________________
ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ
ઝાડવાને છાંયડાની માંડી દુકાન
આપણી સંસ્કૃતિએ તો વૃક્ષોને સંતો સાથે બેસાડયાં છે. આપણી સંસ્કૃતિ સાથે અભિન્ન બની ચૂકેલા વૃક્ષ દેવતાનો જીર્ણોદ્ધાર કરીશું એવા મતનાં સમાજચિંતક મીરા ભટ્ટ આપણને છાંયડાની દુકાન તરફ લઈ જાય છે.
બૌધ ધર્મમાં બુદ્ધ ભગવાનના અનેક જન્મોની વાતો આવે છે. બોધિસત્ત્વ દર જન્મે જુદાજુદા યુગકાર્ય માટે પેદા થતા રહે છે. એક વખત બોધિસત્ત્વ વૃક્ષદેવતા બનીને પેદા થયા. ગીચ જંગલની વચ્ચોવચ્ચ આ વૃક્ષ ગગનને ચૂમતું ઊભું હતું. અડખેપડખે અનેક વૃક્ષો ઝૂલતાં હતાં. ઘનઘોર જંગલ હતું. એટલે તેમાં વાઘ-સિંહ તો હોય જ. જંગલમાં કોઈ પગ મૂકવાની હામ ભીડતું નહોતું. એક દિવસ પડખેના એક ઝાડે બોધિસત્ત્વને કહ્યું, ‘આ વાઘ-સિંહ વગેરે જાનવરોથી તો ભાઈસાહેબ, તોબાતોબા ! એ બીજાં પશુઓને મારી ખાય છે, પરિણામે આખું વાતાવરણ માંસલોહીની દુર્ગંધથી છવાઈ જાય છે. આ જાનવરોને ડરાવીને ભગાવી દેવાં જોઈએ. બરાબર છે ને ?'
ત્યારે બોધિસત્ત્વ કહ્યું : “ભાઈ, આ વાઘ-સિંહને લીધે આપણે સચવાયા છીએ તે ખબર છે ? એવું ન માની બેસીએ કે ફક્ત આપણે કારણે તેઓ સુરક્ષિત છે! જંગલમાં વાઘ-સિંહ છે એટલે તો મનુષ્ય આવવાની હિંમત નથી કરતો”, પરંતુ પેલા ઝાડ માન્યું નહીં અને તેણે વાઘ-સિંહને ભગાવી દીધાં. થોડા જ દિવસોમાં કુહાડા લઈને માણસો ત્યાં પહોંચી ગયા, ત્યારે પેલા ઝાડની આંખો ખૂલી. એ તો રોવા-કકળવા લાગ્યું. ત્યારે બોધિસત્ત્વે પ્રાર્થના કરી, ‘અરે વાઘ-સિંહ ! તમે આ મહાવનમાં પાછા ફરો, જેથી પશુરહિત વનને લોકો ન કાપે અને ઝાડની ગીચતાને લઈને તમારું પણ રક્ષણ થાય.
બોધિસત્ત્વે વૃક્ષોનું અને જાનવરોનું હિત પરસ્પર રક્ષણમાં રહેલું છે તે કહ્યું, પણ આ ઉપદેશમાં માનવનું રક્ષણ પણ છુપાયેલું છે તે મોઘમ રાખ્યું. વૃક્ષો હશે તો માણસ ટકશે, કારણકે વરસાદનો આધાર જંગલ પર છે. ઊંચાઊંચા પહાડ અને
૧૧૭
*
ધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ઘટાદાર વૃક્ષો વાદળાંને ખેંચી લાવે છે, આટલું નાનકડું તથ્ય તો આદિમાનવને પણ હતું, તો પછી આજના વિજ્ઞાનયુગનો માનવ ભીંત ભૂલે તે કેમ ચાલે ?
આપણા રાષ્ટ્રગીતમાં ‘શસ્ય શ્યામા, મુળજા, મુરુજા', માતૃભૂમિની વાત કરી છે, તે કેવળ કાવ્યપ્રાસ નથી. ચોમેર ફેલાયેલા પાકની લીલપ, ઘનઘોર જંગલો, ઉપવનો, બાગબગીચાઓ અને વહેતી નદીઓનાં ઘૂઘવતાં પાણી, એ આપણા દેશની અસ્મિતા છે.
વૃક્ષને આપણા ધર્મમાં, શ્લોકમાં સ્થાન મળ્યું છે. આપણે માટે તો વૃક્ષ એ ઋષિઓના પણ ઋષિ છે. ગીતામાં ભગવાને ‘અશ્વત્થ: સર્વ વૃક્ષાળામ્’ કહી વૃક્ષને વિભૂતિપદ આપ્યું. એ જ ગીતામાં ‘પત્રં, પુષ્પ, રૂં, તોય’ યાદ કરીને સમસ્ત વૃક્ષપરિવારને પ્રેમાંજલિ આપી.
આપણા કેટલા ગ્રંથોનાં પ્રકરણોએ વૃક્ષનું શરણ લીધું ? રામાયણમાં ‘કાંડ’, મહાભારતમાં ‘પર્વ’, શ્રીમદ્ ભાગવતમાં ‘સ્કંધ’ – ત્રણે વૃક્ષોનાં જ અંગ. કાંડ એટલે થડ, પર્વ એટલે મૂળ પણ થાય અને એક પ્રકારનું ઘાસ પણ છે. સ્કંધ એટલે મુખ્ય ડાળી, થડ. આ જ રીતે કઠોપનિષદમાં પ્રકરણોને ‘વલ્લરી’ એટલે કે ‘વેલ’ કહ્યાં છે.
આપણા દેશની પ્રાતઃસ્મરણીય સીતા, પાર્વતીનો વૃક્ષપ્રેમ આપણે જાણીએ છીએ. રાવણ હણાઈ ગયો છે, વનવાસનાં ચૌદ વર્ષ પૂરાં થયાં છે. એક ઘડીનોય વિલંબ થાય તો ભરત અગ્નિસ્નાન કરવાનો છે તે જાણવા છતાંય સીતાજી પ્રભુને કહે છે કે, પંચવટીમાં વાવેલા છોડ કેટલા મોટા થયા તે મારે જોવું છે... અને પુષ્પક વિમાન ત્યાં થઈને પસાર થાય છે. ભગવતી પાર્વતીને પોતાના હાથે વાવેલા દેવદાર પ્રત્યે કેટલો પ્રેમ છે, તે કવિ કાલિદાસ વર્ણવે છે. કોઈક જંગલી હાથી પોતાનો કાન એ ઝાડ પર ઘસે છે અને થોડી છાલ નીકળી જાય છે તો માનું હૃદય એવું દ્રવી ઊઠચું જાણે કોઈ રાક્ષસે પોતાના કાર્તિકયને બાણ ન માર્યું હોય ! આપણી સંસ્કૃતિએ તો વૃક્ષોને સંતો સાથે બેસાડયાં છે. તુલસીદાસજી કહે છે :
'तुसी संत सुअम्ब तरु, फूल फरै पर हेत । इतने ये पाहन हनै, उतते वे फल देत।'
૧૧૮