________________
ધ ધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ! વિશ્વએ એ જાણવાની જરૂર છે કે પાણી માત્ર રાષ્ટ્રીય સીમાઓ અને સરકારોને આધીન નથી તથા આ સંકટનું નિવારણ યુદ્ધને લગતા કોઈ સીમિત વિચાર કે સંરક્ષણવાદમાંય છુપાયેલું નથી. પાણી એક વૈશ્વિક સંસાધન છે અને એની વ્યવસ્થા પણ વૈશ્વિક ષ્ટિએ થવી જોઈએ. એને માટે આપણને એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જરૂર છે જેનામાં વિશ્વબેંક કરતાંય વધારે કલ્પનાશક્તિ અને ઇચ્છાશક્તિ હોય, કારણકે વિશ્વબેંક તો અત્યારે મોટી યોજનાઓ અને મુક્ત બજારના મોહપાશમાં જકડાયેલી છે. તેથી મારું માનવું છે કે આપણે પર્યાવરણીય જાગૃતિના આ નવા ચરણના એવા સ્થાને ઊભા છીએ કે ચારેબાજુ લોકોએ પોતાનાં કાર્યા અને આ ગ્રહ પર પડતી અસરનાં પરિણામો વચ્ચેના ગાઢ સંબંધોને સમજવાનું શરૂ કરી દીધું છે. એનાથી આપણને ‘સભ્ય’ શબ્દના અર્થ વિશેના આપણા વિચારોમાં મૂળભૂત પરિવર્તન લાવવામાં પણ મદદ મળશે. બધું ઝડપી લેવાના પાશ્ચાત્ય વિચારોના અંધાનુકરણને સફળતા સમજી લેવાને બદલે આપણે સમજવું પડશે કે સફ્ળતાનો માપદંડ એ છે કે આપણાં સ્થાનિક સંસાધનો પર ન કેવળ ન્યૂનતમ ભાર પડે, પરંતુ એ પણ જોવું પડશે કે આપણે એમનું રક્ષણ કેવી રીતે કરીએ છીએ.
આપણાં ઘરો, કાર્યાલયો, શહેરો અને ખેતરોની રચના નવી પદ્ધતિએ કરવી જોઈએ કે જે આપણી સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ હોય. જ્યારે આપણે પરાકાષ્ઠાએ પહોંચી જઈએ છીએ ત્યારે આપણી સામે પસંદગીની ક્ષણ આવે છે. તેથી આવી પરિસ્થિતિમાં આપણે પસંદગી કરવી પડશે કે કાં તો આપણે એને ‘અંત' સમજીએ કે એક નવી કહાણીની શરૂઆત.
(સપ્રેસ – 'ડાઉન ટુ અર્થ
અનુ. : કનુભાઈ રાવલ)
૮૯
ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ
પર્યાવરણ ઉપ્પનષદ
ઉપનિષદો આપણા ઋષિમુનિઓનો વારસો છે. સેંકડો વર્ષોનાં તપ અને ડહાપણનો એમાં નિચોડ છે. શું આ ઉપનિષદનો સંબંધ ફક્ત ભૂતકાળ સાથે જ છે ? એના સર્જનમાં રહેલી શોધવૃત્તિ અત્યારે આપણી પાસે છે ખરી ? ઉપનિષદોમાં જીવનનાં શાયત મૂલ્યોની વાત બહુ સુંદર રીતે થઈ છે, પણ એ વાતોનો ત્યાંથી અંત નથી આવી ગયો. એ નવા જ્ઞાનની શોધ અને પ્રક્રિયા હરહંમેશ ચાલુ રહેવાની અને તેમાંથી તે કોઈ નવા ઉપનિષદ તરફ દોરી જશે.
પર્યાવરણ વિશેની સભાનતા-ચિંતા માનવજાતને આજે જે રીતે છે તેવી ભૂતકાળમાં ક્યારેય નહોતી. એ વિશેના વિજ્ઞાનનો આજે જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેવું પહેલાં ક્યારેય બન્યું નહોતું અને તેથી લાગે છે કે ‘પર્યાવરણ ઉપનિષદ’ વિશે વિચાર કરવાનો સમય હવે આવી ગયો લાગે છે.
આપણી પૃથ્વી એવા સૃષ્ટિમંડળ, બ્રહ્માંડનો ભાગ છે કે, જે વધુ વિચાર કરીએ તો એક ખૂબ અદ્યતન રચના (Sophisticated System) લાગે, એમાં શક્તિસંચયની પ્રક્રિયા, પદાર્થોનો પુનઃઉપયોગ, ઉષ્ણતામાન અને ભેજનું નિયમન, પ્રાણવાયુ વગેરે બહુ હેતુપૂર્વક, ચોકસાઈથી અને તાલબદ્ધ થઈ રહ્યું છે. આવા બાયોસ્ફીયરના એક ભાગરૂપે માનવજાત રહેલી છે.
સૃષ્ટિએ હરહંમેશ એક સજાગ અને પર્યાવરણને અનુરૂપ મૉડલ હોવાનો પરિચય આપણને આપેલ છે. પૃથ્વી જેને આપણે માતા કહીએ છીએ (માતા ભૂમિ: પુત્રો અહમ્ વૃથિવ્યા:), તે સજાગપણે બદલાતી રહી છે, સંશોધન કરતી રહી છે ! રોબર્ટ ઓલ્સન (Futurist) અને લવલોક (The Ages of Gaia-a Biograph of our Living earth)માં જીવંત પૃથ્વીનાં આ સંશોધનોની ક્રમબદ્ધ નોંધ લેવાયેલી છે. સૌથી પહેલાં પૃથ્વીએ પ્રકાશસંશ્લેષણની ‘શોધ' કરી. સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરી ફેટો બેક્ટેરિયા બન્યા, જેમાંથી ગ્લુકોઝ અને કાર્બનડાયોક્સાઈડ બન્યાં. આ ‘શોધ’ની આડઅસરથી પહેલી પર્યાવરણ સમસ્યા
Go