________________
ધધધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે કે વિધિ
ધરતીમાને બચાવવા, એક બાલિકાનો પોકાર - “તમે જે કહો છો તે કરો''
૧૯૯૨માં બ્રાઝિલની રાજધાની રિયો સૈટ્રોમાં યોજાયેલા ‘પૃથ્વી શિખર સંમેલન’ની મુખ્ય બેઠકમાં બાર વર્ષની બાલિકા સેવર્ન સુઝુકીએ એક ભાષણ આપ્યું હતું. એમાં એણે પોતાની પેઢી તરફ્થી આગેવાનોને કંઈક સવાલ પૂછ્યા હતા. એ સવાલ એવા હતા કે જેનો જવાબ મોટા મોટા વિદ્વાનો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો પાસે નહોતો. જે ઉંમરમાં નિર્દોષ બાળકો કક્કો શીખે છે એ ઉંમરમાં સેવર્ન ફુલીઝ સુઝુકી ઝાડ-પાનની દુનિયામાં ખોવાઈ જતી હતી કે પછી પોતાના વાતાવરણ સાથે તાલમેલ જોડચા કરતી હતી. એટલી નાની ઉંમરમાં એને પર્યાવરણ, સામાજિક ન્યાય અને સામાજિક સેવા જેવા મુદ્દાઓ ગમતા હતા. બાર વર્ષની થઈ ત્યારે એ ‘પૃથ્વી શિખર સંમેલન'માં જઈ પહોંચી. જ્યારે એ બોલવા માંડી ત્યારે લોકો થઈને અવાક્ સાંભળતા રહ્યા. એણે બોલવાનું બંધ કર્યું ત્યારે તાળીઓના ગડગડાટથી જમીનઆસમાન ગુંજી ઊઠચાં. દરેકના મુખે એની પ્રશંસા કરવા માંડી. પ્રસ્તુત છે તેના જ શબ્દો, તેની અભિવ્યક્તિને માણીએ.
હલ્લો, હું સેવર્ન સુઝુકી. ઈ.સી.ઓ. એટલે કે “ધ એન્વાયર્ન્મેન્ટ ચિલ્ડ્રન ઑર્ગેનાઈઝેશન' તરફથી બોલી રહી છું. બારથી તેર વર્ષનાં બાળકોનો એક સમૂહ તમારી સામે કંઈક અલગ અને અનોખા મુદ્દા માટે કૅનેડાથી અહીં આવ્યો છે.
વેનિસા સૂટી, મોર્ગન છરલર, મિશેલ ક્વિંગ અને હું એમ અમે ચારેએ મળીને પોતાના દેશથી છ હજાર માઈલ દૂર અહીં પહોંચવા માટે જાતે જ બધા પૈસા ભેગા કર્યા. એટલા માટે કે તમને મોટા લોકોને અમે કહી શકીએ કે હવે તમને પોતાને બદલવાનો સમય આવી ગયો છે. તમે તમારી જીવનશૈલી બદલી નાખો.
મારા મનમાં કોઈ મુદ્દો છુપાવીને અહીં આવી નથી. હું તો મારા ભવિષ્ય સાથે સંઘર્ષ કરવા માટે આવી છું. મારું ભવિષ્ય ગુમાવી દેવા માટે, કોઈક ચૂંટણીમાં હારવા માટે કે સ્ટૉક-બજારના આંકડામાં રંગદોળવા જેવું નથી. હું અહીં આવી છું ભવિષ્યની તમામ પેઢીઓ વતી તમારા લોકો સાથે વાત કરવા.
પ૩
300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે
!
ભૂખમરાનાં શિકાર એવાં એ બાળકોના દર્દભર્યા અવાજ કોઈના કાન સુધી પહોંચતા જ નથી, એ તમારા સુધી પહોંચાડવા માટે હું અહીં આવી છું. મૂગાં પશુઓના અફસોસજનક મૃત્યુની ખબર તમારા સુધી પહોંચડવા માટે જેઓ ધરતીના આ છેડેથી પેલા છેડા સુધી ક્યાંય પણ રહેવાનું અને ખાવાપીવાનું ઠેકાણું શોધતાં દમ તોડી દે છે. ભલા, અમે આ અવાજોને કેવી રીતે અમારી આંખોથી દૂર કરી શકીએ ?
આજકાલ મને બહાર સૂરજના સોનેરી તડકામાં જતાં બીક લાગે છે, કારણકે ઑઝોનના થરમાં બાકોરું પડી ગયું છે. મને જીવવા માટે જોઈતો શ્વાસ લેવામાં પણ બીક લાગે છે. એમ થાય છે કે ન જાણે આ હવામાં કયું રસાયણ ભળ્યું હશે ! વેનકુંવરના સરોવરનો વિસ્તાર મને પ્રિય હતો પણ કેટલાંક વરસો પહેલાં જ એ સરોવરની માછલીઓમાં કૅન્સરનાં ચિહ્નો જોવામાં આવ્યાં અને હવે તો મેં એ પણ સાંભળ્યું છે કે કેટલાક જીવજંતુઓ અને કેટલાંક ઝાડ-પાન લુપ્ત થવા માંડયાં છે, એટલે કે પૃથ્વી પરથી હંમેશને માટે ખતમ થઈ રહ્યાં છે.
મારા જીવનનું એક સુંદર સ્વપ્ન હતું કે હું જંગલી જાનવરોની ભીડ જોઉં, ગાઢ, સદાબહાર જંગલો જોઉં, પક્ષીઓ અને પતંગિયાંઓથી ઊભરાતું વર્ષાવન જોઉં, પણ અફસોસ, હવે તો મને લાગે છે કે મારી પછીની પેઢીનાં બાળકોને એમની હયાતી વિશે પણ કંઈ ખબર નહીં હોય. કહો, તમો જ્યારે મારા જેવડા હતા ત્યારે આવા નાના-મોટા સવાલો અને સમસ્યાઓ વિશે જાણતા હતા ?
આ બધું આપણી આંખો સામે થઈ રહ્યું છે અને આપણે એવો વ્યવહાર કરીએ છીએ, જાણે આપણી પાસે કેટલોય સમય હોય, એને માટે પૂરતો ઉકેલ પણ આપણી પાસે હોય. હું હજી બાળક છું એટલે મારી પાસે તો કોઈ ઉકેલ નથી, પણ હું તમને એનું ભાન કરાવવા માગું છું અથવા તો તમે જ એને વિશે જાણી લો. - ઑઝોનના થરમાં પડેલા છેદને પૂરવાનું તમે જાણતા નથી.
- અમારા તળાવની સામાન માછલીને તમે પાછી નહીં લાવી શકો.
– તમે લુપ્ત થઈ ગેલા જીવજંતુઓને પાછાં લાવી શકો એમ નથી.
- રણમાં ફેરવાઈ ગયેલાં એ ગાઢ અને હર્યાભર્યાં જંગલોને તમે કદીય પાછાં
નહીં લાવી શકો.
તમે આ સમસ્યાઓનો ઉકેલ જાણતા નથી, તો મહેરબાની કરીને એવી સમસ્યાઓ ઊભી તો ન કરો.
ન
૫૪