________________
32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી
(2
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક
જોકે, ઇક્વાડૉર સાવ નાનકડું છે, પણ નવા બંધારણના પરિપ્રેક્ષ્યમાં દુનિયાના માંધાતાઓની નજર એના પર છે. અમેરિકામાં કાયદાનાં ઘણાં વિદ્યાલયોએ ઈકોસિસ્ટમના અધિકારોના વિકાસ માટે અને પેન્સિલવેનિયા અને હેમ્પશાયરની નગરપાલિકાઓએ ઈક્વાડૉર જેવા કાયદા અપનાવી લીધા છે. કેન્યાના પ્રસ્તાવિત બંધારણમાં આ કાયદા આપનાવી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી “ભૂમિ ન્યાયશાસ્ત્ર' નામે એક નવું દર્શન આકાર લઈ રહ્યું છે. એની સાથે જ આઈન્સ્ટાઈનનું એ અમર વાક્ય - “જો માનવતાએ બચવું હોય તો એણે નવી રીતે વિચાર કરવો પડશે.' વાતાવરણમાં સંભળાઈ રહ્યું છે. (સપ્રેસ).
કેટલી પૃથ્વીઓ જોઈશે ?
ગાંધીજીનો પ્રશ્ન ‘‘બ્રિટનને પોતાને સમૃદ્ધ કરવા માટે આખી પૃથ્વીનાં અડધાં સંસાધનોની જરૂર પડે છે, તો ભારતને એ સ્તરની સમૃદ્ધિ મેળવવા માટે કેટલી પૃથ્વીઓ જોઈએ ?” - ગાંધીજી
ગાંધીજીની આ વાતના સંદર્ભથી ડૉ. વંદના શિવાએ પર્યાવરણનું સુંદર વિશ્લેષણ કર્યું છે.
ગાંધીજીને પૂછવામાં આવ્યું કે, “ભારત ઔદ્યોગિક વિકાસ માટે બ્રિટિશ મૉડલ અપનાવશે ?' ત્યારે તેમણે ઉપરનો જવાબ આપ્યો હતો. આ પ્રશ્ન એમને આઝાદીની પૂર્વસંધ્યાએ પૂછવામાં આવ્યો હતો. ગાંધીજીએ પોતાના આ વિચાર દ્વારા કેવળ વિકાસની સીમાઓને જ રેખાંકિત ન કરી, બલકે વિકાસ અને પર્યાવરણના સંબંધોને પણ ઉજાગર કર્યા. પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગની મર્યાદાઓ અને એમનાં દુષ્પરિણામો પણ ધ્યાનમાં રાખવાં પડશે. સભ્યતાઓના, વિકાસઊર્જાના સ્રોત કયા છે અને એમનો ઉપયોગ કેવી રીતે થાય છે એ વાત સાથે સંબંધિત છે. શરૂઆતના માનવશ્રમ અને પશુઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. પછી એમની સાથે જ બળતણનું લાકડું પણ ઊર્જાનું મહત્ત્વપૂર્ણ સ્રોત બન્યું. આધુનિક ઔદ્યોગિક સમાજના ઊર્જાના મુખ્ય સ્રોત ખનીજ, ઇંધણ (કોલસો, પેટ્રોલિયમ પદાર્થો અને ગૅસ) અને વીજળી બની ગયાં છે. આજે ખનીજ, ઇંધણ અને વીજળીનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે.
સવાલ એ છે કે કોઈ પણ ભોગવાદી સભ્યતા ક્યાં સુધી ટકી શકે છે ? જ્યાં સુધી ખનીજ ઇંધણ અને વીજળીનો ઉપયોગ એની એ ચરમસીમાએ ન પહોંચી જાય કે પૃથ્વી એનું પુનર્ભરણ ન કરી શકે અને પૂરેપૂરી માનવજાતિની ઉત્પત્તિ અને એનું ભરણપોષણ જોખમમાં ન આવી પડે.
ઔદ્યોગિક વિકાસના ખનીજ, ઈંધણ અને વીજળીથી ચાલતાં યંત્રો અને
- ૧૦૩
-
૧૦૪