Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005584/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પીથાપિત કિયા (શ્રી આલોય 20) C ( કર્તા :- પ. આચાર્ય શ્રી ગુલાબચ0alહારાજ Jain E ton કોરો - Use Only. Page #2 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા ‘આભાર સુકૃતના સભ્યોમાંજો...' ‘પાપ શુદ્ધિની પ્રક્રિયા’ નામની શ્રાવક આલોયણાની પુસ્તિકાના સર્જનમાં સહયોગ આપી સુકૃતના સહભાગી બનનાર.... =0 (૧) સ્વ. શ્રી વનબંદ પોપટલાલ દોશી (રવવાલા)ના સુપુત્રો તથા પરિવાર સમસ્ત (૨) સ્વ. મહેતા ચંદુલાલ મગનલાલના સ્મરણાર્થે તેમના માતુશ્રી ગલાલબેન તથા પરિવાર સમસ્ત (૩) સ્વ. ભગવાનજીભાઈ શિવજી દોશીના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી વિનોદભાઈ દોશી આદિ પરિવાર સમસ્તનો હાર્દિક આભાર માની જ્ઞાનદાન યોગદાન આપવા બદલ ત્રણે પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ... ! For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા પૂજ્ય શ્રી ગુલાબ-વીર ગ્રન્થમાળા રત્ન - ૨૮ પાપ શુદ્ધિની પ્રક્રિયા ચાજે શ્રાવક આલોયણા જ આધ કર્તા , આગમ વિશારદ આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી મહારાજ જસપ્રેરક જ પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામીના અંતેવાસી તત્વજ્ઞ ૫. કૃપાલુ ગુરૂદેવ નવલચન્દ્રજી સ્વામીના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ભાવચન્દ્રજી સ્વામી સંશોધક જ મુનિશ્રી ભાસ્કરજી સ્વામી પ્રકાશક છે પૂ. શ્રી લાધાજી સ્વામી જૈન પુસ્તકાલય -લીંબડી - (સૌરાષ્ટ્ર) - ત્રિમ 377[30 Sી 20J6. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ uu શદ્ધિની પ્રક્રિયા આવૃત્તિ - ત્રીજી નકલ - ૧૦૦૦ વિર સંવત - ૨૫૨૧ વિર સંવત - ૨૦૧૧ ઇ.સ. - ૧૯૯૫ * પ્રાપ્તિસ્થાન છે (૧) પૂ. શ્રી લાધાજી સ્વામી જૈન પુસ્તકાલય ઠે. ચોરાપા, પાણીની ટાંકી પાસે, લીંબડી-સૌરાષ્ટ્ર - ૩૬૩ ૪૨૧. (૨) પૂ. શ્રી ગુલાબ-વીર પુસ્તક ભંડાર C/o. સ્થા. જૈન સંઘ (અજરામર સંપ્રદાય) મુ.પો. થાનગઢ-સૌરાષ્ટ્ર (૩) શ્રીમદ્ અજરામર જૈન પુસ્તકભંડાર છ કોટિ જૈન સ્થાનક મુ.પો. ગુંદાલા, તા. મુન્દ્રા-કચ્છ-૩૭૦ ૪૧૦. (૪) કિશોર નોવેલ્ટી સ્ટોર્સ ફોન- ૨૦૧૭૯ મેઇન બજાર, ભુજ-કચ્છ-૩૭૦ ૦૧. 0 કિંમત : પાંચ રૂપિયા (જ્ઞાનખાતે) શા ૧૫=૦ છે મુદ્રક : જયંત પ્રિન્ટરી, ૩૫૨/૫૪, ગીરગામ રોડ, મુંબઈ-૪o ૦૨, ફોન : ૨૦૫ ૨૯ ૮૨, ૨૦૫ ૦૧ ૯૩. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી ચંદુલાલ મગનલાલ મહેતા - ભુજ ©. OM )Y<( RC) C) જન્મ: આસો સુદ - ૧૪ વિ. સં. ૧૭ સ્વર્ગવાસ: મહાસુદ - ૧૫ વિ. સં. ૨૦૧૧ 'મૃત્યુ થાયે જ્યાં તdછું, નતી એ નિશ્ચય મરતા કાર્યો દ્વારા અમર થઈને, સૌને અંતરે સદા વસતા હા. માતુશ્રી ગુલાબબેન For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી વનેચંદ પોપટલાલ દોશી (રવવાલા) XOXO ex સ્વર્ગવાસ: ૧૭/૩/૯૩ અરે! આ ફૂલ તો ખીલી ખરી ગયું ચણા..., ટેરવે સુગંધનો આસવ ૨હી ગયો.....! For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગં. સ્વ. શ્રી દીવાળીબેન વનેચંદ દોશી જળની જોડ સખી નહીં જડે રે લોલ...... હા. આપના સુપુત્રો (૧) શ્રી રમેશભાઈ દોશી (3) નરેન્દ્રભાઈ દોશી (૧) શ્રી કિશોરભાઈ દોશી (૪) પ્રદીપભાઇ દોશી તથા સમસ્ત પરિવારજનો.... For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભગવાનજીભાઈ શિવજી દોશી TOM CO © વસમું છે વાદળ તારું વરસ્યા વગર વિખરાઈ જવું વસમું છે દીયક તારું અંધારામાં બૂઝાઈ જવું પરંતુ એ થી વસમું છેપિતાજી આ ટુ નિયામાંથી તમારું ચાલ્યા જવું હા, વિનુભાઈ ભગવાનજીભાઈ દોશી (અંજારવાલા) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા પ્રથમવૃત્તિની પ્રસ્તાવના....! સંપાદકીય તીર્થકર ભગવંતો તેમ જ ગણધર દેવોએ પોતાના જ્ઞાનામૃતનો ઝરો સદા વહેતો જ રાખ્યો તેનું કારણ એ જ કે ભાવિ પ્રજા તેમાંથી લાભ ઉઠાવે અને યથાશક્તિ પુનિત માર્ગનું આચરણ કરે. પાટ-પરંપરામાં થયેલાં ગીતાર્થ મુનિવરોએ પણ એ જ માર્ગનું અનુસરણ કર્યું. મહાપુરુષો અને સંતપુરુષો સદેવ સંસારના વિવિધ તાપથી તપ્ત બનેલાં પ્રાણીઓના શ્રેયાર્થે કંઈને કંઈ ઉપયોગી રચના કરતાં જ રહે છે. આ શ્રાવક - આલોયણા નામનું લઘુ પુસ્તક અતિ ઉપયોગી કોટિનું છે. તેમાં સંસાર વ્યવહારમાં, શ્રાવક જીવનને અનુલક્ષીને થતાં પાપોનો સમસ્તપણે વિચાર કરીને તેનો મિચ્છામિ દુક્કડે માંગવામાં આવ્યો છે. “મિચ્છામિ દુક્કડ’’નો સાચો અર્થ તો એ જ છે કે જે જાતનાં પાપોનું પોતાથી આચરણ કરાયું હોય તેવા પાપો ફરીથી જાણે અજાણે પણ ન થાય તેની સતત ચીવટ રાખવી. પોપટની માફક “રામ-રામ''નું વારંવાર રટણ કરવાની માફક શ્રાવક-આલોયણા બોલવી અને તેમાં દશવિલા અતિચારોથી પાછા ન ફરવું - એના એ જ પાપકાર્યોમાં રક્ત રહેવું તેનો કોઈ ઉપયોગી હેતુ નથી. આ શ્રાવક - આલોયણામાં શ્રાવક જીવનને સ્પર્શતા દરેક પાપસ્થાનકોની સૂક્ષ્મ દૃષ્ટિએ છણાવટ કરવામાં આવી છે. એટલે વાંચક તેનું અભ્યાસની દષ્ટિથી અવલોકન કરે અને તેમાં દશવિલા અતિચારોથી પાછા હઠવાનો મન સાથે મક્કમ નિર્ણય કરે, તે જ આ લધુ પુસ્તિકાના પ્રકાશન પાછળનો આશય છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા સૌ પ્રથમ તો સ્વર્ગસ્થ વિદ્વાન્ મુનિરાજશ્રી હીરજીસ્વામીએ આ પુસ્તકનું આલેખન કરેલ, પરંતુ તે અવ્યવસ્થિત અને ભાષાની દૃષ્ટિએ રોચક ન હતું. અત્યારે બોંતેર વર્ષ જેટલા દીર્ઘ દીક્ષા-પર્યાયવાળા અને ૮૭ વર્ષની વૃદ્ધવયવાળા પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ ગુલાબચન્દ્રજી સ્વામી તથા તેના લઘુ બંધુ કવિવર્ય મહારાજશ્રી વીરજી સ્વામીએ આ ગ્રન્થનું ચીવટપૂર્વક સંશોધન કર્યું અને તૂટી તથા અશુદ્ધિ દૂર કરી તેમ જ વિસ્તારપૂર્વક લખી અને વિ.સં. ૧૯૮૦ માં, લીંબડી શહેરમાં જ, વસંત પંચમીને દિવસે આ ગ્રન્થનું સ્વહસ્તે જ શુદ્ધ લખાણ પૂર્ણ કર્યું. પૂ.આ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આજે ૮૭ વર્ષની વૃદ્ધવયે પણ જોમ અને ઉત્સાહથી ધાર્મિક ક્રિયાઓ કરી રહ્યા છે. છેલ્લા વર્ષ સવા વર્ષથી તેઓશ્રીને લકવાની અસર થઈ છે એટલે સ્વહસ્તે લેખનાદિ ક્રિયા થઈ શક્તી નથી, છતાં અન્ય જિજ્ઞાસુઓ ધારા ધાર્મિક પ્રવૃત્તિઓ કરાવ્યા જ કરે છે. હાલમાં તેઓશ્રી સપરિવાર લીંબડીમાં જ સ્થિરવાસ છે. પૂ. આચાર્યદેવશ્રી ૧૦૦૮ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા તેમના લઘુ બંધુ અને મારા ઉપકારી ગુરુદેવ સ્વ. સ્થવિરપદભૂષિત કવિવર મહારાજશ્રી વીરજી સ્વામીએ શાસ્ત્રજ્ઞ પૂજ્યશ્રી નથુસ્વામીજી પાસે વિ.સં. ૧૯૩૬માં મહા સુદિ ૧૦ ને ગુરુવારના રોજ કચ્છ અંજારમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. બાદ ચાર ચોમાસાં તેઓશ્રીએ ગુરૂ સાથે જ કર્યાં. વિ.સં. ૧૯૪૦માં ગુરૂશ્રી નથુજી સ્વામીનો વિયોગ થતાં લીંબડી સંપ્રદાયના અન્ય મુનિવરો સાથે રહી જ્ઞાન સંપાદન કર્યું. ૪ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ = પાપ શુદ્ધિની પ્રક્રિયા તેઓશ્રીની જ્ઞાન પિપાસા અને જિજ્ઞાસાવૃત્તિ એટલી બધી તીવ્રહતી કે જે કંઈ નવું સાંભળવાનું મળતું તેને તરત જ નોંધ પોથીમાં ટપકાવી લેતા. તેઓશ્રીના હસ્તાક્ષરો પણ એટલા સુંદર અને મરોડવાળા હતા કે જોનારને પ્રથમ દૃષ્ટિએ તો જાણે છાપેલાં જ હોય તેવા જણાય. તેઓશ્રીએ પોતાના સ્વહસ્તે જ સવા લાખ પ્રમાણ જેટલા શ્લોકોનું આલેખન કરેલ હશે. સ્વર્ગસ્થ મહારાજશ્રી વીરજી સ્વામીને મન એટલી તીવ્ર ભાવના હતી કે આ શ્રાવક આલોયણા પુસ્તક છપાવીને પ્રસિદ્ધિમાં મૂકાય તો અનેક ભાવિકો તેનો લાભ લઈ શકે, પણ તેઓશ્રીની હયાતિ દરમિયાન તેઓશ્રીની આ ઈચ્છા બર ન આવી. તેઓશ્રી મીઠી પેશાબના દર્દી હતા. વિ.સં. ૨૦૦૦નું ચાતુર્માસ જેતપુર (સૌરાષ્ટ્ર)માં પૂ. આચાર્યાદિ સાત ઠાણાઓ સાથે કર્યું. ચાતુર્માસ અનેક કલ્યાણકારી અને ધાર્મિક કાર્યોથી પૂર્ણ થયું. બાદ શ્રી વીરજી સ્વામીના શરીરમાં વ્યાધિએ જોર પકડ્યું. ધીમે ધીમે વ્યાધિ ઉગ્ર બનતો ગયો અને અનેક ઉપચારો, પૂજ્ય આચાર્ય વગેરે તેમના મુનિઓ તથા જેતપુરના શ્રી સંઘની અવિરત સેવા અને શ્રમ છતાં “જેની તૂટી તેની બૂટી નહિ' એ ન્યાયે સં. ૨૦૦૧ના પ્રથમ ચૈત્રી પૂર્ણિમાની રાત્રિએ તેઓશ્રી સમાધિપૂર્વક સ્વર્ગસ્થ બન્યા. આવી રીતે આયુષ્યની ક્ષણભંગુરતા જોતાં પૂ. આચાર્યશ્રીને આ પુસ્તક પ્રસિદ્ધ કરવાની મેં ઈચ્છા જણાવી. તેઓશ્રીએ સહાનુભુતિ આપી અને મુનિશ્રી નવલચન્દ્રજી તથા મુનિશ્રી કેવલચન્દ્રજીએ પૂર્ણ પ્રેરણા કરી અને એ રીતે આ પુસ્તક વાંચકોના કરકમલમાં મૂકવા માટે હું શક્તિશાળી થયો છું. ૫ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા | ઉપરોક્ત બંને મુનિવરોની પ્રેરણા ઉપરથી આ પુસ્તક સુરેન્દ્રનગર નિવાસી શ્રી મગનલાલ મોતીચંદ માસ્તર સાહિત્યપ્રેમી”ને બતાવ્યું. તેઓ મુમુક્ષુ અને ભદ્રિક સ્વભાવના છે. તેમણે સંપૂર્ણ ગ્રન્થ વાંચી જઈ “ભૂમિકા” લખી આપી, જે વાંચવાથી આ પુસ્તકની મહત્તા અને ઉપયોગિતા જાણવામાં આવી શકશે. | શ્રાવક-આલોયણા ઉપરાંત આ લઘુપુસ્તકમાં આત્મશુદ્ધિના મિચ્છામિ દુક્કડં તથા પદ્માવતી આરાધના અને પાપનું પ્રાયશ્ચિત વિગેરે ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વર્ગસ્થ શતાવધાની મુનિરાજશ્રી રત્નચન્દ્રજી મહારાજે બનાવેલ પૂ.આ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના સંક્ષિપ્ત જીવનના સંસ્કૃત શ્લોકો અનુવાદ સાથે આપવામાં આવ્યા છે, જે વાંચવાથી પૂ. આચાર્યશ્રીની ભદ્રિકતા, વૈરાગ્યભાવના વિગેરેના આબેહુબ ખ્યાલ આવી શકશે. તેમ જ સરળ જનતાને તે પ્રેરણારૂપ થઈ પડશે. આ જીવનચરિત્રના શ્લોકો તથા ભાષાતરનું વિનયમૂર્તિશ્રી નવલચન્દ્રજી સ્વામીએ સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરેલ આ પુસ્તિકાનું પૂર્ણ રીતે સંશોધન કરવામાં આવેલ છે, છતાં તેમાં કોઈ સ્કૂલના કે ત્રુટી રહી ગઈ હોય તે મને જણાવવા વિદ્વાન જનોને વિજ્ઞપ્તિ છે. આ પુસ્તિકાનો સૌ કોઈ યથાશક્તિ લાભ ઉઠાવશે, તો મારો શ્રમ સાર્થક થયો ગણાશે. સુષ વિ વહુના ? લીંબડી વિ.સં. ૨૦૦૭ વીર નિ.સં. ૨૪૭૭ સ્થાનકવાસી જૈન મોટો ઉપાશ્રય વિજયા દશમી ગુણાનુરાગી મુનિશ્રી રૂપચન્દ્રજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ પાપ શક્કિળી પ્રક્રિયા. તૃતીય આવૃત્તિ વેળાએ કંઈક..! | શ્રાવક કુલમાં જન્મ લેવા માત્રથી શ્રાવકપણું પ્રાપ્ત થઈ નથી જતું. સાચું શ્રાવકપણું તો વ્રત પાલનમાં રહેલું છે. વ્રત સ્વીકાર દ્વારા ભોગ સુખની સામગ્રીનો અંશત: ત્યાગ કરીને શ્રાવક યથાશક્તિ વ્રત સ્વીકાર કરે છે. અને તેનું સમ્યફપાલન કરવા પ્રયત્નશીલ રહે છતાં છદ્મસ્થભાવ તથા અનુપયોગપણે વ્રતમાં અતિચારાદિ દોષ લાગી જાય છે તે દોષોની શુદ્ધિ કરવા માટે આલોચનાનું વિધાન કરાયેલ છે. • આલોચના એટલે પોતાના આત્મદોષોનું નિરીક્ષણ કરી, ગુરૂ સમક્ષ લાગેલા દોષ કબૂલી તેનાથી નિવર્તવું. અતિચારાદિ દોષના સેવનથી દૂષિત થયેલા વ્રતોને નિર્મલ કરવા માટે જ આલોચના કરવાની છે. આલોચના કરીને પ્રાયશ્ચિત કરનાર આત્મા આરાધક બને છે. આધક આત્મા હૃદયપૂર્વક બારવ્રતનું પાલન કરે તો જઘન્ય ત્રીજા ભવે ઉત્કૃષ્ટ પંદરમા ભવે મોક્ષે જાય છે. આવી વ્રતને નિર્મલ કરનારી આલોચના આજ થી લગભગ ૭૧ વરસ અગાઉ વિ.સં. ૧૯૮૦માં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી એ લીંબડી મુકામે વસંતપંચમીના દિવસે સંપૂર્ણ તૈયાર કરેલ. તેનું ૨૭ વરસ બાદ સુવ્યવસ્થિત સંપાદન કરીને વિ.સં. ૨૦૦૭માં પૂ. આચાર્ય ભગવંત શ્રી રૂપચન્દ્રજી સ્વામીએ પુસ્તક સ્વરૂપે આમ જનતાના શ્રેયાર્થે જાહેરમાં મૂકેલ ત્યાર બાદ ૨૩ વરસ પછી વિ.સં. ૨૦૩૦ ને વિ.સં. ૨૫CCમાં આજ થી ૨૧ વરસ પેલાં પુસ્તિકાની માંગ વધતાં પૂ. તત્વજ્ઞ ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ તે જ પુસ્તિકાની દ્વિતીયાવૃત્તિ લોકો સમક્ષ મૂકી. | આ નાની છતાં યાવત્ જીવન અને મરણાંત સમયે ઉપયોગી તેવી પુસ્તિકાનું નવું સંસ્કરણ કરવું અત્યંત જરૂરી હોઈ, ૨૧ વરસ બાદ તૃતીયાવૃત્તિ તૈયાર કરેલ છે તેમાં દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવને લક્ષમાં રાખી આલોયણાના મૂળસ્વરૂપને ન બદલાવતાં ફક્ત સમયાનુસાર ઘટતો સુધારો -વધારો કરવામાં આવેલ છે. જૂની ભાષા સુધારી નવી સ્ટાઈલથી લખેલ છે. પહેલાં કરતાં થોડું સંક્ષેપમાં આલેખન કરેલ છે. આ રીતે અતી વિસ્તારથી નહીં તેમ અત્યંત For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા સંક્ષેપમાં નહીં પણ મધ્યસ્થ પ્રયત્નથી આલોચના રોચક બનાવવા નમ્ર પ્રયત્ન કરેલ છે. તથા બીજા વિભાગમાં દીક્ષાર્થીની આલોચના, તપની આલોચના, લઘુ શ્રમણ આલોચના તથા ભૂતકાલે કરેલા પાપની આલોચના (પદ્માવતી - આરાધના) તથા ત્રણ મિનિટની તૈયારી’ જેવી અત્યંત સોર્ટ આલોચના પણ મૂકવામાં આવી છે. મરણાંત સમય નજીક જણાય ત્યારે મોટી આલોચના કરાવવા જેટલો સમયાવકાશ ન હોય ત્યારે ત્રણ મિનિટની તૈયારી’ શીર્ષક હેઠળ લખાયેલ આલોચના કરાવવાથી આરાધક બનાવી સદ્ગતિ પમાડવાનું નિમિત્ત પણ બની શકાય છે. તદુપરાંત સર્વથા સંથારાનો તથા સાગારી સંથારાનો વિધિ અને થોડા ઉપદેશીક સ્તવનો પણ મૂકવામાં આવ્યા છે. લીધેલા વ્રતના શુદ્ધિકરણ માટે દરેક ભવ્યાત્માએ આલોચના અવશ્ય કરવી જોઈએ દર પંદર દિવસે અથવા મહિનામાં ૧ વખત, તે ન બની શકે તો ચાર મહિને ૧ વખત, અને તે પણ ન બને તો વરસે ૧ વખત સંવત્સરિના દિવસે વ્રતશુદ્ધિના અર્થે આલોચના અવશ્ય કરવી જોઈએ તદુપરાંત સંથારો આદરતા અગાઉ કે મરણ સમય નજીક જણાય ત્યારે જાતે થઈ શકે તો જાતે નહીંતર અન્ય પાસેથી સાંભળીને હાર્દિક ભાવે આલોચના કરવાથી આત્મા આરાધક થઈ સદ્ગતિ પામે છે. આલોયણાની પુસ્તિકાના સર્જનમાં સંપત્તિનું યોગદાન આપી સુકૃતના સહભાગી થનાર સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ... ! પુસ્તિકાનું પ્રિન્ટીંગ કામ સુંદર રીતે ઝડપથી કરી આપનાર જયંત પ્રિન્ટરી - મુંબઈવાળા છોટુભાઈ ગાલાનો હાર્દિક આભાર માનવાનું આ તકે કેમ ભૂલાય ? અંતમાં ભવજલ તારક, પાપ નિવારક આ વિવિધ આલોયણાના ચિંતન - મનન દ્વારા ભવ્યઆત્મા પાપનિવૃત્તિ લઈ સદ્ગતિ પામે અને પરંપરાએ પરમ ગતિને પામે તેવી શુભ ભાવના.... તા. ૧૫-૪-૯૫ - ભાસ્કરજી સ્વામી શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર માઉન્ટ આબૂ (રાજસ્થાન). For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા ভষিক্ত વિભાગ-૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રકિયા श्री महावीराय नमः पूज्य श्री अजरामरजी स्वामि सद्गुरवे नमः શ્રાવક આલોયણા મંગલા ચરણ પ્યારા પ્રાણથકી અધીક મુજને, દેવાધિદેવ પ્રભુ, તત્પશ્ચાત્ હૃદયે છબી સુગુરૂની, માનું હું મારા વિભુ, સિદ્ધાર્થ ત્રિશલા તણા તનય જે, મા કંકુના નંદ જે, આ બન્ને ઉપકારિના ચરણમાં, ભાવે કરું વંદના. प्रणम्य श्रीमहावीरं, सर्वज्ञं सर्वदर्शिनम्। श्रावकाऽऽलोचनां कुर्वे, - ऽतिचारादिविशुद्धये ॥ શરૂઆતમાં મહામંગલકારી પંચપરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરી સ્તોત્રો બોલી, ચત્તાર મંગલમ્નો પાઠ કહી શ્રાવક આલોયણાની શરૂઆત કરવી. ગણધર મહારાજા શ્રી ગૌતમ સ્વામી પ્રભુશ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે आलोयणयाए णं भंते! जीवे किं जणयइ ? नियाण मिच्छादरिसण सल्लाणं, -હે સ્વામિન્ આલોચના કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે आलोयणाए णं माया મોÜમ વિધાળું, અનંત - સંસારબંધળાળ, સદ્ઘરળ રેફ, उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्नेयंणं जीवे अमाइ इत्थीवेयं नपुंसगवेयं च न बंधइ, पुव्वबद्धंचणं निज्जरेड् ॥ અર્થ:- હે ગૌતમ! આલોચના કરવાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા, અને અનંત સંસાર વધારનારા માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિચ્છાĒસણ શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યનો ઉચ્છેદ થાય છે. શલ્યનો વિનાશ થતાં ૠજુભાવસરલભાવ પ્રગટ થાય છે. અને આવી રીતે સરલ થયેલો જીવ અમાયી બની સ્રીવેદ કે નપુંસકવેદ એ બંને વેદને બાંધે નહીં. પૂર્વે બાંધ્યું હોય તો તેને નિર્જરી નાખે. આ પ્રમાણે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનના પાંચમા પ્રશ્નોત્તરમાં કહ્યું છે. માટે શલ્યને કાપનારી તેમજ સરલતા આણનારી આલોયણા ૧૦ For Personal & Private Use Only - Page #17 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા આત્માની વિશુધ્ધિ માટે મુમુક્ષુ જીવોએ અવશ્ય કરવી. રીત | આલોયણા કરતા અગાઉ એકચિત્ત થઈ વિચારવું કે સર્વ સંસારીજીવો અનાદિકાલથી અનંતપુદ્ગલ પરાવર્તનમાં અનેક રૂપ ધારણ કરી ભવપરંપરામાં ભ્રમણ કર્યા કરે છે. અને જન્મ-મરણ-આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપ અનેક પ્રકારનાં દુ:ખો સહન કરે છે. ભવભ્રમણ કરતાં કરતાં અનેક વખત ત્રણ-સ્થાવર, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય નારક, મનુષ્ય, દેવ પણે આ જીવ ઉત્પન્ન થયો દરેક જીવોની સાથે માતા-પિતા આદિ અકુલ અને નોકર-ચાકર-શત્રુ આદિ પ્રતિકુલ સંબંધો અનંતી અવંતી વાર સંસારમાં સંબંધો બાંધ્યા. મારા ને પરાયા વ્હાલાને વેરી, એમ રાગદ્વેષની પરિણતિથી મમત્વભાવે સંસારમાં પરિભ્રમણ કરતાં ચૌદ રાજલોકના અસંખ્યાતા આકાશપ્રદેશો અનંતી અવંતીવાર જન્મમરણ દ્વારા સ્પર્શી આવ્યો. પરંતુ સમક્તિરૂપ-સુધર્મની પ્રાપ્તિ સિવાય કંઈ લાભ થયો નહીં માટે હે આત્મન્ ! પૂર્વના પુણ્યોદયથી મનુષ્યભવ, આર્યક્ષેત્ર ઉત્તમકુલ, નિરોગી શરીર, દીર્ઘ આયુષ્ય, પૂર્ણ ઈન્દ્રિયત્વ, સત્સમાગમ વિગેરે અનેક પ્રકારની ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ! અને વિશેષ પુણ્યોદયથી ગુરૂકૃપાથી વીતરાગપ્રણીતધર્મ, સહણા, પ્રરૂપણા અને સ્પર્શનારૂપે પ્રાપ્ત થયો તેથી હે આત્મનું પ્રમાદનો ત્યાગ કરી સુધર્મને આરાધીલે આવો સુંદરયોગ ફરી ફરી મળવો દુર્લભ છે. માટે સંસારની આસક્તિનો ત્યાગ કરી ધર્મને આરાધી લે. | હે આત્મન્ ! તું વિચાર કર કે નવપ્રકારનો બાહ્ય પરિગ્રહ તે એકાંત દુ:ખદાયી, અનર્થકારી, પાપનું મૂળ, દુર્ગતિદાતા, કષાયને વધારનાર, એવો દુ:ખરૂપ પરિગ્રહ તે ખરેખર નાશવંત છે. અનિત્ય છે તે શરણભૂત થનાર નથી. વળી આ ઔદારિક શરીર અશુચિનો ભંડાર છે. અનર્થકારક પરિગ્રહ તથા ક્ષણભંગુર શરીર જાણી તેના ઉપરથી મૂર્વાભાવ ત્યાગી, આત્મસ્વરૂપનું હંમેશાં ચિંતન કર. - ધન્ય છે તે મહાપુરુષોને જે નિર્મલ પંચમહાવ્રત ધારણ કરી પાંચ સમિતિ, ત્રણગુણિયુક્ત થઈ વીતરાગધર્મને આરાધી રહ્યા છે ૧૧ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા તથા ધન્ય છે તે ગુણધારી શ્રાવકવર્ગને કે જે શીલવાન, સત્યવાદી, નીતિવંત, ક્ષમાવંત, વૈર્યવંત, લજ્જાવંત, પાપભીરૂ, શીતલવાણી વદનાર, ગુણગ્રાહી, પરદુ:ખભંજન, દાનેશ્વરી, પુણ્યઆત્મા, વિનીત, કલ્યાણકારી બુધ્ધિવાળા, પરોપકારી, ગંભીર, સૌંદર્યશાલી, સરલસ્વભાવી, વાત્સલ્યવંત, ચતુર્વિધ સંઘના સેવક વિગેરે ગુણોયુક્ત શ્રાવકવન ધન્ય છે. તે આત્મન્ ! તને પણ તે ગુણો જ્યારે પ્રાપ્ત થશે ત્યારે તારું કાર્ય સફળ થશે માટે ભવનિધિ તારક એવો વીતરાગનો ધર્મ પામી, પાપથી પાછા પગલાં ભરી, પાપદોષોનું નિવારણ કર. પૂર્વભવમાં કરેલા પાપોનું ' : મિચ્છામિ દુક્કડે : પૂર્વજન્મમાં ખાટકીનાભવે નિરપરાધી પંચેન્દ્રિયજીવોને બાંધી, ત્રાસ પમાડી, ગળાં કાપ્યાં હોય. ચાડીમારનાભને પક્ષીઓને જાળમાં ફસાવ્યાં હોય, પાંખો છેદી હોય, ગોળીથી વિંધ્યા હોય, ગરમ પાણીમાં ઝબોળ્યા હોય, પરાધીનાભ પાશજાળ રચી હરણ-સસલાદિજીવોને ફસાવી બાંધ્યા હોય, છેદન ભેદન કરી પ્રાણ લૂંટ્યા હોય માચ્છીમારનાભવે પાણીમાં જાળ નાખી માછલા પકડીને માર્યા હોય, જમીનપર નાખી સુકવણી કરી હોય, કોળી-ભીલ-વાઘરી -મલેચ્છ આદિ અનાર્યભવમાં શિકાર કર્યા હોય. ત્રસજીવોને ફફડાવ્યા હોય, અંગોપાંગ છેડ્યાં હોય, નિર્દયપણે મારમાર્યો હોય, કાજી મૂલ્લાંના ભવે મારણમંત્ર પઢી જીવમાર્યા હોય, કુરબાની કરી-કરાવી હોય, વામમાર્ગી પંથમાં દેવ-દેવીની માનતા નિમિત્તે ઘેટાં, બકરાં, પાડા કે મનુષ્યનો ભોગ આપ્યો - અપાવ્યાં હોય, કોટવાળના ભવમાં મનુષ્યને જેલમાં પૂર્યા હોય, ભૂખે માર્યા હોય રિમાન્ડ પર લીધા હોય, ફાંસી-શૂળીએ ચડાવ્યા હોય કે ફાંસી આપવાનો હુકમ ફરમાવ્યો હોય, પરમાધામીના ભવે નારકીને માર મારી દુ:ખ દીધું હોય, કુંભારના ભવે નિંભાડા પકાવ્યા હોય, લુહાર તેમજ સોનીનાભવે ધાતુ ગાળવા, ઘાટ ઘડવા અગ્નિ આરંભ કર્યો હોય, ચુનારાના ભવે ભઠ્ઠીઓ સળગાવી હોય, તેલીના ભવે તેલ પીલ્યા હોય, હાળીના ભવે હળ હાંક્યા હોય, પૃથ્વીના પેટ ફોડ્યા હોય, બળદને ભૂખે માર્યા હોય, આર ભોંકી હોય, ભાડાના લોભથી (૧૨ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિળી પ્રક્રિયા ભાર ભર્યા હોય, ફૂડ નિંદણ કર્યા હોય ખાતરનો સોડ કર્યો હોય, ઢોર ચારવાના સેઢા કાઢ્યા હોય, શેરડીના વાઢ પીલ્યા પીલાવ્યા હોય, કપાસ લોઢાવ્યા હોય, માળીના ભવે રોપ રોપ્યા -રોપાવ્યા હોય, ફળ-ફુલ તોડ્યા હોય, ભાડભૂંજાના ભવે ધાન્યભંજ્યા હોય, કંદોઈના ભવે રાતદિવસ ભઠ્ઠીઓ સળગાવી આરંભ કર્યો હોય, બેકરીનો ધંધો કર્યો હોય, રંગારાના ભાવે રંગણ પાસ લાગવા માટે અગ્નિનો આરંભ કર્યો હોય, ખાણીયાના ભાવે ખાણો ખોદી ખોદાવી હોય, સુતારના ભવે ઝાડ કાપ્યા - કપાવ્યા હોય, લૂંટારાના ભાવે લૂંટફાટ કરી હોય, ધાડ પાડી હોય, વેશ્યાના ભવે જાર કર્મ કર્યા હેય, કૂટણ ખાના રાખ્યા હોય, સૂયાણીના ભવે સુવાવડ-કાર્ય કર્યા હોય, ગર્ભ ગળાવ્યા હોય, રાજાના ભવે અનેક ખૂનખાર યુધ્ધ કર્યા હોય, પ્રજા ઉપર જુલમ ગુજાર્યો હોય, જોષીના ભાવે પાપનિમિત્ત પ્રકાશ્યાં હોય, વૈદ્ય, ડોક્ટરના ભવે હિંસા થાય તેવી દવાઓ બનાવી હોય, પ્રાણીઓને ઉકાળી તેલ કે ચરબી કઢાવ્યા હોય, પૈસાના લોભે રોગ લંબાવી કોઈને રિબાવ્યા હોય, ગર્ભપાત કર્યા હોય, કરાવવાની સલાહ આપી હોય, પૈસાના લોભથી મનુષ્યના અંગોનો વ્યાપાર કર્યો હોય, વ્યાપારીના ભવે જિન, મિલ, પ્રેસ, કોલસાની ખાણ ફૂડતેલ કેરોસીનના કૂવા શસ્ત્રો બનાવવાના યંત્રો વિગેરે મહાઆરંભના કારખાના ખોલ્યા હોય, કડ-કપટ કે વિશ્વાસઘાત કર્યો હોય, ખલાસીના ભવે જળચરજીવોની ઘાત કરી હોય, સ્ત્રીનાભવે શોક્ય કે ઓરમાન બાળકોની ઘાત ચિંતવી હોય, હિંસક જીવ સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, શ્વાન, બિલાડા, સકરા, સમળી, સર્પ, ગરોડી, કરોડીયા, વિંછી ઈત્યાદિક ભવે જીવહિંસા કરી હોય, વકીલ, ડોક્ટર, કોન્ટ્રાક્ટર, વૈજ્ઞાનિક, ઈન્જિનિયર આદિ ભવમાં જીવહિંસા કરી હોય, ગરીબોને લૂંટ્યા હોય, ખોટી સલાહ આપી હોય, નિર્દોષ લોકોને ફસાવ્યા હોય, સાધુ કે શ્રાવકનાં વ્રત લઈ ભાંગ્યાં હોય, મૂળને ઉત્તરગુણ વિરાધ્યા હોય, ક્રોધ, માન, માયા, લોભ, શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, હાસ્ય, રતિ, અરતિ, નિંદા, વિકથા, હઠ, કદાગ્રહ, અને પ્રમાદ વડે, જન્મોજનમ પાપ કર્મોનું ઉપાર્જન કર્યું હોય, તો શ્રી અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ-સાધ્વીજીની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં. ૧૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ 5 પાપ શુદ્ધિની પ્રક્રિયા SI આ ભવમાં જ્ઞાન - દર્શન - ચારિત્ર સબંધી લાગેલા દોષની આલોચના હવે આ ભવના ધર્મગુરુ, ધર્માચાર્ય, તરણતારણ, અધમઉધ્ધારણ, ભવ દુ:ખભંજન, એકાંત હિતના કરનારા, મને અપરાધીને સન્માર્ગે ચઢાવનાર, મેં તેમની પાસે મૂલગુણ અને ઉત્તરગુણની મર્યાદા કરી છે. તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર · એ પાંચ આચાર સબંધી જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર આદિ દોષ લાગ્યો હોય કે મૂળગુણ ઉત્તર ગુણની વિરાધના થઈ હોય તો શ્રી અરિહંત, સિધ્ધ, ધર્માચાર્ય, ચતુર્વિધસંઘ, સિધ્ધાન્ત પ્રવચન અને આત્મા એ છ ની સાક્ષીએ આલોઉં છું. 品 (સુચના:- ક્ષેત્રવિશુધ્ધિ કરવી) જ્ઞાનાચારની આલોયણા જ્ઞાનના ચૌદ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. સૂત્રાગમ, અર્થાગમ અને તદુભયાગમ એમ ત્રણ પ્રકારના આગમ ભણતાં ભણાવતાં (૧) સૂત્ર આઘા પાછાં ભણાયા હોય (૨) એકેક પદ નો અનેકવાર ઉચ્ચાર કર્યો હોય (૩) પાઠના અક્ષર ઓછા બોલાયા હોય (૪) અધિક અક્ષર બોલાયા હોય (૫) પદ ઓછા અધિક બોલાયા હોય (૬) વિનય રહિત ભણાયું હોય (૭) મન-વચન-કાયાના હીનજોગથી ભણાયું હોય (૮) ઉદાત્તાદિ ઉચ્ચારો હીન પણે ભણાયા હોય (૯) વિનીત એટલે અધિકારીને ભણાવ્યું ન હોય (૧૦) અવિનીત એટલે અધિકારીને ભણાવ્યું હોય (૧૧) ચાર અકાળે સૂત્રનો સ્વાધ્યાય કર્યો હોય (૧૨) ચારકાળે સૂત્રનો સ્વાધ્યાય કર્યો ન હોય (૧૩) ઔદારિકાદિની અસજઝાયના સ્થાને સ્વાધ્યાય કરી હોય (૧૪) સજઝાયના સ્થાને સ્વાધ્યાય કરી ન હોય એ ચૌદ જ્ઞાનના અતિચારમાંનો કોઈ ૧૪ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પાપ શક્કિળી પ્રકિયા પણ અતિચાર સેવ્યો હોય તેવરાવ્યો સેવતાં પ્રત્યે અનુમોદ્યો હોય તો અનંતા અરિહંત, સિધ્ધ, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડે ! હે ભગવાન! કષાયને વશ થઈ, મોહને વશ થઈ, સ્વાર્થબુધ્ધિથી કે યોગની, દષ્ટિની, ગતિની, મતિની કે ભાષાની ચપળતાના કારણે, દુષ્ટબુધ્ધિએ, દુષ્ટધ્યાને, દુષ્ટઅધ્યવસાએ, આત્માની અશુદ્ધ વેશ્યાએ કરી જ્ઞાન સબંધી ઓછી, અધિક કે વિપરીત સહાણા - પ્રરૂપણા કે સ્પર્શના કરી હોય જ્ઞાન તેમજ જ્ઞાનીનું બહુમાન કર્યું ન હોય, ઉપકાર ઓળવ્યો હોય, આશાતના - અવિનય - અભક્તિ કરી હોય, જ્ઞાન મેળવતાં કોઈને અંતરાય પાડ્યો હોય, જ્ઞાન કે જ્ઞાની ઉપર દ્વેષભાવ રાખ્યો હોય, જ્ઞાની સાથે ખોટા ઝગડા વિખવાદ કર્યો હોય, આના સિવાય કોઈ પણ પ્રકારે જ્ઞાનવરણીય કર્મ બંધાય તેવું વર્તન કર્યું હોય. જ્ઞાનના ઉપકરણ પુસ્તકો-ઠવણી આદિ જ્યાં ત્યાં રાખ્યા હોય, પગતળે કચર્યા હોય, ઓશિકે મુકી ઉપર સુવાયું હોય, શાસ્ત્રનું સંરક્ષણ કર્યું ન હોય, હઠ-કદાગ્રહ કે ધૃષ્ટતાથી શાસ્ત્રનું વચન ઉત્થાપ્યું હોય, તેના પ્રતિ ઉપહાસ્ય કે અવહેલના કરી હોય. જ્ઞાનના આઠ આચાર જેવા કે (૧) કાળે ભણવું (૨) વિનય સહીત ભણવું (૩) બહુમાનપૂર્વક ભણવું (૪) તપ સહિત ભણવું (૫) ગુરુનો ઉપકાર ઓળવવો નહીં (૬) શુધ્ધ ઉચ્ચારપૂર્વક ભણવું (૭) સૂત્રથી વિરુધ્ધ અર્થ કરવો નહીં (૮) પાઠ તથા અર્થ અશુધ્ધ ભણવા નહીં આ આઠ આચારમાંથી કોઈ પણ આચારની ખંડના કે વિરાધના થઈ હોય, અવિનય, આશાતના, અભક્તિ થઈ હોય, મન - વચન - કાયાએ કરી જાણપણે - અજાણપણે, આકોટિએ - અણાકોટિએ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી, દેશથી, સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી જ્ઞાન કે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના કરી હોય, કરાવી હોય, કરતાને અનુમોદન આપ્યું હોય તો અનંત સિદ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ ૧૫ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા દિર્ગનાચારની આલોયાણા સમક્તિના અતિચાર:- હવે શ્રી જૈનધર્મની શ્રધ્ધારૂપ સમક્તિને વિષે જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું (૧) એક સોયની અણી ઉપર જેટલું કંદમૂળ રહે તેમાં અનંતા જીવ ભગવાને કહ્યા છે તે હશે કે નહિં હોય? ઈત્યાદિક - જિન વચનમાં શંકા રાખી હોય (૨) અસત્યમાર્ગની અભિલાષા કરી હોય (૩) કરણીના ફળમાં શંકા રાખી હોય (૪) પાખંડમતનો પ્રભાવદેખી પ્રશંસા કરી હોય (૫) પાખંડીઓનો પરિચય કર્યો હોય. એમ સમક્તિના પાંચ અતિચાર સબંધી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. તેમજ મનમાં વહેમ રાખી લૌકિક અને લોકોત્તરે મિથ્યાત્વ સેવ્યું હોય, ધર્મ નિમિત્તે આરંભ સમારંભ કર્યા હોય, પીપળે પાણી રેડ્યું હોય, દીપમાલા કરી - કરાવી હોય, રુદ્ર - રુદ્રાણી, દેવ - દેવી, ગોત્રજ - પૂર્વજ, આશાપાલ - ક્ષેત્રપાલ, ઈત્યાદિક નિમિત્તે યજ્ઞ -હોમ - હવન કર્યા હોય, પશુવધ કર્યા હોય, ઝાડ - નદી - કુંડ -તળાવ - સ્તંભ - સ્તંભ વગેરેને તારક માન્યા હોય, લોકોત્તર પર્વને લૌકિકપર્વ કરી માન્યા હોય, તાબૂત - પીર -પયગંબરની માનતા કરી હોય, તેમજ આ લોકના સુખના અર્થે ધર્મની માનતા કરી હોય, જડપૂજા મૂર્તિપૂજા કરી હોય, તથા તીર્થયાત્રામાં પુણ્યફલ હોવાનું માન્યું હોય, પાસત્થા - પરીવાઈ શ્રાવક અથવા મુનિનો પરિચય કર્યો હોય, સિથિલાચારી થવામાં સહાયતા કરી હોય, અસંયમની વૃધ્ધિ કરી -કરાવી હોય, સાધુને કુસાધુ જાણ્યા હોય, કુસાધુને સાધુ જાણ્યા હોય, ધર્મને અધર્મ જાગ્યો હોય, અધર્મને ધર્મ જાણ્યો હોય, માર્ગને કુમાર્ગ અને કુમાર્ગને માર્ગ જામ્યો હોય ઈત્યાદિક પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ મિથ્યાત્વ સેવ્યું હોય, સમક્તિ જાય તેવા કષાયો કર્યા હોય, સમક્તિની નિંદા -હિલના કરી હોય, ઉપકાર ઓળવ્યા હોય, આશાતના કરી હોય, સમક્તિ પામતાને અંતરાયપાડી સમક્તિભ્રષ્ટ કર્યા હોય સમક્તિ પ્રત્યે ઈર્ષા - દ્વેષ કર્યા હોય, તેની સાથે ખોટો વિખવાદ કે તિરસ્કાર કર્યો હોય સમક્તિના આઠ આચાર જેવા કે - (૧) જિનવચનમાં શંકા 15 For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પાપ શક્કિળી પ્રક્રિયા ન રાખવી (૨) અન્ય મતની આકાંક્ષા ન કરવી (૩) ધર્મના ફળમાં સંદેહ ન રાખવો (૪) અન્ય મતના આડંબર દેખી તેમાં આસક્ત ન થવું (૫) જિનપ્રરૂપિતધર્મના ગુણ દીપાવવા (૬) ધર્મથી પતન પામતાને ધર્મમાં સ્થિર કરવા (૭) સ્વધર્મીની સેવા - ભક્તિ, વિનય - વાત્સલ્ય કરવા (૮) વીતરાગના વચનની પ્રભાવના કરવી. એમ સમક્તિના આઠ આચારમાંના કોઈ પણ આચારની ખંડના કે વિરાધના કરી હોય, બરાબર રીતે આચાર પાળ્યા ન હોય, સમક્તિના વિષે કોઈ પણ દોષ સેવ્યો હોય, સેવરાવ્યો હોય કે સેવતાને અનુમોદ્યો હોય, તેમ જ દ્રવ્યથી ક્ષેત્રથી, કાલથી, ભાવથી, દેશથી, સર્વથી દિવસ સબંધી, રાત્રી સબંધી કોઈ પણ અપરાધ કર્યો કરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત, સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ 'ચારિત્રાચારની આલોયણા | પ્રથમ વ્રતના અતિચાર હવે ચારિત્રાચારમાં પ્રથમ સ્થૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચાર સબંધી જે દોષ લાગ્યા હોય તે આલોઉં છું. (૧) કષાય કે અજ્ઞાનપણે ત્રસજીવને ગાઢ બંધને બાંધ્યા હોય (૨), કષાય વશ લાકડી આદિથી મૂઢ માર માર્યો હોય (૩) રાગ-દ્વેષથી ત્રસજીવનો કાન - નાક - પૃચ્છ વિગેરે અવયવો છેલ્લાં હોય (૪) પશુ વિગેરે ઉપર હદ ઉપરાંતભાર ભર્યો હોય (૫). મનુષ્ય કે પશુ- પક્ષી આદિ કોઈ પણ જીવને ભાત - પાણીનો અંતરાય કર્યો હોય એ પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડ વળી સડેલા ધાન્ય સાફ કર્યા વિના વાપર્યા હોય, સડેલા ધાન્ય જેમાં ઘણી બધી જીવાત પડી હોય તેનો વ્યાપાર કર્યો હોય, જેમાં પંચેન્દ્રિયજીવોની હિંસા થાય તેવા હાથીદાંતની