Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 13
________________ BE9Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ Age» » દ્વારા પ્રાકૃતિક વ્યવસ્થાનો વિનાશ થાય છે, અર્થાત્ પડી ભાંગે છે. જોકે, પરિવર્તન કુદરતમાં વારસાગત સ્વાભાવિક હોય છે, પરંતુ બૌદ્ધોની માન્યતા છે. કે કુદરતી પ્રક્રિયા પર માનવ નીતિમતાની સીધી અસર પડે છે. બુદ્ધની નિર્વાણ દષ્ટિમાં જ્ઞાન પ્રકાશમાં વિશ્વદર્શનના બધાં મહત્ત્વનાં પરિમાણો જોવા મળે છે. પરંપરાઓ એ વાતની નોંધ લે છે કે, બુદ્ધને જે રાત્રિએ જ્ઞાનની અનુભૂતિ થઈ ત્યારે સર્વપ્રથમ તેમને પોતાના પૂર્વભવોની મૃતિ થઈ. કર્માધીન સાતત્ય અનુભવ્યું. ત્યાર બાદ સમસ્ત જીવસૃષ્ટિનું વૈશ્વિક ક્રમમાં ભાવિદર્શન કર્યું. અંતે તેમણે જીવોનાં દુઃખોનું અને તેના પ્રકાશે તથા ઉપાયોનું અવલોકન કર્યું જેથી દુઃખોનો અંત આવી શકે. આ માટે તેમણે ચાર ઉમદા સત્યોને પ્રરૂપ્યાં તથા પરસ્પરાવલંબિત સ્થૂળ નિયમો બનાવ્યા. બુદ્ધનું જ્ઞાન એક ખાસ પ્રકારની અનુક્રમશૈલી ધરાવે છે. જીવમાત્રની વ્યક્તિગત કર્મની ઇતિહાસમાળાને સમજાવવાની શરૂઆત કરી ને ત્યાર બાદ સામાન્ય જીવના માનવીની કર્મઘટમાળને સમજવાનો અને છેવટે દુઃખનું કારણ તથા તેના નિવારણોનું કારણ જેમાં સમાયેલ છે તેવા સિદ્ધાંતોનું સંશોધન કર્યું. ત્યાર બાદ આ સિદ્ધાંતને વધુ સામાન્ય બનાવી અને કારણને લગતો વૈશ્વિક સિદ્ધાંત સ્થાપ્યો. આના ઉદ્ભવથી તે ઉદ્ભવે છે અને આનો નાશ થવાથી તે નાશ પામે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ તેમના વિશ્વદર્શનમાં વર્ણવ્યવસ્થાના ઉચ્ચનીચના ભેદોનો અસ્વીકાર કરે છે. એક માનવ બીજા માનવ પ્રત્યેના જાતિભેદને કારણે ઉચ્ચ વર્ણ, ઊતરતાં વર્ષો પ્રત્યેની જાતિ અભિમાનયુક્ત તિરસ્કારવૃત્તિના વિરોધી છે. આને એક નૈતિક આધાર માની તેઓ તેમને કરુણાદષ્ટિથી જુએ છે. થાઈલેન્ડના ભિક્ષુક બુદ્ધદાસ ભિખુના મતે સમસ્ત વિશ્વ સહકારી છે. પરસ્પરાવલંબી છે. સૂર્ય, ચંદ્ર, તારાઓનું સહકારપૂર્વકનું સહઅસ્તિત્વ છે. આવી જ રીતે મનુષ્યો, પ્રાણીઓ, વૃક્ષો અને પૃથ્વી-ધરતી વચ્ચે પણ સહકારભાવના છે. પરસ્પર સાથે હળીમળીને રહે છે. જ્યારે આપણને અહેસાસ-પ્રતીતિ થાય છે કે વિશ્વ (જગત) પરસ્પર એકબીજા પર આધારિત, સહકારયુક્ત સાહસ છે... ત્યારે આપણે એક