________________
32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી
(2
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક જીવનરેખાઓ વિશે કોઈ ભવિષ્યવાણી પણ નથી ભાખી શકતા. સાથેસાથે આપણે એમ માનીને પણ નથી ચાલી શક્તા કે હિમાલયના વિસ્તારમાં બરફ અને હિમખંડો હંમેશાં આવા ને આવા જ રહેશે, પરંતુ હિમાલય વિસ્તારના દેશોની સરકારો આમ છતાં જો બંધો બાંધવાની યોજનાઓ પર અડગ રહે તો એનો એક જ નિષ્કર્ષ નીકળશે કે તેઓ એ તથ્યને નકારી રહ્યા છે કે વધતું વૈશ્વિક તાપમાન આ વિસ્તાર અને પૃથ્વી ગ્રહમાં પરિવર્તન કરી રહ્યું છે.
હિમાલય વિસ્તારના દેશો માટે સમજપૂર્વકનો નિર્ણય હશે કે તેઓ ઉપલબ્ધ જળસ્રોતોનો વિકાસ એવી રીતે કરે છે જેનાથી જળવાયુ પરિવર્તન દરમિયાન આ વિસ્તારના રહેવાસીઓનું જોખમ ઓછું થાય.
પરંતુ બંધ બાંધવાની યોજનામાં તો આનાથી કંઈક ઊલટું જ છે.
(થર્ડ વર્લ્ડ નેટવર્ક ફીચર્સ દ્વારા પ્રગટ થયેલ લેખ શિડલરનાં આ તારણોનો લેખ સપ્રેસ બુલેટીનમાં જૂન-૨૦૦૯માં કનુભાઈ રાવળે કરેલો અનુવાદ છપાયેલો. ૨૦૧૪માં હિમાલયના પ્રદેશોમાં પૂરના કારણે ઉત્તરાખંડ વિસ્તારમાં ઘણી તારાજી થઈ હતી અને ૨૦૧૫-એપ્રિલમાં નેપાળ અને ભારતના કેટલાક ભાગમાં ભૂકંપે વિનાશ વેર્યો. એવરેસ્ટ અને હિમાલયનાં અન્ય શિખરો પરથી હિમશિલા ધસી પડી હતી).
વૃક્ષોની રક્ષા માટે શહાદતની અદભુત ઘટના સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તાવાદનો જન્મ થયો. ઉપભોક્તા સંસ્કૃતિના ઉદયે માનવીની જરૂરિયાતો વધારી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વૈજ્ઞાનિક શોધોનો વિવેકહીન ઉપયોગ અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું.
પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચારણા કરતાં જણાશે કે ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ દરેકમાં જીવ છે એમ જણાવેલ. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યા. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી હિંસાથી બચવા કહ્યું. જલ (પાણી), વાયુ, માટી (પૃથ્વી), ઉષ્ણતા (પ્રકાશ) અને પ્રાણીઓ આ તમામ મળીને પર્યાવરણ અથવા વાતાવરણ રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જનજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. વળી વૈશ્વિક તાપમાનને સંતુલિત કરવામાં વૃક્ષોનું ચું યોગદાન છે.
પર્યાવરણની રક્ષા માટે અને જનજીવન માટે વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો ફળ અને છાંયડો આપે છે. સંતો વૃક્ષમંદિરો રચવાની વાતો કરે છે. તો વૃક્ષપ્રેમીઓ મૃતિવન દ્વારા પર્વના દિવસોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. વિશ્નોઈ ધર્મગુર શ્રી જાંભેશ્વરજી મહારાજ તો કહેતા કે (સર સાઠે રૂખ બચે તો ભી સસ્તો જાન) શિર સાટે પણ વૃક્ષની રક્ષા કરવાનો, વૃક્ષને બચાવવાનો પ્રસંગ આવે તો વૃક્ષની કિંમત કરતાં મસ્તક સસ્તું છે એમ ગણવું તે જ ખરો ધર્મ છે.
શાશ્વત ધર્મ દ્વારા અચલચંદજી કહે છે કે આ ગુરુજીનો ઉપદેશ ચરિતાર્થ કરતી એક ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બની ગઈ. વિક્રમ સંવત ૧૭૮૭, ઈ.સ. ૧૭૩૦, ખેજડલી ગામમાં જોધપુર નરેશના
૧૧૨
૧૧૧