________________
B%E8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %થક હતી. ૧૯૯૩ સુધીમાં છ શાળાઓ ખૂલી, પણ વિદ્યાર્થીઓની હાજરી માત્ર % જેટલી જ રહે છે. આમ છતાં આ લોકો પર્યાવરણ સાથે એકરૂપ થઈ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જાળવી રહ્યા છે. સામાન્ય શહેરીપ્રજા (આફ્રિકન) પણ ત્યાં નોકરી-ધંધા માટે જવાની તૈયારી બતાવતી નથી. લગભગ ૨૬ વર્ષ પહેલાં (૧૯૯૩ પહેલાના) ડચ મિશનરીઓએ તેમની વચ્ચે ‘ઈર્લ્ડરિન લોઈટા ઇન્ટિગ્રલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' તૈયાર કરી આપ્યો અને તેમને તાલીમ આપી તૈયાર કર્યા. આ પ્રોજેક્ટ લોકાભિમુખ હતો. પ્રજાને તાલીમ આપી તેમાં પોતાની મરજી મુજબ વિકસવાને શક્તિમાન બનાવ્યા. પાળેલા પ્રાણીઓનો દરજજો સુધરે, જાહેર આરોગ્યની સભાનતા જાગ્રત થાય અને તેમના ગોચર-ઉત્પાદનમાં વધારો થાય તેમ આયોજન કરી આપવામાં આવ્યું. સહકારી તાલીમ મળતાં તેમાં પોતાના હક્કો અંગે જાગૃતિ પેદા થઈ. તેઓ જંગલની જમીનના બંધારણીય રીતે માલિક બન્યા.
આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ વનસૃષ્ટિના વિકાસ અને વન્યજીવોના આપોઆપ સંરક્ષક બન્યા. આ વનવાસીઓને બહારની દખલગીરી ખપતી નથી. તેઓ જમીનના સહિયારા માલિક છે. સાથેસાથે નિસર્ગના ભક્ત પણ છે. તેઓ કોઈ વિશિષ્ટ ધર્મ પાળતા નથી, પરંતુ નિસર્ગપૂજા એ જ તેમનો પરાપૂર્વનો ધર્મ છે તેને પ્રણાલિગત માનીને પાળે છે. ગાઢ જંગલમાં તેમનું પૂજાસ્થાન છે. ત્યાં કોઈ દેવ-દેવીની મૂર્તિ નથી, મંદિર કે મસ્જિદ નથી; પરંતુ સાત વિશાળ વૃક્ષોનો સમૂહ એ જ તેમનો કેથીડ્રલ છે. તેમના લોકો ત્યાં આવે છે અને નિયમિત પલાં મોટાં સાત વૃક્ષોની પૂજા કરે છે. તેમને વનસ્પતિસૃષ્ટિ સાથે પ્રેમ છે અને વનસ્પતિસૃષ્ટિને - નિસર્ગને તેમના પ્રત્યે પ્રેમ છે. નિસર્ગ તેમનું જીવન છે. ડુંગરાળ પ્રદેશના ઢોળાવો, લીલી હરિયાળી, પાણીના ધોધ અને નૈસર્ગિક સૃષ્ટિસૌંદર્ય એ જ તેમનો આત્મા છે.
લોઈટા (Lolta) માસાઈ માત્ર નિસર્ગ-પૂજા કરી બેસી રહેતા નથી. ગાઢ ઘનઘોર જંગલો સાબૂત રહે તે માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેમના પરિવારમાં વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસમૂહ (Flora and Faune)ની ખૂબ વિવિધતા ધરાવે છે. પોડોકાર્પસનાં ઊંચાં વૃક્ષોને તેઓ ઈશ્વરનું વૃક્ષ માને છે. તેમનાં વન્યપ્રાણીઓમાં જંગલી હાથી, જંગલી ભેંસ, વાનરવંશનાં પ્રાણીઓ અને વિવિધ પ્રકારનાં પક્ષીઓના તેઓ રક્ષક પણ છે અને આ જ વિશ્વાસથી તેઓ વનોનું રક્ષણ
- ૧૩૯
BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક કરે છે. તેમની ઔષધીય વનસ્પતિ અંગેનું જ્ઞાન એટલું વિશાળ છે કે પાશ્ચાત્ય રાષ્ટ્રોના લોકો તેની નોંધ લેતા થયા છે. જંગલ-સંભાળનું વાલીપણું (custodianship) એ તેમની મોટી સફળતા છે. કેન્યાનો આધુનિક ઇતિહાસ તેનો સાક્ષી છે. કેન્યા તેમના રાજબંધારણ મુજબ જમીનની કોઈ પણ પ્રકાની આપ-લે કરતાં પહેલાં આ આદિવાસીઓને વિશ્વાસમાં લઈને આગળ પગલું ભરે છે.
જંગલો, વનસૃષ્ટિ અને પર્યાવરણનું અંતઃકરણપૂર્વક ભક્તિભાવે જતન કરનાર વર્ગ પણ આજે દુનિયામાં અસ્તિત્વમાં છે. અણઘડ, અશિક્ષિત આદિવાસી કે વનવાસીઓ પાસેથી સુશિક્ષિત શહેરીજનોએ આ બોધપાઠ શીખવો પડશે. પરમ પાવન મંદિરગર્ભની (Sanctum sanctorm) વિભાવના આ લોઇટા માસાઈ લોકોમાં પ્રત્યક્ષ જોવા મળે છે. અભયારણ્યોને પરમ અભયારણ્યમાં ફેરવવા પરમ પ્રકૃતિપ્રેમીઓનો સાથ આવશ્યક છે. તેને માટે જરૂર પડે બીજું વૈકલ્પિક મૉડલો ઘડવાં પડશે. આપણાં અભયારણ્યો કે વિદેશોમાં વિચારાઈ રહેલાં અન્ય મૉડલોને પરમ- અભયારણ્ય કે તપોવનમાં ફેરવવા માટે નિસર્ગપ્રેમી એવા આદિવાસી કે સ્થાનિક વનવાસીઓને વિશ્વાસમાં લઈ તેમની ધાર્મિક પરંપરાને અનુરૂપ ઉત્તેજન આપવું પડશે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે.
પાશ્ચાત્ય દેશોના સાચા પ્રકૃતિપ્રેમીઓ આ વિભાવનાને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યક્રમો ઘડી રહ્યા છે, તે પ્રેરણાદાયી અને આવકારદાયક છે. ભારત જેવા દેશોમાં આ પ્રકૃતિપ્રેમ એ કેવળ જીવદયાની જ લાગણી નથી; પરંતુ આ પ્રેમને વિકાસલક્ષી બનાવી તેને સાચો વળાંક આપવાની જરૂર છે. આપણી સંસ્કૃતિમાં આફ્રિકાની સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓનું ઓછાવત્તા પ્રમાણમાં મિલન જોવા મળે છે તે એક ગૌરવશાળી ઘટના છે. - પર્યાવરણ સંહિતા
૧૪૦