________________
ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
3g
લાખ, પેરુમાં ૯૧ હજાર તથા ભારતમાં ૬૦ હજાર લોકોના જીવ કુદરતી આફતોમાં જતા રહ્યા. ભારતમાં દરિયાઈ તોફાનથી ૨૪,૯૩૦ તથા પૂરથી ૧૪,૭૦૦ વ્યક્તિઓના જીવ ગયા. પૂરથી પાકિસ્તાનમાં ૨,૧૦૦ તથા નેપાળમાં ૧,પ૦૦ લોકો ઉપર જણાવેલા સમયગાળામાં મરી ગયા. (૨૦૧૪ ઉત્તરાખંડ - ભારત અને ૨૦૧૫, એપ્રિલમાં નેપાળમાં જાનમાલની ખુવારી થઈ.
ઉલ્લેખનીય તથ્ય એ રહ્યું છે કે, કુદરતી આફ્તોમાં મરનારા લોકોમાં મોટી સંખ્યા એ નિર્બળ-નિર્ધન લોકોની હતી જે એમને માટે સુરક્ષિત આવાસ બનાવી શકતા ન હતા અથવા જે પોતાના માટે સુરિક્ષત સ્થાન ઉપલબ્ધ કરાવી શકતા ન હતા. પછી ભલે ને એ સમુદ્રકિનારાના માછીમાર હોય કે વનો-પહાડોમાં રહેનારા ગરીબ લોકો.
વીસમી સદીનો અંતિમ દાયકો ભૂકંપનો દાયકો પણ છે. દુનિયાના અનેક ભાગોમાં ભૂકંપના ઝટકાએ જનજીવનની ભારે બરબાદી કરી છે. ભારતમાં પણ ૧૯૯૧ના ઉત્તરકાશીના ભૂકંપ પછી ૧૯૯૩માં લાતૂર-ઉસ્માનાબાદ અને ૧૯૯૯માં ગઢવાલમાં ભૂકંપના ઝટકાઓએ વ્યાપક વિનાશ કર્યો. ૧૯૯૮માં ભૂસ્ખલનોની પણ વ્યાપક વિનાશલીલા થઈ.
એ તથ્ય પણ પ્રકાશમાં આવ્યું છે કે કુદરતી આફતો અને એનાથી અસર પામનારાઓની સંખ્યા આ વર્ષોમાં ઝડપથી વધી છે. ભારતમાં હિમાલયથી સહ્યાદ્રિ અને દંડકારણ્ય તથા પૂર્વીય અને પશ્ચિમી ઘાટો સુધી માટીનો ઘસારો અને ધોવાણ ઝડપી હોવાથી અને એનાથી ઉદ્ભવનારું નદીઓનું ગાંડપણ ઘણું ઝડપથી વધી કહ્યું છે.
આપણે જોઈ રહ્યા છીએ કે હિમાલય ક્ષેત્રમાં એને માટે આપણા વિકાસની વિચારસરણી અને એ અંગેનાં કાર્યો પણ જવાબદાર છે. વિકાસના નામે નાજુક ક્ષેત્રોમાં પણ મોટરમાર્ગ તથા નિર્માણકાર્યો કરવામાં આવ્યાં, જેમાં ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો. જમીન આડેધડ ફાટી ગઈ અને જંગલો બેફામ કાપી નાખવામાં આવ્યાં. એને લીધે ભારે સંખ્યામાં નવાં નવાં ભૂસ્ખલનો થયાં અને ભારે સંખ્યામાં નદીઓનું ગાંડપણ વધ્યું. આમાં લાખો ટન માટી ઘસડાઈ રહી છે, જેની ખરાબ અસર માત્ર હિમાલયવાસીઓ પર જ નથી પડી રહી, પણ મેદાની પ્રદેશ
૬૫
38 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે !* પણ પૂરના ભયથી ખરાબ રીતે ભયભીત છે.
એ ખરું છે કે કુદરતી આફતોને આપણે પૂરી રીતે રોકવા સમર્થ નથી, પરંતુ એને છંછેડવામાં અને એને માટે આપણે તાત્કાલિક લાભ આપનારા કાર્યક્રમોનો મોહ છોડવો પડશે. પ્રદેશોમાં કાયમી વિકાસની યોજનાઓને પ્રાથમિકતા આપવી જોઈએ પર્યાવરણના વિચારના કેન્દ્રમાં એ માણસને પ્રતિસ્થાપિત કરવો જોઈએ જેની
ચારેબાજુ આ બની રહ્યું છે અને જે મોટે ભાગે એનું કારણ તેમ જ પરિણામભોક્તા બને છે. એ પ્રદેશની ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જળ, જનાવરો સાથેના પરસ્પર સંબંધોનું વિશ્લેષણ કરીને જ કાર્યક્રમ બનાવવો જોઈએ. એને એની સાથે મુખ્યત્વે જોડવો જોઈએ.
એ પણ જરૂરી છે કે આવા નાજુક વિસ્તારોમાં આતો વિશેની માહિતી મેળવીને ઉપગ્રહના આંકડાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક “આતોની સૂચના” (ડિઝાસ્ટર ફોરકાસ્ટ) માટે તૈયાર કરવામાં આવે. આ સૂચનાઓની વિના રોક-ટોક આપ-લે થવી જોઈએ. કુદરતી આફતોથી સંબંધિત સંવેદનશીલ વિસ્તારોને અંકિત કરવા જોઈએ. આવા વિસ્તારોનું મોનિટરિંગ તેમ જ ધ્યાન રાખવા માટે કાયમી વ્યવસ્થા હોય. સાથેસાથે પૂર અને ભૂકંપની અસરવાળા વિસ્તારોનાં વિકાસકાર્યો શરૂ કરતાં પહેલાં વિસ્તૃત અધ્યયન કરવામાં આવવું જોઈએ. (સપ્રેસ)
૬૬