________________
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
*
*
ઉપભોક્તાવાદથી ઉપયોગની
સંસ્કૃતિ તરફ દરેક નવુંનવું પહેરી-ઓઢી લેવું. દરરોજ નિતનવી વિવિધ વાનગીઓ ખાઈ લેવી, એકવીસમી સદીના મંડાણમાં માનવીનું જીવન ઉપભોગલક્ષી દોડમાં સામેલ થઈ ગયું છે.
માત્ર ઢોસાની દુકાનમાં પચાસ જાતના વિવિધ ઢોસા, આઈસક્રીમની દુકાનમાં સાઠ જાતના આઈસક્રીમ, ચપ્પલ કે શૂઝની સેંકડો તો વસ્ત્રોની હજારો ડિઝાઈન.
સપ્તસૂરના સારેગમ કે આલાપ, નૃત્યો આલબમ, ફિલ્મી સીડી અને ઓડિયો-વીડિયોની સહસ્ત્ર શૃંખલાએ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન માટે ભોગઉપભોગની વૈકલ્પિક ભરમાર ઊભી કરી દીધી છે. મનમાં વિકલ્પો અને ફૅશનના કારણે કપડાંથી માંડીને ફર્નિચર અને મોટરકાર વારંવાર બદલાય છે.
ઉપભોક્તાવાદની આ સંસ્કૃતિમાં કેટલીય બિનજરૂરી ચીજોની વપરાશ વધી ગઈ. તન-મન માટેની જરૂરી ચીજોનો દેશનિકાલ થયો. દેશની ઉદારીકરણની નીતિને કારણે ભોગ-ઉપભોગ માટે અસંખ્ય વિદેશી વસ્તુઓની આયાત થઈ. બગાડ અને દુરપયોગથી સામાજિક અન્યાય અને વિષમતા સર્જાણી.
વિકલ્પોની વણજાર અને ઉપભોક્તાવાદની આંધળી દોડમાં આપણે ક્ષણભર અટકી ચિંતન નહીં કરીએ તો આ જીવનશૈલી આપણાં તન-મનને અશાંત અને પ્રદૂષિત કરી દેશે.
આ સંસારમાં માનવીને ભોગ અને ઉપભોગ માટે અસંખ્ય વસ્તુઓ નિર્માયેલી છે જેમાં જડ-ચેતન અને મિશ્ર વસ્તુઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.
ઘોડા પર બેસીને મુસાફરી કરે તો ચેતનનો ઉપભોગ, ઘોડાગાડીમાં બેસી મુસાફરી કરે તે જડ-ચેતન મિશ્રનો ઉપભોગ અને ફક્ત ગાડી વાપરે તો જડનો ઉપભોગ. પરિભોગ એટલે એક વસ્તુ વારંવાર વાપરવી. દા.ત. કપડાં, પલંગ, મોટરકાર
૧૨૩
પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * * વગેરે. જ્યારે પરિભોગ અને ઉપભોગ. પરિભોગમાં જો સંયમ અને વિવેક અભિપ્રેત હોય તો તે ઉપયોગ બની જાય છે.
ભોગ, ઉપભોગ કે ઉપયોગનો સંપૂર્ણ ત્યાગ એ વિશુદ્ધ આત્મસ્વરૂપનો સ્વભાવ છે, શુદ્ધાત્માને ભોગ-ઉપભોગની જરૂર નથી. સંસારમાં રહેલા આપણા કર્માધીન જીવને ભોગ-ઉપભોગ વિના ચાલતું નથી.
સંપૂર્ણ ભોગ-ઉપભોગ કે ઉપયોગવિહીન દશા તે પ્રકૃતિ છે, એટલે આત્માનો સ્વભાવ છે. વિવેકસહ, સંયમપૂર્વક ભોગ-ઉપભોગ-ઉપયોગ તે સંસ્કૃતિ અને વિવેકહીન બેફામ ભોગ કે ઉપભોગ એ વિકૃતિ છે.
પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાની માલિકી નથી. સમગ્ર સૃષ્ટિ માલિકોની છે. કોઈ પણ વ્યક્તિને આ કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવ છે. વિવેકહીન બેફામ ભોગ-ઉપભોગથી આ જીવોની વિરાધના કે હિંસા થશે.
પ્રકૃતિના કોઈ પણ ઘટકનો બેફામ વિવેકહીન ઉપયોગ પર્યાવરણ અસંતુલન પેદા કરે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભયંકર વાયુચક્રો કે ભૂકંપ જેવી કુદરતી આક્તોને નોતરે છે.
પશ્ચિમની યંત્રવાદની સંસ્કૃતિ બેફામ ભોગ અને ઉપભોગલક્ષી સંસ્કૃતિ છે. વધુ વાપરો, વધુ અને વિવિધ ખાઓ, વધુ ઉત્પાદન કરો એ ઉત્પાદન વધારવા નવી શોધો કરો.
શોષણ, હિંસા, પરિગ્રહ અને સામ્રાજ્યવાદ ભોગલક્ષી સંસ્કૃતિની નીપજ છે. ઉપભોકતાવાદની વિકૃત વિચારધારાએ તન-મનના કેટલાય રોગોને નોતર્યા છે અને જીવસૃષ્ટિને અશાંત કરે છે.
વિશ્વ અશાંતિ ભોગ-ઉપભોગલક્ષી વિચારધારાનું વિકૃત પરિણામ છે, પરંતુ ભગવાન મહાવીરે આ વૃત્તિનું વિશ્લેષણ કરી અલ્પ ઇચ્છા દ્વારા ઇચ્છા પરિમાણ કરવાનું કહ્યું. જરૂરી ઉપયોગ અર્થદંડ છે, પરંતુ બેફામ ભોગ-ઉપભોગ તો અનર્થ દંડ છે. જાગૃતિ અને વિવેકને કારણે અનર્થ દંડથી બચી શકાશે.
ભોગ-ઉપભોગથી કદી સંતોષ થવાનો નથી. દ્રૌપદીનાં ચીર શ્રીકૃષ્ણ પૂર્યા, પરંતુ તૃષ્ણા અનંત છે, તેનાં ચીર કોઈ પૂરી શકે તેમ નથી.
૧૨૪