________________
f
પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ***
# B ક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * *
આમાં આજે પાંગરી રહેલી નેનો ટેક્નૉલૉજીની પણ ઘણી મદદ મળશે. નેનો ટેકનૉલૉજીમાં અમુક બાબત કરવા માટે અન્ય ટેકનોલૉજી કરતાં ૧૦ હજાર ગણી ઓછી સામગ્રીની જરૂર પડે છે. અલબત્ત, નેનો ટેક્નૉલૉજીના ક્ષેત્રે પણ હરિત અભિગમ અપનાવવો પડશે.
આવી રીતે પૃથ્વીરૂપી આપણા માળાને બચાવી લેવા રસાયણ-વિજ્ઞાનના ક્ષેત્રે ઘણી આવકારદાયક મથામણ થઈ રહી છે. ખરું જોતાં, આજની ઘડીએ માનવજાત માટે આ જીવન-મરણનો પ્રશ્ન છે. (ભૂમિપુત્ર : કાંતિ શાહ)
હું ઢળી પડીશ. છત્ત, બારી બારણાં અને આ ચાર ભીંતો તૂટી પડશે તો કદાચ હું વ્યથિત નહીં થાઉં. પાંખ ફૂટતાં પંખીઓ માળેથી ઊડી જશે ત્યારે હું કોઈ પણ વિષાદ વિના એકીટશે આભને મન ભરીને નીરખ્યા કરીશ. પણ દિવસ આખો મારી એકલતાને એકાંતમાં ફેરવી નાખતા આ વૃક્ષો જે ઘડીએ આંગણેથી ચાલ્યા જવાનો કદાચ મનસૂબો પણ કરશે તો સાંજ થતાં પહેલાં હું ઢળી પડીશ !!!
- પ્રીતમ લાખાણી
પ્રકૃતિપૂજાનો ધર્મ પાળતા
આફ્રિકન આદિવાસીઓ આફ્રિકાની વનવાસી પ્રજાની નિસર્ગ સાથેની વિભાવના : પાશ્ચાત્ય દેશોની પ્રજા નિસર્ગથી અળગી રહી; પરંતુ વિજ્ઞાન અને તાંત્રિકશાસ્ત્રમાં એટલી બધી પ્રગતિ કરી કે હાલમાં તે માનવસર્જિત પર્યાવરણ પર પ્રભુત્વ ધરાવે છે. તેમને નિસર્ગથી વિખૂટા થવાથી કેટલું કમાયા અને કેટલું ગુમાવ્યું તેનો હવે હિસાબ કરવાનો છે. આગળ જણાવ્યા પ્રમાણે વિભાવના હવે નિસર્ગપ્રેમીઓમાં ઊપસી આવતી દેખાય છે. બીજા છેડે આફ્રિકાના વનવાસી માત્ર નિસર્ગપ્રેમી નથી, પરંતુ પોતે નિસર્ગનો એક અવિભાજ્ય ઘટક છે. તેમની નિસર્ગભાવના પણ કેટલી ઉચ્ચ છે તેના કેટલાક કિસ્સા નીચે મુજબ છે :
આફ્રિકા જેને આપણે અંધારિયો ખંડ કહેતા આવ્યા છીએ, ત્યાં લોઈટા હિલ્સ નામનું જંગલ આવેલું છે. આ જંગલ કેન્યાની રાજધાની નૈરોબીથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૩૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ સ્થળની આસપાસ વિખરાયેલા લોઈટા માસાઈ જાતિના લોકોના પડાવ-બોમા-જોવા મળે છે. આખો કેન્યામાં મસાઈ (Massal) જાતિના લોકોની વસ્તી ૧૭,૦૦૦ જેટલી છે. આ અર્ધભટકતી જાતિ વન્ય પર્યાવરણ સાથે આદિકાળથી એકરૂપ થઈને વનવાસી જીવન ગુજારે છે. આ લોઈટા માસાઈ શહેરી જીવનપદ્ધતિથી તદ્દન અલિપ્ત છે. તે જે ગાઢ જંગલોમાં રહે છે ત્યાં માત્ર ચાલીને જઈ શકાય છે. રસ્તા, વાહનવ્યવસ્થા વગેરેનો ત્યાં તદ્દન અભાવ છે. તેમનો વ્યવસાય મુખ્યત્વે ઢોર ચરાવવાનો છે અને થોડા પ્રમાણમાં હળથી ખેતી કરવાનો છે. તેઓ દુનિયાની જાણકારીથી બિલકુલ અજાણ્યા છે, પરંતુ સ્થાનિક વનસ્પતિસૃષ્ટિ, ઔષધીય વનસ્પતિ અને વન્યપ્રાણીઓ વિશે સારી માહિતી ધરાવે છે. તેમની વસ્તીથી લગભગ ૩૦૦ કિ.મી. વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર, દવાખાનાં જેવી કોઈ સગવડ નથી. તાર-ટેલિફોન કે પોસ્ટલ-સેવા પણ ઉપલબ્ધ નથી. ૧૯૭૩ સુધી ત્યાં માત્ર એક પ્રાથમિક શાળા
૧૩૭
૧૩૮