________________
છે.
પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કહી
છે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ઓછું થાય એના પર ધ્યાન આપવા જેવું છે. આથી વિશ્વના એક મુખ્ય પર્યાવરણ વિશેષજ્ઞ ડૉ. રાજેન્દ્ર પચૌરીએ વિશ્વને માંસ ન ખાવાની અપીલ કરી છે. અત્યારે તો કાં તો તમે શેકેલું માંસ છોડો કાં તો આવતી કાલના તમારા ભવિષ્યને દાવ પર લગાવી દો. આ અત્યંત સામાન્ય પસંદગી કરવાની છે. લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સનો હેવાલ કહે છે કે આબોહવા પરિવર્તનના ઉકેલનો હેતુ કોઈ ‘ગ્રીન ટેકનૉલૉજી"માં રોકાણ કરવાને બદલે ગર્ભનિરોધકોમાં રોકાણ કરવું પાંચ ગણું સસ્તુ છે. એને અસરકારક બનાવવા માટે એની શરૂઆત ઉત્તરથી કરવી પડશે, કારણકે અમેરિકન કિશોરના કાર્બ ફૂટ પ્રિન્ટ કેન્યાના ખેડૂતના ઉઘાડા પગના કાર્બન ફૂટ પ્રિન્ટના મુકાબલામાં ૨૦ ગણા ભારે હોય છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક જેમ્સ લવલોકનો અંદાજ છે કે આ શતાબ્દીના અંત સુધીમાં કાર્બનડાયોક્સાઈડની ચપેટમાં આવીને આબોહવાના વાવાઝોડામાં લગભગ ૧૦ અબજ લોકો પોતાના પ્રાણ ખોઈ ચૂક્યા હશે ને આ મૂરઝાયેલા ગ્રહ પર માત્ર એક અબજ લોકો બચ્યા હશે. ૨૨ એપ્રિલે ‘પૃથ્વીદિવસ' ઊજવવાનો સૌથી સારો ઉપાય એ છે કે આપણે આપણા શ્વાસોચ્છવાસને સમજીએ ને બધા લોકો થોડી થોડી વારે ઊંડો શ્વાસ લે. હવે લવલોકની ચેતવણીને ધ્યાનમાં રાખીને આપણે આપણા આ ગ્રહ પરના જીવનને બચાવવા માટે ની આપણી જવાબદારી સ્વીકારીએ. આપણે આજે જે પરિસ્થિતિમાં જઈ રહ્યા છીએ એમાં માનવતાનો હવે પછીનો શ્વાસ એનો અંતિમ શ્વાસ સિદ્ધ થઈ શકે છે.
(વર્લ્ડ નેટવર્ક ફિચર્સ)
વધતા વૈશ્વિક તાપમાનમાં
ભારતનું યોગદાન વૈશ્વિક તાપમાનના વધારાને રોકવા ભારત ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડો કરવાના વિશ્વના પ્રયાસમાં સહભાગી થવાની તરફેણ કરતાં આર્થિક વિષયોના વિશે ડૉ. રામપ્રસાદ ગુપ્તાના પારદર્શક વિચારો ચિંતનીય છે.
તેમના મતે વિશ્વ સમક્ષ વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ અને એના પરિણામે આબોહવામાં થતાં પરિવર્તનથી બચવું એ આ સમયનો સૌથી ભારે પડકાર છે. તાપમાન વૃદ્ધિ માટે ગ્રીન હાઉસ ગૅસ એટલે કે કાર્બનડાયોકસાઈડ, કાર્બન મોનોકસાઈડ, મિથેનના રોજરોજ થતા ઉત્સર્જનમાં થતી વૃદ્ધિ જવાબદાર છે. આબોહવા પરિવર્તન માટે એમ કહેવાય છે કે ગ્રીન હાઉસ ગૅસનું હાલના સ્તરે જે રીતે ઉત્સર્જન થાય છે તેનાથી આ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં ચાર ડિગ્રી સેંટિગ્રેડ જેટલો વધારો થઈ જશે અને પરિણામે અનેક સમસ્યાઓ પેદા થશે. ભારત માટે એનાં પરિણામો ઘણાં ગંભીર હશે. વિકાસની ગતિ અને વૈજ્ઞાનિક ક્ષમતાને કારણે ભારત વિકાસશીલ રાષ્ટ્રો માટે આ દિશામાં ઉદાહરણરૂપ બની શકે એવી સ્થિતિમાં છે.
પર્યાવરણ પર થતાં વિશ્વ સંમેલનોમાં ભારતનો દષ્ટિકોણ એવો રહ્યો છે કે વૈશ્વિક તાપમાનમાં વધારા માટે અને આબોહવાના પરિવર્તન માટે વિકસિત રાષ્ટ્ર મુખ્યત્વે જવાબદાર છે, કારણકે તેઓ જ ગ્રીન હાઉસ ગેસોનું વધુમાં વધુ ઉત્સર્જન કરે છે, તેથી આબોહવાના પરિવર્તનને રોકવાની બધી જ જવાબદારી એમની છે. આંકડા એવું કહે છે કે અમેરિકામાં દર વર્ષે વ્યક્તિ દીઠ કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ૨૪.૩ ટન, યુરોપમાં ૧૦.૫ ટન છે, જ્યારે ભારતમાં આ પ્રમાણ છેલ્લા આંકડા પ્રમાણે ૧.૯ ટન જ છે. કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન ઘટવાથી ભારતના વિકાસના પ્રયાસ પર પ્રતિકૂળ અસર પડશે એવો દષ્ટિકોણ આપણા વડા પ્રધાનનો ગયા અબોહવા સંમેલનમાં હતો.
૬૦ -
પ૯