________________
f
પ ર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ***
goghપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ * * પ્રસન્ન થાય છે, પણ જે ધરતીને લીલુડાં વસ્ત્રથી વંચિત રાખે છે તેને ભીખ માગવી પડે છે.
અગ્નિ, પાણી અને ધરતી પવિત્ર છે તેથી શબના અંતિમસંસ્કાર કરવા ‘દુખમા'ની વ્યવસ્થા કરી. વસતિથી દૂર ભંચી ટેકરી પર મોટું ગોળાકાર મકાન બાંધવામાં આવે છે. એમાં ત્રણ ગોળાકાર ગૅલરી હોય. પુરુષ, સ્ત્રી અને બાળકનાં શબને આ ગેલરીમાં મુકવામાં આવે છે. થોડી વારમાં ગીધ પક્ષીઓ તેને સાફ કરી નાખે છે.
પ્રકૃતિના ઘટકોને પવિત્ર ગણતા આ ધર્મનું આચરણ પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વનું છે.
જુSIઈ (યહૂદી) ધર્મ : વૈશ્વિક તાપમાન અને પર્યાવરણ જુલાઈવાદ માટે પર્યાવરણ એક તદ્દન નવી બાબત છે. જુડાઈ યહૂદીના ઇતિહાસમાં હિબ્રુ સાહિત્ય શાસ્ત્રો કે પવિત્ર ગ્રંથોમાં પર્યાવરણ વિષય સંબંધિત નહિવત્ ચર્ચા થઈ છે. જ્યારે જ્યારે પર્યાવરણ બાબતના પ્રશ્નો ઉદ્દભવ્યા ત્યારે તાપૂરતું ધ્યાન આપીને તે વાતને વિસારે પાડી દીધી. I જુડાઈ દર્શન પ્રમાણે ઉત્ક્રાંતિકાળનું પ્રથમ પ્રકરણ ઉત્પત્તિકાળથી આરંભાય છે. માનવની ઉત્પત્તિ છેક છઠ્ઠા દિવસે થઈ તે પહેલાં અંધકાર, પ્રકાશ, જળ, સૂકી જમીન, વનસ્પતિ અને પશુઓની ઉત્પત્તિ થઈ. રી નામના ચિંતકે આનું વિવેચન કરતાં કહ્યું કે, મનુષ્ય સર્જનહારનું સૌથી શ્રેષ્ઠ સર્જન છે. જાણે ઈશ્વરે સમ્રાટરૂપે એક ભવ્ય મહોત્સવનું આયોજન કર્યું ! બધી તૈયારી બાદ એક વિશેષ આમંત્રિત મહેમાનને નિમંત્રિત કરેલ જે માનવ છે. આ વિચારધારાથી એવું ફલિત થયું કે સમગ્ર પ્રાકૃતિક સૃષ્ટિનું નિર્માણ માનવીનાં પોષણ-નિર્વાણ અને મનોરંજન માટે કરવામાં આવેલ છે. આ વિચારધારા બેફામ ભોગ-ઉપભોગ તરફ લઈ જનારી છે જેના પરિણામે પ્રકૃતિનું સંતુલન તૂટી શકે.
બીજી વિચારધારા પ્રમાણે માનવીનું પાછળથી સર્જન કરવા પાછળ સર્જનહારનો ઉદ્દેશ એ હતો કે માનવી અહંકારી ન બની જાય. તેને સતત ભાન રહે કે ક્ષદ્ર જીવજંતુ, પ્રાણી અને પ્રકૃતિના ઘટકો મારી ઉત્પત્તિ પહેલાંના છે. માટે તેને માન આપવું રહ્યું.
મધ્યકાલીન યહૂદી તત્વવેત્તા તેના ‘મૂંઝાયેલાને માર્ગદર્શન’ નામના ગ્રંથમાં કહે છે કે ઈશ્વરે પ્રત્યેક દિવસના સર્જન બાદ કહ્યું કે તે સરસ હતું. આ પ્રશંસા ફક્ત માનવ પૂરતી જ મર્યાદિત ન હતી, તેમ તોરાહ કહે છે.
બાઈબલીય વિશ્લેષકે પ્રગટ કર્યું કે, પૂર્ણાહુતિ બાદ સર્જનહારે સર્જનકાર્યનું સંપૂર્ણ અવલોકન કર્યું અને નિરીક્ષણ કર્યું કે ખરેખર બધું જ સરસ હતું. આ વાત સ્પષ્ટ નિર્દેશ કરે છે કે સર્જનહારને મતે પ્રત્યેક વનસ્પતિ અને પશુસૃષ્ટિની અજોડ
ર
-