________________
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક કરવાની દિશામાં ‘અગલા કદમ' શું ભરવાં તે અંગે ચિંતન કરવામાં આવ્યું. ૧૫૦ દેશોના પ્રતિનિધિઓએ આ અંગે સહમતી દાખવી કે પ્રતિવર્ષ વાતાવરણમાં હાલમાં જે જથ્થામાં ગ્રીન હાઉસ ગેસમુક્ત કરીએ છીએ તેમાં આપણે ચોક્કસપણે સામૂહિક રીતે મોટા પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ. આ અંગે વિવિધ દૃષ્ટિકોણથી સંમેલનો મળશે અને જે કંઈ નિર્ણયો લેવામાં આવશે તેનો વર્ષ ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં અમલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
ઉપલબ્ધ નોંધેલ માહિતી પ્રમાણે અત્યાર સુધીનાં વર્ષોમાં ૧૯૯૦ પછીનાં ૧૦ વર્ષ એવાં પસાર થયાં જેમાં વાતાવરણમાં ઉષ્ણતામાન સામાન્ય વર્ષો કરતાં ઘણું ઊંચું રહ્યું. ૨૦૦૫ તેમાં સૌથી વધુ ઉષ્ણતામાનવાળું વર્ષ રહ્યું. આ વાત કોલંબિયા યુનિ.ના Earth Instituteના ડિરેક્ટર જેફરી ડી. સબ્સ કહી રહ્યા છે. ૨૦૦૫ના વર્ષમાં વિશ્વમાં જુદે જુદે સ્થળે જે અવલોકનો કરવામાં આવ્યાં તેમ જ જે વિવિધ ઘટનાઓ ઘટી તેના તરફ થોડી નજર નાખીએ.
(૧) WWFના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જમા થતા આર્કટિક બરફના જથ્થામાં પ્રતિ ૧૦ વર્ષ ૯.૨%ના દરે ઘટાડો થઈ રહ્યો છે. અહીં વસવાટ કરતાં ૨૬૦૦૦ રીંછની વસ્તી માટે આ પરિસ્થિતિ જીવલેણ બની શકે છે.
(૨) દક્ષિણ ધ્રુવ પર કાયમી જમા રહેતા બરફ અંગે ફેબ્રુઆરી-૨૦૦૫માં જાહેર થયેલા બ્રિટિશ એન્ટાર્કિટક સર્વે પ્રમાણે પહેલાં એમ મનાતું કે બરફનો જથ્થો કાયમ માટે સચવાઈ રહ્યો છે તે હવે તૂટવાની કગાર પર છે. બરફના ૩૦૦થી ૪૦૦ પર્વતો ઓગળી રહ્યા છે.
(૩) સેટેલાઈટનાં ચિત્રો પર અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સતત છેલ્લાં છ વર્ષથી આફ્રિકાનો સબ સહારન વિસ્તાર દુષ્કાળનો ભોગ બની રહ્યો છે.
(૪) કેમ્બ્રિજ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે પૃથ્વીના ઉત્તરધ્રુવમાં ૩૦% ઑઝોન પટ ખતમ થયેલ છે.
(૫) ઉત્તરધ્રુવ પરનાં આર્કટિક તળાવોની સંખ્યા ૧૦૮૮૨થી ઘટીને ૯૭૧૨ થઈ છે. ૧૨૫ તળાળો નષ્ટ થઈ ગયાં છે અને અન્ય તળાવો છ ટકા નાનાં થઈ ગયાં છે. મૂળમાં બરફના કાયમી ટેકરાઓ (Permafrost) ખતમ થઈ
- ૪૯
8% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ******* રહ્યા છે.
(૬) અમેરિકાની MIT સંસ્થાએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે દરિયાઈ તોફાનો (સાયક્લોન) વધુ ને વધુ વિનાશકારી બની રહ્યાં છે. છેલ્લાં ૩૦ વર્ષમાં પૃથ્વીના વધતા તાપમાનથી આ પરિવર્તન સામે આવ્યું છે. પવનની મહત્તમ ગતિમાં ૫૦%નો વધારો થયો છે.
(૭) ભારતમાં ૨૦૦૫ના જુલાઈ ૨૬ના ગાળામાં મહારાષ્ટ્ર-મુંબઈ ભયંકર રેલનો ભોગ બન્યાં. ૨૪ કલાકમાં ૯૪૦ મિ.મી. વરસાદ પડ્યો. રાજ્યમાં કુલ ૧૦૩૯ લોકોનાં મૃત્યુ થયાં.
(૮) આઠ ઑગસ્ટના રોજ અમેરિકામાં હરીન્દ્ર તોફાનની આગાહી કરવામાં આવી. ૨૬ ઑગસ્ટના રોજ મેક્સિકોની ખાડીમાં કેટ્રિના તોફાને ન્યૂ ઓર્બિયન્સમાં ભયંકર તબાહી મચાવી.
(૯) યુરોપની ખેતપેદાશ અંગે રજૂ થયેલા અહેવાલ પ્રમાણે ૨૦૦૩ના વર્ષમાં આવેલાં ગરમીનાં મોજાને કારણે અનાજના ઉત્પાદનમાં છેલ્લાં ૧૦૦ વર્ષના ઉત્પાદન કરતાં ઓછું ઉત્પાદન આવ્યું.
ઉષ્ણતામાનમાં તીવ્ર વધારાને કારણે ૩૫૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં. વૃક્ષોનો વિકાસ માત્ર ૩૩% જેટલો જ થયો.
(૧૦) પૃથ્વીના દક્ષિણધ્રુવમાં કરેલા સંશોધનનો અહેવાલ સામે આવ્યો. સંશોધકોએ બરફમાં પકડાઈ રહેલી હવામાં અંગારવાયુનું પ્રમાણ નક્કી કરવા જુદા જુદા નમૂના તપાસ્યા. તારણ આવ્યું કે છેલ્લાં છ લાખ ૫૦ હજાર વર્ષના ઇતિહાસમાં હવામાં સૌથી વધુમાં વધુ અંગારવાયુની માત્રા કરતાં હાલના વાતાવરણમાં ૨૭% વધુ અંગારવાયુ છે.
પૃથ્વી પરની નોંધ અને સેટેલાઈટનાં ચિત્રો પરથી એવું તારવવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં પ્રતિ વર્ષ 2 mm ઊંચાઈનો વધારો થઈ રહ્યો છે. દક્ષિણ પેસિફિક મહાસાગરના ટાપુઓ પરના ૯૦૦ લોકોએ પોતાનું સ્થળ છોડી દેવું પડ્યું છે.
૨૦૦૫માં વાતાવરણના તોફાની મિજાજને કારણે ૨૦૦ અબજ ડૉલરનું નુકસાન વિશ્વને થયું છે. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે પેદા થયેલાં
૫૦.