________________
» પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *BED0%B0
જીવન ટકાવવા માટે, જરૂરી જીવનનિર્વાહ માટે ભોગ-ઉપભોગ કરીએ તે ઉપયોગની સંસ્કૃતિ છે. આ ક્રિયામાં પ્રમાદ નથી, પણ જાગૃતિ છે, વિવેક છે, જ્યારે અમર્યાદ ભોગપભોગ ઉપભોક્તાવાદ છે.
જીભના સ્વાદ માટે પાંચયે ઇન્દ્રિયોને પોષવા, શોખને પોષવા, દારૂ, માંસ, તમ્બાકુ, નશીલી દવાઓ, અભક્ષ્ય આહાર અને સૌંદર્ય-પ્રસાધનો પાછળ હિંસા અને કુદરતી સાધનોનો ઉપયોગ તે સામાજિક અન્યાય અને પાપ છે.
માનવીએ સર્જેલ ભગવાનની મૂર્તિ પર આપણે દૂધ, નૈવેદ્ય અને ફૂલ ચડાવીએ છીએ, પરંતુ દેહમંદિરમાં બિરાજેલ આત્મપ્રભુ પર આપણે માંસ-મદિરા, તમ્બાકુ, નશીલી દવાઓ જેવી વસ્તુઓ ચડાવી એને અપવિત્ર કરીએ છીએ.
માંસાહારથી કુદરતી સંપત્તિનું નિકંદન થાય છે. ૪૫૦ ગ્રામ ઘઉં પેદા કરવા માટે ૨૭૩ લિટર પાણી, ૪૫૦ ગ્રામ ડાંગર પેદા કરવા માટે ૧૧૩૬.૫ લિટર પાણી જોઈએ છે જ્યારે ૪૫૦ ગ્રામ માંસ પેદા કરવા માટે લગભગ ૯૦૯ ૨ થી ૨૭૨૭૬ લિટર પાણી જોઈએ છે. વિશ્વના પશુપાલન ઉદ્યોગમાં મોટા ભાગનાં પશુઓનો ઉછેર માંસ મેળવવા માટે થાય છે. વિશ્વના પાણીના કુલ જથ્થામાંથી ૮૦% જથ્થો માત્ર પશુપાલનમાં જ વપરાય છે.
પશુઓ દ્વારા ઉત્સર્જિત પદાર્થોમાંથી ઉત્પન્ન થતો મિથેન વાયુ સમગ્ર વિશ્વના વાતાવરણની ગરમીમાં વધારો કરે છે અને ઓઝોન વાયુના સ્તરને જાડું કરે છે. PETA સંશોધકોએ બતાવ્યું છે કે એકલા અમેરિકામાં દર વર્ષે ૨૬૦ કરોડ પ્રાણીઓને (૯૦ કરોડ જમીન પરનાં અને ૧૭૦ કરોડ દરિયાઈ પ્રાણીઓને) ફક્ત ખોરાક માટે મારી નાખવામાં આવે છે. મૃત્યુની આ પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગમાં વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. જો માત્ર એક માણસ જ શાકાહારી બને તો આખી જિંદગી દરમિયાન ૨૪૦૦ પ્રાણીઓને અભયદાન આપી શકે.
માંસનું પેકિંગ કરનારાં કારખાનાં કચરો અને નકામા પદાર્થો, રસાયણો, ગ્રીસ વગેરે શહેરની ગટરોમાં ઠાલવે છે અને તે પછી આપણી નદીઓમાં આવે છે. આ રીતે નદીઓનું પાણી પ્રદૂષિત બને છે. કતલખાનાં અને માંસાહારના ઉત્પાદકો જમીન, પાણી અને હવાને ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષિત કરે છે. શાકાહારી માટે વ્યક્તિ દીઠ ૧/૪ એકર જમીન જોઈએ જ્યારે માંસાહારી વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ બે એકર
૧૨૧ -
88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી જમીન જોઈએ છે.
પ્રકૃતિના ઘટકોને આપણે બનાવી શકતા નથી તો તેને બગાડવાનો આપણને અધિકાર નથી. કુદરતી સંપત્તિનો ન્યાય, નીતિપૂર્ણ અને વિવેકસહ ઉપયોગ એ માનવધર્મ છે.
હિંસા, ભય, આતંકવાદને કારણે વિશ્વના દેશોનું સંરક્ષણ બજેટ વધતું જાય છે. રાષ્ટ્ર કહે છે કે અમારા રક્ષણ માટે સાર્વભૌમત્વ જાળવવા અમે હથિયારો ઉત્પન્ન કરીએ છીએ, પરંતુ ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસાનું આચરણ જ સાર્વભૌમિક વ્રત છે.
દારૂ, નશીલી દવાઓ, માંસ અને માંસાહારને લગતી પેદાશો અને હથિયારોના ઉત્પાદનમાં માત્ર ૧૫થી ૨૦ ટકા ઘટાડો થાય તો ભૂખમરાનો ઉકેલ આવી જાય.
દૂધની બનાવટોના ઉત્પાદનમાં ઘટાડો થાય, વધુ લોકો શાકાહારી અને અન્નહારી બને, મઠ્ઠીભર લોકો કુદરતી સંપત્તિનું શોષણ બંધ કરે, કુદરતી સાધનોનો ન્યાયી અને વિવેકપૂર્ણ ઉપયોગ આપણને ગ્લોબલ વૉર્મિંગથી બચાવશે અને પર્યાવરણ સંતુલનમાં સહાયરૂપ થશે.
‘કાર્ડિયોગ્રામ’માં ગુણવંત શાહે નોંધ્યું છે કે, માર્ગરેટ મીડ કહે છે કે પ્રત્યેક ગામ કે શહેરથી થોડે દૂર જંગલ હોવું જોઈએ જેથી માણસને વનનો સથવારો મળી રહે. માનવઅસ્તિત્વનાં ઘણાંખરાં વર્ષો તો જંગલને સથવારે જ વીત્યાં છે. વનની પ્રતિષ્ઠા ઘટી, તે સાથે જીવનની પ્રતિષ્ઠા પણ ઘટતી રહે છે. એક વડલો આપણી નજરને કેવોવો ભરી દે છે ! ઉમાશંકર તો કહે છે કે, ભારતમાં વડનું ઝાડ એટલે યુનિવર્સિટી. ખરેખર, વડ એટલે એક સંસ્થા. એનાં ધૂળિયાં મૂળિયાં ક્યાંય સુધી ફેલાયેલાં હોય છે ! વડ વગરના ગામમાં કશુંક ખૂટતું હોય એવું લાગે છે. વૃક્ષોની હારમાળા રસ્તાની વ્યક્તિને કેવું ભર્યુંભાદર્યું બનાવી મૂકે છે! આ સૃષ્ટિ પર રાત-દિવસ વન, પવન અને પર્જન્યની ગુફતેગો ચાલ્યા કરે છે. કોયલનો ટહુકો અને આંબે આવેલા મ્હોર વચ્ચેનો સંબંધ વસંતનો પવન પણ જાણે છે. વરસાદ પડે છે ત્યારે વૃક્ષનાં પાંડદાંઓ પર ઝિલાઈને ધરતી પર પડે છે તેથી ધોવાણ અટકે છે. શિવજીની જટા દ્વારા થતું આ ગંગાવતરણ છે.
૧૨૨