________________
32 KBપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ હિણી
(2
BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %થક
જાપાનમાં ચિંતો ધર્મનાં ૮૦,૦૦૦ (એંસી હજાર) મંદિરો છે. મંદિરોનાં સ્થાન અને તેની રમણીયતા અંગે સભાનતા છે. મંદિરો આસપાસ સુંદર પ્રાકૃતિક વાતાવરણની જરૂરિયાત જણાઈ. મોટા ભાગનાં મંદિરો ગામડાંની વચ્ચોવચ્ચે ખેતરો પાસે જરૂરી લાગ્યાં. દેવને ફળફળાદિ અને ખેતપેદાશોના નૈવેદ્ય ભોગરૂપે ધરી શકાય તેવી વ્યવસ્થા થઈ.
દેવોને જાપાનમાં ‘કામ' કહેવાય છે. કામી અને પ્રકૃતિ વચ્ચેનો એક અતૂટ સંબંધ સ્થપાય છે. પ્રકૃતિના ઘટકો માનવજીવનને પોષણ આપે છે. શિંતો ધર્મના જાપાની લોકોની માન્યતાઓ પ્રાકૃતિક અને પર્યાવરણની સ્થિતિ સાથે પરસ્પર સંબંધિત છે. શિંતોની ધાર્મિક વિધિઓમાં પવિત્રતાને સ્થાન છે તેથી જાપાનીઓ પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે તાદાસ્ય સર્જે છે.
ઝોરાષ્ટ્રીયન (પારસી) ધર્મ, વૈશ્વિક
તાપમાન અને પર્યાવરણ ઝોરાષ્ટ્રીયન ધર્મ પાળતી પારસી પ્રજાની ધાર્મિક માન્યતાઓ કેટલે અંશે પર્યાવરણની જાળવણીમાં સહાય કરે છે તેનો અભ્યાસ રસપ્રદ થઈ પડશે.
ઈરાનમાં જ્યારે માની નામનો એક ધર્મપંથ ચાલતો હતો. ધર્મપાખંડીઓ ચલાવતા. અષો જરથુસ્ટ નામની એક વ્યક્તિએ મુર્તિપુજા અને જાદુનો છડેચોક વિરોધ કરવા માંડયો અને તે લોકોને કહેવા લાગ્યો કે, “અહુરમઝદ (ઈશ્વર) એક છે. એ સર્વજ્ઞ છે. સર્વશક્તિમાન અને પરમ દયાળુ છે. એ પ્રકાશરૂપ છે, સૂર્યચંદ્ર પોતાની આંખો છે. આકાશ એનું વસ્ત્ર છે. પૃથ્વી ને આકાશના એ જ આધાર છે. પાણી, વાદળાં, વાયુ અને વનસ્પતિનો એ માલિક છે. એને પામવો હોય તો પ્રકાશની પૂજા કરો, ભલાઈથી વર્તો ને આચારમાં સાચા બનો.' તે મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયાવાન અને પ્રકૃતિપ્રેમી હતા.
એને મન પ્રકાશ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. એ પ્રકાશ આપણને સૂર્ય-ચંદ્ર અને અગ્નિ આપે છે જે જીવનપોષક છે. માટે અગ્નિને પવિત્ર ગણી પૂજા કરો.
જરથોસ્તીઓ અગિયારીમાં અગ્નિની પૂજા કરે છે. અગ્નિને પરમાત્માનું પ્રગટ રૂપ મનાય છે.
પારસીઓ પાણીને પવિત્ર ગણે છે. રોજ સ્નાન કરવાનું કહ્યું છે. મલિન કે સડેલી ચીજ કૂવામાં નાખવી નહીં. હાડકાં, વાળ, મૃત પશુનાં ફ્લેવર વગેરે નદીમાં ન નાખવાં.
ઝોરોસ્ટ્રીયન ધર્મ પૃથ્વીને પણ પવિત્ર ગણે છે. એને “અહુરમઝદની દીકરી'- ઈશ્વરની પુત્રીરૂપે ગણે છે. ખેતીને ઉત્તમ ગણે છે. તે માને છે કે જે અનાજ વાવે છે તે ધર્મ વાવે છે, અનાજ લણે છે તે ધર્મ લણે છે. માટે કહે છે કે, હે જરથોસ્તી, તું બુદ્ધિ સાથે હાથ-પગ હલાવ, અનાજ ઉગાડ. ધરતીને હરિયાળી ને ફળદ્રુપ બનાવ. ધરતીને જો લીલુડાં વસ્ત્ર પહેરાવીએ તો ધરતીમાતા
૪૦
૩૯
: