________________
ધ ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ ક્યાં છે ?
વહેલી સવારે મહાનગરની
ઊંચી ઈમારતની
બારી ખોલતાં
દીકરીએ મને પૂછ્યું ડેડી,
આકાશ ક્યાં છે ?’ ‘મેં કહ્યું,
ફર ફર ઊડતા પાન વચ્ચે'. પાન ક્યાં છે ?
ઝૂકેલી લીલી ડાળમાં.
ડાળ ક્યાં છે ?
વૃક્ષમાં ?
અને
તેણે મને છેલ્લો સવાલ પૂછ્યો, વૃક્ષ ક્યાં છે?
ને
હું અવાક્ થઈ ગયો !
પાણીનો વેડફાટ કરનાર પ્રદૂષણમુક્ત સુલભ જળને અમૂલ્ય ઔષધિ જેવું દુર્લભ બનાવી દે તો નવાઈ નહીં.
આપણા ધર્મો તો પ્રકૃતિના તમામ ઘટકોમાં પરમાત્માનો વાસ છે તેમ માને છે. તો એકેન્દ્રિય જીવો પ્રત્યે દયા કે અનુકંપા ભાવના નહીં, પણ પૂજ્ય ભાવ હોવો ઘટે. ઉપયોગ એટલે પ્રમાદમુક્તિ, ઉપયોગ શબ્દમાં જાગૃત દશા અને વિવેક અભિપ્રેત છે. જીવનમાં સંયમ અને વિવેક હશે તો પર્યાવરણના અસંતુલન અને વૈશ્વિક તાપમાનના વધારાથી બચી શકીશું.
આપણે સૌએ ભયંકર ભોગઉપભોગની વિકૃતિથી પાછા વળી ઉપયોગની સંસ્કૃતિ તરફ વળવાનો સમય પાકી ગયો છે.
૧૨૭
ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ
પૃથ્વીરૂપી આપણા માળાને બચાવીએ!
પંખીઓ ખૂબ જહેમત ઉઠાવીને પોતાના માળા બાંધે છે અને પ્રાણ નીચોવીને તેનું જતન કરે છે. કેમ ન કરે ? માળો એ જ તો એમનું ઘર છે - દિવસભર આકાશમાં ઊડીને છેવટે માળામાં જ પાછા ફરવાનું છે. અહીં જ શાતા મળશે, જીવ ઠરશે. માળો તો જીવન છે. અહીં જ વંશવેલો ફૂલશે-ફાલશે, જતનભેર જળવાશે-સચવાશે.
માણસે પણ આ પૃથ્વી પર પોતાનો માળો બાંધ્યો છે - કેટકેટલા શ્રમથી, કેટકેટલી બુદ્ધિ વાપરીને, પોતાનો પ્રાણ નીચોવીને ! અહીં જીવન પાંગર્યું છે, ફૂલ્યુંફાલ્યું છે, મહોર્યું છે, ખીલ્યું છે. આખા બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં અને તેમાંય માનવપર્યંત વિકસેલું જીવન છે કે નહીં, ખબર નથી. હજી સુધી તો કોઈ સગડ મળ્યા નથી. આ પૃથ્વી પર જીવનનો આટલો બધો વિકાસ થયો છે ! કહે છે, માનવ સુધી પહોંચીને ઉત્ક્રાંતિ પોતે પોતાના વિશે સભાન બની છે. માણસ હવે ઉત્ક્રાંતિના હાથમાં પ્યાદું જ માત્ર નથી રહ્યો, પોતે પણ ઉત્ક્રાંતિનો પ્લેયર, ખેલૈયો બન્યો છે, પરંતુ ખેલ-ખેલમાં એ થોડોક બેકાબૂ બની ગયો છે, બેધ્યાન બની ગયો છે, જીવનકર્તાને બદલે જીવનહર્તા બની ગયો છે ! પરિણામે, આજે માણસે પોતાના માળાને વીંખી-પીંખી નાખ્યો છે. ભાગ્યે જ બીજા કોઈ જીવે કે પશુ-પંખીએ પોતાના જ માળાને આટલો બધો નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યો હશે !
પૃથ્વીરૂપી આપણો માળો અને તેમાં રહેનારા આપણે સહુ આજે ખતરામાં છીએ. જળ તો જીવન છે. એવું એ જળ ખૂટી જઈ રહ્યું છે અને જે છે તેમાં પણ ઝેર-ઝેર પ્રસરી ગયું છે. જંગલોનો સફાયો કરી નખાયો છે અને તેમનું પ્રમાણ દિવસેદિવસે ઘટી રહ્યું છે. હવા અને આસપાસનું વાતાવરણ અત્યંત પ્રદૂષિત થઈ ગયું છે. આ પૃથ્વી પરની અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, નામશેષ થઈ
રહી છે.
૧૨૮