________________
ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ
સમગ્ર જીવસૃષ્ટિને જીવંત રાખનાર મા ધરતી
સંસ્કૃતમાં પૃથ્વીને ક્ષમા કહેવામાં આવે છે. પૃથ્વી અત્યંત ઉદાર છે. પૃથ્વી પરમ વિશાળ છે. આગમ દિવાકર પૂ. જનકમુનિ પૃથ્વીને આનંદનું ધામ કહે છે. ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે ‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે કે - “પુઢવી સમે પુણિ વિજજ્જા''
આત્મોત્થાન ઇચ્છનાર દરેક આત્માએ પૃથ્વી જેવું થવું જોઈએ. આત્મા જ્યારે તમામ કર્મથી મુક્ત થઈ મોક્ષાગમન કરે ત્યારે આલોક પૃથ્વીથી મોક્ષની યાત્રાની ક્ષણોમાં શૈલેશીકરણની અવસ્થામાં હોય છે. શૈલનો અર્થ શિલા - પથ્થર. શિલા પોતાના મૂળ પૃથ્વીમાં ઊંડા ઉતારે છે, પૃથ્વીમાં ઓતપ્રોત બની સ્થિર થઈ જાય છે. આ શિલામાં આપણે મૂર્તિ કંડારી અને તેની પૂજા કરીએ કે આ શિલા પર પ્રહાર કરીએ તોપણ તેને કોઈ રાગદ્વેષ થતાં નથી.
પૃથ્વી, કોઈ પણ જાતના ભેદભાવ વિના આ સમગ્ર જીવસૃષ્ટિને પોતાની સમૃદ્ધિ આપે છે. સારા-નરસાના કોઈ ભેદ તેને નથી. આ જીવંત પૃથ્વી પર તેના સંચાલક દેવો સતત કાર્યરત છે. આ વસુંધરા નધણિયાતી નથી-નિર્જીવ પણ નથી. ‘આ જમીનનો હું ‘માલિક છું” એમ કહી આપણે તેના માલિક બની ગયા છીએ, તે માત્ર ભ્રમણા છે. પૃથ્વીના માલિક તો સૌધર્મેન્દ્ર છે. આ સજીવ અને સચેતન પૃથ્વીના માલિક શકેન્દ્ર મહારાજ છે. તેથી જ શાસ્ત્રકાર પરમર્શીઓએ પૃથ્વીને ઇન્દ્રાવસ્થાવરકાય નામ આપ્યું છે, કારણકે ઇન્દ્ર તેના અધિષ્ટાયક છે.
સમષ્ટિને જીવાડી રાખવાની તાકાત મા ધરતી પાસે છે. તે જીવસૃષ્ટિને પાણી, અન્ન, વસ્ત્ર, આશરો, ઔષધિઓ, ફળ, ફૂલ, ઊર્જા, ખનીજ, સોનું, હીરા અને ઝવેરાતરૂપે સમૃદ્ધિની છોળો સતત આગ્યે જ જાય છે.
જેમની પાસે અખૂટ સંપત્તિ-રૂપિયા છે તે મલ્ટિમિલિયોનર કહેવાય, પરંતુ જેની પાસે જમીનનો નાનોસરખો ટુકડો હોય તેને Land Lord (લૅન્ડ લૉર્ડ) કહે છે. પંદર-પંદર ટન સોનું કે ઝવેરાત હોય તેને સંપત્તિવાન કહે, પણ Lord એટલે
૧૪૧
300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે
!
કે રાજા ન કહે, પણ જમીનના ટુકડાના માલિકને લૅન્ડ લૉર્ડ એટલે કે રાજા કહ્યા. આમ વહેવારજગતમાં ભૂમિને મૂલ્યવાન ચીજ ગણી છે, પરંતુ મા ધરતી કહે છે‘મારામાં આસક્તિ ન રાખ, હું માત્ર કીમતી ચીજ નથી. ચૈતન્યનો અંશ છું.' માતા સંતાનોને આપવામાં કદી વાળો-ટાળો, ભેદભાવ રાખતી નથી. વસુંધરાને કોઈ વહાલું નથી, કોઈ દવણું નથી. એની અમીધારા સતત વરસતી હોય છે. મા ધરતી સહિષ્ણુતાની મૂરત છે. મા વસુંધરાને અહિંસા પ્રિય છે. પૃથ્વી પર હિંસા વધે છે, માટે પૃથ્વી ત્રસ્ત થઈ જાય છે, કંપી જાય છે અને ધરતીકંપ થાય છે. શક્તિનું મૂળ કેન્દ્રસ્થાન નાભિમંડળ છે. નાભિમંડળથી વળી ભૂમંડળને સ્પર્શ કરવો એટલે વંદના-સાક્ષાત્ દંડવત્ પ્રણામ નમન. આ નમન કરવાથી અહંકાર ઘટશે. દરેક વ્યક્તિની ચોપાસ એક આભામંડળ હોય છે. સાથે એક અહંકારનું વર્તુળ પણ હોય છે. નમવાથી વ્યક્તિ પોતાના અહંકાર વર્તુળમાંથી બહાર નીકળશે. અહં અને મમની દીવાલો તૂટશે. સાક્ષાત્ દંડવત્યાં પૃથ્વીની સમથળ થવાથી મા પૃથ્વીના સમતા અને ક્ષમાના ગુણોથી શરણાગતિના ભાવો પ્રવાહિત થશે. દિવ્ય, પવિત્ર આભામંડળનો વિસ્તાર તશે અને નભોમંડળ સુધી ચેતનાનો વિસ્તાર થશે. આ ક્રિયા આત્માના ઊર્ધ્વગમનમાં પરિણમશે.
મા ધરતી પોતાનાં બાળકોને એક સંદેશ આપે છે -
-
‘બેફામ ભોગવાદી બની મારી સંપત્તિનો દુરુપયોગ કરીશ નહીં.
મારામાંથી મળતી સંપત્તિનો પરિગ્રહ ન કર, આ સંપત્તિ પર માલિકીભાવ રાખવાને બદલે ટ્રસ્ટીભાવ રાખજે.
મારા ટુકડા કરી મારા પર આધિપત્ય સ્થાપવાના સામ્રાજ્યવાદને કારણે જ હિંસા, દ્વેષ અને લડાઈ થાય છે. સમાજવાદને ચરિતાર્થ કરવા માટે ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના રાખજે.'
મા ધરતીના આ હૃદયસંદેશમાં વિશ્વવાત્સલ્યના ભાવો અભિપ્રેત છે.
૧૪૨