________________
32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી
(2
BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક આ અમીર દેશોમાં કુલ ૧૫ ટકા વસતિ રહે છે. વિકાસશીલ દેશો પણ વિકસિત દેશો જેટલું coનું ઉત્સર્જન કરવા માંડે તો એ ઉત્સર્જનને ખતરનાક બનતું રોકવા માટે કેટલી પૃથ્વીઓની જરૂર પડશે ?
વિકાસશીલ દેશોની દરેક વ્યક્તિ વિકસિત દેશો દ્વારા વ્યક્તિ દીઠ જે ઉત્સર્જન થઈ રહ્યું છે એટલું જ ઉત્સર્જન કરે તો coqના ઉર્ક્સજનની માત્રા ૮૫ ગીગા ટન થઈ જાય. આ સ્તરે થતા ઉત્સર્જનને ખતરનાક બનતા રોકવા માટે છે પૃથ્વીની જરૂર પડે. કેનેડા અને અમેરિકા દ્વારા વ્યક્તિ દીઠ જેટલું co,નું ઉત્સર્જન થઈ રહ્યું છે એટલું જ જો વિકાસશીલ દેશો દ્વારા થાય તો નવ પૃથ્વીઓની જરૂર પડે. (સપ્રેસ)
હિમાલયને પિગાળતા
કોંક્રિટની પહાડ વૈશ્વિક તાપમાનવૃદ્ધિનું સૌથી સજીવ પ્રમાણ છે હિમખંડોનું પીગળવું. ભારતીય ઉપમહાદ્વીપમાં સમુદ્રની વધતી સપાટી હવે ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે. ભારતમાં સુંદરવનનો વિસ્તાર અને માલદીવનો કેટલોક ભાગ સમુદ્રના જળમાં ડૂબી જવાના સૌથી પહેલા શિકાર બન્યા છે. હિમાલય વિસ્તારમાં બંધ બનાવવો એ પ્રલયને આમંત્રણ આપવા જેવું છે, પરંતુ નીતિ ઘડનારાઓની અડિયલ રીત કોઈ ઔચિત્યપૂર્ણ ચર્ચા માટે તૈયાર જ નથી. એન. કેથરિન શિડલરનાં તારણો અને નિરીક્ષણો આપણને ઊંડાણભરી ગંભીર માહિતી પૂરી પાડે છે.
હિમાલયનો વિસ્તાર દુનિયામાં સૌથી વધારે જળવાયુ પરિવર્તનની અસરનો ભોગ બન્યો છે. એનું કારણ છે, દક્ષિણ એશિયામાં નદીઓના સોત-વિશાળ હિમખંડો (ગ્લેશિયર) ઝડપથી પીગળી રહ્યા છે. ચીનની સમાચાર સંસ્થા ઝિન્દુઆએ ફેબ્રુઆરી, ૧૯૯૦ના પ્રારંભમાં જણાવ્યું હતું કે, ચીની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તિબેટના હિમખંડો ‘ચિંતાજનક ઝડપે’ પીગળી રહ્યા છે.
આ નાટકીય ઘટનાક્રમો છતાં ભારત, પાકિસ્તાન, નેપાળ અને ભૂતાનની સરકારો હિમાલયની નદીઓ દ્વારા દક્ષિણ એશિયામાં વીજળીઘરો ઊભાં કરવામાં મંડી પડી છે. એ હિમાલયના મુક્ત જળમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે મોટામોટા બંધ બનાવવા માગે છે. આવતાં ૨૦ વર્ષમાં જળ-વિધુત દ્વારા ૧,૫૦,૦૦૦ મેગાવોટ કરતાંય વધારે વીજ-ઉત્પાદન માટે આ ચારે દેશ કટિબદ્ધ છે. આ ઝડપે હિમાલયનો વિસ્તાર વિશ્વમાં સર્વાધિક બંધવાળો વિસ્તાર બની જશે. અહીં વિચારાયેલા બંધોમાંથી કેટલાક આ પ્રમાણે છે : ભારતમાં ૩,૦૦૦ મેગાવૉટની ક્ષમતાવાળી ડિબાંગ યોજના. ભૂતાનમાં તાલા યોજના અને પાકિસ્તાનમાં ૧૨.૬ અબજ ડૉલરના ખર્ચે બનનારો, દુનિયાનો સૌથી મોટો અને અધિકતમ ખર્ચવાળા
૧૦૮
૧૦૭