________________
BAકિgkડની પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કેBA%BA%B6 આવે છે. ભાયાણીસાહેબ સ્વર્ગવાસી થયા ત્યારે ઘણાએ હૃદયમાં જે અનુભવ્યું હતું તે શબ્દમાં અવતરિત કર્યું હતું : ‘એક ધીંગો વડ ધરાશાયી થઈ ગયો, જેની
ઓયે કેટકેટલા માળા બંધાયા હતા તે બધા વીંખાઈ ગયા '. આમ વ્યક્તિથી વૃક્ષ સૂઝે છે. અહીં વૃક્ષથી વ્યક્તિ સુધી જવાનું છે.
કવિ મુકેશ જોશીનું નામ, આજના નવા કવિઓમાં યાદીપૂર્વક લેવાતું નામ છે. તેમનાં કાવ્યના વિષયો નિરાળા છે. રચના-શબ્દસંરચના નેત્રદીપક હોય છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ જ પોંખાયો. વિવેચકો અને કાવ્યરસિકોનું ધ્યાન ખેંચાયું.
ગીતરચનામાં તેઓની હથોટી સારી જામી છે. આ કાવ્યમાં એ સહજ જોવા મળે છે. જેની ડાળ તૂટી છે, તેવા કોઈ ઝાડની ખબર કાઢવાની વાત છે.
ગુજરાતી ભાષાની ખૂબી અહીં છે. શબ્દવ્યંજનામાં તો તે મેદાન સર કરે છે. શબ્દો સાદા પણ અર્થચ્છાયા અજબની ! ઝાડની ખબર એટલે પરિવારની ખબર કાઢવાની વાત છે.
ડાળ તૂટવામાં કારણ છે કોઈ કુહાડી - કોઈ આપત્તિ ! કોઈ અપેક્ષા ! કુહાડીની સાથે ક્રિયાપદ જોડાયું છે ‘ઊઠી છે'. આપણે ત્યાં સોળ ઊઠયા છે' એવો પ્રયોગ પ્રચલિત છે. અહીં ‘એક કુહાડી ક્યાંક ઊઠી છે'. ડાળને તોડવામાં નિમિત્ત બનેલી કુહાડી છે એ સહાનુભૂતિપ્રેરક છે. હવે ડાળની ખબર કાઢવાનું કારણ માત્ર એ ડાળ છે એમ નથી. એ ડાળે તો કેટકેટલાના પવન પડી ગયેલા દિવસો સાચવી જામ્યા છે. પાનખરના લાંબા લાગે એવા દિવસોમાં, ફરી વસંત આવશે, પડેલાં પાન નવાં થઈ શણગારાશે - એમ હિંમત આપી પંખીઓની જમાતને રાજી કરી હતી તે બધાંની હામ જવા બેઠી છે. એની ખબર કાઢી આવીએ.
ડાળ તૂટવામાત્રથી વૃક્ષનો વિયોગ છે એમ નથી. ત્યાં અખૂટ પ્રીતિપૂર્વક પોતાની મોંઘેરી મૂડી જેવાં ઘર બાંધ્યાં હતાં. હુંફ અને સલામતી આપતાં, મોટી મિરાત સમા એ ઘર ભાંગ્યાં છે! ચાલ, આપણે તેની ખબર કાઢીએ અને શ્રદ્ધાનું ભાતું બાંધીએ; વિશ્વાસના દીવામાં ઘી પૂરીએ.
૧૧૫ -
ક દીક પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અને
છેલ્લે વેદનાનીતરતા શબ્દો છે : ઝાડ જો કુહાડીને લાયક છે તો માણસ શેને લાયક છે ? મોટા માણસોમાં નહીં, નાનાં તરણાંઓમાં આ વાત ચર્ચાય છે.' ‘તરણાંઓમાં વાત ફૂટી છે'. - રોજિંદા વ્યવહારમાં ‘વાત ફૂટી ગઈ" એ પ્રયોગથી તદ્દન ભિન્ન અર્થમાં આ પંક્તિ રચાઈ છે.
એક સારા વિવેચકનું એવા મતલબનું વાક્ય છે : “કવિનો શબ્દ પ્રતિભાદત્ત છે કે પ્રયાસદર છે તેની કસોટી આ છે કે, કાવ્યાત્મક રીતે પ્રયોજાયેલો હોય તે શબ્દ, એ પંક્તિમાં અને એ પંક્તિ એ કૃતિમાં ઓગળી જવા જોઈએ. જો એમ થાય તો જ એ શબ્દ પ્રતિભાદત્ત ગણાય, અન્યથા એ શબ્દ કરામતનો દીધેલો છે.
અહીં ‘તરણાંઓમાં વાત ફૂટી છે' એ પંક્તિ ગીતમાં બરાબર ઓગળી ગઈ છે. આ ગીતની વ્યંજના માણવી ગમે એવી છે. મમળાવતા રહીએ એવી છે.
ફરી એકવાર આ ગીતનું ગાન કરી જુઓ. શબ્દના પડઘા તરંગની જેમ આવર્તન પામશે.
૧૧૬