________________
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક કુદરતી તોફાનોથી ભારતને ૮૭,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુમાં ખૂબ નુકસાન થયું. તામિલનાડુ રાજ્યમાં ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન વર્ષ ૨૦૦૫ના છેલ્લા મહિનામાં થયેલા ભારે વરાસદને કારણે થયું છે.
34L PIECL Institute of Environment and Human Security - Boનો એક અભ્યાસ પણ જેવો જોઈએ. વિશ્વમાં પ્રતિવર્ષ એક કરોડ લોકોને ઘસાતા, ખતમ થતા પર્યાવરણને કારણે પોતાના વસવાટની જગ્યા છોડીને અન્ય સ્થળે રહેવા જવું પડે છે. વર્ષ ૨૦૧૫ સુધીમાં વિશ્વમાં પાંચ કરોડ નિર્વાસિત, શરણાર્થી લોકો કાં તો દરિયાની સપાટી વધવાને કારણે અથવા જમીન બિનઉપજાઉ થવાને કારણે કે પાણી માટે વલખાં મારવાને કારણે કે સતત રેલના ભોગ બનવાને કારણે કે અન્ય કુદરતી આફતોને કારણે આપણી સમક્ષ હશે.
ગ્રીન હાઉસ ગૅસ હવે પર્યાવરણનો પ્રશ્ન ન રહેતાં માનવ અધિકારનો પ્રશ્ન બની ચૂક્યો છે, કારણકે કરોડો લોકોને કાં તો વિસ્થાપિત થવું પડે છે અથવા જીવનમરણની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
શું ક્યોટો સંધિ કે મોન્ટ્રીઅલ જેવાં સંમેલનો આવા પ્રશ્નોના પાયામાંથી ઉકેલ લાવી શકશે ?
પ્રશ્નના ઉકેલ માટે આપણે લાંબી મજલ કદાચ કાપવી પડશે. વિશ્વના કેટલાક લોકો ગ્લોબલ વોર્મિંગના પ્રશ્નને જ નકારે છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ગ્રીન હાઉસ ગેસ ઘટાડવા અંગેના કોઈ પણ કરારને સ્વીકારવા તૈયાર નથી. જે દેશો તૈયાર થયા છે તેઓ જુદી જુદી રીતે પોતાના દેશનો આર્થિક વિકાસ જાળવી રાખવા માગે છે અને ગ્રીન હાઉસ ગૅસ (SHG) ઘટાડવાની પોતાની જવાબદારી અન્ય દેશોને સોંપી રહ્યા છે. આ દેશો આર્થિક રીતે પછાત દેશોને ઊર્જા બચતવાળી ટેક્નૉલૉજી આપીને અથવા જેમાં અંગારવાયુ શોષાય તેવા વૃક્ષારોપણના કાર્યક્રમો ચાલુ કરાવીને પોતાનો અંગારવાયુ છોડવાનું ઓછું થવાનું ગણાવી રહ્યા છે. આ આખી પદ્ધતિ અંગે પણ ઘણા સવાલો ઊઠી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ધોરણે ઘણીબધી બાંધછોડ ક્રીને કરારો કરવામાં આવે છે. આ દિશામાં કંઈ જ ન થાય તેના કરતાં “ચાલો એક ડગલું તો સાથે ચાલ્યા”
0.89%80%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે તેમ મન મનાવીને બધાને સાથે લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં GHG ઘટાડવા અંગે હજી વધુ કડક વલણ અપનાવવાની તાતી જરૂર છે જ.
લૉર્ડમે, બ્રિટનની પ્રખ્યાત જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા રોયલ સોસાયટીના પ્રમુખ રહ્યા છે. તેઓ ગ્રીન હાઉસ ગેસને ‘વેપન્સ ઑફ માસ ડિસ્ટ્રક્શન’ સાથે સરખાવે છે. હાલમાં વાતાવરણમાં અંગારવાયુનું પ્રમાણ ૩૮૦ પાર્ટ્સ પર મિલિયન (PPM) છે, જે ઔદ્યોગિક સંસ્કૃતિના પહેલાંના સમય કરતાં ૩૬ % વધારે છે. આમાં પ્રતિ ૧૦ વર્ષ ૨૦PPMનો વધારો થઈ રહ્યો છે. હાલની ગતિ પ્રમાણે વર્ષ ૨૦૫૦માં ૫૦૦ PPM પહોંચવાની શક્યતા છે. પૃથ્વીના ઇતિહાસમાં ૫૦૦PPખનો અંગારવાયુના પ્રમાણ વખતે હાલના કરતાં દરિયાની સપાટી ઘણી ઊંચી હતી. જો આ સ્થિતિ પુન: સર્જાય તો વિશ્વના કેટલાક દેશો સંપૂર્ણપણે ડૂબી જશે.
કમનસીબે આ પ્રશ્નનો ઉકેલ આપણે રાજકારણીઓના હાથમાં સોંપ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના રાજકારણીઓ જુદી જુદી ભાષા બોલે છે, પરંતુ અંતે તેમની વિકાસ અંગેની ખોટી ભ્રમણા કે ઘેલછા જ તેમાં છતી થઈ રહી છે.
આ છે આછો-પાતળો ઇતિહાસ ‘પર્યાવરણની સમસ્યા’ અંગે વૈશ્વિક સ્તરે થયેલા પ્રયત્નોનો, પરંતુ હજુ ઘણુંબધું કરવાનું બાકી છે, એટલું જ નહીં, આટઆટલાં સંમેલનો - કરારો છતાં પૃથ્વીની પરિસ્થિતિ તો દિન-બ-દિન વકરતી જ જાય છે.
રાજકારણીઓના પ્રયત્નો હંમેશાં મર્યાદિત જ રહેવાના, કારણકે તેમનો દોરીસંચાર કરનારા મોટા ઉદ્યોગપતિઓ તેમને જાહેર હિતનાં કામો કરતા રોકવાના. તેથી ખરેખર તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિક જૂથોની જ આ આખાય પ્રશ્નમાં મહત્ત્વની ભૂમિકા રહી છે અને રહેશે. જોવાનું એ છે કે માણસ પોતાનું શાણપણ વાપરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે કે નહીં.
(સૌજન્ય : ભૂમિપુત્ર - આનંદ)
:
-
-
૫૧
પર