________________
88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી પણ સામેલ કરવામાં આવ્યા છે.
ભારતે આ દિશામાં ચીન પાસેથી શીખવું પડશે. ચીનમાં રાષ્ટ્રીય આવકના ઉત્પાદનની પ્રક્રિયામાં પર્યાવરણીય ક્ષતિ આંતરરાષ્ટ્રીય અંદાજ મુજબ રાષ્ટ્રીય આવકના ૮.૧૨ ટકાની બરાબર હતી, પરંતુ ચીને પોતાની આર્થિક પ્રગતિના ઊંચા દરના દાવા પર આ અંદાજની પ્રતિકૂળ અસરને જોતાં, આ ક્ષતિના અંદાજને ઓછો કરીને અર્થાત્ ૩,૦૫ ટકાના બરાબર બતાવ્યો. આપણે વ્યાપક દીર્ધકાલીન હિતોને નજર સામે રાખીને પર્યાવરણીય ક્ષતિના જે પણ આંકડા સામે આવ્યા છે તેને સ્વીકારીને પર્યાવરણીય ક્ષતિને ઓછી કરીને તથા ન્યૂનતમ બનાવવાની દિશામાં પગલાં ઉઠાવવાં જોઈએ. ચીને તે ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ભૂ-જળ ભંડારોની ક્ષતિ તથા માટીના પ્રદૂષણના નુકસાનને સામેલ કર્યા જ નથી. આ રીતે આમતેમ કરીને જો પર્યાવરણીય ક્ષતિ વિશે ભ્રમ રાખવો હોય તો ‘હરિત રાષ્ટ્રીય આવક'ની ગણતરીનો કોઈ અર્થ જ નહીં રહે.(સપ્રેસ) -અનુ: દીપિકા રાવલ
BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ અથfew આવકની ગણતરીની આ ઊણપો જાણતા હતા. સર્વપ્રથમ ૧૯૩૦ની મંદી પછી અમેરિકન રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસરોને સામેલ કરવામાં આવી હતી. હાલમાં જ આર્થિક ઉત્પાદન અને સામાજિક પ્રગતિ રિપોર્ટ, જેને મુખ્ય અર્થશાસ્ત્રીઓ જોસેફ સ્ટિગ્લિટ, અમર્યસેન, જ્યોર્યા ફિટોસીના નામે ‘સ્ટિગ્લિર્જ-સેન-ફ્લિોસી રિપોર્ટ' કહેવામાં આવે છે, એમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની હાલની વિધિની ઊણપોની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય આવકના આંકડાનો ઉપયોગ કરતા આપણા નીતિનિર્ધારકો, વેપારીઓ વગેરે આ ઊણપો જાણતા નથી. આ કારણે ‘હરિત રાષ્ટ્રીય આવક' ની ગણતરી આવશ્યક બની ગઈ છે જેથી એ આંકડાકીય વાસ્તવિકતાને સારી રીતે પ્રદર્શિત કરી શકે.
હાલમાં જ ભારતના વન અને પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે કહ્યું કે, સરકારની સન ૨૦૧૫ સુધી ભારતની ‘હરિત રાષ્ટ્રીય આવક'નું એકસમાન ચિન પ્રકાશિત કરવાની યોજના છે. મળેલી સૂચના પ્રમાણે ભારતની ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરી સંયુક્ત રાષ્ટ્રના આંકડાકીય વિભાગ દ્વારા વિકસિત પદ્ધતિ પર આધારિત હશે. આ પદ્ધતિનો વિશ્વનાં બધાં રાષ્ટ્રો ઉપયોગ કરે છે. 'હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ચાર પ્રકારની પર્યાવરણીય અસરોને સામેલ કરવામાં આવશે. પર્યાવરણીય અને આર્થિક ગણતરીમાં એ બધા ઘટકોને સામેલ કરવામાં આવશે જેની હજુ સુધી ઉપેક્ષા કરવામાં આવે છે, પરંતુ હજી સુધી સમાન ચિહ્નોના સ્રોત અને અધ્યયનની પદ્ધતિનું વિસ્તૃત વિવરણ જાણી શકાયું નથી. | ‘હરિત રાષ્ટ્રીય આવક'ના સમાનચિહ્ન કે આંકડાને રાષ્ટ્રીય આવકના પૂરક તરીકે ગણવામાં આવશે. રાષ્ટ્રીય આવકના ઉત્પાદનની પ્રક્રિયામાં પર્યાવરણને થતા નુકસાનનું વિવરણ રાજ્યો પાસેથી મળેલી સૂચનાઓ પર આધારિત હશે. રાજ્યો પાસેથી મગાવવામાં આવેલા વિવરણમાં પર્યાવરણની કઈકઈ ક્ષતિઓ સામેલ હશે એ હજી સુધી સ્પષ્ટ નથી. કેન્દ્રીય આંકડાકીય સંગઠને ભારતમાં થનારી પર્યાવરણીય ક્ષતિનું અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક રાજ્યો જેવાં કે ગોવા, કર્ણાટક, તામિલનાડુ અને મેઘાલયે કેટલુંક માર્ગદર્શન અધ્યયન શરૂ કરી દીધું છે. આ અધ્યયનમાં લોકસેવકો, સામાજિક કાર્યકર્તાઓ તથા મીડિયા સાથે સંબંધિત લોકોને
૮૫ -
૮૬