Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 73
________________ પાપ શ@િળી પ્રકિયા ખાણ ખણાવી ધાતુની, અણગળ પાણી ઉલેચ્યાં; જલજંતુ વિનાશીને, અંગે નીરજ સિંચ્ચાં-તે મુજ-૨૨ અંગારકર્મ કીધાં ઘણાં, ઘરમેં દવ જ દીધા; સમ ખાઇને ધર્મના, ધન અખ જ લીધા-તે મુજ-૨૩ બિલ્લી ભવે ઉંદર ગળ્યા, ગરોળી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જૂ લિખ મારી-તે મુજ-૨૪ ભાડભૂંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; જાર ચણા ઘઉં શેકિયા, પાખંતા રીવ-તે મુજ-૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ કીધા અનેક; રાંધણ સીંધણ અગ્નિના, પાપ લાગ્યાં વિશક-તે મુજ-૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટ વિયોગ પડાવિયા, રુદન વિખવાદ-તે મુજ-૨૭ સાધુ અને શ્રાવકતણા, વ્રત લેઇને ભાંગ્યાં; મૂળ અને ઉત્તરતણાં, મહાદૂષણ લાગ્યાં-તે મુજ-૨૮ સાપ વિંછી સિંહ ચિતરા, સક્કરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી-તે મુજ-૨૯ સુવાવડ દૂષણ ઘણાં, કાચા ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢોળ્યાં ઘણાં, શીલવ્રત ભંગાવ્યાં-તે મુજ-૩૦ ધોબીને ભવે મેં ઘણા, જળજીવ સંહાર્યા; કૃપીના ભવે રંકને, દાન દેતાં નિવાર્યા-તે મુજ-૩૧ લુહારના ભવે મેં ઘણા, ઘડ્યાં શસ્ત્ર અપાર; કોશ કોદાળી ને પાવડા, તીણ તલવાર-તે મુજ-૩૨ વણિકના ભવ મેં કર્યા, કૂડા લેખ લખાવ્યા; ઓછું આપી અધિક ગ્રહ્યું, ખોટાં માપ રખાવ્યાં-તે મુજ-૩૩ ૬૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76