________________
ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
3g દક્ષિણ એશિયામાં ૨૦૫૦ સુધીમાં ખેતઉત્પાદનમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. જોકે, એનાં ચિહ્નો અત્યારથી દેખાવા માંડ્યાં છે.
બાંગ્લાદેશના દક્ષિણી જિલ્લાઓ સમુદ્રના પાણીથી થોડા જ સેન્ટિમીટર ઊંચા છે, જેના પરિણામે મોટા પ્રમાણમાં જમીન ખારી બનીને બરબાદ થઈ રહી છે. આ જ સ્થિતિ બંગાળની ખાડીની પણ થઈ રહી છે. હિમાલયના ઓગળતા ગ્લેશિયરોને લીધે દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, કારણકે આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર પાકચક્ર જ ખોરવાઈ ગયું છે.
આબોહવા પરિવર્તન માણસના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડશે. પરિણામે લાખો લોકોનાં જીવન જોખમમાં આવી પડે એમ છે. એશિયા અને પ્રશાંત વિસ્તારોમાં પૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપત્તિઓમાં વધારો થવાથી વાયુજનિત અને ગરમીસંબંધિત બીમારીઓમાં પણ વધારો થશે. આબોહવા પરિવર્તનના પરિણામે પાણી અને ખાદ્યપદાર્થોની અછત પણ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પાડશે.
વાસ્તવિકતા એ છે કે ૨૦૦૪થી ૨૦૦૬ના મધ્ય સુધીમાં આવેલી પ્રાકૃતિક આપત્તિઓમાંથી ૭૦ ટકા એશિયા, પ્રશાંત, આફ્રિકા અને મધ્યપૂર્વમાં આપત્તિઓ આવી હતી. એનાથી આ પ્રદેશની સંવેદનશીલતાની ખબર પડે છે. આબોહવા પરિવર્તનનો સૌથી ઊંડો પ્રભાવ મહિલાઓ પર પડે છે, પરંતુ પરિસ્થિતિને અનુકૂળ થવાની એમનામાં દક્ષતા છે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતની એક સંસ્થા ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી દલિત મહિલાઓ વચ્ચે કામ કરીને એમને આબોહવા પરિવર્તનને પરિણામે પાક પર પડનારી અસરોમાંથી બચવાની ટેક્નિકો શીખવી રહી છે. એને અનુરૂપ એમણે એવો પાક ઉગાડવો છે કે જેમાં વધારે પાણી, રાસાયણિક ખાતર કે જંતુનાશકોની જરૂર નથી પડતી. આ પદ્ધતિએ આ
મહિલાઓએ ૧૯ જાતના દેશી બિયારણ પર આધારિત પાક ખરાબ અને ખારી
જમીન પર મેળવી લીધો છે, પરંતુ આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે
વિકાસશીલ દેશોને અમીર દેશો પાસેથી અત્યાધિક નાણાકીય સહાયની આવશ્યકતા
છે કે જેથી આ વિકાસશીલ દેશો નવી ટેકનિકો અપનાવી શકે અને પોતાનો પારંપરિક વિકાસ જાળવી શકે. આબોહવા પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રસંઘે આ સમસ્યાની
Ge
!
300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે ગંભીરતાને સમજીને વૈશ્વિક સહયોગથી આ સમસ્યાનું નિરાકરણ શોધવાનો પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
વિશ્વના તાપમાનમાં થતી વૃદ્ધિને કારણે સમુદ્રનો સ્તર વધતો જાય છે. આ વૃદ્ધિની ભારત પર સૌથી વધારે અસર થશે એવી શંકા કરવામાં આવે છે. સમસ્યા સામે આંખો બંધ કરી લેવાથી સમસ્યા દૂર નથી થતી. વિશ્વના બધા દેશોએ પરસ્પરના મતભેદો ભૂલીને આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળવું એનો પ્રયત્ન કરવો જોઈએ. વૉટર એડ નામની સંસ્થા છે જેની સાથે જોડાયેલા પર્યાવરણપ્રેમી રિચર્ડ મહાપાત્ર કહે છે કે પશ્ચિમ બંગાળના સુંદરવનમાં આવેલા સાગરદ્વીપમાં રહેતા વિપ્લવ મંડલ છેલ્લાં ૨૫ વર્ષથી એક શરણાર્થીની જેમ દિલ્હીની ગોવિંદપુરી નામની ગંદી વસ્તીમાં રહે છે. ભૂતકાળના દિવસોને યાદ કરીને કહે છે કે, “હું જ્યારે પણ સમુદ્રને જોતો હતો ત્યારે મને લાગતું હતું કે જાણે તે મારા ગામમાં ઘૂસી જશે.’” તે ૧૯૯૨માં દિલ્હીમાં આવીને વસ્યો અને રોજ પર કામ કરવા લાગ્યો. સાથેસાથે એણે દિલ્હીમાં સ્થાયી થવા માટે મકાન લેવાના ઇરાદે બચત પણ કરવા માંડી. ૧૭ વર્ષ પછી વિપ્લવની શંકા સાચી પડી. એના સગાએ એને જણાવ્યું કે સમુદ્ર ધીમેધીમે એના ઘરને ડુબાડતો ગયો છે અને હવે ત્યાં ઘર જેવું કંઈ બચ્યું નથી.
૨૦૦૯માં એણે ગોવિંદપુરમાં ૭૦ હજારમાં એક ગેરકાયદે ઝૂંપડી ખરીદી લીધી. એ કહે છે કે, ‘“મારી ઝૂંપડી કાયદેસર નથી, પણ તે ડૂબશે નહીં'. છેલ્લાં ૩૦ વર્ષમાં સુંદરવનના અનેક દ્વીપ ડૂબી ગયા છે અને અનેક લોકો દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં જઇને વસી ગયા છે. વિપ્લવ અને એના જેવા અનેક હવે ‘‘પર્યાવરણ શરણાર્થી' છે. ભારતમાં અત્યાર સુધી ઓરિસા, સુંદરવન જેવા પ્રદેશોના અજાણ્યાં ગામડાંમાં રહેનારા ‘પર્યાવરણ શરણાર્થી' બની રહ્યા હતા. આગામી વર્ષોમાં મુંબઈ, ચેન્નઈ અને બીજા સમુદ્રને કાંઠે આવેલાં મોટાં શહેરોના નિવાસીઓ પણ સમુદ્રના મારથી પર્યાવરણ શરણાર્થી બનવા માંડશે.
દિલ્હીના રોજ પર કામ કરતા મજૂરોના બજારમાં દેશના તટીય વિસ્તારના નિવાસીઓ મોટી સંખ્યામાં દેખાય છે. બધે જ પલાયનની પરિસ્થિતિઓ એકસરખી છે. જેવી કે તોફાન, દુકાળ, સમુદ્રનું રહેણાક વિસ્તારોમાં ઘૂસવું અને ખેતી માટે શુદ્ધ પાણીનો અભાવ. ઓરિસાનો કેંદ્રપાડા જિલ્લો ૧૯૯૯માં આવેલા ભયાનક
૭૦