________________
BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક તોફાનથી ઘણો અસરગ્રસ્ત બની ગયો હતો. આ જિલ્લાના રહેવાસી જગન્નાથ શાહુ કહે છે કે, ‘મારા પિતા ૧૯૭૧ના તોફાન પછી કોલકાતા ચાલ્યા ગયા હતા, કારણકે તેઓ અમારું છ જણાનું પૂરું કરી શકે એમ નહોતા. તેઓ પછી કદી ગામડે પાછા ન . મેં ૧૯૯૯ સુધી ખેતીની થોડી જમીનના સહારે સંઘર્ષ કર્યો, પરંતુ એ ભયાનક સમુદ્રના તોફાને મારી બધી જમીન ક્ષારવાળી બનાવી દીધી. હાલ પંદર ગામોમાં સમુદ્ર પ્રવેશી ગયો છે જેથી સ્થળાંતર એકદમ વધી ગયું છે.'
ભારતની ૮૦૦૦ કિ.મી. લાંબી સમુદ્રી સીમામાં નવ રાજ્યો અને દ્વીપોના બે સમૂહો આવેલા છે. વાસ્તવમાં તાપમાનમાં વૃદ્ધિ થવાના કારણે સમુદ્રની સમાટી વધી ગઈ છે. તેથી સમુદ્રતટ પાસે વસેલી ભારતની ૨૫ ટકા વસ્તી માટે માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતનો નહીં બલકે જીવતા રહેવાનો સવાલ છે. એટલે ભારતના બીજા પ્રદેશોમાં પ્રવાસીઓનું પૂર આવશે. ક્યારેક આશાઓના, અરમાનોના દ્વીપ તરીકે ઓળખાતા મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા જેવાં નગરોએ પ્રવાસીઓને પોતાની અંદર સમાવવા પડશે. એનો સીધો અર્થ એવો થાય કે હાલમાં જે બધી સુવિધાઓ મળે છે એના પર વધારાનો માર પડશે. એના કારણે આપસઆપસના સંઘર્ષો વધશે.
ગયા વર્ષે ઑસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે એક રહસ્ય ખુલ્લું કરી દીધું કે સમુદ્રની વધતી જળસપાટી નવી પેઢી જન્મે એ પહેલાં જ એને મારી નાખશે. એને એવા
દેશા છે કે ગામડાંઓમાં સમુદ્રના ઘુસી જવાને કારણે લોકોને પરાણે ખારું પાણી પીવું પડશે. એનાથી તટીય પ્રદેશમાં રહેતી ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાતની સંખ્યા વધી જશે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના એક જૂથે બાંગ્લાદેશના તટીય પ્રદેશોમાં રહેતી ગર્ભવતી મહિલાઓને સમુદ્રની સપાટી વધવાથી શું અસર થાય છે એ વિશે સર્વેક્ષણ કર્યું છે. એમનું કહેવું છે કે ભારતમાં પરિસ્થિતિઓ આનાથી અલગ નહીં હોય.
