________________
4000 ( hપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 92,92થક
યાત્રાળુઓના પ્રવાહને પ્રચુર ઉત્તેજન આપતા, એકાન્ત અને સાદગીપૂર્ણ જીવનની વચ્ચે આવતા વનમાં સ્થાપિત મઠોના શાંત વાતાવરણને બાધક તેમ જ મુશ્કેલી સર્જતું હોવા છતાં નદી, પહાડો, બૌદ્ધ પર્યાવરણશાસ્ત્રનું એક અગત્યનું અંગ બની રહે છે, જે માનવીય વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. દષ્ટાંતરૂપે સ્મૃતિમાં લાવો. મનનું જ્ઞાન વિષેનું વર્ણન જેમાં પ્રાકૃતિક દશ્યો જેવાં કે નદી અને ગિરિમાળા, જેને પવિત્ર સ્થાનરૂપે જોવામાં – માનવામાં આવે છે. જોકે, અધ્યાત્મ સાધકો પોતાના આત્મબળને કસોટીની એરણે વારંવાર ચડાવી ઘોર અટવીમાં રહે છે, પરંતુ પ્રકૃતિના નિયમો સૌમ્ય પ્રકારના જોવા મળે છે અને ધ્યાનની આરાધનામાં શાંત વાતાવરણ ઉત્પન્ન કરવામાં કારણભૂત બને છે એવો ઉપરના નિયમો દ્વારા નિર્દેશ મળે છે. અથવા અત્યારે જાપાનના ઝેન મઠો જેવું પ્રાકૃતિક ઉદ્યાન જોવા મળે છે કે મૂળભૂત રીતે શહેરના બાહ્ય ઉપનગરીય ભાગમાં જોવા મળે છે.
બદ્ધદાસ ભિખુએ પોતાના દક્ષિણ થાઈલેન્ડમાં આવેલ વન મઠને “ગાર્ડન ઑફ એમ્પાવરિંગ લિબરેશન” - “મુક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાન” કહેલ હતો. તેમનું અવલોકન હતું કે પ્રકૃતિ (કુદરત) દ્વારા પ્રાપ્ત કરાયેલ શાંતિની દીર્ઘ અનુભૂતિ જે જગતની રોજબરોજની તાણથી ઘેરાયેલ દિલ અને દિમાગને આરક્ષિત કરે છે અને તેનાથી અલગ કરે છે (છૂટું પાડે છે). પ્રકૃતિ જે શિક્ષાનો બોધપાઠ આપે છે તે આપણને નવા જન્મ પ્રતિ દોરી જાય છે. દુ:ખની સામે પાર કે જે દુ:ખ આપણી પોતાના મમત્વની માયાજાળમાં જાતને રોકી રાખવાથી પ્રાપ્ત થયેલ હતું. બૌદ્ધ પર્યાવરણવાદીઓ માટે બુદ્ધવાસની મુક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાન જેવાં કેન્દ્રોમાં એક એવી જીવનપદ્ધતિનું સમર્થન કરે છે કે જેમાં તેના આધારરૂપ જીવનમૂલ્યો જેવાં કે વિનમ્રતા, સરળતા, અપરિગ્રહ ફક્ત પ્રોદ્યોગલિક વિજ્ઞાન દ્વારા નિરાકરણ થઈ શકે નહીં. સવિશેષ મહત્ત્વનું છે કે જીવનપદ્ધતિ અને મૂલ્યોના પરિવર્તનની આવશ્યકતાનો સ્વીકાર કરવામાં આવે.
બુદ્ધવાસનો આશય શક્તિની સત્તા પ્રાપ્ત કરાવનાર ઉદ્યાનને દુનિયાથી સ્ટવાના એક સુરક્ષિત સ્થાન તરીકે ઓળખાવવાનો ન હતો, પરંતુ એ એક
૧૫
KB. Kી પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કદી નBg એવું સ્થાન જેમાં માનવો, પ્રાણીઓ તથા વૃક્ષ-છોડવાઓ એક સહકારયુક્ત અત્યંત સૂક્ષ્મ જીવસૃષ્ટિ જે પર્યાવરણની વિશાળ પદ્ધતિનો એક ભાગરૂપ ગણવાનો હતો અને જ્યાં એક એવી સમાજરચના જેમાં મનુષ્ય એક પર્યાવરણીય સદાચારને વિકસાવી શકે. આવા સદાચારમાં સંયમ, સાદાઈ, પ્રેમ, કરુણા, અનુકંપા, સમતા, ધૈર્ય, વિવેક, અહિંસા અને ઉદારતાના સદ્ગણોનો સમાવેશ થાય છે. આ સણો નૈતિક સિદ્ધાન્તો-આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે, જે બૌદ્ધ સમાજના સમસ્ત સદસ્યોને આવરી લે છે, જેમાં અધ્યાત્મ સાધકો, સામાન્ય માનવી, રાજનેતા, સામાન્ય નાગરિક, પુરુષ-રસ્ત્રી બધાં જ આવી જાય છે. દાખલા તરીકે રાજકીય નેતાઓ જેઓને રાષ્ટ્રની શાંતિ અને સલામતીની જાળવણી માટે જવાબદારી સોંપવામાં આવી છે તેઓ પણ અહિંસાના સણને અપનાવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આના સંદર્ભમાં સમ્રાટ અશોકનું દષ્ટાંત આપવામાં આવે છે જેણે પશુબલિનો નિષેધ અને પ્રાણીરક્ષાની હિમાયત કરી હતી. વિવેક અને કરુણા આ બન્ને સદગુણો બોધિસત્વ (સંતો)ની આધ્યાત્મિક સંપૂર્ણતાની વ્યાખ્યારૂપે છે, પરંતુ આ બક્ષિસરૂપ નૈતિક ગુણો કે જે ખાસ કરીને બૌદ્ધ અથવા ભિક્ષુઓ સાથે સંકળાયેલ છે તે વિસ્તૃત અને બોધદાયક સાહિત્ય દ્વારા માનવીય અને પ્રાણીજન્ય જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. સમકાલીનના ભાન સાથેના કરુણાના સ્રોત સમાન મૂળભૂત રીતે પર્યાવરણશાસ્ત્રની હાર્દ સમાન નીતિ સમાયેલ છે.
જગત નાનું અને સાંકડું થતું જાય છે અને પરાવલંબન વધતું જાય છે. આજ ભૂતકાળમાં કદી ન થયું હોય તેવું જીવન, એક વૈશ્વિક જવાબદારીરૂપ લક્ષણયુક્ત બનતું જાય છે. ફક્ત માનવ માનવ પ્રતિ જ નહીં, પણ માનવના અન્ય જીવસૃષ્ટિના જીવનના સંદર્ભમાં પણ ઘણા બૌદ્ધ પર્યાવરણવાદીઓ માટે અનુકંપા-કરુ ણા-દયા દ્વારા એવી આવશ્યકતા, સમજણ (જ્ઞાન) પ્રાપ્ત થાય છે કે સંસારની સમસ્ત જીવસૃષ્ટિ પરસ્પરાવલંબિત છે. જ્યારે બીજાઓની રજૂઆત, તર્ક છે કે ફક્ત એકાંગી માન્યતા (પરસ્પરાલંબનની)ની જ આવશ્યકતા હોવા છતાં પર્યાપ્ત નથી અને
૧૬