માણતાં, આ જગતમાં પીવાનું પાણી સુલભ રીતે ન મળવાને કારણે કેટલા માનવીઓ અને કેટલાં પ્રાણીઓ તરસ્યાં રહી જાય છે તેનું જરૂર એકાદી વાર સ્મરણ કરી લેવું જોઈએ.
વર્તમાનપત્રો નહોતાં ત્યારે સમાચારોની જાણકારી ગામનો ચોરો અને બહેનો માટે પનઘટ જીવંત વર્તમાનપત્ર બની રહેતાં. અમેરિકામાં રવિવારે ૬૦થી ૧૦૦ પાનાંની પૂર્તિઓ છપાય છે. અમેરિકામાં પ્રગટ થતાં આ છાપાંઓની ખાલી એક જ રવિવારની આવૃત્તિ માટે જોઈતો કાગળ બનાવવા માટે પાંચ લાખ ઝાડ કાપવાં અને કરોડો લિટર પાણી વાપરવું પડે. હવે તો ભારતનાં મેટ્રો શહેરોમાં રવિવારનાં છાપામાં ૬૦થી વધુ પેજ છપાય છે તેના ઔચિત્ય અંગે વિચારણા કરવી રહી. આપણે ત્યાં આ સભ્યતાનાં મંડાણ થઈ ચૂક્યાં છે.
શિષ્ટ સાહિત્યનાં પુસ્તકો કે વર્તમાનપત્રો ઉપયોગી છે, પરંતુ કાગળનો બિનજરૂરી ઉપયોગ ટાળવા જાગૃતિની જરૂર છે.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસમાં એક ફળ અને દૂધ ખાઈને ઉપવાસ દ્વારા અન્નત્યાગ, જૈન ધર્મમાં ઉણોદરી તપ, થોડાથોડા કોળિયાનો આહાર ઘટાડતા જવો (પેટ ઊભું રાખવું, ઠાંસીઠાંસીને ન ખાવું). કેવળ આહાર, માત્ર અમુક કોળિયાનો જ આહાર. દ્રવ્ય, તપ-ખાનપાન, દવા વગેરે મળી માત્ર નિયત દ્રવ્યો, પાંચ, સાત કે દસ દ્રવ્યો (વસ્તુ-વાનગી)થી વધુ દ્રવ્યો એક દિવસમાં ન લેવાં વગેરે તપ-ભોગ-ઉપભોગના સંયમ માટે છે. આ ઉપભોગ ઘટાડવા માટે છે.
ન
૧૨૫
300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે
!
સામાજિક, ધાર્મિક કે પરિવારના પ્રસંગ-પાર્ટીમાં કેટરર્સે તૈયાર કરેલા ભોજનનાં પંદર કાઉન્ટરોની સો કરતાં વધુ વાનગીના વિકલ્પવનમાં ભટકતા ભોજન સમારંભોમાં ભયંકર બગાડ નજરે નિહાળતા ‘ભૂખ લાગે તે માટે શું કરવું?’નો વિચાર કરતાં આપણે ‘ભૂખ લાગે ત્યારે શું કરવું ?’ની ચિંતા કરનારાઓનું સ્મરણ કરી લેવું જોઈએ.
લગ્ન, પાર્ટી કે ખુશીના પ્રસંગે લાખો ફૂલોના કચ્ચરઘાણ પ્રકૃતિ પ્રતિ ક્રૂરતા છે. પૂજાનાં ફૂલ માટે રાત્રિના અંતિમ પ્રહરમાં કુદરતી રીતે ખરી પડેલાં ફૂલોનો ઉપયોગ કરવા જણાવાયું છે. જ્ઞાનીઓએ તો દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજાનું જ મહત્ત્વ બતાવ્યું છે.
વિવેકપૂર્ણ ઉપયોગમાં સંયમ અને અચેતન તથા ચેતનજગતના અસ્તિત્વનો સ્વીકાર અભિપ્રેત છે.
અધ્યાત્મના પાયા પર રચાયેલ ભારતીય દર્શનો માને છે કે જગતની તમામ ચીજ-વસ્તુઓનો મન ફાવે તેમ ઉપયોગ-ઉપભોગ કરવાનો મનુષ્યને અધિકાર નથી. જીવન જીવવા માટે નગર આડેધડ અનિવાર્ય રીતે કેટલાક ભોગઉપભોગની જરૂર છે.
ભયાનક રીતે કુદરતી સંપત્તિ પાણી અને વૃક્ષોને ઓહિયા કરનારી સંસ્કૃતિનો આડેધડ વિકાસ થશે તો એ વિકૃતિમાં બદલી જશે જ. ભાવિ પેઢી માટે ઝાડને મ્યુઝિયમ પીસ કુદરતની કેટલીય વસ્તુઓ એન્ટિકપીસ, માત્ર ચિત્ર, શિલ્પ કે દંતકથા બની જશે. આવે સમયે પ્રીતમ લખલાણીની બે રચનાનું સ્મરણ થાય.
૧૨૬
ચારેકોર
ઢંગધડા વિનાની વસ્તી વચ્ચે મીરા,
બે-ચાર ઘેઘૂર વૃક્ષો
ઊગી નીકળ્યાં હોત તો પ્રકૃતિને
વિકૃત કરી નાખતું
આ નગર
સંસ્કૃતિમાં મ્હોરાતું હોત !