ગરમ વાતાવરણને કારણે સમુદ્રનું પાણી ગરમ થઈ જવાથી એમાં વૃદ્ધિ થાય છે. ૧૯૬૧ના પ્રયોગો કહે છે કે સમુદ્ર ૩૦૦૦ મીટર સુધી ગરમ થઈ ચૂક્યો છે અને એ વાતાવરણમાં રહેલી ૮૦ ટકા ગરમી શોષી લે છે. પરિણામે પાણી પ્રસરે છે એની સાથે જ ગ્લેશિયરના પીગળવાથી સપાટી વધી જાય છે. સમુદ્રની સપાટી વધવાથી ઘણી અસરો પડે છે. સૌથી પહેલાં તો સમુદ્રની તટવર્તી વસાહતો ડૂબી જાય છે, પૂરની ભયંકરતા વધી જાય છે, સમુદ્રનો કિનારો તૂટવા માંડે છે, પછીની વસાહતો પર વિપરીત અસર પડે છે, મોટા પ્રમાણમાં સ્રોતો ખારા થઈ જાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની પર્યાવરણ પરિવર્તનની અંતર્ગતીય સમિતિનું કહેવું છે,
KANABA%% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક ‘વધતી જતી જળસપાટીને કારણે સમુદ્રના તટ પર વસેલાં એશિયા અને આફ્રિકાનાં સૌથી વધારે ગીચ શહેરો જેવાં કે, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને પણ એની અસર પહોંચશે.' સમિતિના કહેવા મુજબ ભારતમાં દર વર્ષે ૨.૪ મિ.મી.ને હિસાબે સમુદ્રની સપાટી વધશે અને તે ૨૦૫૦માં કુલ ૩૮ સે.મી. સુધી થઈ જશે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક બીજી સમિતિનું અનુમાન છે કે એ ૪૦ સે.મી. થશે, કારણકે હિમાલય અને હિન્દુફશ શૃંખલાનાં ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે જેને પરિણામે ભારતના તટીય પ્રદેશોમાં રહેતા પાંચ લાખ લોકો પર તત્કાળ અસર પડશે અને સુંદરવન અને તટવર્તી પ્રદેશોનાં પાણીમાં ખારાશ વધી જશે. સમિતિએ એ પણ જોયું છે કે ૨૧૦૦ સુધીમાં ભારત અને બાંગ્લાદેશના તટીય પ્રદેશોમાં રહેતા આઠ કરોડ લોકો પણ અસરગ્રસ્ત બનશે. એમાંય ગ્રીન પીસનું તો કહેવું છે કે સદીના અંત સુધી સમુદ્રની સપાટીમાં ત્રણથી પાંચ મીટર અને વૈશ્વિક તાપમાનમાં સરેરાશ ચારથી છ ડિગ્રી સેલ્સિયસ વૃદ્ધિ થાય એવી શક્યતા છે.
ભારતમાં લાખો લોકો સમુદ્રકિનારાથી ૫૦ કિ.મી. પરિધિમાં રહે છે. સમુદ્રતટથી ૧૦ મીટર સુધીની ઊંચાઈવાળો પ્રદેશ ‘ઓછા ઉચાણવાળો સમુદ્રી વિસ્તાર' કહેવાય છે. આ વિસ્તાર સૌથી પહેલા ડૂબમાં આવી જશે. અનેક અધ્યયનો કહે છે કે સમુદ્રની સપાટી વધવાથી ભારત અને બાંગ્લાદેશમાં ૨૧૦૦ સુધીમાં લગભગ ૧૨ કરોડ લોકો ઘર વગરના બની જશે. યુ.એસ. યુનિવર્સિટીના કોકો વાર્નર કહે છે, પર્યાવરણ પરિવર્તનને કારણે એવું વિશાળ માનવસ્થળાંતર થશે જેને દુનિયાએ પહેલાં જોયું નહીં હોય.
સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંકડા કહે છે કે હાલમાં ૨.૪ કરોડ લોકો પર્યાવરણ શરણાર્થી’ બની ચૂક્યા છે. વાર્નર કહે છે કે ભારતને એની સૌથી વધારે અસર થઈ શકે. માનવઅસર અહેવાલ પ્રમાણે પર્યાવરણ પરિવર્તનની આવતાં ૨૦ વર્ષમાં ઘણી અસર પડશે. આ અહેવાલ પ્રમાણે વધતી સમુદ્રની સપાટી હજી તો ઓછા લોકોને અસર પહોંચાડે છે, પણ ભવિષ્યમાં વધારે વસતિ પર એની અસર પડી શકે. જોકે, પાણીને ગરમ થતાં સમય લાગે છે, છતાંય હવે પછીનાં વરસોમાં સમુદ્રનું તાપમાન વધશે અને સમુદ્રની સપાટીમાં વૃદ્ધિ થશે અને પરિણામે વધારે વિધ્વંસ થશે. (સપ્રેસ - અનુવાદક: કનુભાઈ રાવલ)
(
૭૧
૭૨ -