________________
ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ
પર આપણી નિર્ભરતા ઝડપથી વધી છે. આપણે ડેન્માર્કના ઉદાહરણમાંથી જો કંઈક શીખીએ તો આપણા વડા પ્રધાનને દુનિયાના મંચ પર એવું કહેવું ન પડે કે ઊર્જાના ઉપયોગમાં ઘટાડો અને એનો નીચેનો સ્તર જાળવી રાખવાના પ્રયાસથી એના વિકાસ પર અવળી અસર પડશે. એને બદલે ભારત ગ્રીન હાઉસ ગૅસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના વિશ્વના પ્રયાસમાં પોતે પણ સહભાગી થાય અને તે પોતાની રાષ્ટ્રીય પરિસ્થિતિઓ અને આબોહવા પરિવર્તનના જોખમ સામે ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોને પણ ઊર્જાની આટલી બધી બરબાદી કરતી અને એના ઉપયોગ પર આધારિત જીવનશૈલી અપનાવવાની અનુમતિ ન આપત. ભારત પાસે યોગ્ય અને કુશળ એન્જિનિયરો, વૈજ્ઞાનિકોની મોટી ફોજ છે. એણે ક્ષમતાપૂર્વક ઊર્જાના વૈકલ્પિક સ્રોતોના વિકાસની દિશામાં પ્રયત્નો કરવા જોઈએ. ભારતની પાસે સૌર ઊર્જાનો અસીમ ભંડાર છે. એનો ઉપયોગ કરીને પોતાની વધતી જતી જરૂરિયાતોને પૂરી કરી શકે તેની સાથે તાપક્રમમાં વધારો અને મોસમ પરિવર્તનની સમસ્યાના ઉકેલમાં પણ યોગદાન આપી શકે. (સપ્રેસ)
કુદરતી આફતોને નિમંત્રણ આપતો સમાજ
દુનિયામાં પર્યાવરણની બાબતે જાગૃતિ આવી રહી છે, પરંતુ વાસ્તવિક ભૂમિ પર એનું પરિણામ દેખાતું નથી. ચારેબાજુ પર્યાવરણીય સુરક્ષાને નામે ઢાંકપિછોડો થઈ રહ્યો છે. ઑગસ્ટ-૨૦૧૦માં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનની નિષ્ફળતાએ માનવીને વધારે મુશ્કેલીમાં મૂકી દીધો છે.
પર્યાવરણ આજે એક ચર્ચિત અને મહત્ત્વપૂર્ણ વિષય છે જેના પર છેલ્લા બે-ત્રણ દાયકાથી ઘણી વાતો થઈ રહી છે. આપણા દેશ અને આખી દુનિયામાં પર્યાવરણના અસંતુલન અને એની વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના જીવન પર પડનારી અસરની ચર્ચા વ્યક્ત કરવામાં આવે છે અને એને માટે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે, પણ પર્યાવરણીય અસંતુલન અથવા બગાડને ઓછો કરવાના પ્રયત્નો એટલા અસરકારક નથી જેટલા અપેક્ષિત અને આવશ્યક છે.
શ્રી ચંડીપ્રસાદ ભટ્ટ કહે છે કે, પર્યાવરણની તરફેણમાં ઘણી વાતો કહેવાઈ ગઈ છે. હું એના બગાડથી વધી રહેલી કુદરતી આફતોને લીધે માણસો અને સંપત્તિના નુકસાનના લગાતાર આંકડા તરફ તમારું ધ્યાન દોરવા ઇચ્છીશ કે જેથી તમે અનુભવ
93
ધધધ
પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મળ
કરી શકશો કે પર્યાવરણીય અસંતુલન તથા કુદરતી પ્રકોપોની કેટલી કિંમત ભારત તથા બીજા દેશોને ચૂકવવી પડી રહી છે.
પર્યાવરણના અસંતુલનનાં બે મુખ્ય કારણો છે. એક છે વધતી માનવસંખ્યા અને બીજી વધતી જતી માણસની જરૂરિયાતો તથા ઉપભોગની વૃત્તિ. આ બંનેની અસર કુદરતી સંસાધનો પર પડે છે અને એમની ધારક્ષમતા લગાતાર ઘટી રહી છે. વૃક્ષોનું છેદન, ભૂમિનું ખનન, પાણીનો બગાડ અને વાતાવરણના પ્રદૂષણે પર્યાવરણ પર ગંભીર જોખમ ઊભું કર્યું છે. એનાથી કુદરતી આફતો પણ વધી છે.
વૃક્ષો કાપવાથી ધરતી વેરાન થઈ રહી છે અને એની માટીને જકડી રાખવાની, વરસાદના જોરદાર છાંટાઓથી માટીને બચાવવાની, હવાને શુદ્ધ કરવાની અને વરસાદના પાણીને ભૂમિમાં ઉતારવાની શક્તિ લગાતાર ઘટી રહી છે. એને પરિણામે ભૂ-રક્ષણ, ભૂ-સ્ખલન અને ભૂમિનું ધોવાણ વધી રહ્યું છે, જેનાથી માટી આડેધડ ધોવાઈ રહી છે. એને લીધે પહાડો અને ઊંચાણવાળા પ્રદેશોમાં આ માટીની ઘનતા વધારીને અને નદીનાં તળને ઉપર લાવીને પૂરનો ભય વધારી રહી છે. ખનનને કારણે પણ માટીનું ધોવાણ ઝડપથી વધી રહ્યું છે. ઉદ્યોગો અને સુધરેલી ખેતીએ પાણીની વપરાશ અતિશય વધારી છે. પાણીની વધતી જરૂરિયાત ભૂગર્ભ પાણીના સ્તરને લગાતાર ઘટાડી રહી છે, જ્યારે ઉદ્યોગોના ઝેરી રગડા તથા ગંદા નાળામાં થતી નિકાસે નદીઓને વિકૃત કરી મૂકી છે અને એમના શુદ્ધીકરણની આત્મશક્તિ સમાપ્ત થઈ ગઈ છે. કારખાનાં અને વાહનોના ગંદા ધુમાડા અને ગ્રીન હાઉસ ગૅસોએ વાતાવરણને પ્રદૂષિત કરી નાખ્યું છે. આ સ્થિતિ જેટલા પ્રમાણમાં બગડશે, પૃથ્વી પરનાં પ્રાણીઓનું જીવન એટલા પ્રમાણમાં અસહ્ય બનતું જશે.
કુદરતી આફ્તથી થઈ રહેલા જાન-માલની નુકસાનીના આંકડા ચોંકાવનારા જ નહીં, પરંતુ ગંભીર ચિંતાનો વિષય પણ છે. સ્વિડિશ રેડક્રોસે ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર’ નામના પોતાના રિપોર્ટમાં કેટલાક દેશોમાં ૧૯૬૦થી ૧૯૮૧ દરમિયાન
પ્રાકૃતિક આફતોથી થયેલા ભારે જાનહાનિના આંકડા આપ્યા છે. આ અનુસાર છેલ્લા વીસ વરસમાં એકલા બાંગ્લાદેશમાં ૬,૩૩,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં ૩,૮૬,૨૦૦ વ્યક્તિઓ દરિયાઈ તોફાનથી તથા ૩૯,૦૦૦ પૂરથી મરી ગઈ. આ ગાળામાં ચીનમાં ૨.૪૭ લાખ; નિકારાગુઆમાં ૧.૦૬ લાખ, ઈથિયોપિયામાં. ૧.૦૩
૬૪