________________
4892 kbપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %8Akbar
કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું જ જોઈએ. પુન:પ્રાપ્ય સંસાધનોનું ઉત્પાદન કરવાની પૃથ્વીની ક્ષમતાને જાળવવી એ અત્યંત જરૂરી છે. પરંપરાગત સંસાધનો (અશ્મિજન્ય ઊર્જા) વહેંચીને તેમ જ વિવેકપૂર્વક વાપરવાં પડશે જેથી તે પૂરાં ન થઈ જાય. પ્રદૂષણ એટલી હદે ન વકરી જવું જોઈએ કે કુદરત પોતે ફરીથી પોતાને સ્વચ્છ કરવાની ક્ષમતા જ ખોઈ બેસે.
સમુદ્રોને નુકસાન થાય તેવું પ્રદૂષણ અટકાવવું જોઈએ. • પર્યાવરણ સુધારવા માટે વિકાસ જરૂરી છે. • પર્યાવરણ નીતિ એવી ન હોવી જોઈએ જે વિકાસની આડે આવે.
ત્યાર બાદ પૃથ્વીને અસ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપનારા ઑઝોન પટમાં પડેલાં ગાબડાંથી ચિંતિત થઈ આ માટે કારણભૂત ગણાતા ક્લોરોફ્લોરોકાર્બન (CFC)ને જાકારો આપવા માટે સમગ્ર વિશ્વમાં અવાજ ઉઠાવવામાં આવ્યો. ૧૯૮૭માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ‘મોન્ટ્રિયલ પ્રોટોકોલ’ માન્ય રાખીને વિશ્વના ૧૫૦ દેશોએ તબક્કાબાર ક્લોરોફલોરોકાર્બનને જાકારો આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. તેને અંગે જાગૃતિ લાવવા માટે ૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઑઝોન દિવસ દરક મનાવવામાં આવે છે.
ઑઝોન પટમાં પડેલાં ગાબડાં પર સૌપ્રથમ એક બ્રિટિશ વિજ્ઞાનીની નજર ૧૯૮૦ના અંતમાં પડી. શરૂઆતમાં આ વાત સર્વસ્વીકૃત ન બની, પરંતુ ધીરધર તેની અસરો ધ્યાનમાં આવતાં વિશ્વમાંથી crcને જાકારો આપવાનો અવાજ ઊઠતો ગયો.
વિશ્વસ્તરનો બીજો મહત્ત્વનો પ્રશ્ન ગ્લોબલ વૉર્મિંગનો છે. માનવજાત જો તેની અત્યારની રહેણીકરણીમાં પરિવર્તન નહીં લાવે તો ૨૦૫૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૧.૫° સે.થી ઘટી ૪.૫° સુધી વધશે એવો અંદાજ છે.
પૃથ્વી પર સૂર્યનાં કિરણો પડતાં તે ગરમ થાય છે. ગરમ થયેલી પૃથ્વી આમાંની કેટલીક ગરમી વાતાવરણમાં પાછી ફેંકે છે તેથી તેનું ચોક્કસ ઉષ્ણતામાન જળવાઈ રહે છે, પરંતુ માનવની વિવિધ પ્રવૃત્તિઓના વધારા સાથે વાતાવરણમાં
૫
BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક અંગારવાયુ, મિથેન, ફ્લોરોફ્લોરોકાર્બન, નાઈટ્રસ ઓક્સાઈડ જેવા વાયુઓનું પ્રમાણ વધી જતાં તેઓ એક ધાબળા જેવું કામ કરે છે અને વાતાવરણમાં પૃથ્વી પરથી ગરમી પાછી ફેંકવાની પ્રક્રિયા ખોરંભે પડે છે. આને કારણે પૃથ્વીનું તાપમાન વધતાં ગ્લોબલ વૉર્મિંગની ઘટના આકાર લે છે.
ધાબળા જેવી અસર પેદા કરવાવાળા આ વિવિધ વાયુઓને ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે છે. આમાં અંગારવાયુની અસર ૫૫% જેટલી છે. વાહનોના ધુમાડા અને વિદ્યુત મથકોમાંથી એ મોટા પ્રમાણમાં વાતાવરણમાં ઉત્સર્જિત થાય છે. ગ્રીન હાઉસ ગેસીસમાં મિથેન પણ એક મહત્ત્વનો ઘટક છે. તેની અસર ૧૮% જેટલી ગણવામાં આવે છે. મિથેન મુખ્યત્વે પશુઓના છાણ તેમ જ ડાંગરના ખેતરમાંથી વાતાવરણમાં આવે છે, પરંતુ co, વાતાવરણમાં ૫૦૦ વર્ષ સુધી રહે છે. જ્યારે મિથેન (CH) માત્ર ૭થી ૧૦ વર્ષ સુધી રહે છે.
ગ્લોબલ વૉર્મિંગને કારણે પૃથ્વી પર ઘણી અસરો થઈ રહી છે. (૧) તાપમાનમાં વધારો.
(૨) સમુદ્રની સપાટી ઊંચી આવવી. ગરમીને કારણે સમુદ્રમાં રહેલા બરફનાં શિખરો પીગળીને સમુદ્રનું કદ વધી રહ્યું છે.
(૩) અન્ન ઉત્પાદનમાં ઘટાડો. (૪) જંગલો પાંખાં થવાં. (૫) જૈવવૈવિધ્યમાં ઘટાડો. (૬) માનવઆરોગ્ય પર માઠી અસરો. (૭) વરસાદની અનિયમિતતા તેમ જ અનિશ્ચિતતા.
ઓઝોન પટના રક્ષણના મુદ્દે જે રીતે વિશ્વમાં સર્વસંમતિ સાધી શકાઈ તેવી ગ્રીન હાઉસ ગૅસીસ ઘટાડવાના મુદ્દે સાધી શકાઈ નહીં. આમાં માત્ર રાજકારણીઓમાં જ મતમતાંતર છે તેવું નથી. વિજ્ઞાનીઓમાં પણ અલગઅલગ મતો પ્રવર્તે છે. આજે પણ આ અંગે ઉગ્ર ચર્ચા ચાલુ જ છે. જે દેશો ગ્લોબલ વૉર્મિંગનો ભોગ બની રહ્યા છે, તેઓ ગ્રીન હાઉસ ગેસીસને ઘટાડવા માટે વિશ્વના ચોકમાં અવાજ ઉઠાવી રહ્યા છે.
૪૬