વસ્તુ, ૧૭) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા પીંછાવાળી ટોપી, ફરના કોટ, ચરબીવાળાં વસ્ત્રો કે ઘી - તેલ આદિ વાપર્યા હોય, સૌંદર્ય પ્રસાધનો, આદિ અનેક વસ્તુ વાપરી હોય કે વ્યાપાર કર્યો હોય. અરગણ પાણી વાપરતાં પોરા - માછલાં વિગેરે ત્રસજીવની વિરાધના કરી હોય, અપંગણ પાણી પીધું કે વાપર્યું - વપરાવ્યું હોય, રોગ ઉત્પન્ન થાય તેવી રીતે પાણી ઢોળી ગંદકી કરી હોય, ગેસ - સ્ટવ - ચૂલા - ઓવન - તાવડી - સગડી આદિ પૂંજ્યા વિના જોયા વિના વાપર્યા હોય, મિક્ષચર - ઘરઘંટી - વોશિંગમશીન, ન્યૂસર, આદિ સાધનોનો ઉપયોગ જોયા - પૂંજ્યા વિના કર્યો હોય. ખૂલ્લા દીવા પ્રગટાવ્યા હોય, મીણબતી આદિ રોશની કરવા માટે જલાવ્યા હોય. પંખા -વિંઝણા વિગેરેથી વાયુના જીવો વિચાર્યા હોય, વનસ્પતિના છેદન -ભેદન કર્યા હોય, બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચઉન્દ્રિય આદિ ત્રસજીવોને હાલતાં ચાલતાં - આરંભ સમારંભ કરતાં હણ્યા હોય, દુભાવ્યા હોય, શોધી શોધીને જાહેરમાર્ગમાં નાંખ્યા હોય, પગતળે કચર્યા હોય, હાથથી મસળ્યા હોય, સ્થાનભ્રસ્ટ કર્યા હોય, તડકે નાખ્યા હોય, પીલી માર્યા હોય, ઝેરી દવા છાંટી માર્યા હોય, સાપ, વિંછી, ખજૂરા, ઉદર, ગરોડી આદિ દાબી દુભવ્યા હોય, હડકાયા કુતરા કે શિયાળ માર્યા હોય કે મારવાનો ઉપદેશ આપ્યો હોય, પાંચે સ્થાવરનો -આરંભ સમારંભ કરતાં હર્ષ આપ્યો હોય, અભિમાન કર્યું હોય, કૃતાર્થભાવ માન્યો હોય મોટા આરંભ - સમારંભના કારખાના, જિન, મિલ, પ્રેસ, સંચા, વહાણ, સ્ટીમર, સબમરિન - પ્લેન - હેલીકોપટર આદિ બનાવ્યા કે ચલાવ્યા હોય તેમજ બનાવવાની અભિલાષા રાખી હોય, પશુ પક્ષીને માંહોમાંહ લડાવ્યા હોય, લડતાં જોઈ છોડાવ્યા ન હોય ને તેમાં રમત - ગમત માની હોય, બાળકો કે માણસોને ઉશ્કેરી વઢાવ્યા હોય, માર મરાવ્યો હોય, કોરટે ચડાવ્યા હોય, દેશો વચ્ચે ચાલતી લડાઈ લંબાવવા કે જય - પરાજય ઈચ્છયો હોય, લડાઈના સમાચારોમાં અહોનિશ રસ લીધો હોય, લડાઈ લંબાતાં વ્યાપાર આદિમાં લાભ માન્યો હોય, ભાવ વધારવાના લોભે દુકાળની ઈચ્છા કરી હોય, પશુઓના મરણ ઈચ્છયા હોય, સંકટ આવે આત્મઘાત ચિંતવ્યો હોય, કોઈને આત્મઘાતની સલાહ આપી હોય, આત્મઘાત = ૧૮ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ - પાપ શદ્ધિની પ્રક્રિયા કરવાની ફરજ પાડી હોય, કોઈને ફાંસીએ ચડાવતાં જોવા જવાયું હોય, કોઈને ફાંસી અપાય તેવું ચિંતન કર્યું હોય, આવા અનેક અપરાધો જન્મથી માંડીને આજના દિવસ પર્યત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી, તેમજ દેશથી, સર્વથી દિવસ કે રાત્રિ સબંધી પહેલા વ્રતમાં કોઈ પણ રીતે ખંડના કે વિરાધના થઈ હોય, દોષ લાગ્યો હોય, પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય કે અનુમોધું હોય, તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુકકડ. બીજાવ્રતના અતિચાર ) બીજા સ્થલ મૃષાવાદ વિમરણવ્રતના જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) આગલાને ધ્રાસ્કો પડે કે ઉગ ઉપજે તેવી સાહસકારી કે અણવિચારી ભાષા બોલાણી હોય. (૨) કોઈના રહસ્યની વાત પ્રગટ કરી હોય, (૩) સ્ત્રીપુરુષના મર્મ પ્રકાશ્યા હોય, એબ ઉઘાડી કરી હોય (૪) ખોટો ઉપદેશ કે ખોટી સલાહ આપી હોય. (૫) હૂંડિયામણના વધ-ઘટ ભાવને લઈ હૂંડીમાં એકાદ તારિખનો ફેર કરી કે બિમારીના બહાને કોઈ વહાલાને તેડાવ્યાનો લેખ લખ્યો હોય એમ બીજાવ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં! તદુપરાંત કન્યાવિક્રય, કે વરવિક્રય કર્યો હોય, ગાય - ભેંસ વિગેરે પશુ સબંધી અને જમીન સબંધી, ક્રોધ-માન-માયા- લોભલાલચ - હાસ્ય- ભયથી જુઠું બોલાયું હોય, પારકી થાપણ ઓળવી હોય, મોટી કૂડી શાખ પુરી હોય, પારકા અવર્ણવાદ બોલાયા હોય, ચાડી - ચૂગલી કરી હોય, કોઈના ઉપર ખોટાં આળ ચડાવ્યા હોય, કર્કશ - કઠોર અને પરને પીડાકારી ભાષા બોલાણી હોય, હિંસાકારી ઉપદેશ આપ્યો હોય, પોતાનો દોષ બીજાના ઉપર નાખ્યો હોય, વડિલ - ગુરૂજનોનું અપમાન કર્યું હોય, કોઈને હલકા પાડવા માટે હાંસી - મશ્કરી કે ચેષ્ટા કરી હોય, લાલચવશ કોઈની ખોટી ખુશામત કરી હોય, પોતાની પ્રશંસા કે આત્મશ્લાઘા કરી હોય, (૧૯) For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ | પાપ શદ્ધિની પ્રક્રિયા સ્વાર્થ સાધવા અવગુણીના પણ ખોટા વખાણ કર્યા હોય, વચન ભંગ કર્યો હોય, પ્રતિજ્ઞા તોડી હોય, કષાયવશ ગમે તેમ બોલાયું હોય તો જન્મથી માંડીને આજ દિવસ પર્યત દ્રવ્ય -ક્ષેત્ર - કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ કે રાત્રિ સબંધી બીજાવ્રતમાં કોઈ પણ રીતે ખંડના કે વિરાધનારૂપ પાપદોષ લાગ્યો હોય, અસત્ય સેવ્યું કે સેવરાવ્યું હોય, અનુમોધું હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. ત્રીજાવ્રતના અતિચાર ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) અજાણતા ચોરાઉ વસ્તુ લીધી હોય (૨) ચોરને ઓળખ્યા વિના લાયક જાણી મદદ કરી હોય (૩) સરકારની મનાઈ છતાં વિરોધી દેશમાં ગયા હોઈએ કે કોઈ પણ જાતનો સબંધ રાખ્યો હોય અથવા સરકારી કાનૂન વિરુદ્ધ કોઈ પણ કાર્ય કર્યું હોય (૪) ઘસાઈ ગયેલા તોલ - માપે દીધું હોય અને નવા તોલ માપે લીધું હોય (૫) સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપી હોય અથવા ભેળસેળ કરીને આપી હોય એ ત્રીજાવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડ તદુપરાંત મિત્ર સાથે, ભાઈ - ભત્રીજા કે સગાસબંધીનો વિશ્વાસઘાત કર્યો હોય, ધનની લાલચે કોઈનો પણ ઘાત ચિંતવ્યો હોય, કોઈની થાપણો ઓળવી હોય, કરજ ચુકવવામાં ખોટી દાનત કરી હોય, લાંચ લીધી હોય, અનીતિ કરી હોય, વેર - ઝેરના કારણે નિર્દય થઈ, પારકી આજીવિકા ભાંગી હોય, ભાગ પાડતાં ન્યૂનાધિકતા કરી હોય, ખોટાં નામાં કે હિસાબ કર્યા હોય. શેઠની માલિકીમાંથી કે ભાગીદારીમાંથી ચોરી કરી હોય, દલાલી ઉપરાંત ભાવમાં પોતાનો હિસ્સો રાખ્યો હોય, વ્યાજે આપી ઠરાવથી વધારે લીધું હોય, ખોટા સિક્કા કે ઘરેણાં બનાવ્યા હોય, જાલિ નોટો બનાવી હોય, For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ દાદાનો જાન . પાપ શાળી પ્રકિયા ધર્માદાની રકમ ઉચાપાત કરી હોય, ધર્માદાની રકમ જૂદી કાઢી ન હોય, કાઢી હોય તો પણ તેનું વ્યાજ આપ્યું ન હોય, ધર્માદાની રકમમાંથી કે ચાલતી સંસ્થામાંથી પોતાના ઘરનું કામ કરાવ્યું હોય, ધર્માદાનો હક્ક ડૂબાવ્યો હોય, ધર્માદા ખાતામાં તકરારો ઉભી કરી હોય. ધર્માદાના નામે લોકોને ઠગીને ધન મેળવ્યું હોય, બીજાના તાડાં ખોલી ચોરી કરી હોય, કોઈના ખેતરોમાંથી પોંક -સાંઠા -શાક - વિગેરેની ચોરી કરી હોય, કોઈની જમીન દબાવી પોતાનામાં ભેળવી દીધી હોય, ગૌચર તરિકે રખાતી જમીન દબાવી હોય ઈત્યાદિક જન્મથી માંડીને આજના દિવસપર્યત દ્રવ્ય - ક્ષેત્ર -કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી ત્રીજાવ્રતમાં કોઈ પણ ખંડના વિરાધનારૂપે પાપદોષ લાગ્યો હોય, અદત્તાદાનની આચરણા આચરી હોય, અચરાવી હોય કે આચરતાં પ્રત્યે ભલી જાણી હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ. ! ચોથાવતના અતિચાર | ચોથા સ્કૂલમૈથુન વિરમણંદ્રતના જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ઉંમર લાયક ન હોય તેવી પરણેતર સ્ત્રી સાથે પુરુષ અને પુરુષ સાથે સ્ત્રીએ ગમન કર્યું (૨) સગપણ થયેલ હોય પણ લગ્ન થયેલ ન હોય તેવા સ્ત્રી-પુરુષે એકબીજા સાથે ગમન કર્યું હોય. (૩) સંભોગ સ્થાન સિવાય અન્ય અંગ વડે અનંગક્રીડા કરી હોય. (૪) પારકા વિવાહ વેવિશાળ મેળવ્યા હોય (૫) કામભોગની તીવ્ર અભિલાષા રાખી હોય. - એ ચોથાવ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. તદુપરાંત વિષયની આતુરતાએ, સરાગપણે સ્નેહપોષી કોઈ પણ જાતના ઉપાય વડે પરને મોહ ઉપજાવ્યો હોય, રૂપવંત સ્ત્રી-પુરુષને દેખી વિષયવાંછના કરી હોય, માતા - પિતા, ભાઈ - બહેન, પુત્ર - પુત્રી, ગુરૂ -ગુરૂણી આદિ પોતાના ઉપકારીના રૂપ જોઈ (૨૧ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા વિષયબુધ્ધિ ચિંતવી હોય, વિષયવિકાર વધે તેવા પદાર્થો વાપર્યા હોય, પૂતળી કે ચિત્રામણ સાથે આલિંગન આદિ પરિચારણા કરી હોય પશુઓના સંયોગ મેળવ્યા હોય, તેની કામચેષ્ટા જોઈ વિષય - વાસના જાગી હોય, વિષયવિકાર વધારે તેવા ડ્રેસ પરિધાન કર્યા હોય, લાજ - મર્યાદા ન જળવાય તેવા વસ્ત્રપરિધાન કરી અંગપ્રદર્શન કર્યું હોય, વિષય ચિંતવના દ્વારા મનના યોગ અસ્થિર થયો હોય, વિષયાશક્તિમાં આર્ત-રૌદ્રધ્યાન ધરી સંકલ્પ - વિકલ્પ કર્યા હોય, કામકથા કરી કંદર્પ ઉપજાવ્યો હોય, બિભત્સ - શૃંગારિક નવલકથા કે વાર્તાઓનું વાંચન કર્યું હોય, ગર્ભકાલ અને બાળકના સ્તનપાનના કાળમાં મૈથુનનું કે કુચેષ્ટાનું સેવન કર્યું હોય શીલભંગ કર્યો હોય, શીલવ્રતનો નિયમ લઈ ભાંગ્યો હોય, ગૃહસ્થાશ્રમના આભૂષણરૂપ એક પતિ | પત્નીવ્રતનું પાલન ન કર્યું હોય, પરસ્ત્રી માત - બેન સમાન, અને પરપુરુષને પિતા - ભાઈ સમાન જોયા ન હોય, તપસ્યા કે કરણીનાફળથી દેવ - દેવીના ભોગ ઈચ્છયા હોય, નિયામાં કર્યા હોય ઈત્યાદિક જન્મથી માંડી ને આજ પર્યત દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ -રાત્રિ સબંધી ચોથાવતમાં કોઈ પણ રીતે ખંડના -વિરાધના થઈ હોય કે પાપ દોષ લાગ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ પાંચમા વ્રતના અતિચાર હવે પાંચમા સ્થૂલ ઈચ્છા - નિવર્તન કે પરિગ્રહ પરિમાણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ઉપયોગ શૂન્યપણે બીજાની ઉઘાડી ભૂમિ કે ઢાંકીભૂમિ પોતાનામ ભેળવી પરિમાણનું અતિક્રમણ કર્યું હોય (૨) હદ રાખવા વધારે કિંમતના ઓછી કિંમતે મળતા હિરણ્ય, સુવર્ણ કે ઝવેરાત વેચાણ લઈ પોતાની હદ માનીને કે અજાણ્યે પરિમાણનું અતિક્રમણ કર્યું હોય (૩) શૂન્યતાપણે અધિકધન, ધાન્યના પરિમાણનું અતિક્રમણ ૨૨ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ =0 પાપ શુદ્ધિની પ્રક્રિયા કર્યું હોય (૪) અજાણ્યે અધિક દ્વિપદ (મનુષ્ય), ચતુષ્પદ (જાનવર)ના પરિમાણનું અતિક્રમણ કર્યું હોય. (૫) લોઢું, કલાઈ, જસત, ત્રાંબુ, પીત્તળ, શીશું, કાંસું વિગેરે હલકી ધાતુ તથા ઘર વખરી આદિના પરિમાણનું ભૂલથી અતિક્રમણ કર્યું હોય. એ પાંચમા વ્રતના અતિચાર માંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં તેમજ પરિગ્રહ ઉપર અતિમૂર્છાભાવ રાખ્યો હોય, પરિગ્રહથી જ કૃતાર્થપણું માન્યું હોય, રાતદિવસ તેની ઝંખના કરી હોય, પરિગ્રહ મેળવવામાં નીતિ અનીતિ, ધર્મ અધર્મ, કર્તવ્ય અકર્તવ્ય, હિતાહિતનો વિચાર ન કર્યો હોય, પરિગ્રહ મેળવવા માટે અધીક આરંભ સમારંભ કર્યો હોય, જેમ જેમ લાભ મળે તેમ તેમ લોભ તૃષ્ણા વધારી હોય, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, તેમજ વૈષ્ણવાદિકના મંડલપતિની ઋધ્ધિ ઈચ્છી હોય, પરિગ્રહ માટે ભાઈ - ભત્રીજા આદિની ઘાત ચિંતવી હોય, વારસો મેળવવાની અભિલાષા કરી હોય, બીજાનો હક્ક ડૂબાવીને પોતાનો હક્ક મેળવવા પ્રયત્ન કર્યો હોય ! પોતાનો સ્વાર્થ સાધવા બીજાની આજીવિકા તોડાવી હોય, આંધળા - મૂંગા - લૂલા અસહાય દુ:ખી પ્રાણીને દુ:ખી થતાં દેખી અનુકંપા બુદ્ધિથી છતી શક્તિએ તેને સહાય કરી ન હોય. જિનશાસનને દીપાવે તેવા ખાતામાં છતી શક્તિએ મદદ ન કરી હોય. દુષ્કાલ જેવા સમયમાં ભૂખે મરતા પ્રાણીઓને જ્ઞાતિથી કે ધર્મથી ભ્રષ્ટ થતાને બચાવ્યા ન હોય, તેને બદલે નામના મોહે કીર્તિદાન કર્યું હોય. સુપાત્રમાં ન વાપરતાં કુપાત્રમાં વાપર્યું હોય. જુગારાદિ વ્યસનમાં અને ખોટી ફેશનોમાં પાપના કાર્યમાં ધનનો વ્યય કર્યો હોય, ઈત્યાદિક જન્મથી માંડીને આજના દિવસ પર્યંત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, દેશથી રાત્રિ સર્વથી, દિવસ સબંધી પાંચમા વ્રતમાં કોઈ પણ રીતે ખંડના વિરાધના કે પાપ દોષ લાગ્યો હોય, મૂર્છાભાવે પરિગ્રહ મેળવ્યો હોય, મેળવાવ્યો કે મેળવતાંને ભલું જાણ્યું હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુકકરું. - ૨૩ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા ANNNNNNNN 'છઠ્ઠા વ્રતના અતિચાર ૨૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos હવે છઠ્ઠા દિશાપરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ઊંચી દિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય (૨) નીચી દિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય, (૩) ત્રિચ્છી કે મધ્યદિશાનું પરિમાણ ઉલ્લંધ્યું હોય (૪) ચારે દિશાનું પરિમાણ એકઠું કરી એક દિશામાં વધાર્યું હોય (૫) રસ્તામાં જતાં મર્યાદાનો સંદેહ પડ્યા છતાં તેનું ઉલ્લંઘન કરી આગળ જવાયું હોય - એ છઠ્ઠાવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવ્યો, સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો તસ્સમિચ્છામિ દુકાં. વળી મર્યાદા ઉપરાંત કાગળ, તાર, ફોન આદિ દ્વારા માલ મંગાવી હિંસાદિ સેવ્યા સેરાવ્યા હોય, મન - વચન - કાયાથી મર્યાદા ઉપરાંત આશ્રવ સેવ્યો હોય પરદેશી વસ્તુના મોહ રાખ્યા હોય, દિશાઓની મર્યાદાની હદ સંકોચી ન હોય તેમજ અવ્રતની ક્રિયા રાખી હોય ઈત્યાદિક આજન્મથી માંડીને આજના દિવસપર્યત, દિવસ સબંધી - રાત્રિ સબંધી, દેશથી, સર્વથી છઠ્ઠાવ્રતમાં કોઈ પણ રીતે ખંડના વિરાધના કરી હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં, અજાણતાં કોઈ પણ દોષ સેવ્યો હોય તેવરાવ્યો હોય કે અનુમોઘો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ 'સાતમા વ્રતના અતિચાર હવે સાતમાં ઉપભોગ - પરિભોગ - (જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ઉપભોગ. ને વસ્ત્ર અલંકાર, અલંકાર આદિ વારંવાર ભોગવાય તે પરિભોગ) પરિમાણ વ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) જે સચિત્ત વસ્તુનો ત્યાગ છે, તે વસ્તુ પુરેપુરી અચિત્ત થઈ ન હોય છતાં વાપરી હોય, (૨) સચિત્ત સાથે સબંધવાળી ૨૪ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા અચિત્ત વસ્તુ ગુંદર ઉખેડીને કે પાકાં ફળ તોડીને ખાધાં હોય, (૩) અપવિપણે પકવેલી વસ્તુ ઊંધીયા તથા ભડથ કરીને ખાધાં હોય તેમજ (૪) કાંઈક સચિત્ત અને કંઈક અચિત્ત એવો ચાળ્યા વિનાનો લોટ વાપર્યો હોય, તથા ઓળા, પોંક વિગેરે ખાધા હોય, (૫) જેમાં ખાવાનું થોડું અને નાખી દેવાનું ઘણું તેવી તુચ્છ વસ્તુ - શેરડીના સાંડા, સીતાફળ, બોર આદિ ખાધાં હોય એ સાતમા વ્રતના ભોજન સબંધી પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુક્કડં. | તેમ જ ફળો ખાવાની મુદત વિત્યા પછી ફળોનો ઉપયોગ કર્યો હોય, નદી - તળાવ સ્વિમિંગ હોજ આદિમાં પડી નવાણ ડોળી સ્નાન કર્યું હોય, કોશેટામાંથી બનાવેલા રેશ્મી સિલ્કી - વસ્ત્રો વાપર્યા હોય, પશુની ચરબી - ચામડી - પિંછા આદિમાંથી બનાવેલા હિંસાથી નિષ્પન્ન થયેલા પફ - પાવડર - ક્રિમ - પર્સ - વસ્ત્ર આદિ સૌંદર્ય પ્રસાધનો વાપર્યા હોય, અનંત જીવોના સ્થાન રૂપ કોમળ પુષ્પોના ગજરા -હાર - તોરા કે મૃગાંર કર્યા હોય, રોગકર અને મોહક એવા માદક પદાર્થોનું તથા ઠંડાપીણાનું સેવન કર્યું હોય, મહાવિગય દારુ - માંસ વિગેરે તથા બાવીસ પ્રકારના અભક્ષ્ય અને બત્રીસ પ્રકારના અનંતકાયનું ભક્ષણ કર્યું હોય, જીભના સ્વાદે વિવિધ પ્રકારના ભોજન તીવ્રપરિણામથી કરાવ્યા હોય તેમજ તેને રસપૂર્વક વખાણી વખાણીને ખાધા હો.. જેના વર્ણ ગંધ રસ સ્પર્શ બગડી ગયા હોય અને લીલ - કુલ આવી ગયા હોય તેવી વસ્તુ ખાધી હોય, ઈત્યાદિક ૨૬ બોલની જે મર્યાદાઓ કરી છે તેમાં ઉપયોગ રાખ્યો ન હોય અને ભેળસેળ કે અજાણતા કોઈ પણ વસ્તુ વાપરી કે વપરાણી હોય તેની દેશથી કે સર્વથી દિવસ - રાત્રિ સબંધી કોઈ પણ બોલની ખંડના કે વિરાધના થઈ હોય તો તસ્સમિચ્છામિ વળી પંદર કર્માદાનમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. ચૂનો - ઈંટ - નળિયાં - કોલસા વિગેરે જે કોઈ પણ ચીજો ભઠ્ઠીથી નિપજે છે તેવી કોઈ પણ જાતની ભઠ્ઠી કરી કે કરાવી હોય, નીંભાડા પડ્યા પકવાવ્યા હોય, લુહાર, ભાડભૂંજા, કલાલ, છીપા, સોની, કંસારા, કંદોઈ, રંગારા આદિનો ૨૫. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા વ્યાપાર કર્યો હોય કરાવ્યો હોય, મિલ, જિન, પ્રેસ આદિ ચલાવવા માટે રાત દિવસ બોઈલરમાં અગ્નિ સળગાવ્યો હોય ઈત્યાદિક અગ્નિના આરંભ - સમારંભ રૂપ ઈંગલ કર્મ આચર્યા હોય... | લીલાં ઝાડ, પત્ર, ફળ, ફૂલ, મૂળ, કંદ, લોન, ધ્રો આદિ કોઈ પણ જાતની વનસ્પતિનું છેદન - ભેદન કર્યું હોય કે કરાવ્યું હોય, કાછિયા - કઠિયારા - માળીના ધંધા કર્યા હોય કે કરાવ્યા હોય, સુડ - નિંદન કર્યા - કરાવ્યા હોય ઈત્યાદિક કોઈ પણ રીતે વનકર્મ આચાર્યો હોય... દારૂ - ગળી - ચર્મ વગેરેના સોડ કર્યા હોય, દારૂની ભઠ્ઠી ગાળી કે ગળાવી હોય, જલેબી, હલવા, ઢોકળાં આદિનો આથો કર્યો - કરાવ્યો હોય, અથાણા આથીને રાખ્યાં હોય, ઢોરના છાણ - મૂત્ર આદિનો સડો કર્યો હોય, ખાતર કર્યું હોય, ગોબર ગેસ ઉત્પન્ન કર્યા હોય ચમાર, ડબગર, ચામડિયા આદિના ધંધા કર્યા હોય ઈત્યાદિક સાડિકર્મ આચર્યા હોય. પોઠીયા, ઉંટ, ઘોડા, ગધેડા, પાડા વિગેરે ભાડા ખાવા માટે રાખી ભાડાકર્મ કર્યા હોય... - પૃથ્વીના પેટ ફોડ્યા - ફોડાવ્યા હોય, કૂવા - તળાવ, હોજ વિગેરે નવાણ ખોધો કે ખોદાવ્યા હોય, ઓડ - સલાટ - ખાણિયા -હાળી આદિના ધંધા કર્યા કરાવ્યા હોય ઈત્યાદિક રીતે ફોડિકર્મ આચર્યા હોય.... દાંત, નખ, કચકડા, ગેંડા આદિનો વ્યાપાર કર્યો કરાવ્યો હોય, ગાય - ભેંસ આદિના હાડકાંનો વ્યાપાર કરી દંતવાણિજ્ય કર્મ આચર્યા હોય. વાળંદ - ખાટકી વિગેરેના ધંધા કર્યા હોય, દ્વિપદ, ચતુષ્પદના ક્રય -વિક્રય કર્યા હોય, પશુ, પક્ષી કે સર્પ આદિના કેશ - ઉન - પિંછા . ચામડી વિગેરેનો વ્યાપાર કરી કેશવાણિજ્ય કર્મ આચર્યા હોય.... માંસ, મદિરા, તાડી, મધ, માખણ, તેલ, ઘી, રોગાન, ચરબી, ગોળ, સાકર, ખાંડ, દહીં - દૂધ - મુરબ્બા, સરબત, ચાસણી આદિ રસના વ્યાપાર કરી રસ વાણિજ્ય કર્મ આચર્યો હોય... ૨૬ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા લાલ, સોરંગી, કમજ, મિણ, મજીઠ, ખાંખણ, ફટકડી, ધાવડી, ગળી આદિ રંગનો વ્યાપાર કરી લખવાણિજ્ય કર્મ આચર્યાં હોય, સોમલ, ક્ષાર, સંગોડીયો, વછનાગ, અફિણ, તાલકૂટ આદિ ઝેરનો વ્યાપાર કર્યો હોય, સર્પ કાર્કીડા, ગોહ, દેડકાં, આદિના ઝેર કરાવ્યા હોય કે કર્યાં હોય, તલવાર, પીસ્તોલ, તમંચા, કટાર, છરી, સ્ટેનગન, ટાઈમબોમ્બ, હાથબોમ્બ, અણુબોમ્બ, ખંજર, ભાલા, બંદુક, ધારિયા વિગેરે હિંસક શસ્ત્રોનો વ્યાપાર કર્યો કે કરાવ્યો હોય, સાબુ, સિંધવ, સાજીખાર, સોડા, સંચળ, નિમક, સૂરોખાર, નવસાર આદિ નિપજાવ્યાંકે ઉપભોગમાં લીધાં હોય ઈત્યાદિક વિષવાણિજ્ય કર્મ આચર્યાં હોય. શેરડીના વાઢ, કપાસના આડ પીલ્યા પીલાવ્યા હોય, યંત્રોથી અર્ક ખેંચ્યા હોય, ચરખા ઘાણી - ઘરઘંટી, મિક્ષચર, ચક્રંદા, જ્યુસર, ખાંડણીયા, ઘંટી, મિલ, જિન, પ્રેસ વિગેરે અધિકરણ બનાવી કે તેનો વ્યાપાર કરી જંતપિલણ કર્મ આચર્યાં હોય... પશુ-પક્ષીના કાન નાક આદિ ચિરાવ્યાં હોય. વાછરડા, વછેરાને ખસી કરાવી હોય, પશુઓના નાક ચરાવી નથ પહેરાવી હોય, ડામ દેવરાવી નિશાન કર્યાં હોય, મનુષ્યના લોહી, આંખ, કીડની, ચામડી આદિ અવ્યવોનો વેપાર કર્યો હોય, કે કાન નાક વિંધાવ્યા હોય, ખોજા - ખૂસરાના ધંધા કર્યા હોય ઈત્યાદિ નિલાંછન કર્મ આચર્યાં હોય. વનમાં દવ લગાડી વન બાળ્યાં હોય, ગામ બાળ્યાં હોય, ઓઘા સળગાવ્યા હોય આતંકવાદી સાથે ભળીને તોફાન કરતાં સરકારી મિલકતો, જાહેર મિલકતો કે બસ ટ્રેન રીક્ષા કે કોઈની દુકાનો વૈરભાવથી દ્વેષબુધ્ધિથી સળગાવી હોય, પશુ - પક્ષી કે મનુષ્ય બાળ્યાં હોય વન પર્વત નવડાવ્યા હોય ઈત્યાદિક દવાગ્નિ કર્મ આચર્યા હોય... અગ્નિદાહ લગાવી તળાવ સરોવર દ્રહ આદિ સોસાવ્યા હોય, કૂવાદિ ઉલેચાવ્યા હોય, નવાણોમાં ઝેર, ક્ષાર, નાખ્યા -નખાવ્યા હોય, ધાન્ય નિપજાવવા ડેમ કે બંધ માંથી નહેરો વહાવી હોય, વાડી બગીચામાં રેંટ જોડ્યા કે જોડાવ્યા હોય મોટર બેસાડી ૨૭ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા પંપથી પાણી વહાવ્યા હોય, ઈત્યાદિક સર દહ તડાગ પરિસોસાણીયા કર્મ આચર્યા હોય... કૂતરા - બિલાડા - સકરા - બાજ આદિ હિંસક પશુ પાળી પોષીને વેંચ્યા હોય, પાવૈયા, લોંડી, તાયફા, દુરાચારી મનુષ્યો પોષી કંદર્પ વ્યાપાર કર્યો હોય, તથા આતંકવાદી - ત્રાસવાદી - દેશદ્રોહી વિગેરે મનુષ્યોને મદદ કરી હોય, પાપીઓને પાપ કરવામાં મદદ કરી હોય ઈત્યાદિક અસઈ જણ પોસણિયા કર્મ કર્યા હોય એ સાતમા વ્રતમાં પંદર કર્માદાનમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો જન્મથી માંડીને આજના દિવસ પર્યન્ત દ્રવ્ય - ક્ષેત્ર - કાળ ને ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી અતિક્રમ -વ્યતિક્રમ અતિચાર, અનાચાર, કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં... 'આઠમા વ્રતના અતિચાર પોતાની કે કુટુંબની જરૂરીયાત સિવાય વ્યર્થ દોષજનક પ્રવૃત્તિ કરવી તે અનર્થદંડ, તેનાથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણવ્રત તેના સબંધી જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. C (૧) કંદર્પ - કામવિકાર જાગે તેવી વાતો કરી હોય (૨) ભાંડના જેવી (જોકર જેવી) કુચેષ્ટાઓ કરી હોય (૩) વગર વિચાર્યું જેમ તેમ વચનો બોલાયાં હોય (૪) પોતાના ખપ કરતાં વધારે હિંસક અધિકરણો બનાવ્યાં હોય (૫) ભોગોપભોગની વસ્તુ અધિક વધારી હોય... એ આઠમા વ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં. વળી પારકાદોષ જોયા હોય, પારકી નિંદા કરી હોય, પરધનની ઈચ્છા કરી હોય, પરસ્ત્રીના રૂપ લાવણ્ય દેખી તેના ભોગની અભિલાષા કરી આર્તધ્યાન કર્યું હોય, બીજાને દુ:ખી જોઈને હર્ષ થયો હોય, બીજાને સુખી જોઈને ખેદ થયો હોય, એકનો જય ને બીજાનો પરાજય ઈચ્છયો હોય, ભવિષ્યમાં આવનાર વિપત્તિની કલ્પનાથી ચિંતા ઉપજી હોય, ઈષ્ટજનોનો વિયોગ થતાં કૂટણ - પીટણ કર્યા ૨૮ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા રાત હોય, પોતાની સૌભાગ્ય સંપત્તિનો નાશ થતાં ઝૂરણા કરી ખૂબ જ અશ્રુપાત કરેલ હોય, શરીરમાં કોઈ પણ જાતની વ્યાધિ કે રોગ થતાં વ્યાકુલતા ઉપજી હોય, ઉદ્વેગ થયો હોય, તેના કારણે દિવસ ઝૂરણાપાત થયેલ હોય, તેમાં કર્મોનો દોષ ન જોતાં બીજાના દોષ જોયા હોય, બીજાને ગાળો દીધી હોય, હાયવોય કરી હોય, ઈન્દ્રાદિના ભોગ વિલાસની અભિલાષા રાખી હોય ઈન્દ્ર ચક્રવર્તી દેવ દેવીના નિયાણાં કર્યાં હોય, કોઈના નાશ કે ક્ષયના અર્થે સંયમ, તપના અનુષ્ઠાન આચર્યું હોય, કોઈને મારતા જોઈ સારું માન્યું હોય, જૂઠા શાસ્ત્રો અને જૂઠી કલ્પનાઓ ઉભી કરી હિંસાનો માર્ગ પ્રકાશ્યો હોય, ઉન્માર્ગ પાખંડીને સહાયતા આપી હોય, ગુંડા, લુંટારા, ત્રાસવાદી આદિની સહાયથી અનેક પ્રપંચો રચી બીજાના ધન લુંટવાનો સંકલ્પ કર્યો હોય, પરિગ્રહમાં આનંદ માન્યો હોય, કુરૂપ - કુંજ્ર દેખી હાંસી મશ્કરી કરી હોય, કુલ જાતિ આદિ આઠ પ્રકારનો મદ કર્યો હોય, સાધુના આચાર સબંધી સુગ કરી હોય, ગરીબ માણસના વસ્ત્રાદિ જોઈને મશ્કરી કરી હોય, કે તેમને રંજાડ્યા હોય, અનંતાનુબંધીનો કષાય સેવ્યો હોય, ઈત્યાદિક રીતે આર્ત - રૌદ્ર ધ્યાન ધ્યાયું હોય. - - તેલ ધી ચાસણી સરબત જ્યુશ આદિના વાસણ ખૂલ્લાં રાખ્યા હોય, દીવા, મીણબતી, સ્ટવ, ગેસ આદિ અગાશામાં રાખ્યા હોય, એઠના વાસણ એમને એમ રાખ્યા હોય, વિઠટા, બળખા આદિ સમૂર્છિમના સ્થાન પગ નીચે કચળ્યા હોય, તેમજ બીજાના પગ નીચે આવે તે રીતે જાહેર માર્ગમાં નાખ્યા હોય, લીલોતરી, માટી, વિગેરેને પગ તળે કચરીને ચલાયું હોય, ચિકાશવાળી વસ્તુ, બોર, ગુંદા -ખજૂર આદિના ઠળિયા ગરમ પાણી, અગ્નિ, ક્ષાર આદિ વસ્તુઓ જીવહિંસા થાય તેવી રીતે જ્યાં ત્યાં નાખી હોય, કીડીના દર પૂર્યા હોય, મધપૂડા તોડ્યા હોય, વિનાકારણે લીલોતરીનું છેદન - ભેદન કર્યું હોય વૃક્ષની ડાળે હિંચકા બાંધ્યા હોય, દારૂ બિયર હેરોઈન કોકીન આર. ડી. એસ, બ્રાઉનસુગર આદિ ખાધા હોય કે ખવરાવ્યા હોય, વિષય ઉન્માદને પ્રોત્સાહન આપ્યું હોય, હિંસાકારી નિમિત્ત ભાંખ્યા હોય, આરંભ સમારંભવાળા કામના મૂહર્ત કાઢી આપ્યા હોય, માયા પ્રપંચ ૨૯ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ - પાપ શુદ્ધિની પ્રક્રિયા કરી બીજાને છેતર્યા હોય, બીજાને ભય - પરિતાપના ઉપજાવી હોય, કોઈના પર ખોટા કલંક ચઢાવ્યા હોય, ક્રોધથી પોતાની કે બીજની ઘાત ચિંતવી હોય, કામકથા કરી હોય, ફટાકડા ફોડ્યા હોય - ફૂલોના શૃંગાર કર્યા હોય, હોળી પ્રગટાવી હોય, કોઈ પણ પ્રકારનું વ્યસન સેવ્યું હોય, આળસ પ્રમાદ વધાર્યો હોય, છતા યોગે છતી શક્તિએ ધર્માનુષ્ઠાન આચર્યું ન હોય ધર્મ કરતાને અંતરાય પાડી હોય, ધર્મ સાધનોનો ધ્વંસ કર્યો હોય, ઈત્યાદિક અનેક પ્રકારે પ્રમાદાચરણ કર્યું હોય, હિંસાકારી શસ્ત્રો વધાર્યા હોય, બનાવ્યા હોય. હિંસાકારી શસ્ત્રોનો વ્યાપાર કર્યો હોય, મિક્ષચર - ઘરઘંટી - વોશિંગ મશીન - ટી.વી ટેપ - આદિ હિંસાકારી ઈલેક્ટ્રોનિક ઉપકરણ બીજને વાપરવા આપ્યા હોય ઈત્યાદિક રીતે હિંસાપ્રદાન કાર્યો કર્યા હોય, અવિવેકપણે પાપ વ્યાપરનો ઉપદેશ દીધો હોય, - પંદર પ્રકારના કર્માદાનના વ્યાપારનો ઉપદેશ આપ્યો હોય, અથાણાં આથવાનો, શાક સુધારવા, કપડા ધોવા, માટી ખોદવા આદિના અનેક રીતે પાપનો ઉપદેશ આપ્યો હોય. આર્તધ્યાન - રૌદ્રધ્યાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન, પાપકારી ઉપદેશ આ ચાર પ્રકારે પ્રયોજન વિના, સ્વાર્થ વિના, કારણ વિના પાપકર્મ બાંધી આત્માને દંડ્યો હોય તે જન્મથી માંડીને આજના દિવસ પર્યત દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી, દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી આઠ વ્રતમાં જે કોઈ ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં અજાણતાં મન - વચન -કાયાએ કરી દોષ સેવ્યો કે સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. IFE - ૩૦ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા હવે નવમા સામાયિકવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) મનની માઠી પ્રવૃત્તિ કરી હોય. (૨) વચનની દુષ્ટ પ્રવૃત્તિ કરી હોય (૩) કાયાની કિલષ્ટ પ્રવૃત્તિ કરી હોય (૪) સામાયિકની સ્મૃત્તિ રાખી ન હોય (૫) સામાયિક પુરૂં થયા પેલાં પાળ્યું હોય. - એ નવમા સામાયિકવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડું | તદુપરાંત સામાયિકનું સ્વરૂપ બરાબર જાણ્યું ન હોય, પાઠનો ઉચ્ચાર સરખો કર્યો ન હોય, પાઠના ક્રમનું ધ્યાન રાખ્યું ન હોય, કાઉસગ્ન કરવો જોઇએ તેવી રીતે કર્યો ન હોય, કાઉસગ્ગને દોષ ટાળ્યા ન હોય, સામાયિકમાં યોગ ચપલતા, દષ્ટિ ચપલતા, ભાષા ચપલતા, કષાય ચપલતા સેવી હોય સામાયિકમાં સ્વાધ્યાય શ્રવણ ચિંતન વાંચન-મનન ધ્યાન કાઉસગ્ગ કરવો જોઇએ તે કર્યો ન હોય આળપંપાળ કરી હોય, વિકથા ફરી હોય, નિંદાકુથલી કરી હોય, વ્યાપાર ધંધાની વાતો કરી હોય, કજીયા-ક્લેશ કર્યા હોય, વ્યવહારની ચોખવટ -ચોવટ ચલાવી હોય, સમભાવની શ્રેણી ઉપર ચડવા કોશીશ કરી ન હોય, મન શુદ્ધિ અને વિચાર શુદ્ધિ કેમ થાય? તેનો વિચાર સરખો પણ કર્યો ન હોય, સામાયિક પાળવામાં ઉતાવળ કરી હોય. સામાયિકમાં સાંસારિક કામનું ચિંતન કર્યું હોય, અવ્રતીને આવકાર આપ્યો હોય, લઘુનીત - વડીનીત યોગ્ય રીતે પરહ્યાં ન હોય, રાત્રે ઉઘાડે માથે અગાસામાં જવાયું હોય, પરહ્યા પછી ઈરિયાવહીનો કાઉસગ્ગ ન કર્યો હોય, સામાયિકના બત્રીસદોષ માંહેલો કોઈ પણ દોષ લગાડ્યો હોય, ગૃહસ્થ વેશમાં સામાયિક કર્યું હોય, સામાયિક નિમિત્તે લાણી - પ્રભાવના લેવાની લાલચ રાખી હોય, આલોક કે પરલોકના ભોગવિલાસ મેળવવાની ઈચ્છાએ સામાયિક કર્યું હોય. ઈત્યાદિક સામાયિક કરણીના આજના દિવસ પર્યન્ત દેશથી સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી, ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આણાચાર જાણતાં અજાણતાં મન - વચન -કાયાએ કરી કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો, અનુમોધો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં ! ૩૧ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા 'દસમા વ્રતના અતિચાર હવે દસમા દેશાવગાસિકવ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તે આલોઉં છું. (૧) જતાં માણસ પાસે હદ બહારની વસ્તુ મંગાવી હોય (૨) જતાં માણસ પાસે હદ બહારની વસ્તુ મોકલી હોય (૩) ખાંસી - છીકના શબ્દથી જતો માણસ બોલાવી હદ બહારનું ધારેલ કામ કરાવ્યું હોય (૪) કંઈ પણ રૂપ આકાર બતાવી જતો માણસ બોલાવી હદ બહારનું કામ કરાવ્યું હોય (૫) કાંકરાદિક પુદ્ગલ. ફેંકી જતો માણસ બોલાવી હદ બહારનું કામ કરાવ્યું હોય. ઉપર જણાવેલા પહેલા બે અતિચાર જાણ કે અજાણપણેથી અને બાકીના ત્રાણ અતિચાર કપટથી એ રીતે દસમાં દેશાવગાસિકવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ دع વળી દસમાવતનું સ્વરૂપ બરાબર જાણ્યું ન હોય, દ્રવ્ય - ક્ષેત્ર -કાળ - ભાવથી મર્યાદા કરવી જોઈએ તે કરી ન હોય અને કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, પાંચ સમિતિનું પાલન ન થયું હોય, દસમાવ્રતે દયા પાળતાં કે સંવર કરતાં ખાવા - પીવા કે લેવાની લાલચ રાખી હોય, આરંભ - સમારંભની વાતો કરી હોય - લીધેલા પચ્ચકખાણ યથાર્થ રીતે પાળ્યા ન હોય ઈત્યાદિક દશમાવતમાં આજના દિવસપર્યત દેશથી, સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી અતિક્રમ - વ્યતિક્રમ -અતિચાર - અનાચાર જાણતાં અજાણતાં મન - વચન - કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો હોય તેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં ! E F F (૩ર For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા અગિયારમા વ્રતના અતિચાર હવે અગિયારમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) પૌષધશાળા, સ્થાન, પથારીનું દિવસમાં બે વખત પડિલેહણ કર્યું ન હોય, કર્યું હોય તો અવિધિએ કર્યું હોય (૨) સ્થાન, પથારી આદિને પૂજ્યા ન હોય, પંજ્યા હોય તો અવિધિએ પૂજ્યા હોય (૩) લઘુનીત - વડીનીત પરઠવાની ભૂમિનું પડિલેહણ કર્યું ન હોય, કર્યું હોય તો અવધિએ કર્યું હોય, (૪) લધુનીત -વડીનીત પરઠવાની ભૂમિ પંજી ન હોય, પૂંજી હોય તો અવિધિએ પૂંજી હોય (૫) ઉપવાસ સહિત પૌષધનું સમ્યક રીતે પાલન કર્યું ન હોય. એ અગિયારમાં પ્રતિપૂર્ણ પૌષધવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં. વળી આઠ પ્રહરનો પરિપૂર્ણ પૌષધ કર્યો ન હોય, પૌષધ બાંધતા પહેલાં વસ્ત્રો - ગુચ્છો - આદિનું પ્રતિલેખન કર્યું ન હોય, ઈરિયાવહીનો કાઉસગ્ન કર્યો ન હોય, પૌષધમાં વિકથા કરી હોય, સંજ્ઞાનું સેવન કર્યું હોય, સાંસારિક વાતો કે પ્રવૃતિ કરી હોય, ઘર - દુકાન આદિની ચાવીઓ સાચવી હોય, પારણા - અતરવારણ કે લેવાની લાલચ રાખી હોય, પૌષધનું ફળ માંગી નિયાણું કર્યું હોય. પૌષધ દરમ્યાન કષાય સેવન કર્યું હોય, પૌષધમાં યોગ - ભાષા - દષ્ટિ કે કષાય ચપલતા સેવી હોય, ભૂખ લાગવાથી ખાવાની ઈચ્છા કરી હોય રાત્રિમાં ઉઘાડા માથે બહાર જવાયું હોય, આદર ભાવપૂર્વક પૌષધનો વિધિ જાળવ્યો ન હોય, જાડી ગાદલા જેવી પથારી કે ઓસિકાનો ઉપયોગ કર્યો હોય, પૌષધમાં પ્રમોદભાવ ન રાખતાં મનમાં ઉગ કર્યો હોય ઈત્યાદિક અગિયારમા વ્રતમાં આજના દિવસ પર્યત દેશથી - સર્વથી, દિવસ સબંધી, રાત્રિસબંધી ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર જાણતાં અજાણતાં મન - વચન - કાયાએ કરી કોઈ દોષ સેવ્યો હોય તેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ.. = ૩૩ — For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા 'બારમા વ્રતના અતિચાર હવે બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) વહોરાવવા યોગ્ય અચિત્તવસ્તુ સચિત્ત ઉપર ઈરાદાપૂર્વક મૂકી હોય (૨) વહોરાવવા યોગ્ય અચિત્ત વસ્તુ સચિત્તથી ઈરાદાપૂર્વક ઢાંકી હોય (૩) કાળાતિકાન્ત વસ્તુ વહોરાવી હોય (૪) પોતે વહોરાવવા યોગ્ય હોવા છતાં બીજાને વહોરાવવાનો આદેશ કર્યો હોય (૫) દાન આપી અહંકાર કે પસ્તાવો કર્યો હોય એ બારમા વ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં. વળી સ્નેહથી કે મોહવશ અન્ન - પાણીમાં સાધુ - સાધ્વીની નિશ્રા રાખી હોય આધાકર્મી આદિ દોષ લગાડ્યા હોય, સાધુ આંગણે આવ્યા ત્યારે અપમાન કર્યું હોય, સાધુ - સાધ્વીજીને વહોરાવવા બાબતમાં ભેદભાવ રાખી પક્ષપાત કર્યો હોય, દેતાં મન દુભાયું હોય, છતી જોગવાઈએ કોઈ પણ વસ્તુની ના પાડી હોય, ભોજન સમયે સાધુ - સાધ્વીની ભાવના ભાવી ન હોય, જાણી બૂઝીને અસુઝતું વહોરાવ્યું હોય, ઉકરડા જેવા માનીને વહોરાવ્યું હોય ઈત્યાદિક આજના દિવસપર્યત દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી મુનિઓને દાન દેતાં ખંડના - વિરાધના કરી હોય કે કોઈ પણ દોષ સેવ્યો - સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. તપાચારની આલોયાણા સંથારાના અતિચાર હવે સંલેખાણા - સંથારામાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ચક્રવર્તીની પદવી આદિ - ભોગવિલાસ પામે તેવી આલોકના ૩૪ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા સુખની ઈચ્છા કરી હોય, (૨) ઈન્દ્રાદિકની પદવી તથા દિવ્ય ભોગવિલાસ પામું એમ પરલોકના સુખની ઈચ્છા કરી હોય, (૩) સંથારો વધારે ચાલે તો પૂજા સત્કાર વધારે થાય એમ વિચારી જીવવાની અભિલાષા કરી હોય, (૪) ભૂખ - તરસઆદિનું કષ્ટ સહન ન થતાં મરણની અભિલાષા કરી હોય, (૫) મરણાંત સુધી જન્માંતરે ભોગ પામવાની આકાંક્ષા કરી હોય, એ સંથારાના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ દુકાં. કરી વળી સંથારો આદરતાં પૂર્વે શરીર, ઉપધિ, કુટુમ્બ, પરિવાર આદિ પરિગ્રહ ઉપરથી પુરેપુરી મમતા ઉતારી ન હોય, ચોરાશી લક્ષ જીવોની સાથે ખમત ખામણા કર્યા વિના અનશન કર્યું હોય - ખરેખર જેની સાથે વૈરભાવ છે તે વ્યક્તિ સાથે ખમત ખામણા કર્યા વિના અનશન કર્યું હોય, કષાય પાતળા પાળવાની સંલેખણા કરી ન હોય, ઈન્દ્રિયદમન કર્યું ન હોય, મનવશ કર્યું ન હોય આલોકના કે પરલોકના સુખ -યશ - કીર્તિનો લોભ રાખ્યો હોય, પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કર્યું ન હોય, દર્ભાદિકની પથારીના બદલે શય્યા - ગાદલાં - તળાઈ વિગેરેની કરી હોય, પલ્યકાદિક આસને બેસી પૂર્વ કે ઉત્તરદિશા સ્નમુખ રાખી સંથારો કર્યો કરાવ્યો ન હોય, નવે નવ કોટિએ પાપના પચ્ચકખાણ કર્યા છતાં ઉપયોગ સ્થિર ન રહ્યો હોય, રોગાદિક પરિષહ પડતાં મન ચલવિચલ થયું હોય, સંથારો કરાવનારનો દોષ જોયો હોય પરિણામની ધારા નિર્મળ રહી ન હોય, પર્યત આલોચના કર્યા વિના સંથારો કર્યો હોય, સંથારાનો અવસર આવ્યા છતાં સંથારાની ભાવના ભાવી ન હોય, સંથારાની શ્રધ્ધા રાખી ન હોય, સંથારાની યોગ્યતા વાળાને સંથારો કરતાં અટકાવ્યા હોય સંથારાની હાંસી મજાક કે અવહેલના કરી હોય, - ઈત્યાદિક જાવજીવ કાળના અનશન રૂપ તપમાં રાત્રિ - દિવસ સબંધી, ખંડના વિરાધના થઈ હોય અતિક્રમ વ્યતિક્રમ અતિચાર - અનાચાર જાણતાં - અજાણતાં મન - વચન - કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો - સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ ! ૩૫. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ 5] 199 પાપ શુદ્ધિની પ્રક્રિયા ઘણી વાર તપના અતિચાર નમુનો છે. યશ હવે અલ્પ કે બહુકાળના તપ દરમ્યાન જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું બાર પ્રકારના તપ છતી શક્તિએ કર્યાં ન હોય, કર્યાં હોય તો આલોક પરલોકના સુખની ઈચ્છાની કર્યાં હોય, કીર્તિ માટે તપ કર્યું હોય, દેખાદેખીથી સમ્યક્ સ્વરૂપ સમજ્યા વિના તપ કર્યું હોય, કોઈ માનતા કે સંસારી સુખની અપેક્ષાથી કે સાંસારિક દુ:ખ ટાળવા માટે કર્યું હોય, તપ કરીને અહંકાર કર્યો હોય, આત્મપ્રશંસા કરી હોય, તપનું ફળ માંગી લીધું હોય, અનાદર ભાવે કર્યું હોય, ઈત્યાદિક આજના દિવસ પર્યંત દિવસ રાત્રિ સબંધી દેશથી, સર્વથી, કંઈ પણ ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ - અતિચાર અનાચાર જાણતાં અજાણતાં વચન કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. મન - - વીર્યના અતિચાર હવે વીર્યાચારમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું (૧) મનની પાપમય પ્રવૃત્તિમાં મનનું વીર્ય (શક્તિ) ફોરવ્યું હોય,(૨) વચનની અસત્ય પ્રવૃત્તિમાં વચનનું વીર્ય ફોરવ્યું હોય, (૩) કાયાની અશુભપ્રવૃત્તિમાં શરીરનું વીર્ય ફોરવ્યું હોય, એમ મનયોગ વીર્યાતિચાર, વચનયોગવીર્યાતિચાર, કાયયોગ વીર્યાતિચાર એ ત્રણ અતિચાર સબંધી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અનંતા સિધ્ધ અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. આ રીતે જ્ઞાનના ૧૪, સમક્તિના ૫, બારવ્રતના (ચારિત્રના) ૭૫, સંલેખનાના (તપના) ૫, વીર્યના ૩ એમ કુલ ૧૦૨ અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવી વ્રતની ખંડના વિરાધના કરી હોય, જ્ઞાનાદિ પાંચ આચારના અતિચાર ૩૯, સમક્તિના -૫ તથા બારવ્રતના ૭૫ અને અનશનના ૫ એ પ્રમાણે ૧૨૪ દોષ માંનો કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો કે અનુમોઘો હોય તો અનંતા, સિધ્ધ - અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. - ૩૬ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિળી પ્રક્રિયા સીની માંગ યા ના મીલન લોકોનો હવે પાંચ આચાર સબંધી જે કોઈ પાપ - દોષ લાગ્યા હોય તે આલોઉં છું જ્ઞાનાચાર - ૮, દર્શનાચાર - ૮, ચારિત્રાચાર -૮, તપાચાર - ૧૨, અને વીર્યાચાર - ૩, એ ૩૯ પ્રકારના આચાર સમ્યફરીતે આરાધ્યા ન હોય, છે આવશ્યક સમ્યક રીતે આરાધ્યા, પાળ્યા, સ્પર્યા ન હોય, ઉપયોગરહિત કે અનાદર પણે કર્યા હોય, વાસી પ્રકારના પ્રતિક્રમણ સમ્યક પ્રતિક્રમ્યા ન હોય, સામાયિક - પૌષધ -વ્રત પચ્ચકખાણ - યમ - નિયમ - સજઝાય - ધ્યાન - સંતોષ -ક્ષમા - ઉપશમ - વિવેક - સંવર - દાન - શીલ - તપ ભાવ આદિ કલ્યાણકારી સદ્ગણોની આરાધના કરી ન હોય, ઉપયોગે -અનુપયોગે ખંડના કે વિરાધના થઈ હોય, અઢાર લાખ, ચોવીશ હજાર, એકસોને વીસ (૧૮૨૪૧૨૦) પ્રકારે જે કોઈ પાપદોષ લાગ્યો હોય તે અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. ' અઢાર પાપની આલોચના હવે અઢાર પાપ સ્થાનક સબંધી જે પાપ લાગ્યા હોય તે આલોઉં છું. (૧) હિંસા કરી હોય, (૨) ક્રોધ - લોભ - ભય - હાસ્ય એ ચાર કારણથી જૂઠું બોલાયું હોય, (૩) થોડી - ઘણી -નાની -મોટી - સચિત્ત - અચિત્ત એ છ પ્રકારની ચોરી કરી હોય (૪) મૈથુન સેવન કર્યું હોય, (૫) પરિગ્રહ રાખ્યો હોય, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભનું સેવન કર્યું હોય, (૧૦) રાગ, (૧૧) દૈષ કર્યા હોય, (૧૨) ક્લેશ કર્યો હોય, (૧૩) કોઈના પર આળ ચડાવ્યાં હોય, (૧૪) ચાડી - ચુગલી કરી હોય, (૧૫) અવર્ણવાદ બોલી નિંદા કરી હોય, (૧૬) પાપમાં રતિ, અને ધર્મમાં અરતિ વેદી હોય, (૧૭) માયા કપટ સહિત જૂઠું બોલાયું હોય - જિનેશ્વરના માર્ગમાં શંકા -કંખા રાખી વીપરીત (૩૭ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ uuu શુદ્ધિની પ્રક્રિયા પ્રરૂપણા કરી હોય, (૧૮) મિથ્યાત્વ સેવ્યું હોય ખોટા દેવ -ગુરૂ - ધર્મની ઉપાસના કરી હોય - એ અઢાર પાપસ્થાનક દ્રવ્યથી - ક્ષેત્રથી - કાલથી -ભાવથી - જાણતાં -અજાણતાં -મન -વચન - કાયા એ કરી સેવ્યા - સેવરાવ્યા કે અનુમોઘા હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્ક! વીતરાગમાર્ગની શ્રધ્ધામાં અશ્રધ્ધા થઈ હોય તો તેની આલોચના શ્રી વીતરાગના માર્ગની શ્રધ્ધામાં અશ્રધ્ધા થઈ હોય તો આલોઉં છું. એક બોલ થી માંડી અનંતબોલ જાણવા યોગ્ય જાણ્યા ન હોય, છાંડવા યોગ્ય છાંડ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય, શ્રી ઋષભદેવ થી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને ભાવપૂર્વક વંદન કરું છું, ચોવિસે તીર્થંકરનો માર્ગ એકજ છે. તેના સમાન બીજે કોઈ ઉત્તમ માર્ગ નથી, આ માર્ગ કર્મોની નિર્જરા કરાવનાર છે, જન્મ જરા-મરણ આદિ અનેક દુ:ખોથી મુક્ત કરાવનાર છે. આત્મહિત કરનાર તથા મુક્તિ અપાવનાર માર્ગ આજ છે. આ માર્ગે ચાલનાર અનેક આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આ માર્ગની સમ્યક પ્રકારે શ્રધ્ધા, પ્રતીતિ, સ્પર્શના કરવી જોઈએ, રુચિ રાખવી જોઈએ પણ અસમજણના લીધે શ્રધ્ધા બરાબર રહી ન હોય, પ્રતીતિ-સ્પર્શના કરી ન હોય, જિનાજ્ઞાનું પાલન કર્યું ન હોય. તેનાથી ઓછી અધિક કે વિપરીત શ્રધ્ધા-પ્રરૂપણા કે સ્પર્શના કરી હોય, માર્ગનો અનાદર કર્યો હોય તો આજના દિવસ પર્યત જે કોઈ દોષ સેવ્યો સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. (૩૮ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ 0 પાપ શુદ્ધિની પ્રક્રિયા INE FR ત્રણ મનોરથની આલોચના P Ithac હવે ત્રણ મનોરથ ચિંતવ્યા ન હોય તે આલોઉં છું - થોડો કે ઝાઝો પરિગ્રહ ક્યારે હું છોડીશ ? પંચમહાવ્રતધારી સાધુ હું ક્યારે બનીશ? છેલ્લે મરણ સમયે સંલેખણા સહિત સંથારો ક્યારે હું કરીશ? આ ત્રણ મનોરથ પાછલી રાતે (પરોઢિયે) ચિંતવ્યા ન હોય, ચિંતવ્યા હોય તો ઓઘસંજ્ઞાએ ચિંતવ્યા હોય, ચિંતવતાં શ્રધ્ધા ન રાખી હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં! ક્ષમાપના પ્રથમ સમુચ્ચય જીવો સાથે વેર - વિરોધ થયો હોય તે ખમાવુંછું. खामेमि सव्वेजीवा, सव्वे जीवावि खमन्तु मे। मित्ती मे सव्वभूएस, वेरं मज्झं न केणइ ॥ १ ॥ ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે; બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વૈર મારું <=0 હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો પણ મારો અપરાધ ખમજો, હું સર્વ જીવોની સાથે મૈત્રીભાવ રાખું છું. મારે હવે કોઈની સાથે વેર વિરોધ રહ્યો નથી. एवमहं आलोइयं, निंदियं गरहियं दुगंछियं सव्वम् । तिविहेणं पडिक्कन्तो वंदामि जिण चउव्वीसम्॥ २ ॥ ચોવિસે જિનેશ્વરોને વંદન કરી ત્રણકરણ, ત્રણયોગથી, સર્વથા પાપની આલોચના નિંદા કરી, પાપથી પાછા ફરી, ગહ - દુર્ગંચ્છા કરી આત્માને વિશુદ્ધ બનાવું છું, તો પણ કોઈ પાપના ૩૯ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા યોગે આત્માને વિશુદ્ધ બનાવ્યા છતાં આત્મા વિશુદ્ધ બન્યો ન હોય, આભવમાં કે ભવાંતરમાં કોઈ પણ જીવ સાથે કોઈ પણ જાતનો અપરાધ કર્યો હોય, દુ:ખ દીધું હોય, વિયોગ પડાવ્યા હોય, સંપત્તિ લૂંટી હોય, વિશ્વાસઘાત કર્યો હોય, છળ પ્રપંચ કર્યા હોય, વચન આપી તોડ્યા હોય, આશા ર આપી જીવન વિનાશ કર્યો હોય, ધર્મના બહાને છેતર્યા હોય, કુમાર્ગે ચડાવ્યા હોય, ખોટી સલાહ આપી કલેશ ઝગડા કરાવ્યા હોય, આ પ્રકારે કોઈ પણ રીતે ગુનેગાર થયો હોઉં, ગુણચોર બન્યો હોઉં, અપકાર કર્યો હોય, ઉપકાર ઓળવ્યો હોય ઈત્યાદિક વેર વિરોધ કર્યા કે કરાવ્યા હોય, કરતાંને રૂડું જાણ્યું હોય તો મન વચન કાયાએ કરી સર્વ જીવોને વારંવાર ખમાવું છું. - હે જીવાત્માઓ! મારા અપરાધ ખમજો, મને માફી આપો, ફરીથી અપરાધ ન થાય તેવી હે પ્રભુ મને સન્મતિ પ્રાપ્ત થજો. ચાર લાખ યોનિ સાથે ક્ષમાપના ચોરાસી લક્ષ જીવાયોનિના જીવો સાથે વૈર વિરોધ થયો હોય તો ખમાવું છું. ૭ લાખ પૃથ્વી કાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય, ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય, ૨ લાખ બેઈન્દ્રિય, ૨ -લાખ તેઈન્દ્રિય, ૨ -લાખ ચઉરેન્દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૧૪ લાખ મનુષ્ય પંચેન્દ્રિય એ ૮૪ લાખ જીવાયોનિના જીવને હાલતાં - ચાલતાં, ઉઠતાં - બેસતાં, જાણતાં - અજાણતાં હણ્યા હોય, હણાવ્યા હોય, પરિતાપના કિલામના ઉપજાવી હોય તો અનંતા સિધ્ધ, અરિહંત - કેવલી ભગવંતની સાક્ષીએ ભુજો ભુજો કરી ખમાવું છું. ४० For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા | | સગાસબંધી સાથે ક્ષમાપના = સગા સબંધી સાથે અપરાધ થયો હોય તે ખમાવું છું. સગા સબંધી અને મિત્રો - તથા ભાગીદારો, પાડોશીઓ આદિ સર્વ! આજના દિવસ પર્યત મેં તમારો અપરાધ કર્યો હોય, દોષ જોયો હોય, ગુણ ઉપર અવગુણ કર્યો હોય, ઉપકાર ઓળવ્યો હોય, કોઈ પણ પ્રકારે તમારું બૂરું કર્યું હોય કે ચિંતવ્યું હોય, સેવા - ભક્તિ કરી ન હોય, દુ:ખના સમયે સહાયક થયો ન હોઉં તો તે બધા અપરાધો બદલ હાથ જોડી, માન મોડી, ત્રિવિધ ત્રિવિધ ભુજો ભુજો કરી ખમાવું છું. મારા પર કૃપા કરી ક્ષમા આપશો, મારા અપરાધ ખમજો, અહો! શ્રધ્ધાવંત દૃઢ સમકિતી આત્માઓ! માર્ગાનુસારી, ગુણધારી, દર્શનાચારી, વિશુદ્ધ વિચારી, મિથ્યાત્વવિદારી, સંવેગાદિ પંચલક્ષણધારી, વીતરાગમાર્ગ પ્રભાવક એવા શ્રધ્ધાવંતનો કોઈ પણ અપરાધ - અવિનય થયો હોય તો હાથ જોડી મસ્તક નમાવી, ભુજો - ભુજ કરી ખમાવું છું 'સાધર્મિક અને ગુરુ સાથે ક્ષમાપના શીલવંતા - ન્યાયવંતા, પરોપકારી, દયાળુ, ધર્મપ્રેમી, સૌજન્યશાળી, ભાગ્યશાળી એવા શ્રાવકના ૨૧ ગુણ યુક્ત સ્વધર્મી બંધુઓનો અવિનય, અભક્તિ કે અપરાધ થયો હોય તો હાથ જોડી મસ્તક નમાવી ભુજો - ભુજો કરી ખમાવું છું | હે મારા દયાળુ કૃપાળુ ગુરૂદેવ ! આ ડુબતાને તારનાર, સફરી જહાજ સમાન, છતી ઋદ્ધિના ત્યાગી, ગુણનારાગી, મહાવૈરાગી, પંચ મહાવ્રતધારી, પાંચ સમિતિ, ત્રણ ગુતિના પાળનાર, બાર પ્રકારે તપસ્યાના કરનાર હે મહાનુભાવ ! તમારા ગુણ અપરિમિત છે. આપે મારા ઉપર અનંત ઉપકાર કર્યા છે. મને ધર્મના માર્ગે ચડાવ્યો, ias (૪૧ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા પતિતને પાવન કર્યો, તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી હે ગુરૂભગવંત! મેં ચૌદ પ્રકારનું સુપાત્રદાન આપી શાતા ઉપજાવી ન હોય, સેવાભક્તિ કરી ન હોય, તો આજના દિવસ પર્યત મારાથી કંઈ પણ અવિનય -આશાતના અભક્તિ - અપરાધ થયો હોય તો પંચાંગ નમાવી, હાથજોડી ભુજો ભુજો કરી ખમાવું છું. હે કૃપા સાગર! મારા પર કૃપા કરી ક્ષમા આપશો. હે ત્રણલોકના નાથ! જગતદિવાકર! વીતરાગદેવ! દેવાધિદેવ ચોવિશ તીર્થકરો! તમારો માર્ગ, તમારું શાસન, આલોકમાં ઉત્તમોત્તમ છે. આપે ધર્મ માર્ગ બતાવી અમારા પર મહાન ઉપકાર કર્યો છતાં મારી અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પવીર્યના કારણે તેની બરાબર આરાધના થઈ ન હોય તો આજના દિવસ પર્યત કોઈ પણ પ્રકારે અવિનય - આશાતના - અભક્તિ - અપરાધ થયો હોય તો ભુજો ભુજો કરી ખમાવું છું. હે કૃપાલુદેવ! મારો અપરાધ ખમજો મારા ઉપર કરુણા કરી સબુદ્ધિ આપજો. અંતિમ ચાર શરાણની ભાવના હવે અંતમાં ચાર શરણની ભાવના ભાવું છું. અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિતધર્મ - એ ચાર શરણ જન્મ જરા અને મરણના દુ:ખ હરનારા છે. પરમમંગળ કરનાર શિવસુખના કારણ છે માટે ચાર શરણ આભવ - પરભવ કે ભવોભવ મને નિરંતર હોજો. ' શાર્દૂલવિક્રીડિત વૃત્તમ अर्हन्तो भगवन्त इन्द्रमहिता: सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकरा: पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका:, पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु नो मंगलम्॥ १ ॥ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રકિયા. ( ઉપસંહાર) સ્ત્રગધારા વૃત્તમ્ अस्या आलोचनाया: पटनमनुदिनम् शुद्धभावन कार्यम्, अष्टम्यां पक्षिकायामुपशमनिरतैः साधुभिः कर्मभित्यै। चातुर्मासीदिने वा मनुजहितसंवत्सरीपर्वराजे, तेऽवश्यं मुक्तिभाजो विदधति पठनाऽऽकर्णनेये किलाऽस्यः॥ આ શ્રાવકે આલોયણાનું નિરંતર પવિત્ર ભાવનાથી વાંચન તથા શ્રવણ કરવું જોઈએ ઉપશમ રસમાં નિરંતર તત્પર રહેનારે આઠમ - પાખી આદિ પર્વ તિથિએ આલોચનાનું વાંચન - શ્રવણ અવશ્ય કરવું જોઈએ, ચોમાસી તથા માનવસમૂહથી પૂજાયેલ પર્વાધિરાજ સંવત્સરીના દિવસે તો જે કોઈ આ શ્રાવક આલોયણાનું શ્રવણ - મનન -ચિંતન કરે છે તે પાપમુક્ત થઈ નિશ્ચિત રીતે મુક્તિનું સુખ પ્રાપ્ત કરે છે. एषाऽऽसीन्मुनिवर्यहीर लिखिता सम्यग् व्यवस्थां विना, वीरभ्रातृ - गुलाबचंद्रमुनिना संशोध्य सा निर्मिता। शून्याष्टाङकधराब्दमाघधवले सत्पञ्चमीवासरे, ख्याते लिम्बडीपत्तने स्वषरयोर्निश्रेयसार्थं पुन: ॥ ३ ॥ સૌ પ્રથમ મહારાજ શ્રી હીરજી સ્વામીએ પૂર્વાપર સબંધ વિના આલોયણા અવ્યવસ્થિત રીતે તૈયાર કરી હતી તેનું સુંદર સંપાદન કરી મુનિશ્રી વીરજી સ્વામીના ભાઈ આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ લોકોપકારના શુભાશયથી વિ.સં. ૧૯૮૦ના મહા સુદ પાંચના રોજ લીંબડી શહેરમાં આ આલોયણાનું સંકલન કરેલ તેની પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૭માં પ્રગટ થયેલ દ્વિતીયાવૃત્તિ વીર સંવત ૨૫૦૮માં પ્રગટ થયેલ કાળક્રમે થાડી સુધારા વધારાની આવશ્યકતા જણાતાં મૂળ કોપીમાં થોડો ફેરફાર કરી ૨૧ વરસ બાદ આલોયણાની આ તૃતીયાવૃત્તિ તૈયાર કરવામાં આવેલ છે. * શ્રાવક આલોયણા સમાપ્ત * ૪૩ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા FUTE FAIF NIFT ayapiy THE IN I વિભાગ-ર ૪૪ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પાપ શક્કિળી પ્રક્રિયા - ત્રણ મિનિટની તૈયારી | હે આત્મનું! માત્ર ત્રણ જ મિનિટ આયુષ્યની બાકી હશે ત્યારે તું શું કરીશ? (૧) સર્વ પ્રથમ જીવનમાં આચરેલા અઢારે પાપ સ્થાનકોને શ્રી અરિહંતની સાક્ષીએ યાદ કરીને વોસિરાવી દે! (૨) ત્યારબાદ ૮૪ લાખ જીવાયોનિ સાથે ક્ષમાપના કરી લે. (૩) ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી દે અને છેલ્લા શ્વાસે આ દેહનો પણ ત્યાગ કરી દે. (૪) લીધેલા વ્રતમાં જે દોષ લાગ્યો હોય તેની પ્રભુની સાક્ષીએ માફી માંગી લે. (૫) ચાર શરણાં અંગિકાર કરી લે. (૬) સર્વ જીવો પ્રત્યેના મમત્વ ભાવને છોડી દે. (૭) અને નવકારમંત્રના ધ્યાનમાં લયલીન બનીજા... આટલું કરતાં કરતાં મૃત્યુ આવી જશે તો તારી સદ્ગતિ નિશ્ચિત છે. હવે વધારે ભવમાં ભટકવું નથી! ભગવાનનો ધર્મ હવે તારી આંગળી પકડીને તને મોક્ષના દ્વારે મૂકી આવવાનો છે. ભાવની હે કરૂણા સિંધુ! આપે તો પૂર્વભવથી જ કેટલી બધી આરાધના કરી! અદભૂત ધર્મ સાધના કરી ! હે મહાવીર દેવ! આપે તો એક લાખ વરસ મા ખમણના પારણે મા ખમણ કર્યા. તેની સામે હું શું કરું છું? ખાન-પાનનો સંસાર મને કયાં ખૂંચે છે? મને આ બધું ખોટું કયાં લાગે છે? પ્રભુ ! આ કુટિલ આહાર સંજ્ઞામાંથી મને બચાવ! હું તારું એવું ધ્યાન ધરું કે પાપી આહાર સંજ્ઞા પર મને ધૃણા છૂટે. હે ત્રિભુવનના નાથ ! તમને જન્મદાતા મોટી સામ્રાજ્ઞી, ૪૫ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા તમને દિકકુમારીઓએ ફુલરાવ્યા, મંગલ ગીતો ગાયા, ૬૪ ઇન્દ્રોએ મેરુશિખર પર તમારો જન્માભિષેક મહોત્સવ ઉજવ્યો, કેટલા મહાન પુણ્ય !!! છતાં પ્રભુ! તમે લેશ માત્ર પણ અભિમાન ન કર્યું! કારણ કે આપે આમાં કોઇ આત્મપુરુષાર્થ ન દેખ્યો પણ પુણ્યકર્મની લીલા દેખી, પરની લીલામાં શા અભિમાન કરવા? જયારે મને તો ધૂળ જેવી સંપત્તિ મળી છે. છતાં હું અભિમાનમાં મરું છું. તે હે જિનેશ્વર ભગવાન! તમે ચારિત્ર લઈને કેટલી બધી તપસ્યા કરી! કેવા પરિષહોને ઉપસર્ગો સહ્યા! દિવસ અને રાત ઉભા ઉભા કેવું ધ્યાન ધર્યું! આમાં જરાય સુકોમલતા ન રાખી, આની સામે મારી પાસે શી સાધના છે? નાથ! મને એવી સાધનાઓ કરવા બળ આપ. સહિષ્ણુ બનાવ. સર્વથા સંથારાનો વિધિ પૂ. શાસનોદ્ધારક દાદાગુરૂ શ્રી અજરામરજી સ્વામીની પરંપરા અનુસાર આજીવન અનશનવ્રતનો વિધિ તથા પરચકખાણ : પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ સાધકનું મુખ રખાવી દાભડા વિગેરેની પથારીએ પલાંઠીના આસને બેસાડી, હાથજોડી (દસનખ મસ્તકે અડાડી) અરિહંત, સિધ્ધ, ગુર્નાદિકને નમસ્કાર કરાવી, સર્વની સાથે ખમત ખામણા કરાવવા, વેરવિરોધ કોઇની સાથે થયો હોય તો તેને ખાસ ખમાવવા ત્યારબાદ નીચે પ્રમાણે વિધિ કરાવવી. સૌ પ્રથમ નવકારમંત્ર બોલી સ્તોત્ર સહિત માંગલિક સંભળાવી ને ક્ષેત્ર વિશુદ્ધિ કરાવવી ત્યારબાદ ચઉવિસંથો કહીને ચોથું અધ્યયન દશવૈકાલિકનું સંભળાવવું અને નીચે પ્રમાણે પચ્ચખાણ કરાવવા. તમારે દ્રવ્ય થકી સર્વ સાવધયોગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાલ થકી જાવજીવ સુધી, ભાવથકી નવ નવ કોટિએ ઉપયોગ સહિત અઢાર પાપસ્થાનક સેવવાના પચ્ચકખાણ, જાવજીવ સુધી, અણસણં, અસણં, પાણ ખાઇમં સાઇમના ૪૬ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ uuu શદ્ધિની પ્રકિયા પચ્ચકખાણ, સર્વ પ્રકારના આશ્રયદ્વાર સેવવાના પચ્ચકખાણ તથા શરીર, કુટુંબ, માયા, મિલકત આદિ સર્વ વસ્તુ નવપ્રકારના પરિગ્રહ પ્રત્યેની મમતાના પચ્ચકખાણ, જાવજીવાએ તિવિહ-તિવિહોણું મોણ વાયાએ કાયણં નકરેહ નકારવેહ, કરંતંપિ અન્ન ન સમણુન્નમેહ એમ અરિહંત ભગવાનની સાક્ષીએ, સિધ્ધ પરમાત્માની સાક્ષીએ, સાધુની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ, સમ્યફદષ્ટિ દેવ-દેવીની સાક્ષીએ અને પોતાના આત્માની સાક્ષીએ કરી નિર્મળભાવથી, શુધ્ધ બુદ્ધિએ તમારે સંથારાનું પાલન કરવું તસ્સ પડિક્કમેહ, નિંદેહ, ગરિમેહ, અપ્રાણ વોસિરેહ..! અંતમાં ત્રણ નામોત્થણ કહેવા..! ભાવના : જાવજીવ લગી એમ ચારે આહાર, અઢારે પાપ, પાંચ આશ્રવદ્વાર, નવવિધ પરિગ્રહ, સર્વ ઉપધિ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. અજ્ઞાનતાએ રત્નના કરંડીયા સમાન વહાલું શરીર માની ખૂબ સાચવ્યું પણ પરમકૃપાલુ જિનેશ્વરદેવની વાણીએ સત્ય સમજાયું કે આ શરીર વિનાશી છે. માટે નશ્વર એવા શરીરને વોસિરાવું છું. અનશનવ્રતમાં આગાર: તિવિહારો કરવો હોય તો પાણીનો આગાર ! અશક્ત શરીરના કારણે કોઇ ઝાડે બેસાડે, માત્રો વિગેરે પરઠવામાં સહાય લેવી પડે તો આગાર. દોહરો: એક આતમા માહરો, જ્ઞાન દર્શન સંયુક્ત ! બાહ્ય યોગ સહુ અવર છે, પામ્યો વાર અનંત / દેવગુરૂ પ્રતાપે શલ્ય રહિત સ્વીકારેલ ‘અપરિછમ' છેલ્લું અનશનવ્રત તે છેલ્લા શ્વાસ સુધી પંડિત મરણની આરાધનાએ કરી સફલ હોજો ! : સમાપ્ત : FE 5 ४७ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પાપ શકિગી પ્રક્રિયા છેસંસ્થાએ પોતાની મેળે ક૨વાની વિધિ મરણ નજીક આવ્યું લાગે કે મરણાંત કષ્ટ આવે ત્યારે અને રાત્રે સુતી વખતે વિવેકી મનુષ્યોએ સંથારો કરવો. પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ બેસીને ત્રણ વખત નવકાર મંત્ર બોલવા પછી માંગલિક બોલીને ૮૪ લાખ જીવાયોનિના જીવને ખમાવવા તથા જેની સાથે વેર-વિરોધ થયેલ હોય તેને ખમાવવા ત્યારબાદ નીચે પ્રમાણે પચ્ચકખાણ કરવા. દ્રવ્ય થકી સાવધ યોગ સેવવાના પચ્ચકખાણ, ક્ષેત્ર થકી આખા લોક પ્રમાણે, કાલથકી જાવજીવ સુધી (અગર અમુક ધારેલા કાલ સુધી) ભાવથકી નવ નવ કોટિએ ઉપયોગ સહિત. કરેમિ ભંતે! અનશન ચઉવ્વિલંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, અઢારસ પાવઠાણાઇં, સવાઈ આસવદારણે, નવવિહં પરિગ્ગતું, સવ્વોવહિ, પુથ્વયં શરીર મોહં પચ્ચકખામિ જાવજીવાએ (અગર અમુક સમય) તિવિહં, તિવિહેણ મોણ, વાયાએ, કાણું નકરેમિ નકારકેમિ કરતંપિ અન્ને ન સમણુજાણામિ તસ્મભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અધ્ધાણં વોસિરામિ...! નોંધ: ઉપર મુજબ વિધિ કરવા જેટલો સમય ન હોય તો નીચે મુજબ સાગારી સંથારો કરાય...! ત્રણ વખત નવકારમંત્ર બોલી- ૮૪ લાખ જીવાયોનિના જીવને ખમાવીને પછી આ પ્રમાણે સંથારો કરવો. આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢારા મરણ આવે તો વોસિરે વોસિરે, જીવું તો આગાર.... નોંધ : કટોકટિના સમયે-રાત્રે સુતી વખતે ઉપર મુજબ સાગારી સંથારો કરાય છે. વર્તમાન કાલે એક્સિડન્ટના સંભવિત યુગમાં સાધુ-સાધ્વીજી વિહાર કરતી વખતે તથા શ્રાવક શ્રાવિકાજી બસ-પ્લેન કે ટ્રેનની મુસાફરી કરતી વખતે નીચે મુજબ સંથારો કરી શકે : (૪૮ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ - પાપ શદ્ધિની પ્રકિયા CEO પ્રથમ ત્રણ વખત નવકારમંત્ર બોલી- સર્વ જીવોને હૃદયપૂર્વક ખમાવી અઢાર પાપસ્થાનકને આલોવી, પછી માંગલિક બોલી. નીચે મુજબ પચ્ચકખાણ કરે. રાજા આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે વોસિરે, પથ છોડું તો આગાર. નોંધ: પથના સ્થાને ઘરે પહોંચે તો આગાર કે નિશ્ચિત સ્થાને પહોંચે તો આગાર એમ કહી શકાય બસ-ટ્રેનમાં ખાવું કે પીવું પડે તો સંથારો ત્રણ નવકારના આગારે લઇ પાળી શકાય પાછો અવસર જોઇ લઇ શકાય !!! 我就被我被我我我我装要找我要我要我要我要我要我要 Eો દીક્ષાર્થિની આલોચના manasan annapharanaresh પ્રથમ ક્ષેત્રવિશુદ્ધિ... ત્યારબાદ અતિચારને આલોવવા જોઇએ, મહાવ્રત ઉચ્ચારતા પહેલાં સર્વ જીવો સાથે ક્ષમાપના કરવી જોઇએ, ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વોસિરાવવા જોઇએ, ચાર શરણ ગ્રહણ કરવા જોઇએ, પાપની નિંદા કરવી જોઇએ, સુકતની અનુમોદના કરવી જોઇએ, અનશન એટલે યથાશક્તિ તપ કરવો જોઈએ, પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઇએ, જ્ઞાન-દર્શન-આચાર-તપ-વીર્ય વિગેરેમાં લાગેલાદોષોને આલોવવા જોઇએ, સર્વ પ્રથમ આજીવ અજ્ઞાન, અદર્શન (મિથ્યાત્વ) અનાચરણ એટલે અસદ્ આચરણના કારણે અનાદિ અનંત કાલથી રખડતો ભટકતો રહ્યો છે. હજુ સુધી ઠરીને ઠામ થયો નથી, મોક્ષગતિમાં પહોંચ્યો નથી, તો ઉપરોક્ત કારણમાં પ્રથમ અજ્ઞાન તે સાચા સમ્યગુમાર્ગે ચાલનારા, સમજનારા, જ્ઞાની પુરુષોનો સમાગમ સત્સંગ કર્યો નથી અગરતો ઓળખ્યા નથી, ઓળખ્યા તો પણ આશાતના કરી ઉપકાર ઓળવ્યા, નિંદા કરી, ઉધ્ધતાઇ કરી, સામે પેઢી માંડીને બેઠો, સામે બોલ્યો, સમર્થ છતાં જ્ઞાનીની સેવા ન કરી, અર્ચના ન કરી, અન્ન-પાણી-વસ્ત્રાદિ આપ્યા ન હોય અથવા અવજ્ઞા કરી હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ ! ૪૯ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા ૧૬T છતી શક્તિએ જ્ઞાન ભણાયું ન હોય હીનયોગે, વિનય રહિત, સ્વાધ્યાય કાલને જાણ્યા વિના, અને સ્વાધ્યાયના કાલે સ્વાધ્યાય કર્યો ન હોય, તો જ્ઞાનના ચૌદ અતિચારો માંથી કંઇ પણ વિરાધના થઇ હોય તો તથા પાંચ પ્રકારે જ્ઞાનીની કે જ્ઞાનની નિંદા, મશ્કરી, ઉપહાસ વિગેરેથી આશાતના કરી હોય તે સર્વ દોષોને નિવારવા માટે અજ્ઞાન મટાડવા અને જ્ઞાનગુણ પ્રગટ કરવા માટે મારા સર્વ દુષ્કૃત્ય મિથ્યા થાઓ! ' હવે દર્શન સબંધી જે અપરાધ થયો હોય તેની આલોચના કરું છું. ખોટા માર્ગને સાચો જાણ્યો, શ્રધ્ધયો હોય, સુખ નથી ત્યાં સુખ માણ્યું હોય સાચું સુખ આત્મામાં છે તે કર્મથી મુક્ત થાય તો મળે, દર્શન મોહનીય કર્મને લીધે આ વાત સમજાણી નહીં શ્રધ્ધા થઇ નથી. અને સમ્યબોધ રૂપ સમ્યફદર્શન થયું નથી. માટે દર્શનગુણને પામેલા આત્માની નિંદા - અવજ્ઞા - હિલના - મશ્કરી - ઉપહાસ કરેલ હોય, છતી શક્તિ એ અન્ન-પાણી વસ્ત્રાદિ દાન આપ્યું નહીં અને ઓળખ્યા નહીં અગર ઓળખવા છતાં આશાતના કરી હોય. દર્શન ગુણની મહત્તા સમજ્યો નહીં એટલે તે ગુણ પ્રગટ કરવાની કોશિષ કરી નહીં દર્શન-સમક્તિ ગુણની આશાતના કરી જિનમત સિવાય પાખંડમતની પ્રસંશા પરિચય કે સંઘટ્ટો કરીને જિનમતમાં શંકા-કંખા, વિતિગિચ્છા આદિ કોઇ અતિચાર સેવ્યો, સેવરાવ્યો કે અનુમોધો હોય તો તે મારું પાપ મિથ્યા થાઓ ! | છકાય પૈકિ એકેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આદિ એક ઇન્દ્રિયવાળા જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્ક! શંખ-છીપ-કોડા પોરા-જળો-અળશિયા આદિ બેઇન્દ્રિયજીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુકકડે! કીડી, માંકડ, મંકોડા, કંથુઆ આદિ તેઇન્દ્રિય જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્કડં! માખી, મચ્છર, ભ્રમર, પતંગીયા વિગેરે ચઉન્દ્રિય જીવોનો વધ થયો હોય તો મિચ્છામિ દુક્કડં! જલચર, સ્થલચર, ખેચર આદિ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય આદિ સર્વ પંચેન્દ્રિયમાંથી કોઇનો પણ વધ થયો હોય કે ચિંતવ્યો હોય તો મિચ્છામિ દુક્કડં ૧al ૫૦ Jan Education International For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 02 =0 પાપ શુદ્ધિની પ્રક્રિયા ક્રોધ, લોભ, ભય, હાસ્યથી અથવા પરવશપણાથી મેં મૂઢમતિ થઇ જે અસત્ય વચન બોલ્યું હોય તથા કોઇ આત્માને કટુ, કર્કશ, પરને પીડાકારી શબ્દ બોલાયો હોય, ધ્રાસ્કો પડે તેવું બોલાયું હોય, કલહ-કંકાસ-ઝગડો કે મરણ થાય તેવું બોલાયું હોય, નિશ્ચયકારી વાણી, સાવદ્ય વચન, કોઇ પણ પ્રકારે બોલાયું હોય તો તે સર્વની નિંદા, ગર્હા કરૂં છું મિચ્છામિ દુક્કડં કરું છું. મનયોગથી માઠી ચિંતવના કરી હોય, અશુભ વિચારો કર્યા હોય, કોઇના વિષે બૂરું વિચાર્યું કે ચિંતવ્યું હોય, કોઇના રોગ, ક્લેશ, મરણ ચિંતવ્યા હોય, કોઇને દુ:ખ થાય તેવી માનસિક સ્થિતિ રાખી હોય, આમ અનેક રીતે મનયોગ એવીજ રીતે વચનયોગ દુષિત કર્યો હોયતો તેની નિંદા, ગહ કરીને મિચ્છામિદુક્કડં કરૂ છું ર કપટ કળાથી બીજાને છેતરી, થોડું પણ નહીં આપેલું ધન મેં ગ્રહણ કર્યું હોય, માલિકની ઇચ્છા કે આજ્ઞા વિના સુક્ષ્મ કે સ્કુલ, અલ્પ કે બહુ મૂલ્ય, સચિત્ત કે અચિત્ત કોઇ પણ જાતનું અદત્તાદાન લીધું હોય, અસ્તેય દુષિત કર્યું હોય તો તે સર્વની નિંદા ગોં કરીને મિચ્છામિ દુક્કડં કરૂં છું ॥૩॥ રાગ સહિત હ્રદયથી દેવતા સબંધી, મનુષ્ય, તિર્યંચ સબંધી મેં જે મૈથુન સેવન કર્યું હોય તો તેની નિંદા, ગર્હ કરીને મિચ્છામિ દુક્કડં કરૂં છું ।।