________________
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
*
*
હરિત રાષ્ટ્રીય આવક: પ્રકૃતિ પણ અર્થવ્યવસ્થાનું એક અંગ છે
વિકાસના નામે પ્રકૃતિ અને પર્યાવરણના વિનાશને અર્થવ્યવસ્થાની અનિવાર્યતા માની લેવામાં આવી છે. આ વિભીષિકાના મૂલ્યાંકનની આવશ્યકતા છે. વિશ્વના અનેક દેશો પોતાના સફળ ઘરેલુ ઉત્પાદનમાં એની ગણના કરે છે. ભારત આ રીતની ગણના ન કરીને પોતાની અર્થવ્યવસ્થાને અત્યંત મજબૂત દેખાડીને સફળ ઘરેલુ વૃદ્ધિદરમાં વધારો થયાની વાત કરી રહ્યું છે. અર્થવ્યવસ્થામાં પ્રાકૃતિક સંસાધનોના યોગદાનને રેખાંકિત કરતો ડૉ. રામપ્રતાપ ગુપ્તાનો આ લેખ વાંચીને વિચારવા જેવો છે.
રાષ્ટ્રીય આવકની ગણતરીની વર્તમાન પદ્ધતિમાં આખા વર્ષમાં થયેલા વસ્તુઓ અને સેવાઓના શુદ્ધ ઉત્પાદનને સામેલ કરવામાં આવે છે, પરંતુ એનો કોઈ હિસાબ કરવામાં આવતો નથી કે એના ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલી પર્યાવરણીય ક્ષતિ થઈ છે. હાલમાં આપણી રાષ્ટ્રીય આવકની ગણતરીની પ્રણાલી એવી છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં કદાચ આખું વન કાપી નાખવામાં આવે, ઉપજાઉ માટીનો નાશ કરીને ભૂમિને ઉજ્જડ કરવામાં આવે, નદીઓ, સરોવરોનાં પાણીને પ્રદૂષિત કરવામાં આવે, તે પીવાલાયક પણ ન રહે, તટીય સમુદ્રની બધી માછલીઓ નષ્ટ કરવામાં આવે, વાયુમંડળને પ્રદૂષિત કરીને એમાં શ્વાસ લેવાનું પણ કઠિન બની જાય તોપણ આપણી રાષ્ટ્રીય આવકના અંદાજમાં આ બધાની કોઈ વિપરીત અસર નહીં થાય તથા એમાં કોઈ પણ ઉણપ નહીં આવે.
આ બધી ઊણપોના પરિણામે આપણી રાષ્ટ્રીય આવક અને એનો વૃદ્ધિદર રાષ્ટ્રીય કલ્યાણને સારી રીતે પ્રદર્શિત કરતો નથી. રાષ્ટ્રીય આવકની અવધારણામાં એ ઊણપને જોતાં હવે ‘હરિત રાષ્ટ્રીય આવકની અવધારણા વિકસિત કરવામાં આવી છે. ‘હરિત રાષ્ટ્રીય આવકની ગણતરીના વર્ષમાં વસ્તુઓ અને સેવાઓના શુદ્ધ ઉત્પાદનથી ઉત્પાદનની પ્રક્રિયામાં દેશના પર્યાવરણ અને પરિસ્થિતિને ક્ષતિ
૮૩ -
th-hishપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ £3.%
B8%થક પહોંચે છે, એના નાણાકીય મૂલ્યને ઓછું આંકવામાં આવે છે.
ઉર્જા અને સંસાધન સંસ્થાએ કરેલી મર્યાદિત ગણતરીના આધારે તૈયાર કરાયેલો એક રિપોર્ટ “હરિત રાષ્ટ્રીય આવક સન ૨૦૪૭' પ્રકાશિત થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં અશુદ્ધ પેયજળ અને પ્રદૂષિત વાયુને કારણે દર વર્ષે છ લાખ લોકો મૃત્યુ પામે છે કે રોગના શિકાર બને છે, જેનો ફુલ પડતર ખર્ચ રાષ્ટ્રીય આવકના ૩.૬ ટકાની બરાબર છે. આ સંસ્થા દ્વારા સન ૧૯૯૭ માટે અનુમાન કરવામાં આવ્યું હતું કે વનવિસ્તાર અને વનોની ગીચતા ઓછી થવાને કારણે ઈમારતી લાકડું અને અન્ય ઉત્પાદનોમાં ઘટ, જળસ્રોતો ઓછા થવા, કૃષિઉત્પાદન ઓછું થવું, વાયુમંડળના પ્રદૂષણમાં વૃદ્ધિ વગેરે જેવી ક્ષતિઓ રાષ્ટ્રીય આવકના ૧૦ ટકા જેટલી હતી.
સંસ્થાએ અનુમાન કર્યું હતું કે જળવાયુ પરિવર્તનને કારણે સન ૨૧૦૦ સુધી ભારતને થનારી ક્ષતિ એની રાષ્ટ્રીય આવકના નવથી ૧૩ ટકા જેટલી હશે. આ બધી ક્ષતિઓને સામેલ કરવા માટે રાષ્ટ્રીય આવકની હાલની ગણનાપદ્ધતિમાં કોઈ વ્યવસ્થા નથી. બલકે, કેટલીક વાર તો આ ક્ષતિના કેટલાક અંશોને રાષ્ટ્રીય આવકમાં ઘટનાત્મક યોગદાનના રૂપમાં સામેલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વનોને નષ્ટ કરવાની પ્રક્રિયામાં જે ઈમારતી લાકડું કે અન્ય પ્રકારનાં લાકડાં પ્રાપ્ત થાય છે એના મૂલ્ય બરાબરની રાશિ એ વર્ષની રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણને પહોંચનારી ક્ષતિનો કોઈ હિસાબ રાખવામાં આવતો નથી માટે આ બધું થાય છે. બલકે, એ ક્ષતિની પ્રતિકૂળ અસરનો સામનો કરવા માટે જે પગલાં લેવામાં આવે છે એને હકારાત્મક યોગદાન તરીકે રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવામાં આવે છે. એને ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે કોઈ સિમેન્ટ કારખાનામાંથી નીકળતા ધૂળના કણોને કારણે આસપાસનાં ગામોમાં લોકો શ્વાસ સંબંધી રોગોના શિકાર બને છે તો એમની સારવાર માટે ઉત્પાદિત દવાઓનું મૂલ્ય, ડૉક્ટરની ફી વગેરેને રાષ્ટ્રીય આવકમાં સામેલ કરવાથી એમાં વૃદ્ધિ થશે. સ્પષ્ટ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પર્યાવરણને પહોંચતી ક્ષતિને સામેલ નહીં કરવાથી ખોટા નિષ્કર્ષો નીકળે છે. આપણા અર્થશાસ્ત્રીઓ અને આંકડાશાસ્ત્રીઓ લાંબા સમયથી રાષ્ટ્રીય
૮૪