Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 16
________________ BE8%પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ %D8થક તે તાપૂરતી પૂર્વશરત નથી કે જેને પર્યાવરણીય નૈતિક વ્યવહાર કહી શકાય. આ આલોચકો વ્યવહારના કેન્દ્રબિન્દુ તરકે બૌદ્ધદર્શન અને તેનો પરંપરાગત આગ્રહ અને સદ્ગણોના પોષક તરીકે ત્રિસ્તરીય માર્ગ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ માટે સૂચવે છે (નૈતિકતા, સમાન જાગૃતિ અને વિવેક), સમકાલની પ્રવૃત્ત બૌદ્ધોમાં વિયેટનામી ભિક્ષુ થીચ ન્હાટ હન્ડ સૌથી વધુ આગ્રહી રહ્યા છે કે શાંતિમય અને સાતત્યપૂર્ણ જગત માટે તેના વિકાસ માટે, સમાન જાગરૂકતાની કેન્દ્રવર્તી કામગીરી છે. નૈતિક ભારતના આલોચકો કે જેઓ બૌદ્ધ પરંપરાગત માનવવિકાસની દષ્ટિ ધરાવે છે તેઓનો તર્ક છે કે તાત્ત્વિક કલ્પના (માન્યતા) જેવી કે અનાત્મન શૂન્યતા માનવીય મહત્તાની સ્વાયત્તતાને ક્ષીણ કરે છે અને (આત્મા) “પર”ના અગત્યના અંશોનું ભેદજ્ઞાન કરે છે અને તે “પર”ને નૈતિક દષ્ટિએ આવશ્યક સમજે છે. જ્યારે બૌદ્ધદર્શન (તત્ત્વજ્ઞાન) ક્ષુદ્ર જીવજંતુઓના મહત્ત્વને ઓછું આંકી અને તેની સ્વતંત્ર વાસ્તવિકતાને તોડવારૂપ એક નજીવી ઘટનારૂપ Epsistemological ગણે છે. ત્યારે આવા શુદ્ર જંતુઓ કે જેઓ ક્ષણજીવી છે તેનું રક્ષણ કરવા નૈતિક નિયમોનો આધાર શો ? તદુપરાંત એ લોકો દર્શાવે છે કે ખાસ કરીને બૌદ્ધદર્શનની અતિપાયાની વિચારધારા કે જે “નિર્માણ” દુઃખાનુભવ, પીડા-દુઃખની અનુભૂતિ, પુનર્જન્મ, અનાત્મ અને મૃત્યુ પણ જે વ્યક્તિની આધ્યાત્મિક શોધ (આત્મદર્શન)ના ધ્યેયરૂપ છે, સંસારમાં ડૂબી જવા માટે નહીં. આથી તેઓ એવા નિર્ણય પર આવે છે કે કાં તો બૌદ્ધદર્શન એક મલમપટ્ટીનો પ્રારંભિક હેતુ (calvitic steriological) જ પાર પાડે છે અથવા તાત્વિક અને ઐતિહાસિક શાસ્ત્રોને પર્યાવરણીય પરંપરા દ્વારા વિકૃત કરવાનો પ્રયાસ કરે છે. બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રીઓ આના પ્રત્યુત્તર-પ્રતિભાવમાં જણાવે છે કે તેમની પરંપરા માનવહક્કો અને વૈશ્વિક વાતાવરણને નૈતિક, સામાજિક અને પર્યાવરણીય જવાબદારીને કરુણા, અનુકંપાની ભાષા કરતાં સમસ્ત માનવવિકાસની દૃષ્ટિએ અમલ-આચરણયુક્ત વ્યવહારમાં ઉપયોગ કરવાથી તેની પરંપરા પ્રગતિશીલ, પ્રતિભાવરૂપ સમકાલીન સંદર્ભમાં ઉત્તમ રીતે પ્રતિનિધિત્વ કરશે. BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક એક સંબંધિત પણ વધુ સહાનુભૂતિપૂર્ણ આલોચના બૌદ્ધ પર્યાવરણીય ચળવળના અંતરંગ ભાગરૂપે જે થઈ તે નિર્દેશ-સૂચન કરે છે કે જો બૌદ્ધદર્શનને વ્યવસ્થિત સંસ્થાકીય માધ્યમે અસરકારક બનાવવું હશે તો તેનો એક શક્તિરૂપે, સંગઠનરૂપે અને પરંપરાગત બૌદ્ધ પ્રણાલીરૂપ વ્યક્તિ નૈતિક, આધ્યત્મિક પરિવર્તન પર ભાર મૂકવો પડશે અને તેનો વધુ પ્રબળતાથી ક્રૂર શોષક અને પર્યાવરણીય નિમ્નતાકારક માળખાને નેસ્તનાબૂદ કરવા ઉપાયો વિચારવા પડશે અને અમલમાં મૂકવા પડશે. બૌદ્ધોની અજોડ, સભાન જાગૃતિપૂર્વકની સાદાઈથી પરિપૂર્ણ જીવનપદ્ધતિની રક્ષા કરવાના ધ્યેય સાથેસાથેના આ વિચારને મહત્ત્વ આપવું પડશે. વર્તમાન બૌદ્ધ સક્રિય અને ઉત્સાહી કાર્યકરો જે કાર્યમાં રોકાયેલા છે તેઓએ ખરેખર આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના પારસ્પરિક નિરાકરણ માટે જેવા કે અણુકચરાના નિકાલથી લઈ માનવહક્કભંગ જે મ્યાનમારમાં થયેલ છે ત્યાં સુધી પ્રશ્નોને હાથમાં લીધા છે. The Greenhouse Effect Some solar radiation is reflected by the Earth and the atmosphere. Some of the infrared radiation passes through the atmosphere. Some is absorbed and re-emitted in all directions by greenhouse gas molecules. The effect of this is to warm the Earth's surface and the lower atmosphere. Most radiation is absorbed by the Earth's surface and warms it. Atmosphere Earth's surface Infrared radiation is emitted by the Earth's surface ૧૭ ૧૮ -

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 186