________________
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘અવ્યવચ્છિત્તિમન' દ્વાર | ગાથા ૧૩૦૪-૧૩૦૫ વાચના અપાઈ છે સીસા ય બિરૂમા=અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે. સંપર્થ માં હિંગુત્ત =હવે મારે શું યુક્ત છે ?
ગાથાર્થ :
સંચમનો દીર્ઘ પચચ પળાયો જ છે, અને વાચના અપાઈ છે અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે. હવે . મારે શું યુક્ત છે? ટીકાઃ ___ अनुपालित एव दीर्घः पर्यायः प्रव्रज्यारूपः, वाचना तथा दत्ता उचितेभ्यः, निष्पादिताश्च शिष्याः, कृत ऋणमोक्षः, मम किं साम्प्रतं युक्तम् ? एतच्चिन्तयतीति गाथार्थः ॥१३७४॥ ટીકાઈ:
પ્રવ્રજ્યારૂપ દીર્ઘ પર્યાય અનુપાલન કરાયો જ છે, અને ઉચિતોને=યોગ્ય શિષ્યોને, વાચના અપાઈ છે અને શિષ્યો નિષ્પન્ન કરાયા છે=શાસ્ત્રાધ્યયનાદિ ઉચિત કૃત્યોથી શિષ્યો તૈયાર કરાયા છે, ઋણનો મોક્ષ કરાયો છે. હવે મારે શું યુક્ત છે? એને ચિંતવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગણધર આચાર્ય ગણધરપદને યોગ્ય સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરતાં કરતાં જ્યારે વૃદ્ધ થાય છે, ત્યારે ધર્મજાગરિકા કરતાં ચિંતવે છે કે મેં દીર્ઘકાળ સુધી પ્રવ્રજયાનું સમ્યફ પાલન કરેલ છે, ગુરુ પાસેથી અનુયોગની અનુજ્ઞા મેળવ્યા પછી મેં યોગ્ય શિષ્યોને વાચના આપી છે, તેમ જ ગુરુ પાસેથી ગણની અનુજ્ઞા મેળવ્યા પછી મેં શાસ્ત્રોના પરમાર્થનો બોધ કરાવીને શિષ્યોને ગીતાર્થ બનાવ્યા છે.
આથી હું ઋણમુક્ત થયો છું અર્થાત્ ભગવાનના શાસનનો પરમાર્થ પમાડીને ગુરુએ મારા ઉપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારનું ઋણ આ ભગવાનના શાસનને અન્ય યોગ્ય જીવોમાં સંક્રમણ કરવા દ્વારા મેં ચૂકવ્યું છે. માટે હવે મારે શું કરવું ઉચિત છે? જેથી મને એકાંતે હિતની પ્રાપ્તિ થાય? આ પ્રકારનું ચિંતવન તે વૃદ્ધ ગણધર આચાર્ય રાત્રે ધર્મજાગરિકામાં કરે છે. ll૧૩૭૪
ગાથા :
किण्णु विहारेणऽब्भुज्जएण विहरामऽणुत्तरगुणेणं ।
उय अब्भुज्जयसासणेण विहिणा अणुमरामि ॥१३७५॥ અન્વયાર્થ:
વિઘણુ મજુત્તરમુvi મમ્મુના વિદ્યારે વિદરમિ?=શું હું અનુત્તર ગુણવાળા અભ્યઘત વિહાર વડે વિહરું? ૩૨ મુન્નસાસ=કે અભ્યઘત શાસન વડે વિUિTT=વિધિથી અનુમમિ હું મૃત્યુને અનુસરું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org