________________
4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBB%8Akbar ગોળો છે. આ ગોળાની આસપાસ ૨૦૦ કિલોમીટર જેવી પહોળાઈ ધરાવતો વાતાવરણનો જાડો ધાબળો કુદરતે આપણને ઓઢાડી દીધો છે. બાહ્યાવકાશમાંથી પૃથ્વી પર જેની સતત વર્ષા થયા કરે છે તેવા અનેક હાનિકારક વિકિરણોથી આ જુદા જુદા વાયુઓનું બનેલું પર્યાવરણ જ આપણી રક્ષા કરે છે. નાઈટ્રોજન, પ્રાણવાયુ, અંગારવાયુ જેવા વાયુઓ આ પર્યાવરણનો મુખ્ય ભાગ છે.
શિયાળો, ઉનાળો, ચોમાસું. વરસાદ કે બરફનાં તોફાન, વાવાઝોડાં - ટાયકૂન કે હરિકેન, આ બધો આ બસો-અઢીસો કિલોમીટરના પર્યાવરણના કામળામાં જ ખેલાતો ખેલ છે, તેમાં પાછું આપણું આ પૃથ્વીરૂપ વાન સૂર્ય ફરતે સેકંડના આશરે ત્રીસ કિલોમીટરની ઝડપે ઊડી રહ્યું છે અને તેમાં સૂર્યથી દૂર જઈને કે નજીક આવીને તે કારણે પણ ઋતુચક્રો બદલાય છે.
તો પછી બદલાતી ને તોફાની આબોહવા એ વાતાવરણનું વધેલું ઉષ્ણતામાન તથા અંગારવાયુની વધેલી માત્રા આ બંનેને કારણે તો નહીં હોય ? આજે મોટા ભાગના વિજ્ઞાનીઓ તોફાની વાતવરણને અકસ્માત નથી ગણતા, પરંતુ તેને વધારાનો કાર્બનડાયોક્સાઈડ તથા પર્યાવરણના સરેરાશ તાપમાનના વધારા સાથે સાંકળે છે. આની વધારે ને વધારે સાબિતીઓ મળી રહી છે.
૧૮૦૦ની સદીના મધ્ય ભાગની સરખામણીએ ૧૯૯૦નો દાયકો તે ઉષ્ણતામાનની દષ્ટિએ સૌથી વધુ તાપમાન ધરાવતા વર્ષ તરીકે નોંધાયું છે. જો વીસમી સદીની શરૂઆતથી, આશરે ૧૯૧૦ પછી જોઈએ તો કિલિમાંજારો પરના બરફના સ્તરો આશરે ૮૦ ટકા જેટલા ઓગળી ગયા છે. આર્કટિક (Arctic) સમુદ્રનો બરફ ૧૯૭૦ પછીના દરેક દશકામાં આશરે ૧૦ ટકા જેવો ઘટતો ગયો છે અને છેલ્લે એકસો વર્ષમાં બધા સમુદ્રોની સમાટી આશરે ૨૦ સેન્ટિમીટર જેટલી ઊંચી આવી છે. વિશ્વની આબોહવા તથા પર્યાવરણ સમગ્ર રીતે બલાઈ રહ્યાં છે, તેવું દિશાસુચન કરતા પુરાવાઓ અને તેની અસરો આર્કટિક પ્રદેશથી વિષયવૃત્ત સુધી અને ત્યાંથી એન્ટાર્કટિક સુધી મળી રહ્યા છે.
આ બધાં કારણે જ, આબોહવાના ફેરફારો પર આજે વધારે ને વધારે સંશોધન શરૂ થયું છે. દુનિયાના બધા દેશોની સરકારો ભેગી મળીને આ વિશે સંશોધન માટે સહમત થઈ છે અને વિશ્વની સમગ્ર આબોહવાના ફેરફારોને એકસાથે અને
૭૫
88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી વિવિધ પરિપ્રેક્ષ્યોથી સમજવા માટેના અહેવાલો તૈયાર થતા જાય છે.
પરંતુ આ બધામાં મૂળ વાત તો એ જ આવીને ઊભી રહે છે કે વાતાવરણમાં વધેલા કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ કેવી રીતે ઘટાડવું, કારણકે, આ વધેલા અંગારવાયુને કારણે જ પર્યાવરણનું તાપમાન વધ્યું છે અને હજુ વધી રહ્યું છે. ક્યાંથી આવે છે આટલો બધો આ અંગારવાયુ ? છેલ્લાં એકસો વર્ષમાં આખીય પૃથ્વીના દેશોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ ભારે માત્રામાં વધી છે, વાહનોની સંખ્યા અનેકાનેક ગણી વધી છે અને ડીઝલ, પેટ્રોલ, તેલ બાળીને આ વાહનો અંગારવાયુ તથા અન્ય નુકસાનકારક વાયુઓ ઉત્પન્ન ર્યા જ કરે છે. આમ તો કુદરત સુંદર સમતોલન જાળવ્યા કરે છે, જેમાં વૃક્ષો તથા જંગલો અંગારવાયુ ગ્રહણ કરી તેનું પ્રાણવાયુ તથા ખોરાકમાં પરિવર્તન કર્યા કરે છે, પરંતુ આજે તો કહેવાતા વિકાસ અને આર્થિક સમૃદ્ધિની આંધળી દોટ જાગી છે. તેમાં જંગલો, વૃક્ષો કપાતાં જાય છે અને વાહનો તથા પ્રદૂષણકારી ઉદ્યોગો વધતાં જ જાય છે. આના કારણે હવા તથા વાતાવરણમાં પ્રદૂષણ તથા અંગારવાયુનું પ્રમાણ વધ્યે જ જાય છે. કોણ અને કેવી રીતે અટકાવે આ ?
આ માટે ઘણીય આંતરરાષ્ટ્રીય પરિષદો તથા કરારો થયાં ને થતા જાય છે, પરંતુ પરિણામ ખાસ આવતું નથી. તેનું એક કારણ એવું છે કે વિકસિત દેશો કહે છે કે અમે અમારું જીવનધોરણ બદલવા તૈયાર નથી. આ બધી સુખસગવડથી અમારા નાગરિકો ટેવાઈ ગયા છે. એકલું અમેરિકા જ આજે બધા વિકાસશીલ દેશોને ભેગા કરીએ તેનાથી દસ-વીસ ગણું બળતણ અને શક્તિ તથા ઊર્જા વાપરી નાખે છે.
આ સાથે જ દુનિયાના વિકાસશીલ દેશો કહી રહ્યા છે કે અમે અમારો આર્થિક વિકાસ કેમ અટકાવી શકીએ ? અમારે તો ગરીબી, ભૂખમરો બધું નાબૂદ કરી અમારા લોકોના જીવનસ્તર ઊંચે લઈ જવાના છે. આ બધી ચર્ચાઓ અને વિતંડાવાદ ચાલ્યા કરે છે તેમાં વિકસિત દેશોને એવું પણ કહેવાય છે કે તમે ઘણું ભોગવી લીધું છે, હવે મર્યાદા રાખો, પરંતુ આ દોરડા ખેંચ અને સ્પર્ધામાં વાતાવરણને થતું નુકસાન તથા પર્યાવરણનો ખુરદો વાળવાનું તો ચાલુ જ છે. પરંતુ છેવટે તો આ બધામાં એટલી જ વાત આવીને ઊભી રહે છે કે
૭૬