________________
BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક
32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી
(2
કર્યાસયસ ધર્મ અને પર્યાવરણ કફ્યુસિયસ ધર્મમાં વૈશ્વિક તાપમાન અને પર્યાવરણની ચર્ચા જોવા મળે છે. ચીનના પ્રખ્યાત કન્ફસીન તુંગ-ચુંગ દર્શાવે છે કે આકાશ દ્વારા દરેક પ્રાણીઓને સ્થાન મળે છે. પૃથ્વી દ્વારા પોષણ અને માનવ તેમને પૂર્ણતા બક્ષે છે.
પૃથ્વી પર રહેલા પ્રકૃતિના વિવિધ ઘટકોનું મહત્ત્વનું સ્થાન છે. આ પરપરાવ બંને સાથે પ્રકૃતિની તંદુરસ્તીની જાળવણીની પણ જવાબદારી છે. અહીં વાતાવરણ (પ્રાકૃતિક) પર ગહન વિચારણા કરી પ્રકૃતિને આંતરિક ઊંડાણથી મહત્ત્વ આપી વૈશ્વિક વાતાવરણ વિશે જગતની દષ્ટિ સિયસવાદ પ્રતિ આકર્ષિત કરી પરિવર્તનની વચ્ચે એકસૂત્રતા દેખાડવાનો પ્રયાસ કર્યો છે.
કન્ફસિયન વિચારધારા અંતર્ગત માનવ એક અલગ, અસંબંધિત અસ્તિત્વ નથી, પરંતુ તે અન્ય સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિત્વ છે. આમ કસિયસવાદમાં સામાજિક હિત માટેનું નૈતિક પાસું છે અને તે પર્યાવરણીય નીતિમતાના વિકાસમાં અગત્યનું છે. પાશ્ચાત્ય પરંપરા વ્યક્તિને મહત્ત્વ આપી તેના હક્કને ઉજાગર કરે છે, જ્યારે કફ્યુસિયસવાદ સહકારી વલણ અપનાવી સામૂહિકને વધુ જોર અને અગત્યતા આપે છે.
કફ્યુસિયન પ્રણાલિકાની સુશુપ્ત શક્તિનું મહત્ત્વ સ્વીકારવું પડે. જેણે પૂર્વ એશિયન સમાજોની પર્યાવરણીય એકતા, અખંડિતતા અને એકસૂત્રતા તથા વિકાસની જાળવણી માટેની ખોજ ચાલુ રાખી છે.
શિંતો ધર્મ, વૈશ્વિક તાપમાન
અને પર્યાવરણ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રો. રોઝમેરી બોર્ડ નામને શિંતો ધર્મની પ્રકૃતિ પ્રતિ અભિમુખતા અને વ્યવહારને કારણે ધાર્મિક ઉત્સવો પ્રદૂષણની સામે રક્ષણ બક્ષે છે.
પ્રદૂષણને જાપાનીઝ ભાષામાં Keyare કહે છે. પ્રદૂષણથી જે કાંઈ હાનિ થાય છે તેનું ધાર્મિક ક્રિયાકાંડની પવિત્રતાથી નિવારણ થાય છે. શિતોદર્શનની આ વિચારધારાને કારણે જાપાની નાગરિક અને પર્યાવરણ વચ્ચે એક સેતુ રચાય છે. કૃષિ વિકાસના લાભો ઉપરાંત પ્રકૃતિ સંતુલન જાળવવા તે ચાવીરૂપ કાર્ય કરે છે. ધાર્મિક માન્યતાઓ માત્ર વૈચારિક ન રહેતાં કાર્યકારી બનતાં વ્યવસ્થાનું અંગ બની જાય છે. પ્રકૃતિ સાથે તાદાભ્યતા કેળવવાથી તેમની સંસ્કૃતિની ઓળખ જળવાય છે.
જાપાનના આધુનિકીકરણમાં શિંતોનું એક મહત્ત્વનું પ્રદાન છે અને જાપાની સમાજને અસરકર્તા છે. તે આર્થિક ને વૈજ્ઞાનિક પરિવર્તન કલાત્મક રીતે લાવે છે. વર્તમાને હરિયાળી વનભૂમિ વચ્ચે શિંતોનાં ધર્મસ્થાનકો આવેલાં હોવાથી અને શહેરીકરણમાં પણ વનરાજિનું મહત્ત્વ હોવાથી ગ્લોબલ વૉર્મિંગ-વૈશ્વિક તાપમાનથી બચી શકાય છે. પર્યાવરણની રક્ષાનું વિકટ કાર્ય કુદતી રીતે સહજ થાય છે. જાપાનીઝ શિંતોમાંથી વિશ્વને પ્રેરણા મળે છે. વળી આ કારણે જાપાનીઓ ભૂતકાળની ભૂલોને નજર સમક્ષ રાખી પર્યાવરણ માટે સંપૂર્ણ જાગૃત અને પ્રવૃત્ત છે. આધુનિક અનુકૂળતા સાથે પર્યાવરણ સંતુલનને ધર્મ માની મહત્ત્વનું સ્થાન આપે છે.
જાપાનીઓ શિંતો ધર્મ, બૌદ્ધ, કફ્યુસિયસ અને તાઓ ધર્મની ઘેરી અસર નીચે જોવા મળે છે. જાપાનમાં વનસ્પતિના શોષણને કારણે પ્રાકૃતિક અસંતુલન થતાં રાજસત્તા અને ધર્મસત્તા ચોંકી ઉઠી હતી.
કોનરાડ ટોટમેને તેમની કૃતિ જાપાનમાં વન્યકરણ' (History of Forestry in Japan)માં નોંધ્યું છે કે, જાપાનમાં પર્યાવરણનો વિનાશ પરાકાષ્ઠાએ પહોંચતાં ફરી વનીકરણ અનિવાર્ય બન્યું. પ્રકૃતિને સંસ્કૃતિરૂપે જોવાની નવી દષ્ટિ સાંપડી.
૩૮
૩૭