Book Title: Paryavaran Vaishvik Tapman Ane Dharm
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 19
________________ B%E0 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 90%9B%થ ઉપસંહાર - સમાપનઃ પૃથ્વી-ધરતીની નૈતિક-આદર્શ પરિસ્થિતિના નિર્માણમાં વૈદિક-હિન્દુ તથા જૈન પરંપરા એક અજોડ અને સમૃદ્ધ સાધન-સંપત્તિનું યોગદાન આપે છે. હિન્દુ વિચારધારા ધરતીને દેવીરૂપ-માતારૂપ માને છે અને તે રીતે તેનું બહુમાન-પૂજા કરે છે. આ ધરતીને પૂજનીય-આદરણીય માની બહ્માન કરે છે. તેમના મતે પૃથ્વીપાણી-અગ્નિ-વાયુ-આકાશ મહાભૂતરૂપ ગણી એક શક્તિરૂપે પૂજે છે. સાદગીભરી જીવનશૈલી આર્થિક વિકાસ જાળવવામાં સહાયરૂપ થાય છે. પૃથ્વી-ધરતી પ્રતિનો આ મૈત્રીભાવ ધર્મનું એક અંગ મનાય છે. દષ્ટિથી અહોભાવપૂર્વક જોવાય-શ્રદ્ધાય છે. જૈન પરંપરાની વિચારધારા-આદર્શ ધરતીને એકેન્દ્રીય રૂપ સજીવ સ્થાવર ચૈતન્ય સ્વરૂપ ગણી તેની રક્ષા કરવા પ્રતિબદ્ધતા દાખવે છે અને વિશ્વમૈત્રીની-અહિંસાની મૈત્રીની વિચારધારા પર્યાવરણ રક્ષામાં ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. વિશ્વના દરેક જીવો પરપરસ્પર સંબંધથી સંકળાયેલા છે તેવો ઉચ્ચ આદર્શ રજૂ કરે છે અને ત્રસ સ્થાવરની સમાનભાવે યથાશક્ય રક્ષા કરવા પ્રવૃત્ત બને છે અને પ્રબોધ છે. અહિંસાના ઉચ્ચ સૈદ્ધાન્તિક આદર્શ પર્યાવરણ રક્ષા માટે અતિમૂલ્યવાન છે. બન્ને વૈદિક અને જૈન સંસ્કૃતિનું વલણ ભૌતિક્તા પ્રતિ ઉદાસીન રહી યોગી, શ્રમણ પરંપરા પ્રતિ આગળ વધવા આધ્યાત્મિક વિકાસ પર જોર આપે છે. પર્યાવરણના આયોજનમાં ભૌતિક વિકાસ પ્રત્યે તેઓ ઉદાસીન હોઈ શકે, પરંતુ બન્ને સંસ્કૃતિ માનવ-ધરતીના સંબંધોનું નવું પરિમાણ બક્ષી મૈત્રીભાવનો વિકાસ કરવા દ્વારા પર્યાવરણ રક્ષાના સિદ્ધાન્તમાં ઘણો જ ઉપયોગી નીવડી શકે તેમ છે. તેની સહર્ષ નોંધ લેવી જ રહી. બન્ને આદર્શો અને વિચારધારાઓ અપેક્ષિત વિકાસમાં ઘણા જ સહાયરૂપ-મહત્ત્વનાં છે. જૈન ધર્મ પર્યાવરણ સંતુલનપોષક છે. જૈન ધર્મનાં વ્રતો, નિયમો અને સૂત્ર-સિદ્ધાંતો ધર્મની પુષ્ટિ કરનારાં છે. સાથે સાથે પર્યાવરણની સંતુલના માટે સહાયક છે. એ વિષય પર ચિંતન કરીશું તો જૈન ધર્મ વૈજ્ઞાનિક છે તેની પ્રતીતિ થશે. સમયના સાંપ્રત પ્રવાહમાં પ્રદૂષણ સમસ્યા એક વિકરાળ રાક્ષસ સ્વરૂપે આપણા આંગણામાં આવીને ઊભી છે, જાણે વિકાસની હરણફાળ પર એક મસમોટું ૨૩ 88,પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ KBીક થી પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું છે ! - સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે. આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તા સંસ્કૃતિનો ઉદ્દભવ થયો. માનવીય જરૂરિયાતો વધી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વિવેકહીન વૈજ્ઞાનિક પ્રગતિ, અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. જૈન ધર્મે સંયમ, અહિંસા અને અપરિગ્રહના સિદ્ધાંતોની પ્રરૂપણા કરી છે જે સિદ્ધાંતો પર્યાવરણના સંતુલન માટે સહાયક બને છે. ભોગલક્ષી જીવનશૈલીની સામે ભગવાન મહાવીરે ત્યાગ અને સંયમની વાત કરી. જીવનમાં સંયમ આવશે તો ઉપભોક્તાવૃત્તિ પાતળી પડશે. દિવસમાં એક બાલદી પાણીથી ચાલી શકતું હોય તો વધુ પાણી ન વાપરવું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચાર કરીશું તો જણાશે કે ભગવાન મહાવીરે સત્યનો સાક્ષાત્કાર કર્યો હતો. એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેમણે કહ્યું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ દરેકમાં જીવ છે. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી આ સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા જૈનદર્શને ઊંડું ચિંતન કર્યું છે. પાણી, વાયુ, માટી, વૃક્ષો અને પ્રાણીઓ આ તમામ મળી પર્યાવરણ અથવા વાતાવરણને રચે છે. આ તમામ ઘટકો પર પરસ્પરનું સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. માનવજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. જૈન ધર્મ એક સજીવ તત્ત્વરૂપે સ્વીકારે છે. તેમાં અપકાયના સ્થાવર જીવો પણ હોય છે. પાણીના આશ્રયમાં વનસ્પતિકાયના સ્થિર-સ્થાવર છવો તેમ જ ત્રસકાયના એટલે હાલતા-ચાલતા જીવો ઉછેર પામતા હોય છે. જળપ્રદૂષણથી પાણીમાંની વનસ્પતિ અને હજારો પ્રકારના જળચર જીવોની હિંસા થાય છે. ઇરાનઇરાકના ખાડીયુદ્ધના તેલ-કચરા દ્વારા સમુદ્રમાં ભયંકર જળપ્રદૂષણ થયું. પાણીમાંના અસંખ્ય જીવોની હિંસા તો થઈ, માનવજાતે પણ ખૂબ સહન કરવું પડ્યું. જમીન પર કબજો એ સામ્રાજ્ય વધારવાનો પરિગ્રહ, સત્તા અને મૂડીનું કેન્દ્રીકરણ હિંસા વધારનારું છે. તેની સામે અપરિગ્રહના સિદ્ધાંતમાં સંયમ અને ત્યાગ અભિપ્રેત છે. ૨૪

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186