________________
કચ્છ કડી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ આવી પીડા ભોગવે છે.
આખા વિશ્વની તેલકંપનીઓની નજર આ મોટામાં મોટા મુકદ્દમા પર છે. કંપનીને આ મુકદ્મામાં ઘસેડનાર ઈક્વાડૉરના અગ્રણી વકીલ પાબ્લો કાજીરોડાનું કહેવું છે, “તેલ કે બીજાં પ્રાકૃતિક સંસાધનોનું ખનન દુનિયાનો સૌથી સસ્તો સોદો છે, કારણકે આદિવાસીઓ તો એમની ગણતરીમાં છે જ નહીં અને તેઓ જ અમારાં બિલોની ચુકવણી પોતાના જીવનને મૂલે કરે છે.”
એમેઝોન વૉચના પ્રવક્તા કેચિન કોઈનિંગ - જે ઓ આશા રાખે છે કે મોટીમોટી કંપનીઓ ચુકવણી કરશે-નું કહેવું છે, ''ટેક્સાકોએ બહુ જ ખામીભરેલી પદ્ધતિથી તેલ કાઢીને ભવિષ્યમાં તેલ ખનન માટે નિમ્નસ્તરનો માપદંડ સ્થાપી દીધો છે. કંપનીઓને એમના ખરાબ વ્યવહાર માટે જવાબદાર ગણવી જોઈએ.
આ કેસનો ચુકાદો તો ભલે ગમે તે આવે, ઈક્વાડૉરના આ બંધારણે તો નક્કી કરી જ દીધું છે કે આ પ્રકારની ઘટનાઓ હવે ફરીથી બનવી ન જોઈએ. આખી દુનિયામાં આ કાયદા અનોખા છે, કારણકે આ કાયદા પ્રકૃતિના અસ્તિત્વનું સમર્થન તો કરે જ છે, પરંતુ એના સાતત્યની અને એના ફળવા-ફૂલવાની પણ સ્વીકૃતિ આપે છે એ સૌથી મહત્ત્વનું છે.
પ્રકૃતિમાં વન, નદીઓ અને સમુદ્ર પણ આવે છે. આ બધાનો અત્યાર સુધી સંપત્તિના કાયદામાં સમાવેશ થતો હતો. માણસના ઉપયોગ માટે એમની માલિકી અને શોષણને ન્યાયોચિત ગણવામાં આવતાં હતાં, એટલું જ નહીં, એમનો નાશ પણ કરવામાં આવતો હતો. જે કાયદાથી ગુલામો, મહિલાઓ, બાળકો અને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકનોને અધિકાર પ્રાપ્ત થયા એ કાયદા જેટલા વિકાસવાદી અને ક્રાંતિકારી મનાય છે, બંધારણની દષ્ટિએ આ કાયદા પણ એટલા જ વિકાસવાદી અને ક્રાંતિકારી છે. દક્ષિણ આફ્રિકા પર્યાવરણ કાયદા અને અનુપાલનના તજજ્ઞ કોરમક ક્લમૅન માને છે કે, “સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ માન્યતામાં જેણે પરિવર્તન આવ્યું હતું તેના એ ક્રાંતિકારી ચિંતનની સમકક્ષ આ કાયદાઓને ગણી શકાય, કારણકે માનવસમાજને જો બચવું હોય તો આપણી કાયદાકીય પદ્ધતિએ પ્રકૃતિના કાયદા સાથે તાલમેલ જાળવવો પડશે
- ૧૦૧ -
88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી એ વિચારને એનાથી બળ મળે છે.' એમ કહેવાયું છે કે નવા કાયદાઓમાં
પ્રાકૃતિક સમૂહો અને ઈકોસિસ્ટમની પાસે ઇક્વાડૉરમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો, ફળવા-ફૂલવાનો અને વિકસિત થવાનો અહસ્તાંતરણીય અધિકાર છે. આથી ઈક્વાડૉરની સરકાર, સમુદાયો અને વ્યક્તિઓમાંથી દરેકનો એ અધિકાર અને કર્તવ્ય છે કે તેઓ આ કાયદાનો અમલ કરાવે.”
થોમસ લિજી નામના એક અમેરિકન વકીલે આ નવા બંધારણને ઘડવાનું કામ કર્યું હતું. તેમનું કહેવું છે, “આ નવા કાયદા માણસને ઈકોસિસ્ટમ માટે લડવાનો અધિકાર આપે છે, પછી ભલેને તેનાથી તેને તેની કંઈ અસર ન થઈ હોય કે કંઈ નુકસાન ન થયું હોય !
આ કાયદાની વ્યાવહારિકતા માટે અનેક શંકાઓ ઊભી થઈ છે. ઈવાડૉરની લગભગ અડધી વસતિ ગરીબીની રેખા નીચે જીવે છે અને દેશની મોટા ભાગની આવક ખનન પર જ નિર્ભર છે. ત્યારે પાચામામા એલાયન્સ અને પ્રકૃતિ કાયદાને સંસદમાં પસાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર લોઈ ટ્રિયાન કહે છે, “ભવિષ્યમાં આ નાનકડા દેશને વિશ્વ અસાધારણ રીતે શૂરવીર અને મહત્ત્વાકાંક્ષી દેશ તરીકે જોશે, કારણકે એણે પ્રકૃતિના અધિકારને પોતાના બંધારણમાં સ્થાન આપ્યું છે.'
પાચામામા એલાયન્સ ઈકવાડૉરના પર્યાવરણ પ્રધાન મારસેલા અગુઈનાગાની સાથે મળીને ઇક્વાડોરના યાસુન નેશનલ પાર્ક નામના વર્ષાવનને સુરક્ષિત કરવાનું કામ તો પ્રારંભમાં જ કરી નાખ્યું હતું. આ ૧૫ લાખ એકરના પ્રાચીનતમ વનના એક હેક્ટર વિસ્તારમાં વૃક્ષો અને પ્રાણીઓની જેટલી વિવિધ જાતિઓ મળે છે એટલી વિવિધતા આખા ઉત્તર અમેરિકામાં જોવા મળતી નથી, પરંતુ કમનસીબે આ જંગલોની નીચે ૯૨ કરોડ બેરલ તેલ પણ છે. ‘તેલને જમીનમાં જ રહેવા દો' યોજનામાં ઇક્વાડૉર, ઔદ્યોગિક દેશો અને વ્યક્તિઓને તેલ ન કાઢવામાં થતા નુકસાનની પૂર્તિ માટે બેરલ દીઠ પાંચ ડૉલર આપવાનો આગ્રહ કરી રહ્યું છે. વાતાવરણમાં ૫૦ કરોડ ટન કાર્બનડાયોક્સાઈડ ન પ્રસરે તે માટેનો ઠરાવ પણ આ યોજનામાં છે. આનાથી શેવરોનના મુકદ્દમાવાળા વિસ્તારમાં રહેતા આદિવાસીઓ ગરીબીના અભિશાપમાંથી બચી જશે.
૧૦૨