૪।। ધન, ધાન્ય, સુવર્ણ વિગેરે નવજાતના પરિગ્રહ સબંધમાં જે મમત્વભાવ ધારણ કર્યો હોય તેની નિંદા, ગર્હ કરીને પરિગ્રહ સબંધી થયેલા પાપને વોસિરા પુછું અને તેનું મિચ્છામિ દુક્કડં કરૂં છું "પપ્પા ગૃહસ્થપણામાં આ પાંચ અણુવ્રત તથા ૬-૭-૮ ત્રણ ગુણવ્રત અને ૯-૧૦-૧૧-૧૨ ચાર શીક્ષાવ્રત એમ બારવ્રતમાં કોઇ પણ અતિચાર લાગ્યો હોય તો તેની નિંદા ગર્હ કરીને મિચ્છામિ દુકૐ કરૂં છું. રાત્રિભોજનના ત્યાગમાં જે કંઇ ભૂલચૂક થઈ હોયતો તે મિચ્છામિ દુક્કડં. જિનેશ્વર ભગવંતે કહેલો બાર પ્રકારનો બાહ્ય અને આત્યંતર તપ જે મારી શક્તિ પ્રમાણે કર્યો ન હોય તો તેની નિંદા ગર્હા ૫૧ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા કરું છું. મોક્ષપદને સાધવાવાળા યોગોમાં મન-વચન-કાયાથી વીર્ય ફોરવ્યું ન હોય, તો તે સબંધી નિંદા ગહ કરું છું. પ્રાણાતિપાત વિરમણ વિગેરે બાર વ્રતનો સમ્યગુવિચાર કરી ગ્રહણ કરેલા વ્રતોમાં જયાં વ્રત ભંગ થયો હોય તેનો વિચાર કરી, આલોચના કરી, નિંદા, ગહ કરું છું. હું કોપ રહીત થઇને સર્વ જીવોને ક્ષમા આપું છું, અને પૂર્વનું વેર દૂર કરી સર્વને મિત્ર સમાન ચિંતવું છું: પ્રાણાતિપાત, મૃષાવાદ એવં મિથ્યાત્વ આદિ મોક્ષમાર્ગની સન્મુખ જતાં વિદ્ધભૂત અને દુર્ગતિના કારણભૂત અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરી અઢારે પાપથી નિવત્ છું. વોસિરાવું છું અને ફરી ફરી મિચ્છામિ દુક્કડં કરૂં છું. પૂર્વભવોમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ સહિત મહાવ્રતરૂપ નિરંતર સમ્યગુચારિત્ર ન પાળ્યું હોય, પૂર્વે કે આ જન્મમાં સેવેલા કોઇ પણ અપરાધોનું મિચ્છામિદુક્કડું કરું . મિથ્યાત્વ વ્યામોહ પામીને ભમતાં મેં મન-વચન કે કાયાથી કુતીર્થનું સેવન કર્યું હોય તે સર્વની નિંદા ગહ કરીને વોસિરાવું છું. જિનધર્મ માર્ગને પાછળ પાડ્યા હોય, અથવાતો અસત્યમાર્ગને પ્રગટ કર્યા હોય, અને બીજાના પાપમાં નિમિત્ત બન્યો હોઉં તો તે સર્વ સબંધી નિંદા ગહ કરું છું. વોસિરાવું છું. જંતુઓને દુ:ખ આપનારા હળ સાંબેલું આદિ જે કંઇ તૈયાર કરાવ્યા હોય, અને પાપી પ્રવૃત્તિથી કુટુંબનું ભરણપોષણ કર્યું હોય તો તે સર્વની નિંદા, ગહ કરું છું. વોસિરાવું છું. દાનાદિ સર્વ સુકૃતોની અનુમોદના કરું છું. અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન કર્યું હોય, અન્ય કોઇ કરતા હોય તે સર્વ સુકૃતની અનુમોદના કરું છું. આ જીવે પૂર્વે કરેલા પૂણ્ય, પાપ એજ સુખ દુ:ખના કારણ છે. બીજું કોઇ પણ કારણ નથી. એમ જાણીને શુભ ભાવ રાખીશ. જે ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ દાન, શીલ વિગેરે આકાશના કુલ માફક નિરર્થક છે તેમ માનીને શુભભાવ રાખીશ. જે ૩૪ અતિશય યુક્ત છે. અને જેમણે કેવલજ્ઞાનથી પરમાર્થ જામ્યો છે અને દેવો જેમનું પર For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પuu શદ્ધિની પ્રક્રિયા સમવસરણ રચે છે. એવા અહંતોનું મને શરણ હોજો, જેણે ચારતીર્થની સ્થાપના કરી છે, વીતરાગતા પ્રગટ કરી છે, ૧૨ ગુણેકરી સહિત છે, ૧૮ દોષ રહિત છે. એવા તારક અરિહંતોનું મને શરણ હોજો જે આઠકર્મથી મુક્ત છે. જેમના આઠ અનંતગુણની પ્રધાનતા છે. જે નિરંજન, નિરાકાર, અલેશી અરાગી, અદ્વેષી, અનાહારી, અશરીરી એવા સિધ્ધભગવંતોનું મને શરણ હોજો, જેમણે ધ્યાનરૂપી અગ્નિથી સકલ કર્મરૂપી મેલને બાળી નાખ્યા છે. અને જેમનો આત્મા સુવર્ણ જેમ નિર્મલ થયો છે. તે સિધ્ધોનું મને શરણ હોજો. જેમને જન્મ નથી, જરા નથી, મરણ નથી, કર્મ નથી, ચિત્તનો કોઇ ઉદ્વેગ નથી, કોઇ પણ પ્રકારના કષાય નથી તે સિધ્ધોનું મને શરણ હોજો. જે ૪૨ તથા ૯૬ દોષ રહિત ગોચરી કરીને અન્ન-પાણી લે છે તે મુનિઓનું મને શરણ હોજો. જે પાંચ ઇન્દ્રિયને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનનો પ્રચાર જીતનારા, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિઓનું મને શરણ હોજો. જે પાંચ મહાવ્રતોનો ભાર વહન કરવાને વૃષભ સમાન છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિએ કરી સહિત છે અને પંચમગતિના ચાહક છે. જેમણે સકલ સંઘનો ત્યાગ કર્યો છે. જેમણે મણિ અને તૃણ, શત્રુ અને મિત્ર સમાન છે. જે ધીર છે મોક્ષમાર્ગને સાધવાવાળા છે. તેનું મને શરણ હોજ, કેવલજ્ઞાનના લીધે દીવાકર સરખા તીર્થકરોએ પ્રરૂપેલા અને સર્વ જીવોને હીતકારી એવા ધર્મનું મને શરણ હોજ, પાપના ભારથી દબાયેલા જીવને દુર્ગતિરૂપ કુવામાં પડતાં જે ધારણ કરી રાખે છે. એવા ધર્મનું મને શરણ હોજો. સ્વર્ગ અને મોક્ષરૂપી નગરે જવાના માર્ગમાં ગુંથાયેલા લોકોને સાર્થ વાહરૂપ, સંસારરૂપી અટવી પસાર કરાવી આપવામાં સમર્થ છે તે ધર્મનું મને શરણ હોજો. શરણ હોજો... શરણ હોજો...!!! ૫૩ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા લઘુ શ્રમણ આલોયણા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચે આચારમાં તેમજ પંચમહાવ્રતમાં, ૨૫ ભાવનામાં જે જે દોષ લાગ્યા હોય તે, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં જે જે દોષ લાગ્યા હોય તે સર્વની આલોચના વિચારી-વિચારીને, સંભાળી-સંભાળીને કરવાની છે. અને નિંદા ગર્હ કરીને પાપની આલોચના અને મિચ્છામિ દુક્કડં લેવાનું છે. =0 સૌ પ્રથમ જ્ઞાનના ચૌદ અતિચાર લાગ્યા હોય, જ્ઞાનાવરણીય છ કારણે બંધાય છે. તે શક્તિ હોવા છતાં જ્ઞાન ભણવાના બદલે જ્ઞાનાચાર સબંધી પાંચ પ્રકારની જ્ઞાનની તથા જ્ઞાનીની નિંદા કરી હોય, આશાતના કરી હોય, મજાક મશ્કરી કરી હોય, અનેક વિધ આશાતના કરી હોય તે મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ... મિથ્યા થાવ... વળી પગમૂકીને થૂંક લગાડીને, માથું મૂકીને, આસન બનાવીને, ભોજનની પતરાળી બનાવીને, ફાડીને ગમે ત્યાં ફેંકીને, પગ તળે કચરીને વિગેરે કારણોથી જ્ઞાનોપકરણ પાટી-પેન-પોથી-પુસ્તક-પાના આદિની આશાતના કરી હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... વળી શક્તિ હોવા છતાં જ્ઞાનીઓને અન્ન-પાણી-વસ્ત્ર-પાત્ર આદિ લાવી ન આપ્યા હોય, વિનય-ભક્તિ, સેવા-ભક્તિ સાચવી ન હોય, ગુરૂજનો-વિડેલોની અવગણના, અપમાન કર્યું હોય અશાંતિ ઉપજાવી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... દર્શનાચાર સબંધી: નિ:શંકા આદિ આઠ ગુણ સહિત સમ્યક્ત્વની મેં રૂડે પ્રકારે આરાધના કરી ન હોય સમક્તિની કે સમક્તિની નિંદા, હિલના, આશાતના, અવગણના, અપમાન કર્યું હોય, વિનયભક્તિ સાચવી ન હોય તો તે મારા દુષ્કૃત્ય મિથ્યા થાવ... મિથ્યા થાવ...! ચારિત્રાચાર સબંધી: કોઇ પણ પ્રકારે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, ૫૪ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિળી પ્રક્રિયા વાયુકાય અને વનસ્પતિ આદિ જીવોનો વધ કર્યો હોય, વિના અપરાધે વિરાધના કરી હોય, અનેક રીતે ત્રાસ ઉપજાવ્યો હોય, પોતાના શોખની ખાતર જીવોની વિરાધના કરી હોય, તે સર્વ મારા પાપો મિથ્યા થાવ... મિથ્યા થાવ...! શંખ-છીપ, કોડા, પોરા, જળા, અળસિયા, આદિ બેઇન્દ્રિય જીવો તથા જૂ-લીખ-ચાંચડ-માંકડ-કંથુઆ-કીડી મંકોડા વિગેરે તે ઇન્દ્રિય જીવો. માખી-મચ્છર-ભ્રમર-વીંછી વિગેરે ચઉન્દ્રિય જીવો તથા પાણીમાં જીવનાર મચ્છ-કચ્છ વિગેરે, પૃથ્વી ઉપર વસનાર ગાય-ભેંસ-ઘોડા-બળદ વિગેરે, આકાશમાં ઉડનારા પંખીઓ વિગેરે તિર્યંચ પંચેન્દ્રિય જીવો તેમજ મનુષ્ય પંચેન્દ્રિય સમુશ્કેિમ મનુષ્ય વિગેરે જીવોને માર, ફાડ, ભય, ત્રાસ ઉપજાવ્યો હોય, પ્રાણ હરી લીધા હોય, અનેક રીતે ત્રાસ ઉપજાવ્યો હોય, પીડા પમાડી હોય, વિરાધના કરી હોય તો સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ, મિથ્યા થાવ...! ક્રોધથી, લોભથી, ભયથી, હાસ્યથી, પરવશપણાથી મૂઢ થઇને કષાયોને વશ થઇને કે વિષયોને વશ થઇને રાગ કે દ્વેષથી અસત્ય બોલાયું હોય, અસત્ય આચરણ કર્યું હોય કે અસત્ય ચિંતન કર્યું હોય તો તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ..! દંભથી કે દગાથી જૂઠ-માયા, પ્રપંચ અને કપટથી મોહ કે લોભથી મેં કોઇને પણ પૂછયા વિના અદત્ત લીધું હોય, ચોરી કરી હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! રાગથી કે દ્વેષથી, કુતુહલ કે કપટથી, શોખ કે સ્વાર્થથી, કામવાસનાને વશ થઇ દેવ-મનુષ્ય-તિર્યંચ સબંધી મૈથુનનું સેવન કર્યું કરાવ્યું કે અનુમોધું હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ...! ધન-ધાન્ય-સુવર્ણ વિગેરે નવપ્રકારનો દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ સબંધમાં મમત્વભાવ રાખ્યો હોય તે સર્વ મારા પાપ મિથ્યા થાવ... મિથ્યા થાવ...! રાત્રિ ભોજન, અભક્ષ્યત્યાગ, સૂર્યાસ્ત પછી કે સૂર્યોદય પહેલાં આહાર પાણી ગ્રહણ કર્યા હોય, નિયમનું પાલન બરાબર થયું ન ૫૫. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ = પાપ શુદ્ધિની પ્રક્રિયા હોય, ભૂલો કરી હોય, અલ્પ અંશે કે સર્વ અંશે વ્રતભંગ કર્યો હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! મિથ્યાત્વથી વ્યામોહ પામીને, મન-વચન-કાયાથી કુદેવ કુગુરૂ કુધર્મનું સેવન પૂજન કર્યું હોય, તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ...! મિથ્યા થાવ...! જિનશાસનની નિંદા થાય, હિલના થાય, એવું મનથી ચિંતવ્યું હોય, વચનથી બોલાયું હોય કે કાયાથી આચરણ થયું હોય તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાવ! મિથ્યા થાવ! કોઇના રાગનો કે દ્વેષનો, વિષય કે કષાયનો, આર્ત કે રૌદ્રધ્યાનનો હું નિમિત્ત બન્યો હોઉ જાણતાં કે અજાણતાં કોઇ પણ દોષનું સેવન થયું હોય તે સર્વ દુષ્કૃત્યોની આત્માની સાક્ષીએ નિંદા કરીને ગુરૂની સાક્ષીએ ગહ કરીને, ફરી તેમ નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને, તે સર્વ મારા દુષ્કૃત્યોની ક્ષમા માંગુ છું અને પ્રાર્થના કરું છું કે મારા આ સઘડા દુષ્કૃત્યો મિથ્યા થાવ... મિથ્યા થાવ... મિથ્યા થાવ. !!! તપની આલોયના X પરિપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધ ભગવાનનું જેવું અનાહારક સ્વરૂપ છે, તેને લક્ષમાં લઇને પૂર્ણ અનાહારક પદની પ્રાપ્તિ માટે ઇચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગ-દ્વેષનું સેવન થઇ ગયું હોયતો અરિહંત, સિદ્ધપ્રભુની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડં... મોહરૂપી રાજાની રાજધાની સમાન સંસારનો નાશ કરનાર તપ તે એટમબોંબ છે. તપ એ પરલોકમાં સાથે આવનાર પરમમિત્ર છે. પરમધર્મ છે, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મને છોડીને અનાહારક પદ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ તપની આરાધના વડે જ્ઞાનમાં સ્થિર થતાં વિભાવ અને રાગ દ્વેષની ગ્રંથી છેદાઇને નાશ પામે એવું તપનું ફળ પ્રગટ્યું ન હોય અને આત્મ સ્વરૂપની વિરાધના થઇ હોય તો અરિહંત સિધ્ધપ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં...! ૫૬ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ =0 પાપ શુદ્ધિની પ્રક્રિયા અતિન્દ્રિય જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ સ્વરૂપ મોક્ષમાર્ગમાં પ્રવર્તવા માટે મોક્ષમાં જવાનો રાજમાર્ગ તપ છે. તે સાશ્વત આત્માનો સદ્ભૂત વ્યવહાર છે. તે વ્યવહારના આચરણમાં મન-વચન-કાયાના અશુભયોગ વડે કોઇ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! તપના સેવનથી શુધ્ધ અનાહારકપદની પ્રાપ્તિ થાય છે. તેથી રાજા, ચક્રવર્તી, ઇન્દ્ર આદિ સ્વર્ગનાં સુખો ઋદ્ધિ સમૃદ્ધિ એ બધું ઉપાધિ ભાવ છે. મોહનીય કર્મની વિકારી અવસ્થા છે. તે બધાની ઉપેક્ષા કરવાની છે. એના બદલે અપેક્ષાવૃત્તિ થઇ હોયતો તસ્લમિચ્છામિ દુક્કડમ્... આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં કર્મની નિર્જરા સિવાય કોઇ શુભાશુભ ભાવનો આદર કે વિકલ્પ તેમજ રાગનો અવકાશ ન થવો જોઇએ છતાં રાગાદિ સંકલ્પ-વિકલ્પ કર્યા હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્..! જયાં સુધી અનાહારકપદની પ્રાપ્તિ થઇ નથી ત્યાં સુધી સાધુ-સાધ્વીને પણ આહાર લેવો પડે છે. પણ તેમાં આસક્ત કે લોલુપ થવાનું નથી. લક્ષ તો અનાહારક બનવાનુંજ છે. તે માટે સતત જાગૃત્તિ રાખવાની આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અનાહારક છે. અનાહારક સ્વરૂપના ભાવમાં રહીને તપના સેવન દ્વારા અનાહારક દશા વધારું અને ઇચ્છા તથા રાગ દ્વેષનો નાશ થતાં દેખું, આત્મભાવમાં રમણતા પેખું. એજ સમ્યક્તપનું ફળ છે. એ ફળને પ્રાપ્ત કરતાં મન-વચન-કાયાથી તીવ્ર કષાય ભાવથી કોઇ દોષ લાગ્યો હોયતો અરિહંત, સિધ્ધ, પ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! આત્મલક્ષે તપનું સેવન કરતાં બાવીસ પરિષહમાંથી કોઇ પરિષહ આવ્યો હોય, તે વખતે શોક કે ખેદ થયો હોય તપ પ્રત્યે અણગમો થયો હોય, તપની વિરાધના થઇ હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! મેં પૂ. સાધુ-સાધ્વીજી પાસે વરસીતપ આર્થ્રો તે વરસીતપ કરતાં મારે ઘણું સહન કરવું પડ્યું, મહા મુસીબતે પૂર્ણ કર્યો એવો વિચાર આવવો ન જોઇએ છતાં કયારેક આવી ગયો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્! આત્માનો સ્વભાવ આહાર લેવાનો નથી એ નહીં સ્વીકારતાં હું આહાર કરવાના સ્વભાવવાળો છું. એમ ૧૦ પ્રકારની સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઇ હોય તો તસ્લમિચ્છામિ દુક્કડમ્...! ૫૭ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રકિયા અત્યારે તપ કરીને નિજ સ્વરૂપને પ્રગટ કરવાનો સુઅવસર મને પ્રાપ્ત થયો છે. એકાંતરે આહારની વાસના છૂટી જાય છે. તેનું ફળ સમતા અને આત્મસ્થિરતા છે. છતાં કયારેય મનમાં સંતાપ થયો હોય, ક્લેશ થઈ ગયો હોય, શરીર સુકાઈ જતાં ગ્લાનીભાવ પેદા થયો હોય તો અરિહંત-સિદ્ધની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! | સહજ આનંદના સાગર અનાહારક દશામાં રમતાને ઝૂલતા ઉગ્ર તપસ્વી શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીને સમ્યકતપના સેવનમાં ખેદ નથી થયો. એવી વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે. મને અધન્ય છે. એવી નિરાભિમાની ભાવના ભાવવી જોઇએ તેવી ભાવના ભાવી ન હોય. માન પ્રશંસા કે શ્લાઘાનું લક્ષ આવી ગયું હોય તો અરિહંત સિદ્ધ પ્રભુની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડ: તપસ્યા કરતાં દેહ દૂબળો પડી જાય શરીરનું વજન ઘટી જાય હાડકાં ખખડવા લાગે છતાં આત્મા સમતારસથી ભરેલો છે માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે. આત્માનો નહીં એવું ધ્યેય હોવા છતાં અશાતા વેદનીયના ઉદયે નબળાઇના કારણે આકૂળતા કે કષાયનો ભાવ થઇ ગયો હોય, તપમાં ઉપયોગ રહ્યો ન હોય, તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! અનાહારક ચૈતન્યની રમણતામાં તપના સેવન દ્વારા સમ્યક પુરૂષાર્થની જમાવટ આહારની ઇચ્છાને ટકવા ન દે. છતાં પુરૂષાર્થની કચાશના કારણે આહારની ઇચ્છા થઇ હોય તો મિચ્છામિ દુક્કડં...! અનંતકાળ સુધી આહાર પાણી ન મળે તો પણ અનાહારકપદમાં જ્ઞાતા-દ્રષ્ટા ભાવે ટકવાનું સામર્થ્ય આત્મામાં રહેલું છે એવું ઉચ્ચલક્ષ રાખ્યું ન હોય, વ્યવહાર તપના સેવનના કારણે શુભાશુભની લાગણી વૃત્તિ સબંધી પાપ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્. પારણાના દિવસે ૫/૧૦ મિનિટ અનાહારકપણાની ભાવના ભાવવી જોઇએ તેના બદલે આહારનો સ્વાદ લેવાની આકુળતા થઇ હોય, ઉતાવળ થઇ હોય, પચ્ચકખાણ પાળવાનો ટાઇમ થયા પહેલાં પાળી લીધા હોય, આહાર વાપરતી વખતે હર્ષ-રતિ-અરતિ થઇ હોય, ખેદ કર્યો હોય, સારી વસ્તુની હોંશ કરી હોય, પારણાની વસ્તુ તૈયાર ન થઇ હોય તો મનમાં ક્રોધ આવી ગયો હોય, પ્રતિકૂલ ૫૮ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ O / પાપ શદ્ધિની પ્રક્રિયા આહાર આવવાથી ખેદ થયો હોય સરસ આહાર ઉપર રાગ થયો હોય અનાહારકપદ ભૂલાઇ ગયું હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં...! ) વરસીતપ આદરતી વખતે ગુરૂદેવનો સંયોગ મળ્યો હોય અને પૂર્ણાહૂતિ સમયે વિયોગ થયો હોય, અથવા સંજોગોવશાત્ હાજર ન રહી શક્યા હોય, સ્વજનો કુટુંબીજનો પણ હાજરી ન આપી શક્યા હોય, અને ખેદ કર્યો હોય તો