________________
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 9292થક
વાત ફક્ત જમીનની નથી, દરિયો અંદર તરફ આવવાથી ભૂગર્ભજળ ખારાં થઈ રહ્યાં છે. ડાયમંડ હાર્બર જે ૧૫ કિ.મી. ઉપરની તરફ આવેલું છે ત્યાં સુધીમાં પાણી ખારાં થઈ ચૂક્યાં છે. પરિણામે આ વિસ્તારમાં પીવાના પાણીની તેમ જ સિંચાઈની ગંભીર સમસ્યા ઊભી થઈ છે.
તુના ફેરફાર પણ બહુ જ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે જ આવા ફેરફારો થઈ રહ્યા છે. અહીંના લોકો આ વાતને સમર્થન આપતાં કહે છે કે દરિયો પહેલાં કરતાં વધુ ગરમ થઈ ગયો છે. છેલ્લાં દસ વર્ષથી વરસાદ અનિયમિત અને ખૂબ જ વધારે પ્રમાણમાં
પડે છે.
જે જમીનો હજુ બચેલી છે તેમાં પણ અગાઉ જેવું ઉત્પાદન હવે થતું નથી. અહીં ડાંગરની ૨૮ જેટલી દેશી જાત હતી, જેમાંથી ૧૧ તો ખારા પાણીમાં પણ જીવવાની શક્તિ ધરાવતી હતી, પરંતુ આજે આ બધી જ સ્થાનિક ડાંગરની જાતોનો નાશ થઈ ગયો છે, સાથેસાથે જમીનમાં કોઈ ફળદ્રુપતા પણ બચી નથી.
પરિણામે, સ્વાભાવિક રીતે જ ખેડૂતો એકદમ દરિદ્રીમાં જીવી રહ્યા છે. બધું જ અનિશ્ચિત છે. કોઈ વાર હું માછલી પકડવા જાણું , કોઈ વાર મજૂરીએ, તો કોઈ વાર ભીખ માગવા બેસવાનો પણ વારો આવી જાય છે !” “સાગર” નામના ટાપુ પરના એક ભૂતપૂર્વ ખેડૂત બીજુ'ના આ શબ્દો છે, પરંતુ માછલીઓ પણ ઓછી થઈ છે અને બીજું કશું ન મળતાં લોકો મરણિયા થઈને જે મળે તે પકડી લે છે. નાનાં બચ્ચાંને પણ. આમ, આને લીધે માછલીઓની સંખ્યા દિવસેદિવસે ઘટતી જાય છે. આ એવું વિષચક્ર છે, જેમાં માણસ વધુ ને વધુ ભૂલો કરતો જાય છે.
આ મુખત્રિકોણ ફક્ત ભારત નહીં, બાંગ્લાદેશ સુધી વિસ્તરેલો છે અને એ કિનારા પર વસતા બાંગ્લાદેશી ખેડૂતોની કહાણી તો વળી ભારતના ખેડૂતો કરતાંય વધુ કપરી છે.
તોપોન મંડેલ મોટી કાર નથી રાખતો, એના ઘરનું તાપમાન ૩૮° સે. કે તેથી વધુ થાય તો પણ તે કદી ઍરકંડિશનર નથી ચલાવતો. એ તો એની નાની ઝૂંપડીમાં રહે છે ને પોતાના હાથથી જમીન પર મજૂરી કરીને જીવે છે. આવો
- ૭૯ -
BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 20 fewથક આ બાંગ્લાદેશી ખેડૂત ગ્લોબલ વૉર્મિંગની ઘટનામાં ખાસ કંઈ ફાળો નથી આપતો અને છતાં, ‘ક્લાઇમેટ ચેંજ' (ઋતુગત ફેરફારો)એ એની જિંદગી જ બદલી નાખી છે ! બંગાળના અખાતથી પ૫ કિ.મી. પર આવેલા મુન્શીગંજ ગામે તોપોન અને તેનું કુટુંબ પેઢીઓથી ડાંગર અને શાકભાજીની ખેતી કરતા હતા, પરંતુ કેટલાક સમયથી દરિયાના પાણીની સપાટી વધવા માંડી અને દરિયાનું ખારું પાણી તોપોન મંડેલની જમીનમાં, મુન્શીગંજનાં બીજાં બધાં જ ખેતરોમાં ઘૂસી ગયું. પ્રતિવર્ષ બનતી આ ઘટનાને કારણે આ જમીનોમાં ખારાશ વધવા માંડી. પરિણામે તોપોન મંડેલ જેવાં કેટલાંય ઝુંબો અને મુન્શીગંજ જેવાં અનેક ગામોના લોકોને પોતાનું ભરણપોષણ કરવાનું મુશ્કેલ બન્યું. જમીનની ફળદ્રુપતા ઓછી થઈ, શાકભાજી અને ડાંગર ઊગાડવાં શક્ય ન રહ્યાં, એટલું જ નહીં, ધીમેધીમે આ જમીનો દરિયાની અંદર જવા માંડી - ડૂબવા માંડી. આખરે તોપોન જેવા ઘણા ખેડૂતોએ ખેતી છોડીને Áગાઉછેરનું કામ શરૂ કર્યું. ઝિંગાની વિપુલ પ્રમાણમાં નિકાસ થાય છે. પોતાના ખોરાક માટે હવે બજાર પર આધાર રાખવો પડે છે.
બાંગ્લાદેશના ખેડૂતો પર ક્લાયમેટ ચેંજની આ એકમાત્ર અસર છે એમ રખે માનતા. સન ૨૦૦૪માં બાંગ્લાદેશમાં ખૂબ મોટું પૂર આવ્યું જેને કારણે લાખો લોકો બેઘર બન્યા અને સેંકડો મૃત્યુ પામ્યા. બાંગ્લાદેશના આજ સુધીના ઇતિહાસમાં આ સૌથી ખરાબ રેલ હતી, પરંતુ ઋતુવિજ્ઞાનીઓનું કહેવું છે કે હજુ સુધી આનાથી વધુ પૂર બાંગ્લાદેશમાં આવવાની શક્યતા રહેલી છે. બાંગ્લાદેશની મોટા ભાગની જમીનો દરિયાના તળ (લેવલ)થી બહુ જ ઓછી ઊંચાઈ પર આવેલી છે. એટલે દરિયાની સપાટી થોડા ઇંચ પણ વધે તો તેને લીધે એટલું મોટું નુકસાન થઈ શકે કે કેટ્રિના' જેવાં દરિયાઈ તોફોનો તેની સામે વામણાં લાગે. આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ એક ગરીબ દેશ છે, એની પાસે કોઈ દરિયાની વધતી જતી સપાટી સામે પોતાનું રક્ષણ કરવા માટેનાં સંસાધનો નથી. ન તો ગ્લોબલ વૉર્મિંગ ઓછું કરવા માટે બાંગ્લાદેશીઓ પોતે કંઈ કરી શકે તેમ છે! કારણકે એક સરેરાશ અમેરિકન દ્વારા જેટલો અંગારવાયુ (co.) પ્રતિવર્ષ છોડવામાં આવે છે તેનો માત્ર ૧% (co,) એક બાંગ્લાદેશી પોતાની રોજબરોજની પ્રવત્તિ દ્વારા વાતાવરણમાં ઉમેરે છે. આમ, બાંગ્લાદેશીઓ ક્લાયમેટ ચેંજથી બચવા ઊર્જાની બચતના ગમે
co