________________
પાપ શદ્ધિની પ્રક્રિયા
| ઉપરોક્ત બંને મુનિવરોની પ્રેરણા ઉપરથી આ પુસ્તક સુરેન્દ્રનગર નિવાસી શ્રી મગનલાલ મોતીચંદ માસ્તર સાહિત્યપ્રેમી”ને બતાવ્યું. તેઓ મુમુક્ષુ અને ભદ્રિક સ્વભાવના છે. તેમણે સંપૂર્ણ ગ્રન્થ વાંચી જઈ “ભૂમિકા” લખી આપી, જે વાંચવાથી આ પુસ્તકની મહત્તા અને ઉપયોગિતા જાણવામાં આવી શકશે.
| શ્રાવક-આલોયણા ઉપરાંત આ લઘુપુસ્તકમાં આત્મશુદ્ધિના મિચ્છામિ દુક્કડં તથા પદ્માવતી આરાધના અને પાપનું પ્રાયશ્ચિત વિગેરે ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વર્ગસ્થ શતાવધાની મુનિરાજશ્રી રત્નચન્દ્રજી મહારાજે બનાવેલ પૂ.આ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના સંક્ષિપ્ત જીવનના સંસ્કૃત શ્લોકો અનુવાદ સાથે આપવામાં આવ્યા છે, જે વાંચવાથી પૂ. આચાર્યશ્રીની ભદ્રિકતા, વૈરાગ્યભાવના વિગેરેના આબેહુબ ખ્યાલ આવી શકશે. તેમ જ સરળ જનતાને તે પ્રેરણારૂપ થઈ પડશે. આ જીવનચરિત્રના શ્લોકો તથા ભાષાતરનું વિનયમૂર્તિશ્રી નવલચન્દ્રજી સ્વામીએ સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરેલ
આ પુસ્તિકાનું પૂર્ણ રીતે સંશોધન કરવામાં આવેલ છે, છતાં તેમાં કોઈ સ્કૂલના કે ત્રુટી રહી ગઈ હોય તે મને જણાવવા વિદ્વાન જનોને વિજ્ઞપ્તિ છે. આ પુસ્તિકાનો સૌ કોઈ યથાશક્તિ લાભ ઉઠાવશે, તો મારો શ્રમ સાર્થક થયો ગણાશે. સુષ વિ વહુના ?
લીંબડી વિ.સં. ૨૦૦૭ વીર નિ.સં. ૨૪૭૭ સ્થાનકવાસી જૈન મોટો ઉપાશ્રય
વિજયા દશમી
ગુણાનુરાગી મુનિશ્રી રૂપચન્દ્રજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org