તસમિચ્છામિ દુક્કડમ્.... | આત્મ સ્વરૂપના લક્ષે તપનું સેવન કરતાં શાતા અશાતાનો ઉદય થાય તે વખતે સમભાવ રાખે તો તપના ફળ સ્વરૂપે ભાવ સંવર પ્રાપ્ત થાય અને અનંતકર્મોની નિર્જરા થાય, અને પોતાનાં સ્વરૂપમાં વર્તી શકાય તેવું ઉત્કૃષ્ટ ફળ સ્વરૂપ સમ્યત્વ તપમાં ન વપરાયું હોય તો તસમિચ્છામિ દુક્કડમ્.....! તપનું સમ્યકત્વ સેવન કરતાં ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શીક્ષાવ્રત, ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્તિ, શ્રાવકના વ્રતમાં તથા અનેક પ્રકારના ત્યાગ પચ્ચકખાણમાં તથા ત્રસ - સ્થાવરજીવોની ઉપયોગ રહિત વિરાધના થઇ હોય તો અરિહંત, સિદ્ધ, કેવલીની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! શુદ્ધ, બુદ્ધ, સચ્ચિદાનંદ એવા આત્મ સ્વરૂપના લક્ષે કોઇ પણ ઇચ્છા, લાલસા, વાસના લેવાની ઇચ્છા રહિત ૧ ઉપવાસ કરવાથી ૧000 વરસના નારકીના દુ:ખ દૂર થાય છે. પર વસ્તુમાં મારાપણાની બુદ્ધિ તુટી જતાં કર્મની નિર્જરા થાય છે. તે ધ્યેય ન રહેતાં બીજાની દેખાદેખીથી વરસીતપ આદિ તપસ્યા કરવાથી મારા ગીતો ગવાશે, વરઘોડા નીકળશે. સાંગીઓ ગવાશે, બહુમાન થશે બધા મને શાતા પુછવા આવશે. આવી વૃત્તિ જાણતાં કે અજાણતાં, સ્વપ્નમાં કે જાગૃત અવસ્થામાં પોષી હોય, તો અરિહંત સિદ્ધની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડમ્...! તપના મહિમા તરિકે કુટુંબીઓએ આડંબર ન કર્યો હોય, સાંગીઓ ન ગવડાવી હોય, પ્રભાવના ન કરી હોય તેથી તેમના પ્રત્યે તિરસ્કાર થયો હોય, મનમાં ખેદ થયો હોય કે આ બધા લોભીયા છે. (૫૯ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ - પાપ શદ્ધિની પકિરા =O અમે બાર બાર મહિના તપસ્યા કરી પણ એ લોકોને કાંઇ કિંમત નથી. એવી પુદ્ગલની આશાએ આકૂલતા વ્યાકૂલતા થઇ હોય, તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! ઉપવાસના પારણે આહારથી આ દેહ ટકી રહ્યો છે. એમ વિચારી પારણાના દિવસે ઉપવાસનું વળતર વાળી લીધું હોય તો તસમિચ્છામિ દુક્કડમ્...! ઉપવાસના દિવસે આહારની ઇચ્છા થઇ હોય અથવા સ્વપ્નમાં કોઇ દોષ લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! તવેસુવા ઉત્તમ વંમરે તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય છે તેનું પાલન કરવું જોઇએ તેનું પાલન કરતાં આનંદ થવાના બદલે ખેદ થયો હોય, યુવાનીના મદમાં ખેદ થયો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! બારમાસની તપસ્યામાં આલોક-પરલોકનાં સુખ ધન-કીર્તિ-આબરૂ તથા ઇન્દ્ર આદિની પદવી મેળવવા માટે નહીં પરંતુ એકાંત કર્મની નિર્જરા માટે છે એ લક્ષ ચુકાઇ ગયું હોય તો તસ્સમિચ્છામિ દુક્કડમ્...! છેલ્લી ઘડીએ વિનંતિ પ્રભુજી માંગું તારી પાસ, મારી પુરી કરજો આશ પ્રભુ માંગી માંગીને માંગું એટલું, મારી છેલીરે ઘડી સુધારજો | ગુરૂદેવ પાસે હોય, અને સંથારો અદરાય બધા જીવોને ખમાવી લેવાય રે... મારી...૧ સાચી આલોયણા થાય, ભાવે પ્રતિક્રમણ થાય, બધા દોષોનું પ્રાયશ્ચિત લેવાય રે... મારી...૨ નહીં સેવાઓ લેવાય, જાતે જાતે કામ કરાય, નહીં ઇન્દ્રિયોની શક્તિ હણાય રે... મારી...૩ નહીં શાતામાં હરખાય, વેદનામાં નહીં પીડાય, નહીં પરભવ નિયાણું બંધાય રે... મારી...૪ જો અવધિજ્ઞાન થાય, સ્વર્ગ નરક દેખાય. નહીં ભય કે આશા જરાય રે... મારી...૫ ૬૦) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા છેલે ભાવ ન ભૂલાય, છેલે જ્ઞાન ન વિસરાય, ત્યારે શ્રધ્ધાનો રંગ નવિ જાય રે.... છેલે લેશ્યા ન બદલાય, પરિણામો ન પલટાય, છેલે શુભ રહે અધ્યવસાય રે... પારસ મનમાં એવું થાય, એવા સમયે દેવ થવાય, નહીં કોઇને થાય આંતરાય રે... અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે, જીવલડો આમ તેમ બહુ રે મુંઝાશે, વીંછીની વેદનાઓ થાય... (૨) મનમાં શું મલકાય મનમાં શું મલકાય ? રોજ તારી આવરદા ઓછી થાય, કાળા કરમ તને ભોગવવા પડશે, તારા કરેલા તને બહુ બહુ નડશે, પાછળથી પસ્તાય... સ્મશાનમાં તારા માટે લાકડાં મૂકાશે, ઉપર સુવાડી પછી આગ લગાડશે, ભડભડ બળશે તારી કાય... બારમા દિવસે તારા લાડવા ખવાશે, બે પાંચ વરસે તને ભૂલી જવાશે, વાતો વિસરાઇ જાય... મહાવીર કહે સૌ ચેતીને ચાલજો, વીરના વ્યાખ્યાનમાં આવી મહાલો, પાણી પહેલાં બાંધી લેજો પાળ... મારી...૬ ૬૧ For Personal & Private Use Only મારી...૭ મારી...૮ રોજ તારી...૧ રોજ તારી...૨ રોજ તારી...૩ રોજ તારો...૪ રોજ તારી...૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા G (આ કાયામાંથી હંશલો... આ કાયા...૧ (રાગ: વાદલડી વરસી રે...) આ કાયામાંથી હંસલોરે, ઓચિંતાનો ઉડી જશે. કોણ જાણી શકે કાળને રે, વ્હાલી કાલ કેવી થાશે... ટેક તારા મોટા મોટા બંગલારે, મોટરો ને ગાડી વાડી, તારી માયા મૂડી મેલી ને રે, ખાલી હાથે જાવું પડશે.. તારા રૂપાળા દેહને રે, નહીં રાખે ઘરમાં ઘડી તારા સગા વ્હાલા સૌએ રે, થોડા દિ’માં ભૂલી જાશે... તારા પુણ્ય કેરા કામો રે, રેવાના આ દુનિયા મંહી, તારો પંખીડાનો માળો રે, પળમાં પિંખાઇ જાશે... તને મળ્યો રૂડો મનખો રે, મળશે નહીં હવે ફરી ફરી, મહાવીર સ્વામી કહે રે, પ્રભુનું નામ રટતો રહેજે... | (૪) આ કાયા...૨ આ કાયા...૩ આ કાયા...૪ પ્રાર્થના કયારે ? - આવી ઉભો છું ધારે, પ્રભુ દર્શન દેશો કયારે ? અંતરની અભિલાષા, પ્રભુ પુરી કરશો કયારે ? સળગી રહ્યો છું આજે, સંસાર કેરા તાપે, શીતળ તમારી છાયા, પ્રભુ મુજને ધરશો કયારે... ભક્તિ કરી ન ભાવે, શક્તિ વૃથા ગુમાવી, ફાવી ન કોઇ યુક્તિ, પ્રભુ શંકટ હરશો કયારે.. દષ્ટિ ન દૂરે પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે, અંધાર ધેર્યા ઉરને, પ્રભુ ઉજ્જવલ કરશો કયારે... ભવોભવ ભમી ભમીને, આવું તમારા શરણે, સૂના સૂના જીવનમાં, પ્રભુ આવી મળશો કયારે... જે જે For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ O= uu ugod uban = ભાવને સુધાર) (રાગ : આરતી ઉતારો માની...) ભાવ...૧ ભાવ...૨ ભાવને સુધારો તમે ભાવને સુધારો, ભાવ જેના બગડે એના ભવનો વધારો.. સુબાહુ એ દાન દીધું કેવા રૂડા ભાવે, નાગશ્રીએ દાન દીધું કેવા બૂરા ભાવે, એક બન્યા દેવ, એકનો નરકમાં ઉતારો... ભાવ જાગ્યા ભોગના, ત્યાગી કુંડરિકને, ભોગ છોડી ત્યાગી બન્યા, ધન્ય પુંડરિકને, સર્વાર્થસિધ્ધ એક, એકનો સાતમી નરકે વારો... આસક્તિના ભાવથી, મમ્મણ ચાલ્યો નરકમાં, વૈરાગ્યના ભાવથી, શાલીભદ્ર સ્વર્ગમાં જિનવાણી સુણી અંતર જીવન સુધારો... જિરણ શેઠે ભાવનાથી સંસાર ઘટાડ્યો, પુરણ શેઠે ભાવ વિના, લાભને ગુમાવ્યો, મહાવીર સ્વામી મળ્યા તોયે, મળ્યો ના કિનારો... તારા ભાવિનો ઘડવૈયો, તોરા પરિણામે, બંધન અને મુક્તિ તારી, ભાવનાથી પામે, સેવક બની સાચો, સત્ય રાહે ચાલનારો... ભાવ...૩ ભાવ...૪ ભાવ...૫ ૬૩ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રક્રિયા - મારું આયખું ખૂટે..... | (તર્જ: જરા સામને તો આઓ છલિએ) મારું આયખું ખૂટે જે ઘડીએ, ત્યારે મારા હૃદયમાં પધારજો છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો... દર્દો વધ્યાં છે આ દુનિયામાં, મારે રીબાવી રીબાવીને, એવી બિમારી જો મુજને સતાવે, છેલ્લી પળોમાં રડાવીને, ત્યારે મારા હૃદયમાં પધારજો, પીડા સહેવાની શક્તિ વધારજો... ન છે અરજી-૨ જીવવું થોડુંને જંજાળ ઝાઝી, એવી સ્થિતિ છે આ સંસારની જંપવા દેના મરતી વેળાએ, ચિંતા મને જો પરિવારની ત્યારે દીવડો તમે પ્રગટાવજે, મારા મૃત્યુને સ્વામી સુધારજો... છે અરજી-૩ 'અંતિમ ભાભના આટલું તો આપજે, ભગવાન મને છેલ્લી ઘડી, ના રહે માયાતણા, બંધન મને છેલ્લી ઘડી...૧ આ જિંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહીં, અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી..૨ હાથ પગ નિર્બળ બને જો, શ્વાસ છેલ્લા સંચરે, તું આવજે ત્યારે પ્રભુ, મારી જયારે છેલ્લી ઘડી...૩ જયારે મરણ શય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી, ઓ દયાળુ આપજે, દરિસણ મને છેલ્લી ઘડી...૪ અગણિત અધર્મો મેં કર્યા, તન-મન-વચન યોગે કરી, હે ક્ષમા સાગર ! ક્ષમા, મને આપજો છેલ્લી ઘડી...૫ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં, તું આપજે શાંતિ ભરી, નિંદ્રા મને છેલ્લી ઘડી...૬ અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો, તું આપજે ત્યારે મને, તારું સ્મરણ છેલ્લી ઘડી...૭ ૬૪ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા *QUES હિ Fris ભૂતકાળે કરેલા પાપની આલોયણા પદ્માવતના-આરાધના JA હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે; જાણપણું જગ દોહિલું, એણી વેળાએ આવે. ના તે મુજ મિચ્છામિ દુક્કડં-૧ ભવ અનંતાએ કરી, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધિયા, ચોરાશી લાખ-તે મુજ-૨ સાત લાખ પૃથ્વીતણા, સાતે અપકાય; પ સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય-તે મુજ-૩ fus દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચૌદ સાધારણ સાર; બિત્રિ ચૌરેંદ્રિય જીવના, બબ્બે લાખ વિચાર-તે મુજ-૪ PADHESH દેવતા તિર્યંચ નારકી, ચારચાર લાખ પ્રકાશી; ચૌદ લાખ મનુષ્યના, એમ લાખ ચોરાશી-તે મુજ-૫ આ ભવ પરભવ સેવિયાં, પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહં, દુર્ગતિ દાતાર-તે મુજ-૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ, અદત્તાદાનના, મૈથુન દોષ પરિગ્રહ મેળવ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કર્યાં, વળી રાગ ને દ્વેષ-તે મુજ-૮ ૬૫ ઉન્માદ-તે મુજ-૭ કલહ કરી જીવ દૂભવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિ:શંક-તે મુજ-૯ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પાપ શકિગી પ્રક્રિયા ચાડી કીધી ચોતરે, કીધો થાપણમોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોંસો-તે મુજ-૧૦ ખાટકીના ભવો મેં કીધા, કીધી જીવની ઘાત; ચડિમાર ભવે ચરકલાં, માર્યા દિન ને રાત-તે મુજ-૧૧ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝબ્બે કર્યા, કીધાં પાપ અઘોર-તે મુજ-૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભિલ્લ કોળી ભવે, મૃગ પાડિયા પાસ-તે મુજ-૧૩ કોટવાલ ભવે મેં કીધાં, આકરાં કર દંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડી દંડ-તે મુજ-૧૪ પરમાધામીને ભવે, દીધા નારકી દુ:ખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તીષ્મ-તે મુજ-૧૫ કુંભારને ભવે મેં ઘણાં, નીંભાડા પકવ્યા; તેલી ભવે તલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા-તે મુજ-૧૬ હાળી ભવે હળ ખેડિયાં, ફોડ્યાં પૃથ્વીના પેટ; સૂર નિંદણ કીધાં ઘણા, દીધા બળદ ચપેટ-તે મુજ-૧૭ માળી ભવે રોપ રોપિયા, નાના વિવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ અલક્ષ-તે મુજ-૧૮ અધોવાયાને ભવે, ભર્યા અદકેરા ભાર; પોઠી ઊંટ કીડા પડ્યા, દયા નાણી લગાર-તે મુજ-૧૯ છીપા ભવે જન છેતર્યા, ફરી રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુર્વાદ અભ્યાસ-તે મુજ-૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; માંસ મદિરા માખ્ખણ ભૂખ્યાં, ખાધાં મૂળ ને કંદ- મુજ-૨૧ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પાપ શ@િળી પ્રકિયા ખાણ ખણાવી ધાતુની, અણગળ પાણી ઉલેચ્યાં; જલજંતુ વિનાશીને, અંગે નીરજ સિંચ્ચાં-તે મુજ-૨૨ અંગારકર્મ કીધાં ઘણાં, ઘરમેં દવ જ દીધા; સમ ખાઇને ધર્મના, ધન અખ જ લીધા-તે મુજ-૨૩ બિલ્લી ભવે ઉંદર ગળ્યા, ગરોળી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જૂ લિખ મારી-તે મુજ-૨૪ ભાડભૂંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; જાર ચણા ઘઉં શેકિયા, પાખંતા રીવ-તે મુજ-૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ કીધા અનેક; રાંધણ સીંધણ અગ્નિના, પાપ લાગ્યાં વિશક-તે મુજ-૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઇષ્ટ વિયોગ પડાવિયા, રુદન વિખવાદ-તે મુજ-૨૭ સાધુ અને શ્રાવકતણા, વ્રત લેઇને ભાંગ્યાં; મૂળ અને ઉત્તરતણાં, મહાદૂષણ લાગ્યાં-તે મુજ-૨૮ સાપ વિંછી સિંહ ચિતરા, સક્કરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી-તે મુજ-૨૯ સુવાવડ દૂષણ ઘણાં, કાચા ગર્ભ ગળાવ્યા; જીવાણી ઢોળ્યાં ઘણાં, શીલવ્રત ભંગાવ્યાં-તે મુજ-૩૦ ધોબીને ભવે મેં ઘણા, જળજીવ સંહાર્યા; કૃપીના ભવે રંકને, દાન દેતાં નિવાર્યા-તે મુજ-૩૧ લુહારના ભવે મેં ઘણા, ઘડ્યાં શસ્ત્ર અપાર; કોશ કોદાળી ને પાવડા, તીણ તલવાર-તે મુજ-૩૨ વણિકના ભવ મેં કર્યા, કૂડા લેખ લખાવ્યા; ઓછું આપી અધિક ગ્રહ્યું, ખોટાં માપ રખાવ્યાં-તે મુજ-૩૩ ૬૭ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ crorr: • *? જોr fજન કw, આ પાપ શુદ્ધિની પ્રક્રિયા ઓડના ભવ મેં કર્યા, કૂવા વાવ ખોદાવ્યાં; સરોવર ગળાવિયાં, વળી ટાંકાં બંધાવ્યાં-તે મુજ-૩૪ હાથીના ભવને વિષે, રહ્યો કામમાં લીન; બગલાનાં ભવ મેં ઘણા, માર્યા જલમાં મીન-તે મુજ-૩૫ મૂલીના ભવે મેં ઘણાં, લીલા ઘાસ જ કાપ્યાં, પાડી ઉછેરી હોંસથી, ડાભ પાડાને આપ્યા-તે મુજ-૩૬ અણગળ આંધણ મેલિયાં, અણપૂંજો ચૂલે; અણસોયા કણ ઓરિયાં, તે કેમ પાપ ભૂલે-તે મુજ-૩૭ ભવ અનેક ભમતાં થકા, કીધો કુટુંબ સંબંધ; વિવિધ ત્રિવિધ કરી વસરું, તિણશું પ્રતિબંધ-તે મુજ-૩૮ ભવ અનંત ભમતાં થકા, કીધો પરિગ્રહ સંબંધ; વિવિધ ત્રિવિધ કરી વોસરું, તિણશું પ્રતિબંધ-તે મુજ-૩૯ ભવ અનેક ભમતાં થકા, કીધો દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસરું, તિણશું પ્રતિબંધ મુજ-૪૦ એણી પેરે આ ભવે પરભવે, કીધાં પાપ અપાત્ર; વિવિધ વિવિધ કરી વોસરું, કરું જન્મ પવિત્ર-તે મુજ-૪૧ એણિ પેરે પાપ આલોયણા, કરશે ભાવ જેહ, પાપ કર્મથી છૂટશે, લેશે શિવપુર તેહ-તે મુજ-૪૨ હવે રાણી પદ્માવતી, કીધાં શરણાં ચાર; સાગારી અણસણ કર્યો, જાણપણાનુસાર-તે મુજ-૪૩ રાગ વેરાડી જે સૂણે, એ થઇ બીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાળ-તે મુજ-૪૪ | સમાપ્ત . F F ૬૮ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પાપ શદ્ધિની પ્રકિયા [: રાત્રે સુતી વખતે શુભ ભાવના : ખમીયે ને જીવ ખમાવીએ, ખમીયે તો કદી ન ભમિય...! સહિયે રે જીવ સહિયે.... સહિયે તો શિવ સુખ લહિયે....! શિયળ મારે સંથારે, જ્ઞાન મારે ઓશિકે સમક્તિ મારા હૃદયે વસે, મનરૂપી ઘોડો, કર્યા કરમ તોડો માંગલિકરૂપી સુખડી, મુક્તિ બતાડે ટૂંકડી. યમદેવની નોબત વાગે, ધીન ધીન ધીન આંખે જાળાં, મોઢે તાળાં મારો જીવ જ્યાં જાય ત્યાં મોક્ષના બારણા ઉઘાડાં. નવકારતું મારો ભાઈ, મારે તારે ઘાણી સગાઈ, અંત સમયે યાદ આવજે, મારી ભાવના શુદ્ધ રાખજે....! આહાર શરીરને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર મરણ આવે તો વોસિરે વોસિરે, જીવું તો આગાર....! For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આલોચના આજળા એટલે પોતાના આત્મદોષોનું 'નિરીક્ષણ કરી, ગુરૂ સમક્ષ વ્રતમાં લાગેલા દોષ કબૂલી તેનાથી 'નિવર્તવું, અતિચારાદિ - દોષોથી દૂષિત ‘થયેલા વ્રતોને નિર્મલ કરવા માટે જ આલોચના કરવાની છે. આલોચના ક૨ના૨ આભા આરાધ બને છે. રાજ શાd. હનિર્મલતાથી બારવ્રતનું પાલન કરે જધન્વનીજા ભવે ઉત્કૃષ્ટ પંદરમાં ભવે મોકો જ જાય છે. Jain Education IntechAUNANT PRINTER YorBesona a Prule use Rnly2052982. 20506198jaineilmaong