________________
3g
ધધધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ પરિવર્તિત કરે છે જે કુદરતની પ્રક્રિયામાં માનવીય મધ્યસ્થી દ્વારા આધ્યાત્મિક અને ઈશ્વરીય દષ્ટિબિંદુનું પ્રરૂપણ થાય છે જે નીતિમતાનું પોષક છે.
સાતમો ભેદ તે માનવીય તથા અન્ય જીવસૃષ્ટિને પર્યાવરણીય ન્યાય આપવાની બાબત પર ભાર મૂકતાં પ્રકાશનોને ઉજાગર કરે છે. આ સાહિત્ય પર્યાવરણીય અખંડિતતા તથા સામાજિક અને આર્થિક સમાનતા પર ભાર મૂકે છે.
ઈસાઈની પરંપરાગત વિચારધારા જે ફક્ત માનવીનાં સુખ અને મુક્તિ સુધી મર્યાદિત છે. તેની આ નૂતન વિચારધારા ઉપેક્ષા અને પરિત્યાગ કરે છે. અહીં
જીવો પ્રત્યેના આદરભાવ, પર્યાવરણીય રક્ષા, વ્યવસ્થિત વહેંચણી અને સમાન ધોરણે યથાયોગ્ય ઉપભોગની વાત અભિપ્રેત છે.
અંતમાં, સૃષ્ટિના તમામ જીવના જીવનનો સ્વીકાર એ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, આ વિચારધારાનું આચરણ જરૂર વિશ્વકલ્યાણમાં પરિણમી શકે છે.
33
ધ ધધધધ / પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધોધ ધાિ
વૈશ્વિક તાપમાન અને
ઈસાઈ ધર્મસંસ્કરણની ખામીણ પ્રજા
ઈસાઈ ધર્મના એક સંપ્રદાય રિબાપ્લિઝમ (Rebaptism) પુન: ધર્મસંસ્કરણ પામતી આમીશ પ્રજાની જીવનશૈલી પર્યાવરણ સંદર્ભે સમજવી રસપ્રદ થઈ પડશે.
યુરોપમાં ઈ.સ. ૧૫૧૭માં ‘માર્ટિન લ્યુથર’ નામના એક મહાન ધર્મસુધારકે રોમન કેથલિક ચર્ચની સામે વિદ્રોહ પોકાર્યો. ખ્રિસ્તી ધર્મમાં ધર્મસંસ્કરણ બાળવયે થાય છે. ઝુરીચમાં વિદ્રોહીના આ મંડળે એવો દૃઢ મત રજૂ કર્યો કે ધર્મસંસ્કરણ પુખ્ત વયે તેની જાગૃતિ અને સંમતિપૂર્વક થવું જોઈએ. રૂઢિચુસ્ત લોકોએ આ સુધારકોને ત્રાસ આપતાં તેઓ અમેરિકા ચાલ્યા ગયા.
આ ધર્મ પાળનારા લોકો આમીશ પ્રજા તરીકે ઓળખાયા. ૧૭૬૦થી ૧૮૮૦ના ગાળામાં ભિન્નભિન્ન સમૂહમાં ‘પેન્સિલવેનિયા' રાજ્યના લેકેસ્ટર વિસ્તારમાં સ્થળાંતર કર્યું. આ વિસ્તારની ૯૪૬ ચોરસમાઈલ જેટલી જમીનને કૃષિસ્વર્ગમાં બદલી નાખી. આ ક્ષેત્રના લોકો તેને પૃથ્વીનો બગીચો કહે છે.
આ પ્રજા ચર્ચના મોવડીઓની સત્તા નહીં, પણ માત્ર બાઈબલની સત્તા સ્વીકારે છે. આમીશ પ્રજાને પોતાનું ખેતર અને ગૌશાળા હોય છે જેનું સંયુક્ત કુટુંબ ખેતરોમાં વસે છે.
રૂઢિચુસ્ત આમીશ લોકોની વસતિ દોઢ લાખ છે, જેઓ અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં અને કૅનેડાના ‘એન્ટરિયો’ રાજ્યમાં વસે છે. આ પ્રજા અમેરિકાના ઇન્ડિયાના, પેન્સિલવેનિયા અને ઓહાયામાં વધુ છે.
યુગપ્રવાહથી તદ્દન વિપરીત રીતે જીવતી આ આમીશ પ્રજાની જનસંખ્યા બહુ ઝડપથી વધતી રહી છે. તેમની જનસંખ્યા છેલ્લાં સો વર્ષમાં ૧૩ ગણી વધી છે. પર્યાવરણ સંબંધે તેમની જીવનશૈલીનો અભ્યાસ કરવો રસપ્રદ થઈ પડશે.
૩૪