________________
f
પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ***
ચાલ, ઝાડની ખબર કાઢવા
S hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * આદેશથી ખીજડા (ખેજડી)નાં વૃક્ષો કાપવા કઠિયારાઓ આવ્યા. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં તેનો સખત વિરોધ કરવામાં આવ્યો.
કઠિયારાઓ-વૃક્ષહત્યારાઓની કુહાડીથી વૃક્ષને બચાવવા અમૃતાદેવી ખીજડીના વૃક્ષને બન્ને ભુજાઓ પહોળી કરી વીંટળાઈ વળી અને તેણે પોતાની ડોક પર કુહાડીનો પ્રહાર ઝીલી લીધો. લોહીથી લથબથ બની અને વૃક્ષની રક્ષા કરવા શહીદ થઈ ગઈ.
- શ્રીમતી અમૃતાદેવીની પુત્રીઓ, પડોશી આસીબાઈ, રત્નીબાઈ, ઈમરતીબાઈ, સીમાબાઈ, ભાનુબાઈ સહિત એકએક વીરાંગનાએ શહાદત વહોરી. શ્રીમતી અમૃતાદેવીના પતિ રામોજી સહિત ઘણા લોકો શહીદ થયા. એક વ્યક્તિની ગરદન પર કુહાડો પડતાં ધડથી મસ્તક અલગ થતું તો બીજી વ્યક્તિ નીડરતાથી શહાદતને આમંત્રણ આપતી. આમ ૩૬૩ લોકો શહીદ બન્યા. લોહીની નદી વહી. રાજાના કઠિયારાઓ હરકારોના હાથ રક્તરંજિત બની કાંપી ઊઠયા. હથિયારવિહીન ‘નિહત્યા’ લોકોનો વૃક્ષપ્રેમ જોઈ તેમના આવા અપ્રતિમ અને ભવ્ય બલિદાન જોઈ રાજા પાસે જઈ ઘટનાની વાત કહી.
લોકાનો અહિંસા-પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ નરેશે વિનોઈ ગામોમાં વૃક્ષો કાપવા પર અને શિકાર કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં વૃક્ષની રક્ષા માટે સ્ત્રીઓ દ્વારા દેવાયેલાં આ બલિદાન પર્યાવરણ અને વૃક્ષપ્રેમી માટે એક અનેરા ઉદાહરણરૂપ છે.
રાજ્ય સરકાર શ્રીમતી અમૃતાદેવીની સ્મૃતિમાં દર વર્ષે પર્યાવરણ પુરસ્કાર આપે છે, એટલું જ નહીં, પરંતુ ખેજડીને રાજ્યવૃક્ષ ઘોપિત કર્યું છે.
સંવત ૧૭૮૭ની ભાદરવા સુદ દશમના બનેલી આ ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા અને વૃક્ષપ્રેમીઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા આ સ્થળે એક મેળો ભરાય છે, જેની સામે એક મેદાન છે. દુઃખની વાત એ છે કે ત્યાં વૃક્ષો બહુ જ ઓછાં છે. જે વૃક્ષો છે તેની સંભાળ પણ ઓછી લેવાય છે. શહીદોના નામની કોઈ ખાંભી પણ નથી. એ સ્થળ પર ૩૬૩ ખેજડી વૃક્ષ ઉગાડી વૃક્ષમંદિર બનાવવું જોઈએ અને તમામ શહીદોનાં નામની તકની મૂકી સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવવું જોઈએ જેથી પર્યાવરણ અને વૃક્ષપ્રેમીઓ માટે તે સ્થળ તીર્થ બની શકે અને તે દિવસ વૃક્ષારોપણનો પાવન દિવસ બની શકે.
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. પાનખરે જે પંખીઓએ, ઝાડને હિંમત આપી’તી. એ પંખીઓની હામ ખૂટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ડાળ તૂટી ને કે ટકે ટ લાં પંખીનાં ઘર તૂટી ગયાં; કો’કે શું મિરાત લૂંટી છે, ચાલ, ઝાડની ખબર કાઢવા. ઝાડ કુહાડીલાયક હો, તો માણસ શેને લાયક ? તરણાંઓમાં વાત ફૂટી છે,
ચાલ, ઝાડની ખબર કાઢવા. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિનું આ કાવ્યનું સુંદર રસદર્શન ચિંતનપ્રેરક છે. દેશ્ય ભલે એક હોય, પરંતુ તેનું દર્શન તો વ્યક્તિએ વ્યક્તિએ નોખું જ રહેવાનું અને તેમાં પણ કવિનું દર્શન તો લોકોતર જ રહેવાનું. કવિ માત્ર આંખથી નથી જોતા; તેની નજરનો મહિમા છે.
જુઓ, આ વાત તો ક્યાં નવી છે ! જંગલમાં એક ઝાડનું તૂટવું. તે તો રોજની ઘટના છે. જેની નોંધ પણ ન લેવાય એવી સાદી ઘટના છે. એ સામાન્ય લાગતી ઘટનાને ઉઠાવીને કવિ કોની કોની સાથે જોડે છે તેનું જ મહત્ત્વ છે. લોકમાં કોઈ પ્રથિતયશ વ્યક્તિ સ્વર્ગવાસી થાય ત્યારે વૃક્ષને યાદ કરવામાં
૧૧૪
૧૧૩