________________
BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક
દુકાળમાં અતી આધુનિક સભ્યતા
ઈતિહાસ કહે છે કે એવી પ્રત્યેક સભ્યતા નષ્ટ થઈ છે જે જળનું અત્યાધિક દોહન કરતી હતી. આપણી આધુનિક સભ્યતા તો આજે જળના દુર્બયની સભ્યતામાં પરિવર્તિત થઈ ગઈ છે. જો સમયસર આપણે આપણી માનસિકતા નહીં બદલીએ તો ‘ચંદ્ર નું પાણી પણ આપણને નહીં બચાવી શકે. ઍલેક્સ બેલના આ ગંભીર વિચારો વાંચીને આપણને પ્રતીતિ થશે.
પર્યાવરણ આંદોલન હવે રોચક તબક્કે પહોંચી ચૂક્યું છે એ લગભગ બધા જાણે છે. આમ તો હરિયાળી (ગ્રીન્સ)ની વાત કરનારા અત્યાર સુધી એક અજાણ વ્યક્તિની જેમ તમારા દરવાજે ટકોરા મારી રહ્યા છે અને દુનિયા એવી દ્વિધામાં છે કે તેમને ઘરમાં પ્રવેશવા દેવા કે નહીં ? જળવાયુ પરિવર્તનના વિચાર તરફ લાંબાંલાંબાં પગલાં ભરીને આપણે એ પણ સ્વીકારી રહ્યા છીએ કે આપણે એ દિશામાં ત્વરિત કાર્યવાહી કરવી જ પડશે. જોકે, આપણામાંના ઘણા માટે એ ‘બીજાની સમસ્યા છે અથવા તેઓ માને છે કે આ જોખમને વધારીવધારીને દેખાડવામાં આવી રહ્યું છે.
મેં છેલ્લાં બે વર્ષ વૈશ્વિક જળસંકટ પર સંશોધન કરવામાં પ્રસાર કર્યો છે. તે દરમિયાન હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વિશ્વના કેટલાય ભાગોમાંથી એટલું વધારે પ્રમાણમાં જમીનમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે કે એટલું પાણી પ્રકૃતિ ભરપાઈ ન કરી શકે. એ પાણી મોટાં શહેરોના નિર્માણમાં અને વધતી જનસંખ્યાને પૂરું પાડવામાં વપરાઈ રહ્યું છે, પરંતુ આવી સ્થિતિ લાંબા ગાળા સુધી ન ચાલી શકે. જ્યારે આપણે પાણીની પ્રાપ્તિની મર્યાદાને વટાવી જઈશું ત્યારે ખેતરો સુકાઈ જશે, શહેરો નિષ્ફળ કે નષ્ટ થઈ જશે અને એનાથી સમાજને જબરજસ્ત આઘાત લાગશે.
પરંતુ ભારતીયો માટે આ કોઈ નવાઈ નહીં હોય. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીયો એ જાણી ગયા છે કે આ ઉપમહાદ્વીપમાં ખેતી માટે કઢાતા ભૂગર્ભ જળનું
KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg પ્રમાણ પુન: ભરણના પ્રમાણ કરતાં ક્યાંય વધારે છે. ચોમાસાના વરસાદનો બદલાયેલો મિજાજ પણ હવે કોઈ નવી વાત નથી રહી. એની સાથે નિષ્ફળ બંધની યોજનાઓ અને સૂકી નદીઓની દુ:ખદાયક સ્થિતિ પણ હવે વાસ્તવમાં જૂની વાત થઈ ગઈ છે.
પરંતુ હું ભેજવાળા રહેતા ઉત્તરીય યુરોપમાં રહું છું. આ માહિતી હજુ સુધી ખાસ પરિચિત નથી. આ ભેજવાળું વિશ્વ કલ્પના કરે છે કે પાણીની સમસ્યા તો ગરીબો માટે જ છે. બીજા કેટલાક છે કે એના સંગ્રહ માટે ધન પૂરું પાડે છે અને કેટલાકની સમજ ટેલિવિઝન પર હવે પછીના દુકાળને જોવાની સંભાવના પર જ ચટેલી છે, પરંતુ દરેકના દિમાગમાં એ તો છે જ કે પાણી માટે યુદ્ધ તો થશે, પણ એ એમની પોતાની ધરતી પર નહીં, પણ સુદૂર કોઈ વિદેશી ભૂમિ પર.
- જ્યારે ભારતમાં પાણીની સમસ્યા વધુ ગંભીર થઈ જશે ત્યારે સ્વિડન, કેનેડા અને બ્રિટનના લોકોને ન કેવળ એની જાણ થશે, પણ તેઓ એનો ગાઢ અનુભવ પણ કરશે. જો વિશ્વના કોઈ ભાગમાં પાક નાશ પામશે અને ઉત્પાદન ઘટશે તો સમૃદ્ધ વિશ્વની અર્થવ્યવસ્થાઓ ડામાડોળ થઈ જશે. જો વ્યાપક જનસમુદાય તરસ્યો રહેશે તો સમાજ તૂટશે અને બધા જ મુસીબતમાં મુકાઈ જશે.
આપણે પાણીની અધિક્તમતા એટલે કે પરાકાષ્ઠાની સ્થિતિએ પહોંચી ગયા છીએ, કારણકે આજે સભ્યતા તરસી દેખાય છે. હજારો વર્ષ પહેલાં આ ગ્રહ પર રહેવાની જે સંગઠિત અને સુગઠિત જીવનશૈલીનો આવિષ્કાર ઇરાક અને સિંધુ નદીના કિનારે થયો હતો તે તાજા પાણીના અધિકાર પર જ આશ્રિત હતો. દરેકને પીવા માટે ભરપૂર પાણીની આવશ્યકતાની ના નથી, પરંતુ પાણી પર અધિકાર અને સભ્યતાનો આંતર-સંબંધ એના ક્યાંય વધારે ગાઢ છે. આપણે આ વિશ્વને એ કલ્પના પર બનાવ્યું છે કે પાણીને માણસની ધૂન પ્રમાણે વાળી શકાય છે. ઈતિહાસ બતાવે છે કે જ્યારે પણ પાણીનો પ્રવાહ રંધાયો ત્યારે સભ્યતા ધરાશયી થઈ ગઈ.
આપણી સામે પડકાર છે કે વિશ્વની એ જાણે કે ભારતના જળસંકટથી પેરિસ અને ન્યૂ યૉર્કના રહેવાસીઓના જીવનસ્તર પણ નીચા જશે, કારણકે એનાથી વૈશ્વિક ખાધ અને બીજી વસ્તુઓના વ્યાપારમાં મૂળભૂત પરિવર્તન આવશે. એથી વધીને
૮૮