________________
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
*
*
t
પર્યાવરણની રક્ષા માટે
શહીદ થનારને સલામ પર્યાવરણ દિવસ ૫ જૂનના દિવસ નિમિત્તે પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે 'Down to Earth' માસિકે મહત્ત્વની છ વ્યક્તિઓને યાદ કરી છે. ‘ભૂમિપુત્ર'માં રજનીભાઈ દવેએ તેનું સુંદર આલેખન કર્યું છે.
(૧) બિરસામુંડા જેનું ઈ.સ. ૧૯૦૦માં બ્રિટિશ રાજ્ય વખતે ભારતની જેલમાં ભેદી રીતે મૃત્યુ થયું હતું. છોટાનાગપુર વિસ્તારમાં આદિવાસીઓના જમીનના હક્ક માટેની લડત તેણે છેડી હતી. (૨) ચીકો મેન્ડસ, જેને બ્રાઝિલમાં એમેઝોન વર્ષાવનનું રક્ષણ કરતાં ૧૯૮૮માં મારી નાખવામાં આવ્યો હતો. (૩) કેન સારોવિયા જેને નાઈજીરિયામાં ૧૯૯૫માં તેલ કંપની ‘શેલ’ સામે સત્યાગ્રહ છેડવા માટે ફાંસી આપવામાં આવી હતી. (૪) રાચેલ કારસન ણે ૧૯ ૬ ૨ માં silent springs. (મૂગી વસંત) પુસ્તક લખીને પેસ્ટિસાઈડસ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. D.D.T. બનાવનાર પોન્ટ કંપનીનો તેણે વિરોધ કર્યો હતો. (૫) લોઈન્સ ગીષ્મ નામની એક ગૃહિણી લવ કેનાલ (નાઈગ્રા ફોલ્સ ન્યૂ યૉર્ક)ના રહેણાક વિસ્તાર નીચે ઝેરી કચરો ધરબાવવામાં આવ્યો હતો તેને લોકશક્તિ દ્વારા ઉઠાવવા સરકાર પર દબાણ લાવી હતી. (૬) ફુકુઓકા જેણે ૧૯૭૮માં one straw Revolution પુસ્તક દ્વારા સમગ્ર વિશ્વમાં સજીવ ખેતીનો પ્રસાર કર્યો હતો.
અહીં આપણે કેન સારોવિવા અને શેલ કંપની અંગે થોડી વાતો કરીશું. BBC News અને ગાર્ડિયન ન્યૂઝપેપરના સમાચાર પ્રમાણે ન્યૂ યૉર્ક કોર્ટમાં તેલ કંપની શેલ પર દ. નાઈજીરિયાના નાઈજર ડેલ્ટા પ્રદેશમાં ક્રૂડ ઑઈલ પ્રાપ્ત કરવા સ્થાનિક ઓગોની પ્રજા સાથે અમાનવીય વ્યવહાર કરવા બદલ કેસ ચાલી રહ્યો છે. આજકાલ કૉર્પોરેટ એકાઉન્ટેબિલિટીની વાત સાંભળવામાં આવે છે. કૉર્પોરેટ જાયન્ટો આ દિશમાં કેટલાં પગલાં ભરી રહ્યાં છે તે તો ઇતિહાસ બતાવશે, પરંતુ શેલ કંપની નાઈજીરિયાની સ્થાનિક પ્રજા પર અત્યાચાર આચરવા માટે ત્યાંની મિલિટરી સરકારનો ઉપયોગ
૯૪
h પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ *** કરી પોતાની જાતને આ ગુનામાંથી બાકાત રાખી રહી છે. આમ જોવા જઈએ તો
જ્યાં કહેવાતી લોકશાહી સરકારો કામ કરે છે ત્યાં પણ લગભગ આવું જ બની રહ્યું છે.
ભારતમાં ઉદ્યોગગૃહોને જમીનો હડપ કરવાની હોય તો તે કામ રાજ્ય પાસે કરાવે છે. રાજ્ય જરૂર પડે બળપ્રયોગ છૂટથી કરે છે, ગોળીબાર પણ કરે છે. રાજ્ય ઉદ્યોગો થકી કરવાની આ જવાબદારી પોતાના માથે લઈ લીધી છે. કામદારો હડતાળ પર હોય કે દેખાવો કરતા હોય ત્યારે પણ પાઠ ભણાવવાનું કામ સરકાર જ કરે છે. ગુડગાંવ હીરો હોન્ડાના કામદારો પર ગુજારેલા આંતકની દિલ હલાવી નાખે તેવી તસવીરો જોઈ શકાય તેવી નથી.
નાઈજીરિયાની મિલિટરી સરકારે નવેમ્બર, ૧૯૯૫માં સારોવિવા અને અન્ય આઠ સાથીઓને ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. શેલ કંપની પાતાળમાંથી ફૂડ ઑઈલ ઉલેચવાની પ્રક્રિયા દરમિયાન આજુબાજુની જમીનો પર નરક પાથરી દેતી હતી. તેને કારણે પાણી પીવાલાયક ન રહે, જમીન પાક ઉગાડવાલાયક ન રહે. આ પરિસ્થિતિ સર્જનાર શેલ કંપનીનો વિરોધ સારોવિવા કરતા હતા. ૯૦ના દશકામાં સેંકડો ઓગોની દેખાવકારો પર શેલ કંપનીએ જુલમ ગુજાર્યો હતો. ગોળીઓના ભડાકા પણ કર્યા હતા.
નેધરલૅન્ડમાં શેલ કંપનીના પ્રવક્તાએ પોતાના પર મૂકેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. ઉલટાનું એમ કહીને બચાવ કર્યો કે, ‘નાઈજીરિયાની મિલિટરી સરકારને સારોવિવા તેમ જ અન્ય સાથીઓને માફી આપવા વિનંતી કરી હતી, પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. કંપનીએ જ્યારે આ લોકોને ફાંસી આપવાના સમાચાર જાગ્યા ત્યારે તેઓને આઘાત અને દુઃખની લાગણી થઈ હતી.' શેલ કંપની અત્યારે નાઈજીરિયામાં ૯૦ તેલ ક્ષેત્રો પર કબજો જમાવવાની હતી. તેલની પાઇપલાઇનો નાખવા માટે વિશ્વના સૌથી મોટા ચેરિયાના દરિયાકિનારાનાં જંગલોને પ્રદૂષિત કર્યો છે. સારોવિવાએ એક જાણીતા પત્રકાર હોવાને નાતે નાઈજીરિયાની પ્રજાની દર્દનાક કહાનીના સમાચાર આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડયા હતા. વર્ષ ૧૯૯૪માં ત્રણ લાખ ઓગોની લોકોને સંગઠિત કરી શાંત સત્યાગ્રહ છેડયો હતો, જેના પરિણામે નેતાઓની ધરપકડ થઈ, કેસ કરવામાં આવ્યો અને છેલ્લે ફાંસીએ લટકાવવામાં આવ્યા.
૯૪