________________
ધધધ ધધ પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ત્રણ વિધ
હિરોશીમા - નાગાસાકી પર થયેલા બૉમ્બવિસ્ફોટને કારણે તાપમાન (ટેમ્પરેચર) એટલું વધી ગયું કે (અલ્પા, બીટી, ગામા) રેડીએશનને કારણે કૅન્સર જેવા રોગો થયા, જિન્સને અસર થઈ જેથી રોગો વારસામાં આવ્યા, પ્રદૂષણને કારણે એ સમયે ઍસિડનો વરસાદ થયો અને હજારો માણસો માર્યા ગયા ને લાખો અપંગ બન્યા, માતાના ગર્ભમાં રહેલાં બાળકો પણ અપંગ અવતર્યાં.
અમેરિકાની સામ્રાજ્યવાદની ઘેલછાએ વિશ્વને યુદ્ધસર્જિત પ્રદૂષણનું તાંડવનૃત્ય બતાવ્યું. વિવેકહીન ઉપભોગ અને સ્પર્ધાને કારણે ઉત્પાદન વધારવાની આંધળી દોટમાં મહાકાય કારખાનાં પાણીનો વ્યાપક ઉપભોગ કરે છે. દિલ્હીની યમુના નદી અને ઇંગ્લૅન્ડની ટેમ્સ નદી વગેરે નદીઓ પ્રદૂષિત થઈ રહી છે.
દરેક જીવને જીવવાનો અધિકાર છે. આપણે એનું જીવન છીનવી શકીએ નહીં, એટલે માંસાહારનો જૈન ધર્મ નિષેધ કરે છે.
આઇસક્રીમ બનાવનારી અમેરિકાની એક બહુ મોટી કંપનીના માલિક જ્હોન રોબિન્સે લખેલા પુસ્તક ‘ડાયેટ ફૉર ન્યૂ અમેરિકા’માં જણાવ્યું છે કે, માંસાહારીઓને કારણે અમેરિકામાં કુદરતી સંપત્તિ, ઊર્જા, પાણી અને વનસ્પતિઓનો જે ભયંકર દુર્વ્યય થાય છે તેના પ્રદૂષણને કારણે પર્યાવરણની અસંતુલિતતા ઉદ્ભવી છે.
લેખકના મતે માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સોળ પાઉન્ડ અનાજ અને સોયાબીન, પચ્ચીસો ગૅલન પાણી, અનેક ગૅલન પેટ્રોલ વપરાય છે. અમેરિકામાં ઘરવપરાશથી લઈને ખેતી અને કારખાનામાં બધું મળીને જેટલું પાણી વપરાય છે તેટલું પાણી માંસ માટે ઉછેરાતાં પશુ માટે વપરાય છે. કેવળ અમેરિકામાં બાવીસ કરોડ એકર જમીનમાં આવેલાં જંગલોનો ખાતમો ગૌમાંસના ઉત્પાદન માટે બોલાવવામાં આવે છે. અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં વપરાતાં સાધનો કરતાં માંસ ઉત્પાદન માટે વીસ ગણું રો-મટિરિયલ્સ વપરાય છે. લેખકના મતે અમેરિકા જો બેફામ માંસાહર પર પચાસ ટકા કાપ મૂકે તો દર વર્ષે દુનિયાના ત્રીસ કરોડ લોકોને પેટ પૂરતું ખાવાનું પહોંચાડી ભૂખમરાથી બચાવી શકાય. ઉપરાંત, પાણી અને વનસ્પતિની બચતથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય. જંગલોમાં વૃક્ષો કાપવાની તેમ જ જળસંગ્રહ કરવાની ક્ષમતા ઘટી જાય, વનસ્પતિના વિનાશ દ્વારા રણો વિસ્તરશે.
૨૫
300 પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ છે !
યુવાચાર્ય મહાપ્રજ્ઞ કહે છે, વૃક્ષવિહીન ધરતી લોકોમાં ક્રૂરતા અને બર્બરતાનાં બીજ રોપશે. વન આપણા પ્રાણવાયુનો ભંડાર છે. એક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછો ૧૬ કિલોગ્રામ ઑક્સિજન જોઈએ અને એટલો ઑક્સિજન પેદા કરવા માટે
૫૦ વર્ષનું આયુષ્ય તથા ૫૦ ટન વજન ધરાવતાં પાંચ-છ વૃક્ષ હોવાં જાઈએ. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ-છ વૃક્ષો કાપવાં એટલે પરોક્ષ રીતે એક વ્યક્તિને પ્રાણવાયુથી સદંતર વંચિત કરી દેવી. વાસ્તવમાં તેનો શ્વાસ રૂંધી તેની હત્યા કરવા સમાન છે.
વાયુનાં અને ધ્વનિનાં પ્રદૂષણો આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણવિદ્દોના મતે વાયુમંડળમાં ઓઝોન પડને નાઈટ્રોજન ઑક્સાઈડને કારણે હાનિ થવાનું જોખમ ઊભું થયું છે. છેલ્લાં સો વર્ષમાં વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણમાં ૧૬ ટકાની વૃદ્ધિ થઈ છે જે માનવઆરોગ્ય માટે હાનિકારક છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. સુપરસોનિક જેટ વિમાનો નાઈટ્રિક ઑક્સાઈડ ઉત્પન્ન કરે છે જે વાયુનું પ્રદૂષણ વધારે છે.
જૈન ધર્મે અગ્નિકાયના જીવોનો સ્વીકાર કર્યો છે. કોલસા, પેટ્રોલ વગેરે ઊર્જા વપરાય ત્યારે અગ્નિકાયના જીવોને પીડા થાય છે. માટે શ્રાવકાચારમાં મહાહિંસા, આરંભ-સમારંભ થાય તેવા કર્માદાનના ધંધાનો નિષેધ છે અને નિરર્થક પરિભ્રમણનો પણ નિષેધ કર્યો છે.
કોલાહલના કારણે થતાં ધ્વનિ પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે.
આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે.
૨૬