________________
BE0B8%Bhપર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ ADDog » પણ વન્યસંપત્તિનો નાશ થતો અટકાવ્યો છે. તેઓએ વૃક્ષોને સ્વદેહે ઘેરી લઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરી જાતને ભોગે પણ વૃક્ષોને જીવનદાન આપેલ છે. ઋષિઓએ વૃક્ષ-મંદિરોની પ્રેરણા કરી. કબીરવડ જેવાં વૃક્ષોને તીર્થ સ્વરૂપે જોવાય છે. વૈદિક હિન્દુ ધર્મનાં વિધિ-વિધાનોમાં અહીં અન્ય અંતર્ગત અગત્યના ભાગ તરીકે ગણાવેલ છે અને આ પરંપરા આજ પર્યંત ચાલુ રહેલ છે. પચાસથી વધુ વૈદિક ઋચાઓમાં સરસ્વતી નદીનું માહાત્મ દર્શાવેલ છે. જોકે, આ નદી અત્યારે સુકાઈ ગયેલ છે. સરસ્વતી નામને વિદ્યાની દેવી સાથે ગાઢ સંબંધ છે અને તેથી સાંકળવામાં આવેલ છે. વિદ્યાને સંસ્કૃતિનું ઐક્ય સંગમ દર્શાવે છે.
ઉત્તર ભારતમાં પ્રવાહિત થતી ગંગા નદી આવી જ રીતે શિવ (શંકર)ની જટામાંથી ઉદભવ પામી હિમાલયથી તેની પ્રવાહયાત્રા શરૂ કરી માર્ગમાં આવતા પ્રદેશોને સ્પર્શી લાખો-કરોડો આધુનિક ભારતીયો (માનવો)ને પોષણ આપી નિર્વાહ કરે છે. પરંપરાગત રીતે ભારતની નદીઓને સદા પવિત્ર ગણવામાં આવી છે. આધુનિક ઔદ્યોગિકીકરણને કારણે તથા માનવીય અશુદ્ધિને લીધે આ નદીઓ પ્રદૂષિત થવા પામી છે, તેમ છતાં ગંગા નદી આજે પણ હિન્દુ-વૈદિક સંસ્કૃતિનું એક અગત્યનું અંગ છે અને ભારતીય ધર્મક્રિયારૂપ જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. ચિંતક કાકાસાહેબ કાલેલકરે નદીઓને લોકમાતા કહી છે. હિન્દુત્વવૈદિક વિચારધારા વિશ્વસંબંધી અનેક ધારણાઓ પ્રસ્તુત કરે છે જે પ્રાકૃતિક વિશ્વમાં પર્યાવરણશારાની સુસંગતતા પ્રમાણે માનવને કુદરતના સાન્નિધ્ય રાખવામાં સહાયરૂપ થાય પણ છે અને નથી પણ થતી. (અર્થાત્ આંશિક રીતે જ શક્ય બને છે). એક તરફ આદિવાસી તથા અન્ય સંસ્કૃતિની ભારતની પ્રતિમા (છાપપ્રતિબિંબ)નું વેદ-ઉપનિષદ અને મહાકાવ્યો (રામાયણ-મહાભારત વગેરે)નાં સૂત્રોમાં વ્યક્ત થતું માનવીય જીવન અને સંસ્કૃતિનું રૂપ અને વર્તમાન શૈલીનું જીવન લગભગ સામ્યતા ધરાવે છે. સાંખ્યદર્શન અને તંત્ર પરંપરા ભૌતિક વિશ્વની વાસ્તવિકતા અને પ્રભાવ દર્શાવે છે. જ્યારે બીજી બાજુ અદ્વૈત વેદાંત પરંપરા સાંખ્યદર્શનના મૂળ સિદ્ધાન્તના સ્વીકાર સાથે વિશ્વસંબંધી માન્યતાને દઢપણે સ્વીકારે છે. તેમ છતાં ભારપૂર્વક દર્શાવે છે કે પરમસત્ય તો એકાંગી
BA%BA%BA% પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ 68ની 2fewથક અદ્વૈતવાદમાં જ સમાયેલ છે જે પ્રકૃતિમાં વિશેષરૂપ અગ્રભાગે રહી ઓળંગી જાય છે અને એક રીતે જોતાં ભૌતિક વિશ્વના અસ્તિત્વને નકારી મહત્ત્વહીન બનાવી તેને માયા કે ભ્રમણારૂપ ગણાવે છે.
