________________
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં તોતિંગ દેવાંથી દબાયેલા ઈક્વાડૉરને પોતાના પ્રાચીન એમેઝોનનાં જંગલોને વિદેશી તેલ કંપનીઓ માટે ખુલ્લાં મૂકવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું હતું. લગભગ ૩૦ વર્ષ સુધી અહીં તેલ કાઢીને અમીર બનેલી શેવરાન ટૅક્સાકો નામની તેલ કંપનીએ ઉત્તર એમેઝોનના વિસ્તારને ગંદો બનાવી દીધો હતો, તો લાખો ગરીબ ઈક્વાડૉરવાસીઓનાં જીવનને સરળ બનાવવામાં પણ નિષ્ફળ નીવડી હતી. એમેઝોન વૉચનો એવો અનુભવ છે કે ટૅક્સાકોએ ૨૫ લાખ એકર વર્ષાવનોને હાનિ પહોંચાડી છે અને આ પ્રદેશમાં ૬૦૦ ઝેરી તળાવો ખોદીને એ વિસ્તારની નદીઓ અને નાળાંઓને પણ પ્રદૂષિત કરી દીધાં છે. પરિણામે એના પર નિર્ભર ૩૦ હજાર રહેવાસીઓનાં જીવન પણ મુશ્કેલ કરી દીધાં છે. ટેક્સાકો જે પ્રદેશમાં કામ કરતી હતી ત્યાં કેન્સરનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૧૩૦ ટકા વધારે છે અને બાળકોમાં લોહીના કેન્સરનું પ્રમાણ ઈક્વાડોરના બીજા વિસ્તારો કરતાં ચાર ગણું વધારે છે. ૧૯૯૦માં સિઓના, સીકોયા, અચર, હુઆઓરાની અને બીજા મૂળ વનવાસીઓ ૩૦ લાખ
એકર પારંપરિક વનભૂમિ ધરાવતા હતા, પરંતુ સરકારે ખનિજો અને તેલ પર પોતાનો અધિકાર જેમનો તેમ રાખ્યો હતો. નવેમ્બર, ૧૯૯૩માં આ વનવાસીઓએ ટૅક્સાકોની સામે એક અબજ ડૉલરનો પર્યાવરણીય કેસ દાખલ કરી દીધો અને એ પછી એમણે ૧૫ વર્ષ માટે તેલ કાઢવા પર સ્ટે, પર્યાવરણમાં સુધારો, કંપનીઓ દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ અને તેલના વેપારમાં ભાગીદારીની માગણી કરી.
તે વખતની અમેરિકાની પિટ્ટ ઈકવાડોરની સરકારે ૧૯૯૭માં તેલના ઉત્પાદનમાં એકતૃતીયાંશ વધારો જાહેર કર્યો ત્યારે બધાની નજર દેશના મોટા તેલભંડાર યાસુની વર્ષાવનો તરફ ગઈ. અહીં એક અબજ બેરલ તેલનો ભંડાર છે. યાસુની જંગલોના માત્ર દુર્લભ ચિત્તા, લગભગ લુપ્ત થવાને આરે પહોંચેલા સફેદ પેટવાળા વાંદરા, હેરત પમાડે તેવા રીંછ જ નથી, બલકે એના મૂળ નિવાસીઓનાં રહેઠાણો પણ એમાં છે. એમને આંતરરાષ્ટ્રીય સંધિઓ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ રફેલ કોરિયાની નવી સરકારે ૨૦૦૭માં યાસુનીમાં તેલ કાઢવાનું
KANABA%BAપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 48-02240 અટકાવી દેવાની જાહેરાત કરી ત્યારે એમેઝોન વાંચે ‘ઈવાડૉર તેલ પરની નિર્ભરતા સમાપ્ત કરવાની દિશામાં ઉઠાવેલું પહેલું પગલું કહ્યું. કોરિયાના ઠરાવમાં ઈકવાડૉરના આર્થિક ભવિષ્ય માટે નવા માર્ગ તરકે નવીનીકરણ (રિન્યૂઅલ) ઊર્જા તરફ ઢાળવાની ભલામણ કરવામાં આવી હતી. નવા બંધારણની ભાષાએ આ નવી નીતિને વધારે આગળ વધારી છે.
ઈક્વાડૉરના નવા સુધારાવાદી બંધારણમાં પ્રકૃતિના અધિકાર’ને નામે જે પ્રકરણ છે, તે ગામઠી વિચાર ‘સુમક કવાસે' એટલે કે ‘સારું જીવન' અને ભૂમિની દેવી એડીઅનના આહ્વાનથી શરૂ થાય છે. આના પ્રારંભિક કથનમાં કહ્યું છે, ‘પ્રકૃતિ કે પાચામામા’, જ્યાં ફરી જીવન પાંગરે છે અને અસ્તિત્વમાં આવે છે, એને એવું ને એવું રાખવા માટે જરૂરી વિકાસની પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટે (પ્રકૃતિને) પોતાના અસ્તિત્વનો, પોતાના પાલનપોષણનો અને ફરીથી પાંગરવા માટેનો પૂરેપૂરો અધિકાર છે.' બંધારણમાં પ્રકૃતિના કાયદેસરના અધિકાર” પણ સામેલ છે, એમાં ‘સમગ્ર જીર્ણોદ્ધારના અધિકાર', ‘શોષણ'થી મુક્તિ અને ‘હાનિકારક પર્યાવરણીય પરિણામો’ને પણ સામેલ કરવામાં આવ્યાં છે.
આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ આખી ઘટનાનો અમેરિકા સાથે સંબંધ છે. પેન્સિલવેનિયામાં આવેલા ‘કમ્યુનિટી એન્વાયરમેન્ટ લિગલ ડિફેંસ ડે' (સીઈએલડીએફ) સાનફ્રાન્સિસ્કોમાં આવેલા ‘પાચામામા એલાયન્સ'ની સાથે રહીને ઈક્વાડૉરની ૧૩૦ સભ્યોની બંધારણ સમિતિ સાથે એક વર્ષ સુધી કામ કરીને નવા બંધારણમાં ‘પર્યાવરણીય અધિકારોની ભાષા તૈયાર કરી છે.
સીઈએલડીએફની વેબસાઈટ પર લખ્યું છે, ‘આજે પર્યાવરણ વિશેના કાયદા નિષ્ફળ થતા જાય છે. કોઈ પણ બાજુ એથી જોઈએ તો આજે પર્યાવરણની સ્થિતિ અમેરિકા ૩૦ વર્ષ પહેલાંના પર્યાવરણીય કાયદા અપનાવે તોપણ એના કરતાં વધારે બદતર છે.'
સીઈએલડીએફનું એવું આકલન છે કે આ કાયદાઓ મારક્ત પ્રકૃતિ સાથે પોતાની સંપત્તિ હોય એવો વ્યવહાર કરવામાં આવ્યો છે. આ કાયદાઓના માધ્યમથી પર્યાવરણને જે હાનિ થઈ છે તે કાયદેસર છે, એમ કહીને પ્રકૃતિને કેટલી હદે પ્રદૂષિત કરી શકાય છે કે કેટલી નષ્ટ કરી શકાય છે તે દર્શાવવામાં
૯૮