________________
BE0%B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADD» » વર્ષોમાં વિકાસશીલ દેશોએ પણ વાતાવરણમાં છોડાતા GHGનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડતા જવું. આ અત્યાર સુધીની પ્રક્રિયામાં સૌથી વધુ GHG છોડવાવાળા દેશ અમેરિકા તેમ જ તેના જેવા અન્ય દેશો ક્યારેક તૈયાર થાય, ક્યારેક નન્નો ભણે તેવું થયા કરે છે.
દરેક કૉન્ફરન્સની વાત લખવા જઈએ તો ઘણું લખવું પડે. વિશ્વસ્તરે જોઈએ તો અમેરિકા પ્રતિ વ્યક્તિ પ્રતિવર્ષ આશરે ૨૦ ટન GHG વાતાવરણમાં છોડે છે, જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશ ૧.૬થી ૨ ટન જેટલો GHG વાતાવરણમાં પ્રતિવ્યક્તિ પ્રતિવર્ષ છોડે છે. આ ઉપરાંત અમેરિકા ઘણાં વર્ષોથી આ ગૅસ છોડે છે જ્યારે વિકસિત દેશોનો ગેસ છોડવાનો ઇતિહાસ ટૂંકો છે. વિશ્વસ્તરે જ્યારે સમાનતાની વાત કરવામાં આવે તો જેમ લાલ કપડું દેખાડતાં આખલો ભડકે તેમ અમેરિકા ભડકે છે. અમેરિકન પ્રતિનિધિ coP સંમેલનમાં જ્યારે પણ Equity અને Historical Emissions • સમાનતાના ધોરણે GHG છોડવાની વાત અને ઐતિહાસિક રીતે અત્યાર સુધીમાં છોડેલા ગૅસની વાત કાઢવામાં આવે ત્યારે સંમેલનમાં નક્કી થતા નિર્ણયોમાં દબાણ આવે છે અને પોતાની સગવડ પ્રમાણે અથવા અમેરિકન જીવનશૈલીને જરા પણ આંચ ન આવે તેવા નિર્ણયો લેવડાવે છે. આ coP સંમેલનની વરવી હકીકત છે. પરંતુ દર વખતે યજમાન દેશ સંમેલનની સફળતા ગણાવી શકાય એટલે કોઈ મુસદ્દો બહાર પાડે જેમાં ચાલો ફરજિયાત નહીં તો કંઈ નહીં, મરજિયાતરૂપે આટલું કરશે તેવું આશ્વાસન તો મળ્યું તેમ માની મન મનાવે છે.
બીજી વાત છે, ગ્લોબલ વૉર્મિંગને કારણે જે કંઈ નુકસાન થાય છે અથવા ગ્લોબલ વૉર્મિંગની અસરને ટાળવા જે કંઈ પગલાં ભરવા પડે છે તે માટે વિકાસશીલ ગરીબ દેશોને નાણાંની જરૂર પડે. આ નાણાં પૈસાદાર દેશો ફાળવે. ધીરે ધીરે આ રકમ વધારતા વધારતા ૨૦૨૦ સુધીમાં ૧૦૦ અબજ ડૉલર પ્રતિવર્ષ સુધી પહોંચ્યું. આમાં પણ કોઈ નિર્ણાયક પગલાં ભરાતાં નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે, ગરીબ દેશોએ ચિંતા ન કરવી, યથાયોગ્ય મદદ કરવામાં આવશે. પ્રશ્ન અત્યાર સુધી વિકસિત દેશોએ ઊભો કર્યો છે, પરંતુ જાણે ગરીબ દેશોએ ભીખ માગવી પડે તેવા હાલ જોવામાં આવે છે. આમાં અમેરિકાની અવળચંડાઈને કારણે જે જે
– ૧૫૧ -
298, પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે.#
B ewથk દેશો હકારાત્મક સૂર રેલાવતા હોય તે પણ છૂટી પડે છે. બાર સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ આમાં થાય છે.
સંમેલનમાં અને તે પછી વિશ્વભરમાં ગ્લોબલ વૉર્મિંગ બાબતે સૌથી વધુ ચર્ચાય છે તે વિકસિત દેશો GHG (ગ્રીન હાઉસ ગેસ) છોડવાનું પાપ કરે તેને ઘટાડવા માટે ગરીબ દેશો પાસેથી પુણ્ય કમાય છે. આ મૂળ વાતને ટેક્નિકલ જામા પહેરાવીને ખૂબ રંગીન, ચટપટું અને ગરીબ દેશમાં ચાલતા ઉદ્યોગોને એક કમાણીનું સાધન પૂરું પાડવામાં આવે છે. આ કાર્બન માર્કેટના નામે ઓળખાય છે. જેમ પૈસાદાર દેશોમાંથી મા-બાપ બનવાવાળા ભારતમાં સરોગેટ મધરનો ઉપયગ કરે છે તેમ આપણે અહીં GHG ગેસ છોડવાનું ઓછું કરીને જે બચત થઈ તે પરદેશી કંપનીને આપીને પૈસા કમાઈ શકાય છે.
coP-18 અંગે ઘણા દેશોએ નારાજગી પ્રગટ કરી છે. ભારતને લાગ્યું કે ઘણા મુદ્દા ચર્ચાયા નહીં. આર્થિક મદદ માટેની કોઈ ખાતરી ન મળી. મૂળમાં ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે GHG ઘટાડવાની વાત મોળી છે. ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં GHG ઘટાડવાની વાત મુકાઈ છે. તે આંકડાઓ કરતાં ઘણું આગળ જવાનું છે. આજે તો મોળી વાતનો પણ પૂરતો અમલ થતો નથી. બ્રાઝિલને લાગ્યું કે આર્થિક રીતે સદ્ધર દેશોની ગરીબ દેશોને મદદ કરવાની દાનત દેખાતી નથી. નાના નાના ટાપુઓના દેશના સમૂહનું કહેવું છે કે માત્ર વાતો ન કરો. વર્તનમાં પરિવર્તન લાવો. નાઈજીરિયાનું કહેવું છે કે ગ્લોબલ વૉર્મિંગની નુકસાન કરનારી અસરો વર્તાઈ રહી છે. તેમ છતાં નક્કર પગલાં ભરવા આપણે તૈયાર નથી.
ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે ૧૯૯૦માં છોડાતા GHGની માત્રા કરતાં પ્રતિવર્ષ ૫.૨ %નો ઘટાડો કરતા રહેવું. આ માત્રા ઘટાડવાનો ગાળો વર્ષ ૨૦૦૮થી ૨૦૧૨નો હતો. આ કામટમેન્ટ માટેનો બીજો તબક્કો ૧ જાન્યુ.-૨૦૧૩થી ૩૧ ડિસે.૨૦૨૦નો છે, જેમાં વિકસિત દેશોએ ૨૦૨૦ સુધીમાં ૧૯૯૦ના પ્રમાણ કરતાં ૨૫થી ૪૦% GHG છોડવાની માત્રામાં ઘટાડો કરવાનો છે. અત્યારે તો આમાં પણ કેટલી પ્રગતિ થાય તે જોવાનું છે.
coP-18માં ચોંકાવનારી વાત એ બની કે વિકસિત દેશોનાં કારખાનાંપાવરપ્લાન્ટ ખૂબ મોટા પાયે ઉGH છોડે છે તેના પર મહત્ત્વનું ધ્યાન આપવાની
૧૫૨