હિન્દુ યોગવિદ્યાનો એક પ્રકાર આધ્યાત્મિકતા અને યોગની પ્રક્રિયા દ્વારા આરોગ્યવૃદ્ધિ, શરીરક્ષમતા અને ઇન્દ્રિયોની શક્તિઓને વિકાસ પામવામાં સહાયરૂપ થાય છે. જ્યારે બીજો પ્રકાર પૂર્ણરૂપે આધ્યાત્મિક માર્ગે સંસારત્યાગની પ્રતિષ્ઠા કરી, ઇન્દ્રિયનિગ્રહ દ્વારા આસક્તિ ભાવ ટાળી અનાસક્ત યોગ દ્વારા મોક્ષપ્રાપ્તિને ધ્યેયરૂપ માને છે. આ માર્ગમાં રહીને પણ સાંસારિક પ્રવૃત્તિને ગૌણ બનાવી ભૌતિક ચિંતાથી મુક્ત થાય છે. ધર્મના સિદ્ધાન્તોને વિશ્વના કલ્યાણ માટે આચરણમાં લાવી તેના પર ભારપૂર્વક આગળ વધવા આગ્રહ રાખે છે. વિશેષરૂપે આ પ્રકારની બાબતોમાં જેવી રીતે કે નર્મદા નદી ખીણ યોજનામાં બંધો બાંધવા અને એ રીતે સામાજિક પર્યાવરણનો સુયોગ સાધી તેને મહત્ત્વ આપી અને પર્યાવરણની નીતિની સાથે એકતા સાધી આદિવાસીના જીવનની તથા છેવાડાના માનવીના ઉત્કર્ષની આવશ્યકતાનો સ્વીકાર કરી તે ક્ષેત્રે કાર્યરત થવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
પ્રવર્તમાન વિશ્વમાં ફેલાયેલી પર્યાવરણની કટોક્ટી છેલ્લા ચાર દાયકાથી વધુ વકરી છે અને તેની અવળી અસર દક્ષિણ એશિયામાં અત્યારે ખાસ વર્તાય છે. આ પ્રદેશમાં તેનાં નગરો (શહેરો)માં વાયુની શુદ્ધતા ઘટતી જવાથી તેમ જ વિભિન્ન ક્ષેત્રોમાં જળની અશુદ્ધિ, આમ બે પ્રદૂષણોનો સામનો અહીંના લોકોને કરવો પડે છે. આ સંજોગોમાં ધાર્મિક ચિંતકો તથા કાર્યકરો વિચારવા લાગ્યા કે હિન્દુ-વૈદિક પરંપરાનાં મૂલ્યો ધરતીની વિશેષ સંભાળ શી રીતે લઈ શકે છે ? ગાંધીજીના સાદા જીવનના આદર્શોની વિચારધારા અને અહિંસા-સત્યાગ્રહ (સત્યનો આગ્રહ)નાં મૂલ્યો પરિસ્થિતિને વણસતાં અટકાવી શકે. તેઓ માનવા લાગ્યા કે ગાંધીપ્રેરતિ જીવનશૈલી પરિવર્તન વધતા જતા ઉપભોક્તા પર અંકુશ લાવી શકે, જે સાંપ્રત જીવનવ્યવસ્થા માટે ખતરનાક છે એવા અંકુશહીન ઉપભોક્તાવાદનું નિયમન કરી શકે. ભારતની મોટા ભાગની હિંદુ પ્રજા ગામડામાં વસે છે. તેઓ