Book Title: Pandit Lalan Author(s): Shivji Devshi Madhadawala Publisher: Shivsadan Granthmala Karyalay View full book textPage 6
________________ પહેલી આવૃત્તિના બે બેલ • પંડિત લાલન મારા ધર્મપિતા અને અધ્યાત્મગુરૂ હતા. હું દીક્ષા લેવાની ભાવના સેવતો હતો ત્યારે મને પંડિતજી મળી ગયા. મેં તેમની પાસેથી જીવનનું નવું દર્શન મેળવ્યું. જૈનધર્મનું રહસ્ય તેમણે મને સમજાવ્યું. ગદષ્ટિ આપી અને સમાજસેવાની દીક્ષા આપી. ” જીવનભર મેં સેવાને ભેખ લીધે અને આજે ૮૦ વર્ષની ઉંમરે પણ યુવાનને શરમાવે એ રીતે ચિર પ્રવાસી રહ્યો છું, હજારે કુટુંબ ભક્તાત્માઓને પરમ પ્રેમી બની રહ્યો છું. મારી જીવનદષ્ટિ અનેખી છે. “સદા મગનમેં રહેના એ મારૂં જીવનસૂત્ર છે. પંડિતજીનું ઋણ અદા કરવા હું શક્તિશાળી નથી પણ તેમનું સ્થાન મારા હૃદયમાં ચિર મરણીય છે. અને તે જીવનભર રહેશે. હંમેશના નિયમ પ્રમાણે હું પંડીચેરી ગયે. ત્યાંના પવિત્ર અધ્યાત્મમય–ઉચ્ચ.-આનંદપૂર્ણ અને મઘમઘતા વાતાવરણનું પાન કરતાં કરતાં જીવન ધન્ય બની જાય છે. મારા બાળમિત્ર, આપ્તજન, ભક્તાત્મા શ્રી વિસનજીભાઈ જેતશીભાઈ ૨૦-૨૨ વર્ષથી શ્રી અરવિંદ આશ્રમના અંતેવાસી તરીકે કુટુંબ સહિત રહે છે. તેમને મારા તરફ ખૂબ ભક્તિભાવ-પ્રેમભાવ છે. તેમણે પંડિત લાલન સાહેબને યાદ ક્યPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 478