________________
20kbhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ***** * આવ્યું છે. કાયદાઓમાં પ્રદૂષણ નિષેધ કરવામાં આવ્યો નથી. એનાથી ઊલટું, ‘પ્રકૃતિના કાયદેસરના અધિકાર’ સંપત્તિના કાયદાને પડકારતાં કહે છે, “ઈકો સિસ્ટમની કાર્યપ્રણાલીમાં સંપત્તિધારકોના હસ્તક્ષેપના અધિકારોને સમાપ્ત કરીને એ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે ઈકો સિસ્ટમને પોતાને ફળવા-ફૂલવા માટે જે સંપત્તિ જોઈએ છે એને ચિરસ્થાયી બનાવવામાં આવે.'
આ વિચારે હવે ગતિ પકડી છે. અમેરિકાના પેન્સિલવેનિયા, કેલિફોર્નિયા, ન્યૂ હેમ્પશાયર અને વર્જિનિયાની નગરપાલિકાઓએ પણ ચાલુ વર્ષમાં પ્રકૃતિના કાયદેસરના અધિકાર’ને અપનાવ્યા છે.
ગ્લોબલ એચેંજના શાનોન બિગ્સ કહે છે, “અમેરિકનોએ આ પગલું ભર્યું તે પહેલાં તો તેઓ ગુલામોને પણ પોતાની કાયદેસરની સંપત્તિ માનતા હતા. સાંસ્કૃતિક વાતાવરણને બદલવા માટે પણ આપણે નવા કાયદા ઘડવાની જરૂર છે.
પોપટથી ભરેલાં જંગલો, જેમાં એક હેક્ટર દીઠ ૩૦૦થી પણ વધારે જાતનાં વૃક્ષો છે, અદભુત જૈવ વિવિધતાવાળાં વર્ષાવનો છે અને ગાલાપાગોસ દ્વીપ સુધી ફેલાયેલી સીમાઓવાળા આ દેશ ‘ઈકવાડૉરે' દુનિયાના પહેલા પર્યાવરણીય બંધારણનો આદર્શ ખડો કર્યો છે.
ઈક્વાડોરે આ બેડી, જેને વેપારે પ્રકૃતિને પોતાની એડી નીચે રાખવા માટે બનાવી હતી તેના પર હથોડાનો ઘા કર્યો છે. બીજાં રાષ્ટ્રો પણ એ હથોડો ઉપાડે એ સમય આવી ગયો છે.
ભૂમિ ન્યાયશાસ્ત્ર ‘પ્રકૃતિને કાયદાકીય અધિકારો” આપવા માટે નવું બંધારણ ઘડીને પ્રકૃતિને ન્યાય આપવાની દિશામાં ઈક્વાડોરે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ પગલાથી ‘ભૂમિ ન્યાયશાસ્ત્ર' એવું એક નવું દર્શન ઉજાગર થયું છે. ‘જલવાયુ પરિવર્તન' એકવીસમી સદીનું સૌથી મોટું સંકટ છે. એમાંથી ઊગરવા માટેનું આ એક મહત્ત્વનું પગલું પણ છે. લ્યુસી માયદેવે જલવાયુ પરિવર્તનના સંદર્ભે વિચારો પ્રગટ કર્યા છે.
ઈક્વાડૉરના ૩૦ હજાર એમેઝોનવાસીઓ છેલ્લાં ચૌદ વર્ષથી અમેરિકાની બીજા નંબરની સૌથી મોટી તેલકંપની શેવરોન' જેને ટૅક્સાકોએ ૨૦૦૧માં
CC
222પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ખરીદી લીધી હતી એની સામે જટિલ કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. એમણે એવો દાવો કર્યો છે કે કંપનીએ એમેઝોનના પ્રાચીન વર્ષાવનની ૧૭૦૦ એકર જમીનમાં ૯૧૬ ખુલ્લા ખાડા કર્યા છે અને તેમાં ૧.૬ કરોડ ગેલન તેલ અને ૨ કરોડ ગૅલનથી પણ વધારે તેલમાંથી નીકળેલું ગંદું પાણી સંઘર્યું છે. એના પ્રદૂષણથી કેન્સરના રોગીઓની સંખ્યા, ગર્ભપાતની સંખ્યા અને બીજી ગંભીર બીમારીઓ ખૂબ વધી ગઈ છે એમ અહીંના સ્થાનિક સમુદાયોનું કહેવું છે.
કેટલાક કાયદાશાસ્ત્રીઓએ આ પર્યાવરણીય સંકટને માનવતાની સામેનો ગુનો કહ્યો છે તો કેટલાકે એને નરસંહાર પણ કહી દીધો છે. એનું કારણ એ છે કે કેટલાક સ્થાનિક સમૂહો તો લુપ્ત થવાને આરે આવીને ઊભા છે. ‘ટેટે.’ નામનો એક આદિવાસી સમૂહ તો પૂરે પૂરો લુપ્ત થઈ ગયો છે.
ટેકસાકોએ સરકારે શરૂ કરેલા સફાઈ અભિયાન દરમિયાન ૧૯૯૫થી ૧૯૯૮ની અડધ સુધીમાં તેલના પ્રદૂષિત ખાડાઓમાંથી ૩૮ ટકાને તો સાફ કર્યા છે એમ ત્યાંની મ્યુનિસિપાલિટીનું કહેવું છે. એમ કહેવાય છે કે શેવરોનને કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવવા માટે એક અમેરિકન ખાનગી ફર્મનો હાથ છે. શેવરોન અને સરકારી તેલકંપની પેટ્રોઈક્વાડૉર પાસેથી એને લાભ મળે એમ છે. ટેક્સાકોની ૨૬ વર્ષની કામગીરી દરમિયાન તેલના વેપારમાં પેટ્રોઈકવાડૉરની ૬૬ ટકા ભાગીદારી હતી. આની નજીકના લોકોનું તો માનવું છે કે આ કાયદાકીય લડાઈ ભ્રષ્ટાચાર અને લાલચથી પ્રેરાયેલી છે.
પરંતુ એ વાસ્તવિકતાને પણ નકારી શકાય એમ નથી કે ટેક્સાકોએ જે કરોડો ગૅલન પ્રદૂષિત કચરો ઠાલવ્યો છે એની અસર આજે પણ સ્પષ્ટ દેખાય છે. કેટલાય ગરીબ પરિવારો આજે પણ બંધ પડેલા કે સક્રિય તેલભંડારોની નજીક રહે છે અને ત્યાંનું પાણી પીવે છે. ૩૫ વર્ષની માર્સિડિસ જરામિલો બે બાળકોની મા છે. તે એક પ્રદૂષણયુક્ત ખાડા પર ઘર બાંધીને રહે છે. એને નજીકમાં જ વહેતું પ્રદૂષિત પાણી લેવું પડે છે. એને ચામડીનું કેન્સર છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે. કેન્સરની સાથે જ બીજી સમસ્યાઓ પરેશાન કરી રહી છે, પણ એની પાસે બૉટલનું પાણી લેવા માટે કે સારવાર કરાવવા માટે પૈસા નથી. જરામિલ્લો એકલી જ આ પીડા ભોગવી રહી છે એવું નથી. બીજા અનેક પણ
- ૧૦૦