ઉમદા-આદર્શ 68 2 gk પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ધીમી થBAD વાતાવરણ ઊભું કરી શકીએ. જો આપણે આપણા જીવનને આ સત્ય પર આધારિત નહીં બનાવીએ તો આપણે વિનાશ વેરીશું. એક પશ્ચિમી બૌદ્ધધર્મીએ બૌદ્ધનું વિશ્વદર્શન નિહાળી બૌદ્ધ ધર્મ વિશે કહ્યું કે, બૌદ્ધદર્શન ફક્ત ગૌતમબુદ્ધનો ઉપદેશ જ નથી, પરંતુ પ્રકૃતિનાં દરેક તત્ત્વોને બૌદ્ધદર્શન એક ધાર્મિક પર્યાવરણરૂપે માને છે. બૌદ્ધ વિચારોની ત્યાર બાદની સંસ્થાઓએ વિચાર્યું અને વૈશ્વિક ભાવિ કલ્પનાસૃષ્ટિમાં પરસ્પરાવલંબન, અર્થયુક્તતા, આધ્યાત્મિક ઐક્યનો તાત્ત્વિક વિકાસક્રમ જોયો. રૂપક રીતે ઇન્દ્રજાળની કલ્પના હુઆયન જાપાનીઝ કેગનની પરંપરામાં અવતંસક સૂત્ર ખાસ કરીને અગત્યનું છે જેમાં બૌદ્ધદર્શન દ્વારા પર્યાવરણી ચર્ચાઓ કરવામાં આવેલ છે. ગેરી સ્નાઈડરના મતે વિશ્વની કલ્પના એક વિશાળ, વિવિધ પાસાયુક્ત રત્નોની ગૂંથેલી જાળી જેવી છે જેમાં દરેક રત્ન જાળીમાંના બીજાં બધાં રત્નોનું પ્રતિબિંબ ધરાવે છે અને પ્રત્યેક રત્ન સમસ્ત વિશ્વનું પ્રતિબિંબ પાડે છે અને જગતને એક વિશ્વના પ્રતીકરૂપે જેમાં ઢિપ્રદેશી (Bioregional) પર્યાવરણનો સમૂહ જોવામાં આવે છે. બૌદ્ધ પર્યાવરણવાદીઓ વધુમાં દલીલ કરે છે કે અધ્યાત્મ વિચારધારાની એક તર્કયુક્ત માન્યતા જેને બુદ્ધપ્રકૃતિ કે ધર્મપ્રકૃતિ (દા.ત. બુદ્ધકાય, તથાગતગર્ભ, ધર્મકાય, ધર્મધાતુ) વિશ્વના જીવોના અસ્તિત્વના એકીકરણના આધારરૂપ એકસમાન અને પવિત્ર જગતની કલ્પના કરે છે. જોકે, પરંપરાગત રીતે માનવજીવનની એક વિશેષતા છે કે તે આત્મસાક્ષાત્કાર કરી શકે છે. ટી ઈન ટાઈ સાધુઓ જે ૮મી સદીમાં ચીનમાં થઈ ગયા તેઓ વૈશ્વિક બૌદ્ધ પ્રકૃતિની માન્યતા મુજબ જીવ અને અજીવ સૃષ્ટિની માન્યતા પર આવ્યા કે વનસ્પતિનાં છોડ, વૃક્ષો અને પૃથ્વી પોતે પણ જ્ઞાનપ્રકાશ પામી શકે. કુકાઈ (૭૭૪-૮૩૫) જાપાનીઝ શીગોન સ્કૂલના સ્થાપક અને ડોગન (૧૨૦૦૧૨૫૩) સોટો એન પંથના સ્થાપક, આ બન્નેએ વૈશ્વિક બૌદ્ધ પ્રકૃતિને સ્વાભાવિક રીતે દર્શાવતાં કહ્યું, જો વૃક્ષને છોડ (વેલા) તે બૌદ્ધ સિદ્ધાન્તનો આશ્રય ન આપવામાં આવે તો મોજાંઓ (સાગરના) ભેજ વિનાની હવા જેવા લાગે. (અપ્રાકૃતિક-અસ્વાભાવિક) અર્થાત્ પર્યાવરણ અને બૌદ્ધદર્શન ૧૧. ૧૨

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 186