________________
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
*
*
જળ એ જ જીવન: લોકમાતા જીવનદાયિની સરિતા
ભારતવર્ષની અધ્યાત્મ સંસ્કૃતિમાં વિકાસ-સંવર્ધનનું કાર્ય મા ગંગાને કિનારે થયું છે. ગંગાનું અવતરણ ભગીરથના પ્રચંડ પુરુષાર્થનું સુફળ છે. પુરાણોમાં ગાગા અને તેને કિનારે વિસ્તરેલાં તીર્થોનું માહાભ્ય ખૂબ જ વર્ણવેલું છે.
હિંદુસ્તાનના ઇતિહાસ અને ભૂગોળના અભ્યાસથી સમજાશે કે ભારતીય સંસ્કૃતિ નદીઓના કિનારે પાંગરી છે. નદીઓએ માનવજાત સહિત સમગ્ર જીવસૃષ્ટિને ખૂબ સમૃદ્ધિ આપી છે, તેથી જ કાકાસાહેબ કાલેલકરે નદીને ‘લોકમાતા’ કહી છે. ગંગા, જમુના, ગોદાવરી કે નર્મદા બધી જ નદીઓ સાથે વિશિષ્ટ ઐતિહાસિક તથ્યો સંકળાયેલાં છે, તો હિમાલયમાંથી પ્રવાહિત થયેલ પવિત્ર જળપ્રવાહોનું આગવું મહત્ત્વ છે.
સરિતાના તટે, પ્રયાગરાજ, અમરપુરી, વારાણસી, હરિદ્વાર, કનખલ, જ્વાલાપુર આ બધાં યાત્રાધામો સંન્યાસીઓની કાયમી શિબિર જેવાં છે.
અહીં, ગુરુકુળ, ઋષિકુળ, મુનિમંડળ, આશ્રમ, ધર્મતત્ત્વ સંશોધન મંદિર, ધર્મગ્રંથ ભંડારો, અખાડાઓ, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ગુફાઓ, સાધુઓની કોઠીઓ અને સાધનાકેન્દ્રો છે. શ્રમણ સંસ્કૃતિએ જીવનની અંતિમ ક્ષણોમાં ચારે આહારના ત્યાગની વાત કરી છે, પરંતુ હિંદુ ધર્મ અને બ્રાહ્મણ સંસ્કૃતિની પરંપરાએ ગંગાના જળને એટલું પવિત્ર ગણ્યું છે, તેથી જીવનની છેલ્લી ક્ષણોમાં પણ મુખમાં ગંગાજળ મૂકવાની ભાવનાની પુષ્ટિ કરી છે.
ગંગાના જળની સ્ફટિક પારદર્શકતા માટે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થયું છે. વૈજ્ઞાનિક કસોટીમાંથી પાર ઊતરેલું ગંગાનું જળ નિર્મળ, જંતુરહિત અને પવિત્ર છે.
ગંગાના કિનારાને અને ગંગાના જળને પ્રદૂષણમુક્ત રાખવાની સૌની ફરજ છે. તાજેતરમાં ગંગાના જળને પ્રદૂષણમુક્ત કરવા મોદી સરકારે ૨૦૧૫ના બજેટમાં
૧૪૩
httપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અહીથી ખાસ જોગવાઈ કરી અને તેને માટે એક મિનિસ્ટર પણ એપોઇન્ટમેન્ટ કર્યા છે તે આનંદના સમાચાર છે.
વિશ્વમાં વધતી જતી જનસંખ્યા, પર્યાવરણની ખોરવાતી સમતુલા, પાણીની જાળવણીની અવ્યવસ્થાને કારણે વિશ્વના મધ્યપૂર્વ વિસ્તારમાં અને ભારતનાં આઠ રાજ્યોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
પ્રાચીન સમયમાં આદિવાસીઓ અગ્નિ પેટાવવાનાં લાકડાં માટે મારામારી કરતાં તેમ ભવિષ્યમાં પાણી માટે પાણીપત (લડાઈ) થાય તો નવાઈ નહિ લાગે. કારણકે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અહેવાલ પ્રમાણે વિશ્વભરમાં પાણી સંબંધી લગભગ ૩૦૦ મોટી તકરારો ચાલી રહી છે.
ભારત-બાંગ્લાદેશ ક્રાકાબંધ, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, હાજીકિસ્તાન, કિગીઝસ્તાન, અમુદરિયા અને સિદદારિયા નદીના પાણી અંગે સંઘર્ષ, આફ્રિકામાં ઝાબેલી નદીનો જળવિવાદ, લેબનોન-ઇઝરાઈલ વચ્ચે પાણીના વહેણ બદલવાનો સંઘર્ષ ચાલી રહેલ છે. ભારતમાં નર્મદાના નીરની વહેંચણીનો સંઘર્ષો વર્ષો સુધી ચાલ્યો.
જગતની દરેક ધર્મ પરંપરાએ વાણી અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગની વાત કહી છે. જૈન ધર્મ પાણીને એકેન્દ્રિય જીવ ગણે છે. વળી પાણીના વેડફાટ - બગાડને કર્મબંધનનું કારણ ગણે છે. ‘જૈન દર્શને’ પાણીના વિવેકપૂર્વક ઉપયોગની વાત કહી છે. પાણીને પ્રદૂષણમુક્ત રાખવાથી પર્યાવરણ સંતુલન જળવાઈ રહે છે.
પ્રાચીન ભારતમાં અખંડ જળસ્ત્રોત માટે પ્રત્યેક વર્ષે વરુણદેવ (પાણીના દેવ)ની પૂજા કરવામાં આવતી, જ્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ‘વિશ્વ જળદિન’ પ્રસંગે ઘટતાં જતાં જળસોત અને અણમોલ પાણીના જતન માટે પાણીના વેડફાટ વિનાના સુચારુ સંચાલન માટે (ફૉર આઈડિયલ વૉટર મેનેજમેન્ટ) આંતરરાષ્ટ્રીય સહકાર સાધવાની તથા પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ માટેની અપીલ કરી છે.
કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે જળ એ જ જીવાદોરી . પાણીની ખેંચથી તેનો વિકાસ રૂંધાઈ જશે. જળસમસ્યા વિશ્વ માટે સંકટ ન બને તે જોવાની
૧૪૪